Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

શાસ્ત્રો નો વારસો

 heritage of scriptures

જુવાનીમાં એવી માન્યતા મગજમાં આવતી કે ભગતવેડા બુઢ્ઢાવેડા નું પ્રતિક છે. મુર્ખ હતો કે અજ્ઞાની હતો? મુર્ખ હોતે તો મારી જાતને માફ કરતે, પણ અજ્ઞાનતાને માફ કેવી રીતે કરવી? વાંધો નહિ, જાગ્યા ત્યાંથી સવાર, અને મારી સવાર નિવૃત થયા પછી પડી. સાથે બુઢ્ઢો પણ થવા માંડ્યો.

શાસ્ત્રો નથી વાંચતો પણ શાસ્ત્રો વિષે વાંચવા માંડ્યું છે. આ વાંચન શરુ એવું થયું, કે મારામાં એક ભાવના જાગી કે આપણા શાસ્ત્રો માં ઘણું scientific જ્ઞાન-વિજ્ઞાન સંતાયેલું છે, અને એ જ્ઞાન-વિજ્ઞાન ને પોથીઓમાંથી બાહર કાઢી આજની પેઢીને જણાવવું કે આપણા વારસામાં આ બધ્ધું જ્ઞાન-વિજ્ઞાન છે, તે વાપરો, પ્રચાર કરો, વગેરે વગેરે. એ કામ ઉપાડવા સંસ્કૃત પાછું શીખવું એમ નિર્ણય લીધો. અને સંસ્કૃત ભાષાને શોધતા શોધતા શાસ્ત્રો વિષે ઉત્સુકતા વધારે પ્રભાવશાળી નીવડી, અને શાસ્ત્રો વિષે વાંચવાનો પ્રયાસ આરંભ્યો.

આજની શૈલી પ્રમાણે સૌ પ્રથમ ગુગલકાકાને પૂછ્યું, અને ઘણી websites, blogs, અને વિકિપીડિયા મળ્યા. બધ્ધું અંગ્રેજીમાં. websites જાત જાતની હિંદુ શૈલી ના પ્રસાર કરવાની સંસ્થાની websites નીકળી, અને લખાણમાં શાસ્ત્રો, કથા, લોકશૈલી, અને પોતાના પ્રચારની ભેળ જ મળી. થોડું જ્ઞાન મળ્યું, પણ ભેજાનું દહીં વધારે થયું, કે સાચ્ચું શું? સાથે સાથે એક ની એક વાત - ઘણી વાર તો એજ ભાષા અને વાક્યોમાં - જોવા મળી ઠેર ઠેર જગ્યાએ. પણ દેસી વ્યક્તિઓએ લખેલી વાતો અને પશ્ચિમી વ્યક્તિઓએ લખેલી વાતોમાં એટલો બધો તફાવત હતો કે કોને માનવું, ને કોને નહિ, તે મોટો કોયડો થઇ ઉઠ્યો. જે નિશ્ચિતતાથી પશ્ચિમી લેખકો (બધ્ધા વિદ્વાન ન હતાં, ઘણા ખ્રિસ્તી સંસ્થા ના સભ્ય હતા, તો બીજા અંગ્રેજ શાસન ના અધિકારીઓ હતાં) છાતી ઠોકીને લખે, તે જોઇને જરા અંજાઈ જવાય, અને પહેલી દ્રષ્ટીએ માનવા પણ માંડીએ. પણ માનવ જાતી નું એક કડવું સત્ય એવું, કે યુધ્ધમાં વિજેતા હોય તે ઈતિહાસ લખે, અને પોતાની લાલી કરવાની સાથે, પરાજીત સમાજને નીચો, જંગલી, ઉદ્ધત સાબિત કરવા નો પ્રયાસ કરે. વિશ્વમાં જ્યાં પણ વિલાયતી રાજા કે સરકારે ઈતર રાજ્યો પર હુમલો કરી, વિજય પામ્યો, વસાહત બેસાડી,ત્યાંના ઇતિહાસને પોતાની પીછીથીજ રંગ્યો. ભારત કરતાં આફ્રિકા કે દક્ષીણ અને મધ્ય અમરિકાનો દાખલો જુવો! આપણા ઈતિહાસ માં “આર્યન" શબ્દ વાપરી ને ભારત ની સંસ્કૃતિ mesopotemia ની પ્રજા અહિં લાવ્યા એવું લખીને ઉત્પાત પેદા કર્યો, તેના સમપ્રમાણમાં આપણા ઈતિહાસકારો એ વાત ને નકારવા નો જુંબેશ ઉપાડતા પુરતા દેખાતા નથી. એમાં મને ભાષાનો દોષ દેખાય છે. જે દેસી લેખકો અંગ્રેજી માં ભણ્યા, કે અંગ્રેજી માં લખે છે, તે વધુ કરીને આ “આર્યન" પ્રસરણ ને જ માન આપે છે, અને દેસી ભાષામાં લખનાર આ દ્રષ્ટિ નો સામનો કરે તો પણ internet પર દેખાય નહિ. એમાં website કઈ ભાષામાં લખાયલી છે, તેનો મોટો ફાળો છે.

