મનુષ્ય માત્ર સૌ પ્રથમ તો એના વર્તન થી જ ઓળખાય. વતન, ભાષા, માં બાપ, કુટુંબ, દેખાવ, ઘડતર આ બધ્ધું એની ઓળખાણ માં ગણાય, પણ જેવુ વર્તન ના દર્ષન થાય કે ઇનો આખો હુલીઓ ફરી જાય, અને સમાજ કે સ્નેહીગણમાં એની કિમત થઈ જાય.
મારે અતિમાત્રાના વર્તન ની વાત નથી છેડવી - TV અને સમાચાર પત્રો માં ક્રૂર અને વિચિત્ર વર્તન ની વાતો તો ઢગલા બંધ દેખાય છે, તો મારે શું કરવા તમારો (અને મારો પણ) જીવ વધારે બાળવો.
ઉધ્ધત્ત વર્તનની વાત કે વર્તન બદલવાની વાતો કરીશ. એક પ્રસિધ્ધ સાહિત્યકાર એક પ્રોગ્રામ ના સૂત્રધાર હતા. એટલે પ્રોગ્રામ પ્રોગ્રામ નો થોડો અંશ આ ભાઈના સૂત્રો સાંભળવા માં જાય! પણ એક વાક્ય મારા જીવમાં - મન માં નહીં, જીવમાં - સોંસરું ઉતારી ગયું છે. કોઈ કૃષ્ણ ને પૂછે છે, કે દુર્યોધન ને કેવી રીતે બદલવો? અને પ્રભુ એને સામે પૂછે છે કે તને બીજા ને બદલવાનો હક્ક કોણે આપ્યો? મેં તો તને ફક્ત તારી પોતાની જાત ને જ બદલવા નું કર્તવ્ય આપ્યું છે! બસ, આવડત ની સીમા માં રહી ને આ સિધ્ધાંત પાળવાનો પ્રયત્ન કરીશ, મારા લખાણમાં.
|
Man is known by what he "does", i.e. his behaviour. I use the word Man - with a capital "M" - to indicate gender neutrality. Although many wives will tell us that her man is known by what she makes him do! The human's other attributes, looks, build, origin, village, parents, family, domain of economic activity and so forth, all help build his identity. But it is always the behaviour that will build or crash this identity.
I would rather not talk about extremes of behaviour - which anyway makes the core of the public media today, so no need for more disturbing discussions.
I will talk about transformation of asocial or anti-social behaviour, but with a caveat! A famous litterateur was hosting a program of an even more famous poet of the ages, so that the program was partly about the host, and partly about the poems. however, he quoted a dialogue between Sri Krishn and someone in the context of Mahabharat. How do we change Duryodhan? asked the human, and Krishna replied, "who gave you the right to change others? I gave you the duty to change only yourself! I shall try and stay with this principle, as I write.
|