Archives 2020 તુર્કી Turkey તુર્કી માં traipsing

તુર્કી માં તર્ક

Traipsing around Turkey

અમારી નાની પૈણવા ચાલી! વર્ષ ને છેડે દિ નક્કી થયો. પાછા અમે ચાર સાથે ક્યારે થશું તે અવસર ઢચુપચૂ લાગવા માંડ્યો. સાથે એક "સરસ" ટ્રિપ કરિયે એમ નક્કી થયું અને તુર્કી નો નંબર લાગ્યો. પ્લાનીંગ શરૂ થયું, અને સહજ મામાની દીકરી બેન સાથે વાત થઈ કે તુર્કી જઈએ છીએ. અમે પણ તારી સાથે આવશું! સારું થયું કે તુર્કી માં ફ્લાઇટ અને રહેવાની જગ્યાઓ બુક કરી નો'તી.

ઇસ્તાંબુલ ના આતાતુર્ક હવાઈ અડ્ડા (આ હવાઈ શબ્દ તુર્કી ભાષામાં પણ એજ અર્થમાં છે) પર અમારી અને બેન બનેવી ની ફ્લાઇટ્સ થોડીક જ આગળ પાછળ પહોચી અને અમે બધ્ધા સાથે થઈ ગયા.

ઇસ્તાંબુલ ને ત્રણ ભાગમાં વિચારી શકાય. સૌથી પુરાણો સુલતાન અહમદ (તુર્કી ભાષામાં "અહમત" કહેતા હશે એવું અંગ્રેજી અક્ષરમાં બોર્ડ લખ્યા હતા એના પરથી અનુમાન કરું છું) - જ્યાં ખાસ જોવા લાયક સ્થળો છે. પછી આવે ગોલ્ડન હોર્ન બારા વાળો અખાત, એને પેલે પાર નો વિસ્તાર, પણ હજી યુરોપી તુર્કી માં જ. હાલ ની વસ્તી આ ભાગ માં ઘણી છે. શહેર ની સ્થાયી વસ્તી, અને થનગનતો વિસ્તાર આ છે. પૂર્વ માં બોસફરસ ની ખાડી ને પેલે પાર આવ્યું એશિયાઈ ઇસ્તાંબુલ. અમે રહ્યા સુલતાન અહમદ વિસ્તારમાં. ટેકરી ના ઢાળ પર હોટલ, અને ગલીનો એક છેડો સિધ્ધો દરિયા પર જાય. પણ પ્રવાસ ની શરૂઆતમાં અમારે ઇસ્તાંબુલ ફરવું નો'તું. એટલે બીજેજ દિવસે સવારે  ૨ ગાડી ભાડે કરેલી તે લેવા ગયા: સર-સામાન લઈને. શાણપણ વાપરીને ગાડીમાં GPS નખાવ્યું, અને ગાડીવાળાએ કહ્યું કે ગાડી ભોયરામાં પાર્ક છે, એટલે જીપીએસ ચાલશે નહીં, પણ રસ્તા પર પહોંચશો એટલે વાંધો નહીં આવે. અમે એનું માની લીધું, અને ANZAC ના સ્થંભ તરફ નીકળ્યા. GPS ચાલ્યું તો ખરું, પણ તુર્કી ભાષામાં! અંગ્રેજી માં બદલાયજ નહીં! પાછા ફરવા માટે રસ્તા નવા અને અવનવા લાગતાં હતા અને જમણી બાજુ ચલાવવાની જિંદગી માં પહેલી તક હતી, એટલે ચિંતા પણ હતી. એટલે GPS વાપરવાનું જવા દીધું, અને તુર્કી નો એક ફોન લીધેલો, એમાં google maps જોતાં જોતાં આગળ ચાલ્યા.

