ગુજરાતીઓ નવા લોકો ને મળતા, ત્યારે આ પ્રશ્ન અચૂક પૂછાતો. સમય વીતે તેમ આવી પ્રથા "પંચાત" ગણાવા લાગી અને આગલી પેઢી પાછલી પેઢીને ટોકવા માંડી "કે આવું જુનવાણી વર્તન કેમ કરો છો?"
જે ગુજરાતીઓ હજુ ગુજરાતી બોલે છે, પણ મુંબઈના પેડર રોડ પર કોન્ડોમાં કે અમદાવાદના નવરંગપુરાના બંગલે રહેછે એ કુટુંબોમાં આવા "ભદ્દા" પ્રશ્ન પુછાતા ઓછા થયા છે, એવું માનું છું. આ અચૂક ટોકવાનું નવી પેઢીના બાળકો શીખ્યા, તેમાં ૩ વાત નો ફાળો છે.
પહેલ્લી વાત: કે આવા પ્રશ્નો લગ્ન ગોઠવવાના હોય ત્યારે સૌથી પહેલાં પુછાતા બાળપણથી સાંભળ્યા હોય, અને પુખ્ત વયના થાય ત્યારે પુત્ર અને દીકરી બંન્ને સમજે કે મારે માટે વાત ચાલે છે, અને જો આવી "ક્યાંના અને કેવા" ની ચકાસણી વાળા જુનવાણી ઘરમાં લગ્ન ગોઠવાયું તો મુંમ્બઈ નાં શબ્દોમાં "વાટ" લાગી જશે. અર્થાત, જુનવાણી, જાત અને ભાત, ગામ અને ન્યાત, લગન અને હું, આ બધા શબ્દોની સાંકળ બનતી દેખાય, અને નવી પેઢી સતર્ક થઇ જાય.
બીજી વાત: કે જાત ભાત ન્યાત વગેરે ને કારણે જે આપણા સમાજમાં અનર્થ થતો આવ્યો છે, તેવી વાતો અને કિસ્સા ની જાણ ઘણી પ્રચલિત છે, જાહેર છે. એટલે જેવું "ક્યાંના અને કેવા" પૂછાય, એટલે પૂછનાર એ અનર્થના રંગે રંગાય. ત્યારે કોઈ પણ વ્યક્તિ એવો વિચાર નથી કરતી કે આ પ્રશ્નની પ્રથા, અને સમાજમાં થતા અનર્થ વચ્ચે કોઈ કારણ-પરિણામ નો સંબંધ છે ખરો? માનીજ લે કે "ક્યાંના ને કેવા" પ્રશ્નો અવિવેકીજ છે.
ત્રીજી વાત: થોડી કર્કશ છે. ભારતના અને સનાતન શડ-દર્શનો ને ચેલે ચાલતા સમાજો ને નીચા દેખાડવા, એવો જુંબેશ પરદેશી સમાજ, સંસ્થા, "ધર્મ-પ્રભુત્વ" ના વિક્રેતા અને રાજકારણના કાવાદાવા રચનાર વ્યક્તિઓ એ સદીઓ થી ઉપાડેલો છે. અને જેમ જેમ આપણો સમાજ અંગ્રેજી ભાષામાં વધારે ડૂબતો જાય છે, તેમ તેમ આવા પરેદેશી કાવત્રા ના વમળમાં ફસાતા જઈએ છીએ, અને આપણા રીત રીવાજ પ્રથા ને ચકાસવાને બદલે ભાંડવા માંડીએ છીએ. આ સામાજિક વાતાવરણ નું પ્રદુષણ છે. શ્વાસ લઈએ કે આપણે માનીએ કે પ્રાણવાયુ ફેફસામાં પેસ્યો, પણ અસ્લીયતમાં ઝેરી કાર્બન મોનોક્ષાઇડ પણ સાથે આવ્યો. સંભળાય જ્ઞાનની વાતો, પણ એ જ્ઞાનનેજ પરિવર્તન કરાયેલું છે, એમ કેવી રીતે ખબર પડે? સતર્ક રહેવાનું! પણ સતર્ક રહેવા આપણે પોત્તાનું સત્ય પહેલાં જાણવું પડે! અર્થાત: આપણે કોણ, ક્યાંના, કેવા, શું આપણા સંસ્કાર, વિનય, વર્તન, સ્વભાવ ઈત્યાદી.