બીજી એક સ્થિતિ ની જાગૃતિ પણ થઇ. આપણી દેસી લખવાની પધ્ધતિ નવા જગતમાં ઢીલી પડે છે. દેસ માં “વ્યાસ મુની એ કહેલું એટલે સાચુંજ હોય" એ વાત માન્ય છે. મારું ભેજું engineer નું ભેજું છે, અર્થાત logic અને derivation (તર્ક અને તારવણી) વિના હું કોઈ વાત સો ટકા માનવા તૈયાર ના થાઉં. એટલે જેમ રાજા-યજમાન ના વખતમાં દરબાર કે બેઠકમાં વાદ વિવાદ યોજાતા હતાં, અને વિદ્વાનો પોતાનો મત જાહેર કરી એના મુદ્દાઓ સભામાં પુરવાર કરતાં, એમ વિવાદ માં તર્ક, ન્યાય (આ કોર્ટ કચેરીનો ન્યાય નહિ, જ્ઞાન અને વિજ્ઞાનમાં પકવેલો ન્યાય) તારવેલો વિચાર અને વિમર્ષ, જ્ઞાન અને વિજ્ઞાન નો પરચો, એ બધું ઉપસ્થીત હતું. જો દેસી વિદ્વાન એ શૈલીમાંજ લખે તો વાંચનાર ને ગળે વાત ત્વરિત ઉતારે. પછી જે ભાષાને લીધે ઢંકાયેલું રહે છે, તે વાદળ દૂર કરતાં વાર નહિ લાગે, અને આપણો સમાજ તેમજ વિશ્વસમાજ પણ એ લેખનને સમજશે, માન્ય રાખશે.

એટલે મેં નિર્ણય કર્યો કે અહીંજ મારા પ્રશ્નો ને પ્રગટ કરું. જ્ઞાન થાય કે ના થાય!

૧. સૌ પ્રથમ તો વેદ વિષે. વેદ શ્રુતિ કહેવાય. અર્થાત ઘણાજ સિદ્ધ પુરુષ ઋષિઓને વેદનું જ્ઞાન સ્ફૂર્યું, realise થયું, દૈવીત્યના પ્રમાણમાં પ્રકટ થયું. એનું એક મહાન સત્યતો એ, કે આ ઋષિઓના મગજ, અને જ્ઞાન કેટલું વિસ્તરેલું હશે, કે વેદના જ્ઞાનને લાયક પાત્ર થયા! તો એ જ્ઞાન કયું? એ ઋષીઓ કયા શાસ્ત્રો અને સાહિત્ય અને દર્શનો નો સાથ લઇ એવું બળવાન મગજ કેળવ્યું, કે વેદના જ્ઞાન ની સ્ફૂરણા થઇ, પ્રેરણા જન્મી? અર્થાત, વેદ કંઈ કોરા કાગજ્માંથી ઉત્ત્પનન તો ન જ થયો હોય ને! તો વેદ પહેલાં કયા ગ્રંથો કે શાસ્ત્રો કે જ્ઞાન સંહિતા હતાં?