ANZAC સ્થંભ જોઈ ચનકલ્લે જવા માટે કીલીટબહિર થી હોડીમાં ગાડી સહિત બેઠાં.  ૩૦ મિનિટ નિજ સવારી હતી, અને ડારડેનલ્સ નામનો દરિયાઈ ભાગ ઓળગ્યો. પણ જહાજ ની કિનારી પર ઉભેલા એટલે પાણીમાં તરતા dolphins જોવા મળ્યા. ચનકલ્લે ફર્યા અને ખાસ તો યુનાની ઈતિહાસમાં અને સાહિત્યમાં પ્રસિધ્ધ કિલ્લો -  ટ્રોય - ના ખંડેર જોવા ગયા, પણ નાસીપાસ થયા. જોવા કે માણવા જેવુ કાઇજ ના હતું. બસ, ચનકલ્લે પાછા આવતા જમવા થોભ્યા – મનઝારા રેસ્ટોરાંટ, ચાનકલ્લે થી ટ્રોય ના અડધા અંતરે - એ જગ્યા સુંદર હતી, અને એ વિસ્તારમાં ટ્રોય ની કુંવરી હેલન નું અપહરણ કરવા જે યુધ્ધ થયું એ દંતકથા ની રણભૂમિ નો આભાસ થયો ખરો.

ચનકલ્લે થી ગાડી માં જ સેલચૂક પહોંચ્યા. રસ્તા નો થોડો ભાગ autobahn હતો, અર્થાત કોઈ ગતિ સીમા નહીં. 160 કિ.મી. ની ગતિ એ ગાડી ચલાવવાની મજા આવી. સેલચૂક ગામમાં યુનાની અને રોમાની ખંડેર પણ છે. પ્રાચીન કાલે રોમ કરતાં યુનાની ઑ એ તુર્કી માં હુમલા ઘણા વધારે કરેલા. ગામને કિનારે એક આલીશાન કિલ્લો પણ છે, પણ અમે પહોંચ્યા ત્યારે કાંઇક કારણે બંધ હતો. થોડે દૂર પ્રાચીન એફિસ્યસ નામ ના શાહી શહેર ના ખંડેર છે. એફિસ્યસ તો આખો દિવસ જોઈએ. સેલચૂક ગામ માં જ યુનાની દેવી આર્ટિમિસ (શિકાર અને જંગલી પ્રાણીઓ ની દેવી ગણાય) નું "પ્રસિધ્ધ" મંદિર છે એમ વાંચેલું, પણ ત્યાં કોઈ ને યાદ નો'તું કે ક્યાં આવ્યું. મળ્યું ત્યારે એક ઊંચો થાંભલો એક મોટા ખાબોચિયાની વચ્ચે દેખાયો. થાંભલા ની આસ પાસ બે ત્રણ અવાવરુ કુતરા ફરતા હતા, અને થાંભલા ની ટોચ પર દેવી ના પૂતળાનો આભાસ થતો હતો. પૂતળું તો હતુંજ નહીં. યુનાની આર્ટિમિસ દેવી તેજ રોમ ની દેવી Diana. એફિસ્યસ નો વિસ્તાર ઘણો મોટો છે, પણ સાથે સાથે સહેલાણીયોમાં પ્રસિધ્ધ પણ ઘણું છે. બપોર સુધી તો ધાડાં સવારે 9 વાગ્યાનો ચર્ચગેટ યાદ દેવડાવે. એફિસ્યસ ની સૌથી પ્રસિધ્ધ ખંડેર રોમાની સામ્રાજ્યમાં સ્થપાયેલું પુસ્તકાલય છે. બે હજાર વર્ષ પહેલાં પણ જ્ઞાન નું કેટલું મહત્વ હતું કે આવી જંગાવર library બાંધેલી!

સેલચૂકથી પમુક્કલે ગયા. અહી ચૂનાનો આખો પહાડ છે, અને ગરમ પાણી નો ઝરો છે, જેની આસપાસ roman જમાનામાં બનાવેલો મોટો હોજ છે - આજકાલનો heated swimming pool! અને એ હોજમાં થી નીકળી પહાડના ઢાળ પર જંગી થાળી જેવા છીછરા હોજ કોતરાયા છે, અને આખો ઢાળ સફેદ દેખાય, ચુના ના ઓગરાળા ને લીધે. વિશાળ વિસ્તાર છે, આ ચુના ની થાળી-ધોધ નો. પણ આ થાળીઓ માં પાણી પહોંચે ત્યાં સુધીમાં પાણીની ગરમી અદ્રશ્ય!