"તમે ક્યાંના, તમે કેવા" આ પ્રશ્નનો ઉત્તર આપવાની આપણામાં જ પૂર્તિ જાણ અને આવડત છે? આ વિષય પર આગલા "blog" માં લખીશ.
પ્રદેશ, ગામ, ભૂમિ આપણા "genes" ઘડે, આપણા વ્યક્તિત્વ, માનસ, આચરણ, સંસ્કાર ને આકાર અને રંગ આપે. ઘર તથા કુટુંબ ના રીત રીવાજો, ખાવા પીવા રહેવા ની ઢબ, આદર કે તોછડાઈ ની પ્રથા, હુન્નર કે ખેતી, ધંધો કે નોકરી એની "attitude" પણ આ ભૂમિ પ્રતાપ જ ઘડે. મારવાડ ના સુક્કા પ્રદેશ માં પિચકારી ઓછી અને ગુલાલ વધારે વપરાય, અને કેરળના ભોજનમાં ચોખા અને નારિયેળ આગળ પડતાં હોય તે આપણને સ્વાભાવિક લાગે કે નહિ? અર્થાત, "તમે ક્યાંના" એ તમારા સ્વભાવની ઓળખ પૂછે છે.
પહેલ્લાં મુદ્દા પર થોડું વિવરણ કરું. આપણા સનાતન દર્શનશાસ્ત્ર ના સંસ્કાર પ્રમાણે આપણું જીવન ધર્મ પ્રધાન હોવું જોઈએ. સૌથી પ્રમુખ તો ધર્મ શબ્દનો અપભ્રંશ. આ પરાક્રમ વિદેશથી આવ્યું, છેલ્લા ૩૦૦૦ - ૨૦૦૦ વર્ષમાં. કારણકે ભારતવર્ષ ની બાહર, ધર્મ એટલે કર્તવ્ય નો વિચાર હતો જ નહીં. ધર્મ એટલે ગ્રંથમાં લખેલા આદેશો નું પાલન, એવો અર્થ પ્રચલીત હતો, અને તે અર્થ ધર્મ શબ્દ પર થાપ્યો, કારણ કે એ સમાજ ની સૃષ્ઠી માં દર્શન (જેમાં વાદ વિવાદ થવો અનિવાર્ય છે) અને પૂજા (જે દેવો ને રીઝાવવાની રીતો છે) વચ્ચે તફાવત નથી, અને તે સમાજો ના ધર્મગ્રંથો પૂજા પ્રધાન છે, અને મનુષ્ય જીવન માટેના નિયમો અને સિદ્ધાંતો એ ગ્રંથોમાં પ્રભુ એ માનવ જાતી ને આપ્યા છે એ પ્રમાણે લખાયેલાં છે. એટલે, જ્યારે સનાતની દર્શનો ના વાતાવરણને ભટકાયા ત્યારે પોતાની ઢબ પ્રમાણે આપણા દર્શાનશાસ્ત્રોને સમજવાના પ્રયત્નો કર્યાં, અને આપણો ધર્મ એટલે દરેક મનુષ્યનું વ્યક્તિગત કર્તવ્ય એ સિધ્ધાંત ના સમજી શકતાં, આ ધર્મ શબ્દને એ વિદેશી સમાજનો ગ્રંથોમાં લખાયેલા સિદ્ધાંતો અને પૂજા રીવાજો નો અર્થ થોપ્યો. અનર્થે, ધર્મ શબ્દ નો અપભ્રંશ થયો, અને આપણા સમાજમાં પણ ધર્મ એટલે "religion", એવી માનતા સામાન્ય પણે કાયમ થઇ. ઘોર અન્યાય!
આટલું લાંબું વિવરણ લગ્ન ગોઠવાતા હોય એને શું લાગે વળગે? કારણકે આપણા સંસ્કારમાં લગ્ન પણ ધર્મ અર્થાત કર્તવ્ય પ્રધાન છે. (મને પૂછવામાં આવ્યું કે લગ્નમાં પ્રેમનો કંઈ ભાગ ખરો કે નહીં? કાપે તો લોહી ના નીકળે એવી હાલત થઇ, કારણકે આ પ્રશ્ન મારી પ્રિયે, મારી અર્ધાંગીની મારી પત્નીએ પૂછ્યો. એકજ વ્યક્તિ - ત્રણ નહી! -પણ મારો કહેવાનો અર્થ ન તો પ્રેમ ને નકારવાનો છે, ન તો લગ્નને ફક્ત કર્તવ્ય કહેવાનો છે. અહીં બે ચોખાવટો કરી આગળ ચાલું. એક તો પ્રેમ ઘણો "complex" શબ્દ છે, બેજું કે પ્રેમ જીવનપ્રવાહ ની નદી છે. પ્રેમ નો પ્રવાહ ના હોય તો જીવન જ ન હોય, તો કર્તવ્ય કે ધર્મ કે લગ્ન ની વાતજ ક્યાંથી ઉભી થાય?)
