નાગપૂર પહોંચ્યા, અને સરસ નાસ્તો મળ્યો સ્ટેશન પર જ. ગાડી આવી ગયેલી, એટલે નીકળી ગયા, કારણ કે તડોબા માં બપોરની સફારી નક્કી કરેલી, અને રવિવાર હતો એટલે અઢળક ફી ભરેલી! (આ અઢળક ફી ની વાત માં જરા મુર્ખો બનેલો. મહારાષ્ટ્ર ના બધ્ધા અભયારણ્ય માં safari કરવા ની એક સુંદર પદ્ધતી ઠેરવેલી છે. દરેક અરણ્યમાં થોડા ઝાપા નિશ્ચિત્ત કરેલા છે, અને મારુતિ-જિપ્સી માં જ ફરાય. અને દરેક ઝાપે સફારીમાં અમુક નંગ જિપ્સી જવાદે. અને એ જિપ્સી પણ અરણ્ય ના કાર્યકર્તા જ નક્કી કરે. સાથે એક ખાસ wildlife ગાઈડ પણ મોકલે. આ બધ્ધાં નું booking on-line થાય. અને પૈસા પણ ત્યારે જ ભરી દેવા ના. આ બુકિંગ ૧૨૦-૬૦ દિવસ પહેલાં કરી શકાય, પણ બુકિંગ નો દર ભારી - કેટલો ભારી એ ના સમજ્યો, એ મારી મૂર્ખામી! અને શનિ રવિ માટે બુક કરો તો દર પર ચાંલ્લો પણ ખરો! આંકડા તપાસયા વિના રવિવાર સાંજ નું બુકિંગ કર્યું - આશરે ૧૦૦ દિવસ પહેલ્લાં, અને ૪ જિપ્સી જવાદે એવો ઝાપો પસંદ કર્યો. છોલાઈ ગયો! ). ઝીલ રિસોર્ટ પહોંચ્યા, તડોબા અભયારણ્ય ઇશાન વિસ્તારમાં ચિમુર શહેર છે, અને થોડે અંતરે કોલારા ગામ, અને કપાસ ના ખેતરો ની વચ્ચે ઝીલ રિસોર્ટ! ત્રણ જ રૂમ, અને બે તંબૂ માં dormitory. અમારે નસીબે, અમે જ હતા! જમ્યા અને 1:30 વાગે જીપ/જિપ્સી આવી ને જંગલે જવા નીકળ્યા - વાઘ જોવા.. બીજું કઈ નહીં! ઝાપા નું નામ કોલારા. આ ગેટ પર ૪ જિપ્સી હતી, પણ અંદર જંગલમાં ગયા ત્યારે બીજા ગેટ થી આવેલી ઘણી જીપ મળી. અને એક જગ્યા એ વાઘ મહારાજ બિરાજેલા દેખાતા હતા - એક નાના તળાવને પેલે પાર આશરે ૧૦૦ મીટર દૂર - ત્યાં તો ૧૫ જીપ! અને એક ખુલ્લી જગ્યાએ થી વાઘ-દર્શન થતાં હતા ત્યાં એક બે જણા અડી ગયા, અને ખસે જ નહીં! ડ્રાઇવરો એ ગુસ્સો કર્યો ત્યારે ખસ્યા. આટલી બધી જીપો, અને બધા એંજિન race કરે એનો અવાજ - જંગલ જેવુ લાગતું ના હતું. જો કે વાઘ-શ્રી ને કાંઇ પડી નો'તી. પડી રહેલો, જરા ઊઠ્યો, ફર્યો, અને પાછો લાંબો! અમારા ગાઈડે બીજી જગ્યા દર્શાવી, ત્યાં મગર - નાનો - જોવા મળ્યો.