બસ, ગાડીઓ માં ફરવાનો સમય પૂરો થવા આવ્યો, અને ઈઝમિર એરપોર્ટ પર ગાડી પાછી કરી, ફ્લાઈટ પકડી કેસારી પહોંચ્યા, અને તરત વેન નક્કી કરેલી એમાં ગોરેમે પહોંચ્યા. આ આખ્ખો પ્રદેશ - કાપાડોચ્ચિઆ - અવનવો છે. પ્રાચીન સમય માં, જમીન પાણી પવન અને આબોહવા થી ઘસાઈ ને પત્થર ના મંદિરના શિખર જેવા આકારના થાંભલા થી ભરપૂર હતી. અને પ્રાચીન ઈતિહાસિક સમયમાં જાત જાતના લોકસમૂહ આ ભૂલ્ભામણીમાં ગુફાઓ શોધી કે બનાવી ને આશરો લેતા. બે ખાસ અનુભવ થયા. એક માં અમે સૂફી સંપ્રદાય (જે તુર્કી માં જન્મ્યો) ની ભક્તિ કરવાની વિધિ – જેને “સમા” કહેવાય એ જોવા ગયા. ફુદરડી નૃત્ય કરે આ સંપ્રદાયના અનુયાયી. મગ્ન થઈ ને ફર્યા કરે, સરળ તાલ ના સથવારા માં. એ જગ્યા તે એક જમાનાની કારવાં સરાઈ હતી. બીજો અનુભવા તે baloon માં પ્રદેશ ની સેર કરી, અને જાણે પક્ષીઓ આ ભૂમિ ને કેવી જોતાં હશે તે અનુભવ કર્યો. સવાર ના ૪ વાગે બસ લેવા આવે,  બલૂન માં ગરમ હવા ભરાતી જોઈ,  સૂર્યોદય પહેલા તો ઉપર જવા માંડેલા, અને સૂર્યોદય તો અદ્ભૂત જોયો. જેમ જેમ અમે ઉપર જતાં ગયા તેમ તેમ સૂર્ય ના કિરણ ભુમી ને સજાવતા ગયા, અને અમે આ દ્રષ્ય માણતા ગયા.

ગોરેમે થી વહેલી સવારે નીકળી પાછા કેયસારી, અને ફ્લાઇટ પકડી વાન પહોંચ્યા. વાન નામનું પૂર્વી તુર્કી માં મોટું સરોવર છે, નાના દરિયા જેવુ લાગે. વાન શહેર પણ આ સરોવર ને કિનારે છે. તરતજ   વેન માં તુર્કી ની પૂર્વી સરહદ - એક બાજુ ઈરાન, અને બીજી બાજુ આર્મેનિયા - પાસે આવેલા દોગુબેયાઝીત ગામે ગયા. અહી બે જગ્યા જોવા જેવી છે. એક તો આરારાત નામનું શિખર છે, જે યહૂદી પુરાણમાં પ્રલય થી બચીને પૃથ્વી પર ના દરેક પ્રાણી ની જોડી ને બચાવી ને - નોઆ નામના વ્યક્તિ એ પ્રભુના આદેશ પ્રમાણે - વહાણ  જમીન પર ખુપ્યું, એ પર્વત નું શિખર છે. અને એ પર્વત માળા ના પાસે ના ઢળાણ પર જમીન નો એક ભાગ એવો દેખાય છે કે જાણે એની નીચે કોઈ મોટું વહાણ દટાયેલું છે. તુર્કી ની સરકાર આ જમીન પર ના આકાર પર પુરાતત્વ કામ થવા દેતા નથી, કારણ કે મળે તો યે મોકાણ, અને ના મળે તો યે મોકાણ. આખો પ્રદેશ આમ વૃક્ષહીન લાગે, પણ મેદાન બધ્ધાં લીલા છમ, અને ઝીણા છોડ પર વસંત ના માનમાં ફૂલો ખીલેલા. વાન સરોવર ના કિનારા ને માણી ને ફ્લાઇટ પકડી આવ્યા પાછા ઇસ્તાંબુલ!