૨. પાછું વેદ માટે એવું કહેવાય, કે એમાં સંગ્રહ કરેલા મંત્રો મોટે ભાગે યજ્ઞ કરવાની બાબત ના જ છે! દરેક વેદ ના ૪ ભાગ કહેવાય. પહેલો ભાગ  મંત્રો નો સંગ્રહ, બીજો એ મંત્રો, યજ્ઞ કરતી વખતે કેવી રીતે અને કયા અનુક્રમમાં ઉદ્ગાર કરાય તેનું વિશેષ વર્ણન છે. ત્રીજામાં આગલા બે ભાગમાં શું કહેવાયેલું છે એના પર વિચાર વિમર્શ કરવો (જંગલમાં જઈને - અરણ્ય એટલે જંગલ જ ને?) તેની ચર્ચા છે, અને છેલ્લો ભાગ તે ઉપનિષદ જેમાં ઘણો બધો આદ્યાત્મિક, ધાર્મિક, ગૃહસ્તી વિજ્ઞાન વગેરે નો સામાન છે. મને બે વાત ખાસ સમજાતી નથી. એક તો એમ કે શું વેદ યજ્ઞો માટે સર્જાયેલો? મનુષ્ય જાતિને બીજો કઈ ધંધો હતો કે નહિ? કે આખો વખત યજ્ઞ જ કર્યા કરે? એટલા બધા તાલેવંત માણસો હતાં કે યજ્ઞો કરવાનો સમય પણ હોય, અને એટલું દ્રવ્ય પણ હોય? અર્થાત સમાજ એટલો વ્યવસાય અને ધન માં સિધ્ધ હતો કે યજ્ઞો કરવા આ થોથા ઉત્પન્ન કરવા પડ્યા, ઋષિ મુનિઓને? માનવામાં નથી આવતું કે વેદ આવા રુંધ ધ્યેય માટે રચાયેલા હોય. મારું વિચારવું એમ છે કે, આ યજ્ઞ શબ્દ માં કૈક ભેદ છુપાયેલો છે, અને યજ્ઞ એટલે ચોરી બેસાડી હોમ હવન કરવા એ યજ્ઞ નથી, પણ કૈંક બીજો, આખી પ્રજાને લાગુ પડી શકે એવો અર્થ છે. આપણા પૂર્વજો અને ઋષીઓ એટલા આત્મપરાયણ ના હતાં કે બ્રાહ્મણો ના કામ કાજ પર જ ધ્યાન આપ્યું, અને બીજા જાય તેલ પીવા! એટલે, આ યજ્ઞ શબ્દનો કૈંક ગુઢ અર્થ હોવો જોઈએ, જે મને હજુ સુધી મળ્યો નથી. બીજી વાત પાછી એજ, કે વેદ ના મંત્રોમાં એવું તો શું હતું કે એના આધારે આટલા બધા બીજા ગ્રંથો ઉત્પન્ન થયા? કહેવાય છે કે ૧૦૮૦ ઉપનીશદો હતાં, અને હવે ૧૦૦ ની આસ પાસ હાથ લાગે છે. જો ઉપનિષદ વેદના મંત્રો ની પૂઠેં દેખાય તો એવું મનાય કે નહિ, કે મંત્રોમાં એવું રહસ્ય ભરાયેલું છે કે એ સમજતા અને સમજાવતા હજાર ઉપર ઉપનીશદો જન્મ્યા! પણ એ મંત્રો નું સીધું રહસ્ય સમજાવનાર શાસ્ત્ર કયું? મને કઈ દેખાયું નથી. જેમ ગીતાના શ્લોકો નો અર્થ અને ગુઢાર્થ તથા બોધ, એમ ત્રણેયનું પારાયણ થાય છે, અને અઢળક લખાયેલું પણ છે, તેમ આ વેદ મંત્રોનું કેમ નથી? સંસકૃતામાંજ ટિકા અને વિવરણ છે એવું મેં વાંચ્યું, પણ દેસી ભાષા - જે લોકબોલી છે - એમાં હજુ સુધી કંઈ મને મળ્યું નથી. કદાચ બરાબર શોધ્યું નથી.  