બીજે દિવસે સવારે ૬ વાગે અમે તૈયાર, અને જીપ આવે ને કોલારા ગેટ પર પહોંચ્યા. બે જ જિપ્સી! હું તો ઘણો ખુશ, કે ગિર્દી નહીં એટલે ઘોંઘાટ પણ નહીં, અને wildlife ભાગી નહીં જાય. નીકળ્યા અને પહેલી જગ્યા એ બન્ને જીપ ઊભી રહી ગઈ - એકદમ સ્તબ્ધ! બીજા એક નાના તળાવ ને કિનારે આચ્છા ઘાસ માં ઊગતા સૂર્ય ના કિરણો માં જાગૃત થતાં વાઘ મહારાજ આળસ મરડી રહ્યા હતા, માણ ૧૦૦ ફૂટ દૂર! ત્રણ કલ્લાક ત્યાં જ ઊભા રહ્યા. વાઘ ભાઈ ઉંધા પડ્યા, ચત્તા થયા, ઊભા થયા, અમારી સામે જોયું, અને તુચ્છ છો એવો સંદેશો આપતી નજર કરી, પાછા આરામ અને આળસ માં લાંબા થયા. ધનિયા એ અને મેં કેમેરો નીચો કર્યો જ નહીં. લેન્સ ભારી હોય, અને સ્થિર પકડી રાખવા ના શ્રમ થી હાથ દુખવા માંડે લો, પણ એ વખતે કોને ભાન હતું? એવી નજીવી વાતોમાં. બીજી ૩-૪ જીપ આવી, પણ બધા જ શાંત રહ્યા, અને કેમેરા ના ક્લિક અવાજ સિવાય બસ એક કલકલિયો જ સંભળાતો હતો. ઊંચે સુકાયેલી દાળ પર બેસી એ પણ આ તમાશો જોતો હતો. બીજી બે સફારી કરી, પણ વાઘ-દર્શન દુર્લભ રહ્યા - વાંદરા, જંગલી કુતરા, અને ઘણા ચિત્તલ જોયા, આઇબીસ અને એવા બીજા જલપક્ષી ઘણા જોયા.
બે ત્રણ આનંદ અને ગર્વ ની વાત. જંગલ ખાતા ના rangers - એટલે કે રક્ષણ દળ માં કન્યા ની હાજરી સારા પ્રમાણમાં દેખાઈ. અને બે ગેટ પર તો નેતૃત્વ કરતી હતી. એક સાંજે અમારો જંગલ માં થી બહાર નીકળવાનો સમય થયો, અને અમારી જીપ એક ૭-૮ રેંજર્સ ની ટુકડી ને પસાર કરી આગળ નીકળી, પણ એ ટુકડી તો અંદર પહેરો દેવા જતી હતી - અને એમાં પણ ૪ સુસજ્જ કન્યા ઓ. uniform પહેરેલો, બે જાણી ના હાથમાં બંદૂક, કપાળે જ ઝીણો ચાંલ્લો, અને એક ના કંઠે મંગળસૂત્ર! કેવી સુંદર પ્રગતિ - ભારત ની કન્યા ની! અંજુ તો ફૂલી ના સમાય, અને ગેટ ની બહાર આવી તરત દીકરીઓ અને વહુ (અમે ચાર ને ત્રણ દીકરી એક દીકરો અને એની વહુ છે) ને વોટ્સેપ નો સંદેશો મોકલ્યો. અહીં પણ જંગલાત વાળા કડક હતા, અને પ્લાસ્ટિક, મોબાઈલ ફોન બહાર કઢાવી ને જ અંદર જંગલમાં જવા દેતાં હતા.