 એજ હોટેલ માં પાછા રહ્યા, અને હાગીય સોફિયા, જે ખ્રિસ્તી દેવળ અને મસ્જ્જિદ વારા ફરતી થયું, એ જોયું, તુરકીમાં ઓટોમાન ચક્રવર્તી રાજાઓ થયા એના મહેલો, અને એ વખત ના હમામ - જાહેર સ્નાંગૃહ - જોયા, અને એક વાર એ હમમાં નું સ્નાન પણ અનુભવ્યું. મોટો ગોળાકારમાં પત્થરનો ઓટલો હોય, અને ઉપર ઊંચે સ્નાનગૃહ નો ગુંબજ દેખાય, અને અજવાળું આવે.  પોતડી પહેરીને બેસવાનું, અને સ્નાનગૃહ નો માણસ સરસ ગરમા ગરમ પાણી થી નવડાવે, માલિશ કરે, અને સાબુ નહીં પણ સાબુના ફીણ થી સાફ કરે. બધુ પત્યા પછી પોતે શાવર માં નાહવાનુ! ઓટોમાન ચક્રવર્તી રાજા એ આશરે ૬૦૦ વર્ષા પહેલા આ બજાર બંધાવેલું, કે ફેરિયા ફરે એના કરતાં નાની નાની દુકાનો આ બજારમાં ચલાવે. સુંદર બજાર છે, અને આજના દિવસ માં પણ ધમાલિયુ વાતાવરણ છે. એક દિવસ બોસફરસ ખાડી માં હોડી ની સફર કરી. બંને કિનારે કિલા અને આલીશાન મહેલો અને બંગલા દેખાય, અને જાત જાત ના વહાણો પસાર થતાં દેખાય. ઉત્તરમાં black sea અને રૂસી રાજ્યો નો દરયાઈ વ્યાપાર, અને નૌસેના ના વહાણ ની અવરજવર પણ - આજ ખાડીમાં થી. પહોળી અને ઊંડી છે - યુરોપ અને એશિયા નું વિભાજન કરે છે!

પ્રવાસ નો અંત આવ્યો, બેન બનેવી ગ્રીસ ગયા - બીજા પ્રવાસે, અને અમે ચાર પાછા ઘેરભેગા!

  


Our younger one scheduled her wedding for the end of the year, and a thought sprung up about when we four would get an opportunity to be together again. So, let us do a family trip, and Turkey got the nod. I started planning, and casual mention of the trip to my cousin turned into "we are coming with you". Luckily, I had not booked any flights or accommodations yet. The two groups - my cousin and her husband from Sydney, and we four from Singapore reached Ataturk airport within an hour of one another, and soon we were 6.

Istanbul can be divided - for the visitor - into 3 parts. The old "original" city which is known as Sultan Ahmet area, then the main European city across and along the Golden Horn, and the Asia part across the Bosporus. Our hotel was in Sultan Ahmet, on a hill, with the road rolling down all the way to the sea.

We had kept Istanbul touring for the end part of our trip, so we simply collected ourselves, and next morning saw us lock stock and bags at the car hire place. We picked up both cars, and hired a GPS in one. The car fellow tried to test the GPS, but it would not work in the underground car park, but he assured us it was good! We loaded up, and took off for the ANZAC memorial along the Gallipoli  peninsula along the Dardanelles. As soon as we cleared the carpark, the GPS started working - in Turkish! and we could not switch it to English! New cars, driving on the wrong side of the road, and complex city road network, meant we did not try to go back, and since I was a good paper map navigator, we carried on! using google maps occasionally on our Turkish phone. We reached the ANZAC memorial after some searching (I thought the few locals we asked, were not interested in directing us, because ANZAC memorialised an attack on turkey! and there was a huge Turkish victory memorial on the other side of the Gallipoli peninsula. We made it to the ferry for Canakkale, a 30 minute ride across the Dardanelles from Kilitbahir. We were standing at the railing, and we saw a few dolphins doing their graceful glimpse-and-go northwards. We went around Canakkale and then drove out to the Troy site. Rather disappointing, because little is left, and the movie ruined the imagination and expectations. However, we did get a good view of the site from  the Manzara restaurant – almost half way between Canakkale and Troy - we stopped at for lunch on the way back. It is on the slopes of a hilly stretch and a promontory close to the sea below, and we could see the mouth of the Dardanelles strait and the sea of Marmara beyond, and imagine the sailing ships touching the Troy shore.