ભૂલ તો ત્યાં થાય છે, કે આપણા સંસ્કાર એમ કહે છે કે રીત રીવાજો જ જીવન ના નિયમો છે, અને આપણા વડીલો એ નિયમો ના કાર્યકર્તા છે. દર્શન શાસ્ત્રો પ્રમાણે વડીલોનો ધર્મ / કર્તવ્ય બાળકો (પુત્ર/પુત્રી) સુખેથી જીવન જીવે, અને પોતાના ધર્મનું પાલન કરી શકે એવી સ્થીતી ઉભી કરે. લગ્ન પહેલાં પુત્ર કે પુત્રી (અને ભાઈ કે બહેન) નું કર્તવ્ય પાળવાનું, લગ્ન પછી પતિ કે પત્ની, વહુ કે જમાઈ, ભાભી કે બનેવી, એમ જાતજાતના પાત્ર સંભાળવાના, અને દરેક પાત્રના કર્તવ્ય પાળવાના. પોતાના બાળક થતાં માતા પિતા નાં પાત્ર પણ આવે, અને ઘડીક માં સર્વોચ્ચ બની જાય. મા-બાપ "તમે ક્યાંના, તમે કેવા" એ પ્રશ્ન પૂછી ને પોતાનો ધર્મ પાળે છે, કર્તવ્ય નું પાલન કરે છે, કે દીકરી કે દીકરા ને લગ્ન જીવન માં અડચણ ઓછી આવે. આજકાલની ભાષામાં "due diligence" કરે છે. એટલે આ પ્રશ્નને ડામ ના દો. વ્યક્તિઓના અહં અને ગર્વ તથા ભયને લીધે સમાજ માં લગ્ન સબંધી અનર્થો થાય છે, પ્રથા કે "procedure" ને લીધે નહિ! અને આ પ્રશ્ન ની સાથે આપણા "ધર્મ" ને પણ ડામ દેવાય છે! સૌથી મોટો અનર્થ તો આ કહેવાય. કે ફળ ખાતાં હાથને બચકું માણસે ભર્યું, અને ગાળ દીધી વૃક્ષને!
મેં'તાએ કહ્યું તે યાદ કરો - આપણે આપણા ધર્મ સંભાળવા. દરેક વ્યક્તિએ ફક્ત પોતાની જાતનેજ સુધારવાનો હક્ક છે, ધર્મ છે, કર્તવ્ય છે.
|
In a stable agrarian society - like India - The local dialect changes every 200 miles or so. The land, the crop, the sights and sounds in each "zone" influence the words, the tones, the accents. But most importantly, the behaviour, the lifelong criteria of existance and values also change. So, in a very direct and functional way of understanding a newly met person, is to ask "where are you from?". The modern individual-centric social value system turns it nose at this "old" behaviour and labels it "rude".
Gujarati - and I believe it would be true of all language groups in India - people above 50, consider this query as normal polite talk, but the younger generation - who often barely speak Gujarati and have been bereft of Gujarati culture and traditions - reprimand their parents, "so rude!!" they hiss. There are three reasons for this.
First: This query is almost the first when a marital alliance is being considered, and the youngsters have heard it often enough in family circles, to associate the question with marraige fixing(!), and the individual centric influence of the "modern" world gets their bile going! The fear is always that the "fixing" process would exclude them, and if the destination household is one that complies to these old traditions, the boy or the girl will be in deep trouble!