પાછા નાગપુર આવ્યા, બપોરે પહોંચી ગયા, પણ અમારી ટ્રેન તો રાત ના હતી. એટલે શહેર ફર્યા. મારા પપ્પા ના શબ્દોમાં " no દમ". ધનંજય ને અચાનક પાછા ફરવા નું થયું, એટલે એ બંને ને airport પર મૂક્યા અને અમે બે ટ્રેનમાં જાંસી રવાના થયા. ગાડી આવી ગયેલી અને વહેલી સવાર હતી એટલે તરતજ નીકળી ગયા. ડ્રાઈવર કહે "તમે ઓરછા નથી જવા ના? એક નાનો ફાંટો છે, અને જોવા લાયક સ્થળ છે. અમે હા પાડી અને સુંદર જગ્યા જોવા મળી. જહાંગીરે બનાવડાવેલો કિલ્લો - મહેલ છે, જ્યાં એ એક દિવસ પણ ના રહ્યો! ઘણા મંદિર છે - મૂળ તો રામ રાજા નું મંદિર છે. દંતકથા એવી છે કે રાણીબા ને સ્વપ્નમાં શ્રી રામ આવ્યા અને મંદિર બનાવવા ની પ્રેરણા જગાડી. રાણી ગયા અયોધ્યા - રામ ની મૂર્તિ લાવવા, અને રાજા એ ચતુર્ભુજ મંદિર ની ઘડામણ શરૂ કરી. પણ મૂર્તિ લઈ રાણી પાછા પધાર્યા ત્યાં સુધી માં મંદિર તૈયાર ના હતું, એટલે રાની એ મૂર્તિ મહેલ માં રાખી. પણ પ્રાણપ્રતિષ્ઠા કરવાના સમયે બાધા આવી કે મંદિરમાં સ્થાપવા ની મૂર્તિ મહેલ માં ના રખાય! રાજા એ ચતુર્ભુજપ્રભુ ની મુર્તિ ત્યાં સ્થાપી, અને મંદિર નો ગર્ભગૃહ ખાલી ન રહ્યો, પણ રામ ભગવાન ની મૂર્તિ મહેલ માં જ રહી. જતે દિવસે, મહેલ ને જ મંદિર બનાવ્યું અને એ રાજા-રામ નું મંદિર ગણાય છે, શ્રી રામ નું નહીં! પૂજા ધામ ધૂમ થી થાય છે. ઓરછા બેટવા નદી ને કિનારે છે, પાણી નો પ્રવાહ ત્વરિત છે, અને પાણી નિર્મળ. ઘાટ મોટો પહોળો અને સુંદર છે, યાત્રી અને શ્રદ્ધાળુ સ્નાન અને પૂજા કરે. ઘાટ પર જ ઓરછા ના રાજા ઑ ની 'છત્રી' છે. મંદિર ના આકાર માં રાજાઓ ની યાદીસ્થળ. અવનવો તો એ જોયું કે આ ૪ - ૫ છત્રી ઑ પર ઘણા ગીધ બેઠાં હતા અને આમ તેમ ઉડતા હતા. ઘાટ પર અગ્નિદાહ ની વ્યવસ્થા નથી, અને નદી નું નીર એકદમ સાફ છે, તો આ ગીધ ત્યાં શું કામ ભેગા થયા હશે તે રામ જાણે - શ્રી રામ, રાજા રામ નહીં!
ખજુરાહો પહોંચ્યા અને MPTDC ની પાયલ હોટેલ માં બુકિંગ હતું ત્યાં રહ્યા. બપોરે મંદિરો (!) તરફ ગયા. ખજુરાહો માં ફક્ત મંદિરો જ છે. એક પછી એક રાજા ઑ એ અહિ જ મંદિરો ચણ્યા. મહેલ કે કિલ્લા એક પણ નથી. પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ એમ ત્રણ ક્ષેત્રમાં મંદિરો બન્યા, પણ મુખ્ય સખ્તાઈ તે પશ્ચિમ. આજ ના કાળમાં જેને campus કહીએ એવી વ્યવસ્થા છે. દસ બાર મંદિરો છે, અને કોઈ કારણસર મંદિરો નું ખંડન ઓછું થયું. કહેવાય છે કે મુસલમાન હૂકુમત હતી, અને તોડ ફાડ પણ થઈ. કહેવાય છે કે ૮૫ માં થી હવે સાબુદ ફક્ત ૨૨ મંદિરો બચ્યા છે, પણ શું કારણે બાકી ના નષ્ટ થયા એનું બહુ સંભળાયું નહીં. રાજ્ય ભાંગ્યું પછી કુદરતે પોતાનો કબ્જો કાયમ કર્યો અને જંગલ આસપાસ ઉગ્યું અને મંદિરો જાણે અદ્રષ્ય થયા. પાછા 'જડયા' ત્યારે ખંડન ઝાડ પાન થી થયું હતું, માનવ ફાળો કેટલો હતો તેની જાણ ઓછી છે. ગાઇડે ઇતિહાસ કહ્યો એ પ્રમાણે આ રાજ્યમાં રાજધાની એક કિલ્લા પર હતી જે અજય રહ્યો - કલિંજાર, સંકૃતિક અને કળા નું કેન્દ્ર એ મહોબા નામ નું નાગર, અને ખજુરાહો એ મંદિરો અને પૂજા નું કેન્દ્ર. ચંદેલ કે ચંડેલ નામની પેઢીના રાજાઓ એ બાંધવા નું શરૂ કરેલું.