હવે પ્રશ્નો છોડી, (કારણકે એ બહુ લાંબુ લીસ્ટ છે) મને અમૂક સ્થિતિ ની દાઝ લાગે છે તેની વાત કરું. દેસી વિદ્વાનો કહે કે વેદ અને એવા બીજા શાસ્ત્રો હજારો વર્ષ પહેલાં નિર્માણ થયા, (૯૨૦૦ વર્ષ  નો ઉલ્લેખ ઘણી વાર વાંચ્યો) અને પશ્ચિમી લેખકો આ ગ્રંથો ની ઉમર માંથી ૩ ૪ હજાર વર્ષ ઉડાવી ને જ લખાણ હલાવે છે. રંજ એનો છે કે આપણા દેસી વિદ્વાનો આપાણા શાસ્ત્રોની જનમપટ્ટી ની:સંદેહ રૂપે કેમ પુરવાર નથી કરતાં? વિકિપીડિયા વાંચો, મોટે ભાગે વિલાયતી લેખકોએજ આપણા શાસ્ત્રો વિષે લખ્યું છે, (વિકિપીડીયામાં વાંચતા હોઈએ તે લેખ ની “history” વાંચજો!) અને દેસી ઈતિહાસકારો જવલ્લેજ દેખાય છે, અને દેખાય ત્યારે reference માં વિલાયતી લેખો અને પુસ્તકો નો ઉલ્લેખ કરે. અને કોઈ માય-કૉ-લાલ લખે કે વેદ ૧૦૦૦૦ વર્ષ જુના છે, અને કલયુગ ચાલુ થયો તે પહેલાં સર્જાયેલા: તો આ આંકડો કેવી રીતે અને ક્યાંથી આવ્યો એ વાત એવી અધ્ધર કરે કે વાંચનાર નાં ગળે સરળ રીતે ઉતારે નહિ. (મારે જ્યારે આવી કોઈ અધ્ધર વાત કરવી હોય, ત્યારે હું કહું કે “એતો કબીરજી કહી ગયેલા", એટલે સાચી છે) આવો વ્યહુ મારા જેવા ને પાલવે, વિદ્વાનો ને નહિ. એમાંજ આપડા શાસ્ત્રો અને સમાજ ની કિંમત થઇ જાય છે. મારું એવું માનવું છે કે જેમ આજે આપણે પત્ર લખવાનું ચાલુ કરીએ તેમાં સૌ પ્રથમ તારીખ માંડીએ. એ પ્રમાણે ઋષિ મુનીઓ એ શાસ્ત્રો રચ્યા ત્યારે પણ તારીખ માંડી, પણ એ જમાનામાં તારીખ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નક્ષત્રો અને ગ્રહો નું થાણું, સ્થાન અને દિશા ના શબ્દોમાં અંકાતી. તો આ તારીખો શોધી કાઢીએ તો ગ્રંથો ક્યારે લખાયા તે પ્રશ્નજ ટળી જાય કે નહિ?

છેલ્લી દાઝ એ, કે આપણો સમાજ આપણા શાસ્ત્રો, આપણા ઈતિહાસ ના એવા અજ્ઞાત છે કે શરમ આવે છે. અને આવી બેદરકારીમાં વિલાયતીઓ એમનો લખેલો આપણો ઈતિહાસ જ સાચો ઠરાવે, એમાં નવાઈ શું. (મારી પત્ની એ મને આવું નિરપવાદ કથન કરવા માટે ટોક્યો, કે આપણા દેશમાં આ “alternate” ઈતિહાસ સામે ઝુંબેશ ઉપાડ્યો છે તે તું કેમ ઓળખતો નથી? અજ્ઞાનતા મારી છે, એ હું કબુલ કરું છું, પણ મારો મુદ્દો એમ છે કે આવા વિચારો અને સ્થિતિ સુધારવાના કાર્યોની જાણ જેટલી પ્રસરવી જોઈએ એટલી હજુ પ્રસરી નથી, કે વિશ્વમાં વધારે ને વધારે વિદ્વાનો આ alternate ઇતિહાસને કસોટી પર ઉતારે , દેસી લખેલા ઇતિહાસની સામે.) ઉલ્લુ તો આપણેજ છિએ! દાખલો આપું. સંસ્કૃત-english ની dictionary છે. દુકાનો માં નાની મોટી તો ઘણી મળે, પણ જે ઉચ્ચ સ્થરની ગણાય છે તે એક અંગ્રેજી અધ્યાપકે - Monier-Williams - સો દોઢસો વર્ષ પહેલાં સંકલન કરેલી. આ Monier-Williams ભાઈ ઈંગલેન્ડ ની Oxford વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક હતાં. એ હોદ્દો મેળવવા બધ્ધા ઉમેદવારોએ ભારત માં ખ્રિસ્તી ધર્મના પ્રચાર ને ટેકો આપવો ફરજીયાત હતું! બીજા એક મરાઠી વિદ્વાને (વામન શિવરામ આપ્ટે) પણ તૈયાર કરેલી છે, પણ એનો ઉલ્લેખ ભાગ્યેજ દેખાય. એટલે આપણા શાસ્ત્રો અને ગ્રંથો અને ભાષા વિષે ના લખાણ માટે આપણાજ દેસી વિદ્વાનો પર વધારે ભરોસો કરીએ તો આપણા સમાજ નું સ્વમાન જળવાઈ રહેશે.