Second: There is almost always a followup query to "origin". It is about the caste. This is not polite small talk query, but a specific "fix marraige" query. There have been severe social abuses of this attribute of people over the past hundreds of years. While it started as trade distinction, ensuring skills transfer in close proximity from father to son, it was subsequently corrupted as a means of discriminating and ganging up, it got transformed into a social grouping for identification and discrimination. It has done a great amount of damage to people and families. The new generation knows the abuse story better than any other, and along with other social reformists, would like nothing better than to eliminate this attribute all together. One aspect of urbanisation is that many of the younger generation do not even know their own caste, and thus it ceases to exist for them.
Third: There is a sense of bitterness associated with this perspective. There exists the remains of a colonial strategy promulgated by the British to "destroy" the strengths of the Indian Sanatan culture and spiritual bonds between the peoples of the subcontinent, and reduce or destroy their faith in the scriptures and traditions they have inherrited. Some fear India's philosophical and spiritual thoughts because they do not follow a "book" that humans can interprete to their advantage, as has happened in other spiritual domains. Some simply have an axe to grind, and others see it as a political resource. A large portion of these efforts are unfortunately in the English language - which our younger urban generation is adopting in large numbers and being swayed by what is said in forums using English. Is this an anti-English rant? most certainly NOT! The language has nothing to contribute to the contents! It is just a medium of communication. If the urban Indian youth spoke, read and wrote in their mother tongue, they would have more opportunities to come across their own philosophical and scriptural thought, and do their own assessment of the various opinions and fact check them! If I don't know about the existance of the "shaad-darshan's", or the upnishad's or various commentaries on these pieces of litterature, or the practice of debate and arguments on all such topics, how would I ever research them or read extracts and summaries? I know only one side of the story. To understand and assess the world around us, and the information being shared - without or with transformations -one must know ones self, ones roots, and generational identity which has shaped ones society and beliefs. Then we are better prepared to apply ones mind to what we see and hear!
The land, the village, the society around you, the weather in the area where you are born and brought up, the domain of economic activity of your family, as well as the larger society around you influences your genes, your attitudes, your personality your values. So, the query "where are you from?" is simply a more eloborate search for you and your identity!
The prompt question put to me was "does love have any contribution to a marraige?" Oh God! Such a cliche! Two responses to the two key words: love, and marraige. Neither is marraige a duty, nor love the only component of a marriage. Love is a severly abused word, because people love a donut, love to go to a disco, love one's mother, love a phone, love one's child, partner, parent, sibling and so forth. It is one of the weakest - in terms of accuracy and precision - of words in the English language. In popular understanding of marraiges love is interpreted as attraction - both physical and intelectual. But to me this is just a significant but tiny part of the emotion of love. Trust, commitment (borne of "dharm"), compatibility in social, intellectual, financial, physical, and value system terms forms the bulk of what is "love" in the context of marriage. The second is the word marriage. It certainly is a social arrangement, and institution of reproduction, but - again to my mind - it is the greatest vehicle of the ultimate in creativity. Cultures, values, education, perspectives, resources of two different people from similar but different social and cultural environments are melded together to nurture a fully developed human being who will sustain the species in years to come. The two create a new human being. Is this not the ultimate of creativity? All components of "love" described above are intrinsic to marriage as well, so the question "does love have any contribution to marriage?" is a silly question at best. What the questioner really means is have the boy and the girl "fallen" in love before they marry? Is there any rule that "love" must happen before marraige? If due diligence shows that all indicators that the boy and the girl will indeed "fall in love" subsequently, then is the reprequiste criteria still valid? How many marraiges split subsequently after having started as "fallen in love"? Is the due diligence fail safe? No! they too fail, but that is the nature of human behaviour! That is not a valid reason to curse the process - either way!
So, social practicies and traditions which aim at the most suitable environment for this creativity are not to be scoffed at without thought. One consistent perspective that is promoted by the nay sayers is that the girl and the boy have little opportunity to participate in this process. Marraiges of convenience (e.g. the British king Charles-II and the princess of Portugal) have existed for ever, and still do. Ultra conservative families do practice this arrangement on the grounds that parents know best, but the greater portion of the society has always left the final "yes" to the two children they want to see happy. What the elders do - most of the time - is due diligency to spot any potential failure areas. So, do not trash this question. It is a very practical one, and in context of marraige, an essential one. Marraiges become weak or fail because of the ego, fear, pride, morphed values, economic presssures felt by the participants, not because of the process of arranging the match. And like all processes of human kind, the process should not be weakened through short cuts, and poor execution. It is like a person whoc bites his finger along with the fruit he was eating, and curses the tree where that fruit grew!
|