આ પશ્ચિમી સમૂહ નું રક્ષણ અને ચલાણ પુરાતત્વ વિભાગના તાબામાં છે, અને સુંદર કામ કર્યું છે. આ સાંજે તો આખા સમૂહ માં ફર્યા અને બહાર થી જ ફોટા પાડ્યા, અને બીજે દિવસે ક્યાં સમય કાઢવો છે તે નક્કી કર્યું. પાયાલ ના મેનેજરે એક સારા જાણકાર ગાઇડ નું નક્કી કરી આપેલું. પણ બીજે દિવસે સવારના ૬ વાગે નીકળી સૌથી પહેલ્લાં પાછા મંદિર સમૂહ માં પહોંચ્યા, અને બીજા લોકો આવે તે પહેલા ઘણા ફોટા પાડ્યા. સવારનો માંડ તડકો અને કોઈ અડચણ નહીં. મજા આવી. નાસ્તો કરી ગાઈડ ને સાથે લઈ પાછા આવ્યા - પાછી ટિકિટ લીધી - કાયદો જ એવો છે! ગાઈડ ગ્રેજયુએટ હતો અને પુરાતત્વ વિભાગ સાથે કોન્ટ્રાક્ટ હતો. પુરાતત્વ ના નિષ્ણાતો એ ઊંડી જાણકારી અને ટ્રેનિંગ આપેલી, અને અંગ્રેજી સિવાય સ્પેનિશ પણ બોલી શકતો હતો. મંદિરો, સનાતન દર્શન અને પારંપરિક મંદિર રચના ના શાસ્ત્રો, અને દેવ દેવીઓ ના આકાર અને નિશાન ની માહિતી પણ ઊંડી હતી. નામે મુસલમાન પણ જાણે પૂર્ણ ભારતીય. ઘણું સમજાવ્યું, અને ખાસ એક વાત નું ખંડન કર્યું કે ખજુરાહો ની પ્રસિધ્ધિ કામસૂત્ર ના પૂતળા અસંખ્ય છે એટલે. સત્ય તો એ છે કે એવા રતિક્રીડા ના શિલ્પ ૫-૧૦ ટકા થી પણ ઓછા છે. અને એ વિષય ને રોજી કાર્યો માં સમાવેશ કરવા જ શિલ્પ કર્યા છે. એક જરા જુદો મત પણ સાંભળવા મળ્યો. સમય એવો હતો કે પ્રજા સનાતન ધર્મ અને વિધિ પ્રધાન જીવન થી થાકી ને બૌધ્ધ ધર્મ તરફ જોતી હતી, અને બૌધ્ધ ધર્મ નો પ્રચાર પણ વધ્યો હતો. શંકરાચાર્ય ના પ્રયત્નો થી સનાતન ધર્મ માં ઘણા ફેરફાર આવવા માંડ્યા હતા એટલે રાજા ઓ એ બૌધ ધર્મ ના પ્રધાન "ત્યાગ" સંદેશ ની સામે ગ્રહસ્થી જીવન ને વધારે આકર્ષક બનાવવા રોજી જીવન અને એમાં પણ રતિક્રિયા ને સામાન્ય જણાવી કે આ બધુ ત્યાગ કરવાની જરા પણ જરૂર નથી, એ સંદેશો પ્રસારવા આ વિષયને પણ મંદિરો માં કળાત્મક રૂપમાં પ્રસ્તુત કરવાની આજ્ઞા આપી.