We drove from Canakkale to Selcuk. Via Izmir. Part of the road was an autobahn – no speed limit! It was a thrill to go fast – at least for a little while! Besides Ephesus, the town itself has quite a few Greek ruins. The point to note is that while the Romans certainly had their day in Turkey, the Greeks had a longer, frequent in-out, and more historical interaction with Turkey. So, more  Greek ruins than Roman. There is also a magnificent looking – the venue was “closed” – fort in Selcuk. I had also heard of a famous temple to the split personality Goddess of hunting (!) the Greek Artemis and Roman Diana. But all that remained was a singular tall pillar with some statute on top, mired in a stagnant pool with wandering mutts around its base. It took us almost an hour to find this place, because the locals could not remember it – only the tourist department did! Next day was Ephesus. The area is large and popular. By mid-day the crowds were like Churchgate station at 9 a.m.! (I am a Bombay guy at heart).

Next stop was Pamukkale and the cascading terraces of hot water and limestone descending from a Roman “Bath”. The tickets are by the hour! But the water is hot, and not sulphurous. The actual spring is a bit obscure but comes into this huge swimming pool sized bath, with a few Roman columns submerged to be recognised by your toes as you float around! The cascades are quite impressive, although the water has cooled off by the third pool or so. Back to Izmir the next day, drop off the car, and onto a flight for Keysari and onward to Goreme – in the heart of સીCappadocia. A fairly large area is riven with ravines and valleys and towers with caves galore. The towers are conical, and the caves all over have been lived in for centuries. We visited the open air museum, and the underground city. A balloon ride over the pockmarked land was an early morning treat. The bus picked us up at 3 a.m. to go to the ballooning site. We watched the balloons get inflated with hot air from a roaring flame thrower type of a stove, and  were in the air before sunrise, watching the play of light from the rising sun on the hills, the orchards, the caves and the towers! A treat not to be missed. Later that day, we went to a traditional caravanserai in the middle of nowhere. Well preserved paintings, and a Whirling Dervish performance to follow. We were warned to have a mindset of a spiritual ceremony when we watched the Dervishes, because that is how the culture of the followers see it. Next day saw us charge early morning to Kayseri and a flight to Vaan. Vaan is a huge lake in Eastern turkey, and a city of the same name on its shores. A 300 Km ride in a van saw us entering Dogubayazit, a border town with Iran on one side and Azerbaijan on the other, But Mount Ararat dominating the skyline! I wanted to see the legendary location of Noah’s ark, which was supposed to have touched dry land – after the flood – at Mount Ararat. There is indeed a long mound of soil on the slope of a hill near Ararat, but not directly on its slopes, but more like a satellite slope. The government does not allow any excavation of this shape – which does look very much like a large ship under the top soil. Better a mystery, then a broken or confirmed legend, I guess. We also saw a deep well like hope supposedly created by a meteor that struck this area a few centuries ago. A long – at least 5-6 Km long – line of trucks waiting to enter Iran. A visit to the well preserved Isak Pasha palace fell flat, because we were there on a Monday, when it was closed to visitors!! But the palace and its location on the slopes behind Dogubayazit is very scenic. Back to Vaan, an overnight stay in the town, and on a flight to Istanbul the next day.

Now, we did all the spots of Istanbul. A ferry ride up the Bosporus was a treat, with elegant mansions and palaces on both the shores, and strange little islands in the middle of the channels, and a bridge or two high above us connecting Europe and Asia! A visit to the Grand Bazar, and a session in a famous Turkish Hamam saw us to the end of our travels. The Hamam session was quite interesting. You strip down to just a loin cloth, and lie on one edge of a large circle of stone. And the attendant douses you with huge quantities of hot water, followed by buckets of foam trapped in a cloth balloon, which is rubbed on you. More water, and then you shower off on your own at the stalls on the side!

We headed back to Singapore, and my cousin and her husband went off to Greece for their next tour.