મારા નિરપવાદ ને અપવાદ માં બદલું. ભારત માં હજુ પણ શાસ્ત્રોનું,  વેદનું કથન અને પાઠ શીખવાય છે, ભારતીય ભાષાઓમાં શાસ્ત્રો પર વિવેચન લખાય છે, અને પુસ્તાકોનનું પ્રકાશન પણ થાય છે. મારી દાઝ એ છે કે આવી ક્રિયાઓ નું અને આવા વિચારોનું જ્ઞાન વિસ્તરતું નથી, - આપણા સમાજમાં - કે જેટલું થવું જોઈએ, કે જેથી આપણા સમાજમાં અને વિશ્વમાં સાચા ઈતિહાસ અને શાસ્ત્રો ના સાચા અર્થ ની નિષ્ઠા વધે.

I associated pursuit of scriptural books as a sign of receding energies and retirement. Was I stupid (and arrogant) or just plain ignorant? I hope I was stupid and arrogant, because then I can possibly forgive the trespass. Ignorance would have been unforgiveable! As Scarlett said so eloquently, “..After all, tomorrow is another day!...”, and my new day arrived the day after retirement took hold.

I have always suspected that our scriptural heritage includes a large quantum of knowledge about the more mundane scientific and technical matters of life. Our Rishi’s were phenomenally intelligent and committed souls, whose powers of observation and analyses were out of this world! So, on retirement, I made an ambitious plan of extracting at least some of this knowledge, and sharing it with the next generation of Desi’s, so that they may use it, and publicise it. The starting point had to be the re-learning of Sanskrit, and while searching for Sanskrit language resources, I encountered so much information about our shastr’s, that my curiosity about them dominated my time and inclination. Thus, began my reading more and more about the shastr’s – not the shastr’s themselves!

As is de rigueur in today’s world, I Googled (yuk! I hate creating verbs out of proper nouns!) Indian / Hindu / Sanatan scriptures, and got a lot of hits on blogs, websites, and of course the other font of all knowledge – Wikipedia. The contents were such a mix of scholarly information, pretend scholarly material (I mean, I have an engineer's brain, and scholarly writing means logic and derivation!), myths, legends, and a huge quantum of private agenda’s and messages and so forth. Confusion reigned, even as I struggled with sorting out real information from “alternate” facts. I subscribe to the belief that a number of western writers (many were churchmen, laymen, or employees of the British Raj along with some academic scholars) have pushed a few agenda’s of their patrons or sponsors. As conquerors, there have been publicly expressed commands to belittle the culture and inheritance of the conquered, and to imply that originality – in terms of when or where  a piece of revered literature or scripture was composed – may have been soiled by plagiarising from other “older” sources. The Aryan invasion theory is a perfect example of obfuscating history when conveyed in “scholarly” language. The flip side is that Indian writers – in Indian languages – have not been successful in both, writing logically (and therefore credibly) and reaching out to a large audience. In a lot of the contents that I have read on the internet, there is either a great amount of “so and so said this... and the other so and so said this...”, circular referencing (to indicate scholarly pursuit) or a straight forward “it is so, because I (or occasionally, some imputed authority) said so!”. The language of the internet also plays its part, since a large number of the searches I made, were in English, and the search returned websites with content in English as well. Indian authors who were themselves educated in English, or write in English, do have a tendency to tow the western line of thought, because acceptance in the west is often the source of merit that an author may be seeking. Authors, scholars who write in Indian languages are just not visible, except when listed in English contents. This situation has only raised a larger number of questions in my head.

So, I thought it best, to raise at least a few of these right here, in my dual language blog!

1. The Ved’s (I can not comply with the writing of Indian words with a trailing “a”. If I wrote it as “Veda”, and a person unfamiliar with Indian language phonetics, pronounced it with a hard “d” - as in dumb - and a trailing “aa” sound, half of Mumbai will fall down laughing, because that word in Marathi “वेडा” means “mad” or “stupid”.). The Ved’s are categorised as “Shruti” or “heard”. It has two implications. One, that they were composed and transmitted to human brains, through divine interventions, and second, that subsequently, they have been preserved with unerring accuracy through the elaborate oral system that exists in India, for transmitting the scriptures i.e. heard, and repeated! The more rational interpretation of the first implication is, that there existed such highly developed intellects and minds, that they were capable of distilling and presenting these intense & complex philosophical, spiritual and temporal ideas. So, here is my question. What material, information, ideas, thoughts and scriptures existed BEFORE the first of the Ved’s verse was put to a meter, that such minds, and intellects could evolve with the aid of those pre-Ved thoughts and ideas. Ved’s did not appear one fine morning, and find all these generations of highly developed intellects and brains to be grafted on to!