પણ અંગ્રેજો અને ઈતર ગોરીયા ઓ અને આપણા media વાળા ઓ એ મળી ને ખજુરાહો ને રતીશિલ્પ માટે પ્રસિધ્ધ કર્યું. આ કેમ્પસ ને લગોલગ એક મહાદેવ નું મંદિર છે જેમાં પૂજા હજી પણ ચાલુ છે: માતંગેશ્વર. માણસ કરતાં ત્રણ ઘણું મોટું શિવલિંગ છે. મંદિરો નું ખંડન ઓછું થયું છે, જોકે મુસલમાન સત્તા આવી હતી આ પરદેશમાં, પણ ખંડન કરવાની વૃત્તિ ઓછી હતી એવું માનવા માં આવ્યું છે. પાસે પુરાતત્વ વિભાગ નું સુંદર museum છે, અને એમાં મૂર્તિ ઓ અને એના વિષે લેખન પણ જાણવા લાયક છે. બાકી પૂર્વી સમૂહ અને દક્ષિણ સમુહ પણ જોઈ આવ્યા. પૂર્વી માં એક બે મંદિરો માં જૈન મૂર્તિ બિરાજી છે, કેવી રીતે એ ત્યાં આ શિવ વિષ્ણુ દુર્ગા ના મંદિરો માં પધારી એની કાંઈ વાત સંભળાઈ નહીં. અને ખંડેરો ની આસપાસ જૈન સંસ્થા ઊભી થઈ છે. દક્ષિણ સમૂહ, સમૂહ જ નથી. એક જ મંદિર છે, જોકે મૂર્તિ સુંદર છે, અને સૂર્ય ના કિરણો પ્રાતઃ સમયે સિધ્ધા મૂર્તિ પર પડે છે એવું ત્યાં બેઠેલાં ગામવાસી એ કહ્યું. બીજે દિવસે પાછું સવારના પહોર માં સાડા છ ના ટકોરે પશ્ચિમ સમૂહ ના દરવાજે પહોંચ્યા, અને અમે એકલા પ્રવાસી નીવડ્યા અને આખા મંદિર સમૂહ ને સૂર્યોદય ના કિરણો માં માણ્યો. પછી રાનેહ ધોધ જોવા ગયા, અને જગ્યા અને આસપાસ નું જંગલ જોઈ અચંબો પામતા ના સમાયા. કેન નામ ની નદી છે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ ની સીમા છે, અને પ્રાચીન સમયમાં જ્વાળામુખી નો પ્રદેશ છે, અને વિસ્તાર આખો એજ લાવા ના ખડકો નો છે. નદી અને કુદરતને લીધી ઊંડી ખીણ રચાઇ છે, માઈલો લાંબી અને ૬૦૦ - ૮૦૦ ફૂટ ઊંડી - જાણે કે ભારત નો grand canyon. એ પ્રાચીન જ્વાળામુખી નો કૂવો વચ્ચે છે, અને શાંત પાણી થી ચિક્કાર છે. આ કૂવા ની એક બાજુ કેન નદી પર નો રાનેહ ધોધ, અને બીજી બાજુ દૂર જતી નદી ના પ્રવાહ માં સ્થપાએલી ઘરિયાલ (મગર ની એક જાત) ની sancuary - જે બહુ સફળ થઈ નથી. અને આ ખીણ ના viewpoint પર પહોંચવા આરક્ષિત જંગલમાં થી પસાર થવાનું. એના gate પર જંગલાત ખાતા નો પહેરો છે, અને એક ગાઈડ ફરજિયાત સાથે લેવાનો, જે પ્રવાસી ઓ ગમે ત્યાં જઈ જંગલ અને પ્રાણી ઓ ને હાનિ ના પહોંચાડે તે પણ તકેદારી રાખે. અમે વાંદરા, નીલગાય, ચીતળ, અને એક વરુ જોયા. એક વાત નો ખેદ કે ગામડાના ઢોર આ જંગલમાં ફરતા બંધ નથી થયા, એટલે આરક્ષિત પ્રાણી ઓ નો ખોરાક આ ઢોર ખાઈ જાય તે બંધ થવું રહ્યું. જંગલાત ની ચોકી પર ના અફસરે કયું કે પ્રયાસ થાય છે, પણ ગામ વાળા માનતા નથી.
બીજે દિવસે બપોરે પહોંચ્યા ખાલીખમ airport પર. ચેક-ઇન કરી સુરક્ષિત વિસ્તારમાં બેઠા તો ના દેખાય ચાહ કોફી વાળો કે ના મળે એક પણ vending machine. પાણી નો ફૂવારો પણ લાંબે દૂર અને એક જ. ઠેકડા મારતાં મારતાં વારાણસી, દિલ્લી થઈ ઘરે મુંબઈ પહોંચ્યા.
|
We reached Nagpur station to a nice hot breakfast, with a few citizen volunteers painting the walls of the station with traditional waarli type art. The car had arrived, so we left for Kolara gate immediately, because we were booked for the afternoon safari from Kolara, at a price that was rather large. ( I must confess to an attack of brain funk, when booking this specific safari without checking the fees. All the wildlife reserves in Maharashtra that have safari facilities, can be booked on-line. there are charges for the safari, for the 4-wheel vehicle provided, cameras and of course the guide! There is control on how many vehicles are allowed into the reserve for safaris, so one must book! The booking opens 120 days in advance, but the fees are a lot higher for early booking - since one is almost guaranteed an entry - and even higher for weekends! So, I did the booking around 100 days in advance as soon as my plans had been finalised, could not see the prices clearly on the website, did not realise that I was booking for a Sunday, and got hit for a mini fortune compared to normal rates!) We reached Zeal Resort to see a surprisingly cosy set up. Only 3 rooms, with a couple of tented dormitories on the side, and no other travellers! The jeep/Gypsy turned up at 1:30, and off we went. This gate allowed in only 4 vehicles... in theory but there were quite a few more than the scheduled 4 waiting, and when we reached a spot where a tiger had been sighted, there were more than 15 vehicles - from the other gates, touring the forest in search of the tiger! and we found him relaxing on the other side of a pond around 100+ meters from the forest road. He was visible through a gap in the forest and the early birds there were hogging the spot, leading to drivers yelling at each other! what terrible behaviour in a wildlife reserve!! Our tele lenses and binoculars were useful, and we say his majesty in all his lazy lolling. He (or was it a she?) got up, walked a few feet, looked around (at us?) and lay down again! that was it! our driver and guide took us to another spot, on the shore of the same lake, and we saw a crocodile on the water's edge.
Next morning - a Monday - we were back at the same gate at 6:00 a.m. with only 2 jeeps! and within 15 minutes, we were on the edge of another little pond, with a tiger lolling in short grass less than 100 feet from us! It was just exhilarating! He was lazing around, turned up on his back, sunning his belly, yawning, and almost posing for us, getting up, turning around, giving us a completely indifferent look, and back to his stretched out regal pose. 3 to 4 more jeeps arrived, we adjusted space for them, but all of and the tiger just hung out there by the little pond, supervised by a kingfisher perched high above us on a dried up tree limb for the next 3 hours. We moved, because our safari window was closing, and it was mandatory to get out before closing time! We did 3 more safari's in the next 2 days, but no tiger! We did see a number of water birds, a huge owl, ibis, fishing eagle, a fleeting glimpse of a leopard through tall grass, lots of chital (spotted deer) monkeys and a small pack of wild dogs lolling on the edge of the road.
The management of the reserve and safari visits was excellent. We all felt rather proud of where Indian society had arrived, when we saw that there were a number of women forest rangers, and there were at least two teams being led by female officers. There was a team setting out in the evening for a night patrol in the core area of the tiger reserve, and there were 4 girls in that group of 9, some with a tiny bindi on their forehead, and a mangalsutra peeping out from under their uniforms, as they hefted their rifles on their patrol! Anju and Geeta were so thrilled that as soon as we exited the gates that evening, out came their mobiles, and photos of these lady rangers were sent to our (the four of us being "our") 3 daughters and a daughter-in-law! No mobiles or plastic bottles or food packets are allowed into the reserve, and the checking is thorough and strict. they lock the mobiles in a small aluminium case, keep the key, and give the locked case to the mobile owner!
We returned to Nagpur by lunch time, but with a modified plan forward. Dhananjay and Geeta needed to return to Bombay forthwith, while Anju and I pushed on to Jhansi and Khajuraho. Not worth commenting on Nagpur, because we did visit the lakes, and the zero mile marker, there was just too much of garbage dumps and smelly lake shores.
Jhansi was early in the morning, so we accepted the driver's suggestion of visiting Orchha - a diversion of just 25 Km or so. Lovely place, a beautiful river side - Betwa river,with clean fast flowing waters, a very clean ghat - Kanchan Ghat and the impressive "chhatri"s of past kings. A "chhatri"(cenotaphs) is simply a monument built in the architecture of a temple, but nothing inside! Surprisingly, we saw a host of vultures roosting on the roofs of these chhatri's, and flying around giving me great photo ops. The town is primarily famous for a Ram mandir from the 16th century. Interesting story though. The queen had a dream about building a temple for Lord Ram. She set off for Ayodhya to bring back an idol to be consecrated in the temple that her loving and devoted husband was building for this purpose. But she got back before the temple was constructed, and kept the idol in her palace, till the temple was completed. When the time came for consecration, she was told that an idol kept in a palace can not be consecrated!! Distraught as she was, she left the new temple empty - now called the Chaturbhuj Mandir - and carried on worshipping the idol in her palace. In subsequent years, the palace was converted to a temple but a temple to Raja Ram, and not to Shri Ram. Friend Jahangir added his eccentric stamp to the town by having a palace built as attribute from the reigning Rajput king, which he visited for exactly one day!! I would spend at least 2 days in Orchha, if I ever visit this region again.