2. My second question (for today only, because my list is rather long!!) is about the commonly found description of what constitutes the Ved’s. The accepted form is that the ved’s have 4 constituents (not the 4 divisions of Ved). The first is the Samhitā (collection) of mantr or incantations, to be used during a “yagn”. The second “book”, the Brahmañ gives the contexts and sequence of recitation of these mantra’s during the “yagn”, the third Arañyak, describes lines of analyses and contemplation that one may embark on in solitude about the mantr and their contexts in yagn. The final fourth, is Upanishad that contains the mother lode of spiritual, academic, philosophical temporal and scientific knowledge “based on the contents of the previous three”. As last reported (!) there were 1080 Upanishad’s, and only about 100+ are traceable today. My question is this. If a collection of Mantr can cascade down into the gigantic volume of the Upanishads, and the mantr were only about yagn’s – really? I think there is a lot more to the word yagn, because I can not imagine that the highly evolved minds that composed not only the Ved’s, but also the intricate and failsafe system of oral transmission of these thousands of verse, would focus on a single activity, basically confined to the rich, the ruling class, and the brahman priests who sat around a square pit of fire, and poured ghee while reciting various incantations. There were just not enough rich people around to be sponsors of these yagn’s, nor would they have plenty of spare time to keep on participating in yagn after yagn. Hence, “Yagn” has to mean a lot more than the combination of fire, priests, hosts, incantations. It has to be related to the activities of the entire populace, and imply a process, rather than an event, and the incantations a focus mechanism at each such activity! Just as the Bhagavat Geetā has zillions of volumes written with literal meaning, spiritual or ecumenical messaging and detailed explanation of this message attached to each verse in all 18 chapters, there is nothing that I could see for the Ved’s and the mantr’s there in. This is likely to be just sheer ignorance on my part, but that is what I would like to see.

There are few pet peeves that I nurture. Goes back to a point I made earlier. I certainly want Indian scholars to date our scriptures accurately – using a transformation of the astronomical date stamping that the sages of yore used when writing or composing the scriptures, to Gregorian dates computed backwards, and settle the issue of age of our scriptures equivocally! These date stamps were in terms of planets and stars and zodiacs and their juxtapositions in the skies, phenomena that just do not occur twice – not in human memory, anyway!

The second peeve is about considering western authors writing on Indian history, language and scriptures as the final or master authority, in preference over Indian authors. (I got scolded by my wife for being so categorical on this statement. Why am I not recognising the mass of efforts ongoing in India to recognise this problem, and create the correct history etc? I concede her point, and confess that the ignorance is mine. My issue is not with existence of such efforts, but sufficient quantity and volume, such that it has wide public knowledge and acceptance in both the Indian society, as well as amongst scholars the world over.) Let me give you a small example. A Sanskrit-English dictionary was compiled a century or more ago, by an Oxford don called Monier-Williams. It is considered the touchstone for Sanskrit words for writers in English. One requirement from candidates vying for the tenure that M-W got at Oxford, was to support the Christian evangelism in India! There exists another Sanskrit-English dictionary: by a Marathi author (Vaman Shivram Apte) which is hardly ever heard of!

This is not just a parochial bias – but a wish that Indian authors achieve the kind of super scholarship that puts them on top of the authoritative writing scale. Way back when kings ruled, and hosted scholars and knaves, India had a tradition of debates. Scholars were free to arrive at a court and challenge a reigning “expert” on a contextual subject. Alternately, the king invited – mostly an open invitation – scholars to come and debate on a specific domain or topic. Scholars had to “prove” their point, and only fellow scholars had the right to accept or reject. In modern terms, it was a live peer review system! I wish – and hope – that Indian authors re-adopt this “debate” quality approach to writing, write in local languages so that the society recognises them and their thought, and their peers accord them the authoritative text cognition. If it is then translated or rewritten in English, that is cream on the strawberries.

I must temper my peeves with a confession that there are many efforts ongoing in India,  to correct the “alternate” facts propagated by vested interests in the past, and successfully too. Shastr's and Ved’s and Upanishad's are still chanted in the correct metres (chhand), and the oral tradition of transmission is continuing. My only issue is that knowledge and awareness of these activities is not widespread enough to make the contents universally accepted both in the Indian society and across the world.