Khajuraho and the Payal hotel came next, and we set off to the Western collection of the Khajuraho temples. All managed very well by the Archaeological Survey of India. This town was the temple capital in a 3 capital system organised by the kinds of that time. Kalinjar Hill had a fort, and thus the political capital and the seat of the king, Mahoba about 40 Km away was the cultural capital. The main temple complex is the Western collection, with a much smaller group the Eastern collection - including a Jain temple complex (how did they crash this ancient Vishnu / Shiva / Durga temple complex party??) and lone entry as the Southern collection. We managed to get the warmer afternoon light that first day for some lovely pictures. The Son Et Lumiere show that evening was very well done, and gave us a great understanding of the history of these temples and a viewing plan for the next day. While we had arranged for a guide to accompany us the next morning, we sneaked up to the western temples again early in the morning 6:30 and the first (and for some time the only) visitors to enter the complex. Again lovely photo's in the rising sunlight, and not a single person - visitor or staff - in the frames!! What a pleasure that was. Back again later that morning after breakfast and the guide in tow with fresh tickets. (Visits are not carried forward even in the same day, so buy again!!). The guide was very knowledgeable not only in the history, but also the philosophical, legends and myths and the Sanatan scriptural aspects of the temples and more importantly of the sculptures on the outer and inner walls of the temples. He identified the individual characters on the temple walls, and showed us how to identify them in the ancient Indian system of temple architecture. He was of the Muslim faith - but like so many Muslims in India - quite thoroughly knowledgeable about various deeper aspects of Sanatan heritage of India. ASI too had done a brilliant job of training all the authorised guides, most of who spoke at least one modern European language besides English. These temples are no longer active in the sense that there is no worship being conducted although the idols remain. There is however, a sibling temple adjacent to the campus - Matangeshwar temple - with a larger than life Shivling which is actively worshipped. The guide highlighted two important aspects, which have stuck in the craw of the ASI and the local populace as well. Khajuraho has an exaggerated reputation for its erotic sculptures, duly blown up by westerners ignorant of India's cultural history, and the sensation seeking media, More as a demonstration of hypocrisy of current cultural norms for public display of intimacy as compared to public display of eroticism on temple walls of the past. First was the fact that such erotic sculptures - and they are of high craftsmanship - constitute between 5 and 10 percent of the sculptures (and are found on temple walls all over India, not just Khajuraho) and the second was that there was a purpose to these sculptures to indicate by their presence amongst other daily routine life friezes, that amorous activities were also routine common activities. The more esoteric ones were artistic license. We did visit the other two temple collections, but little of note except that there is neglect of the Southern lone ranger, and the Jains have intruded into the Eastern collection. A cultural show that evening, and again an early morning visit on the third day brought us to a surprise that last morning. We did a rickshaw safari!! There is a beautiful place called the Raneh falls on the river Ken. There is an extinct volcano's crater - now filled with Ken's waters, and the entire area is volcanic rocks eroded by the river, weather and nature. a deep long gorge, a gharial sanctuary ( a bit of a failure since the gharials are not natural to this region, and only a few survive their introduction a few years ago) and the Raneh falls! and the entire access is through a protected forest reserve! We took a rickshaw from the hotel, took a guide on board at the Forest Reserve gate, and in we went. exhilarating place. We saw many a spotted dear, a few neelgaay - the largest of the antelopes - lots of monkeys and a fox. Unfortunately there are a lot of cattle roaming in this reserved forest, and the department has not yet succeeded in evicting them - as they have very successfully done elsewhere in India.
Off to completely empty airport the next afternoon - no coffee shop, no vending machines and one lone water spout in the entire waiting area. Off we went hopping Varanasi, Delhi and finally home to Bombay!!
|