Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

પેરુ ને નહેરુ

Seek v/s find

આસો મહિનો શરૂ થયો અને દિવાળી ના ગેલ માં મગજ ઘારી-ઘૂઘરા તરફ વળ્યું. ખાંડ એટલી બધી ખાધી કે મગજ એદી થઈ ગયું. દાદી તો પૌત્ર અને દીકરી-જમાઈ પાસે પહોંચ્યા, મને હાથમાં વેલણ ઝારો પકડાવ્યો, અને “મોટી દીકરી ને બરાબર ખવડાવજે!” એવો આદેશ આપી ફ્લાઇટ પકડી. (મોટી દીકરી ને શું આદેશ આપ્યો હશે એ જાણતો નથી, પણ અનુમાન કરું છું, કે “પપ્પા તોફાને ના ચઢે એ જોજે!” એવું કંઈક કહ્યું હશે). આપણાં રિવાજો માં અપવાસ અને એક ટાણા નું ખાસ મહત્વ છે કારણ કે પેટ જરા હલકું હોય તો મગજ સરસ કામ કરવા માંડે. અનુભવ કરી જોજો! મારે એવું જ થયું.

એક જોડકણું યાદ આવ્યું. “લે મામા લે મામા લે, મેં તો ગયા બાજાર મેં લેનેકો પેરુ, પેરુ વેરુ કુછ ના મિલા, પીછે પડા નેહરુ!” આ છેલ્લા ૩-૪ અઠવાડિયામાં મારી હાલત થોડી આવી ખરી. પાછું શાસ્ત્રો નું ભૂત વળગેલું. Internet માં જોવા માંડ્યો, અને ૨૦ ટકા સમજાય એવું તો બાકી નું ગોળ ગોળ. ફલાણા શાસ્ત્રમાં પચીસ હજાર કડી છે, અને બસ્સો ખંડ છે, અને ૧૨ શાખા છે, જેમાં થી ૮ લુપ્ત છે (લુપ્ત હોય તો ખબર કેવી રીતે પડી કે પહેલા હતી?), બસ આવી વાતો.

અર્થાત એ શાસ્ત્રમાં શું લખ્યું છે તે મળે ઓછું. મળે તે પણ બે સાફ શાખા દેખાય. એક વિદેશી વિદ્વાનો એ – જે વિલાયત માં રહી, ભારત ની ભૂમિ  નો સ્પર્શ કર્યા વિના કે ભારત નું પાણી  ગ્રહણ કર્યા વિના, ભારત ના શાસ્ત્રો ના વિદ્વાન બન્યા – લખેલું વિવરણ કે ફલાણા શાસ્ત્ર માં શું કહેલું છે. ભાષા પણ અંગ્રેજી કે યુરોપીય ભાષા, જેથી ઘણો અર્થ વિપરીત થઈ જાય – એ ભાષા માં સંસ્કૃત માં થી અનુવાદ કરાય એવા શબ્દ જ ના હોય – પણ હાંકે રાખે. અને બીજા – થોડાક જ – દેશી વિદ્વાનો જે હિન્દી કે કોઈક વાર ગુજરાતી માં લખે , અને અંગ્રેજી માં લખે તો પણ સાચો અર્થ દર્શાવવા મહા મહેનત કરી હોય એવા. શું લખ્યું એ તો બાજુ પર કાઢ્યું, પણ બીજા ગ્રંથો, શાસ્ત્રો, સંહિતા, ભાષ્ય, વિદ્વાનો (પ્રાચીન અને અર્વાચીન) ની જાણ ખૂબ મળી. એટલે શોધતો હતો શાસ્ત્રો માં રહેલું જ્ઞાન, પણ મળ્યું (વધારે પ્રમાણ માં) શાસ્ત્રો ની આસપાસ નું વિજ્ઞાન.

શાસ્ત્રો માં થોડી રુચિ હોય તો જાણતા હોઇએ કે વેદ શ્રુતિ કહેવાય – જે માનવ રચિત નથી,પણ દૈવી પ્રેરણા થી સ્ફુરેલા વિચાર છે, અને ત્યાર બાદ બધ્ધું જ ઋષિ મુનિ ઓ એ રચેલું લખાણ છે જેને સ્મૃતિ કહેવાય છે. પછી આવે શાસ્ત્રો અને ગ્રંથો ના નામો અને વિશેષણો: ઉપનિષદ, પૂરાણ, ગીતા, દર્શનશાસ્ત્ર, ભાષ્ય, વગેરે વગેરે.

મને આ દર્શન શાસ્ત્રો માં કુતૂહલ જાગી, કે અંગ્રેજી માં  philosophy કહેવાય છે, તે સાચું છે કે અર્થ નો અભાવ છે? જેમ જેમ વાંચતો અને શોધતો ગયો, તેમ તેમ  વધારે ને વધારે એવું લાગ્યું કે એક પંથે બે કામ નહીં પણ અનેક કામ કર્યા છે, આપણાં પૂર્વજો એ. મેં કઈ પોતે આ શાસ્ત્રો સંસ્કૃત માં કે અનુવાદ વાંચ્યા નથી પણ જુદા જુદા બ્લોગ, વિકી, વેબસાઇટ, પર વાંચી ને લ.સા.અ. કાઢ્યો! (શું મજા આવી, LCM નું ગુજરાતી શોધતાં! લઘુતમ સામાન્ય અવ્યય!) સૌ પ્રથમ વાત તો એ, કે એક ઋષિ એ મૂળ રચના કરી અને વિચાર ધારા શરૂ કરી. એ નો હેતુ ખાસ તો વેદ સમજવા ની ગાઈડ લખવાનો! (આ ગાઈડ નો ધંધો પ્રાચીન સમય થી આવતો લાગે છે!). એ લખતા જોયું કે અમુક પદ્ધતિ ની જરૂર છે, એટલે એ પદ્ધતિ ની વાખ્યા અને રીત બનાવી ને લખી. પછી રામ જાણે શું થયું, પણ જુદી જુદી વિચારધારા ઓ શરૂ થઈ –જો કે વિચારધારા ઓ નું મૂળ વેદ સિદ્ધાંતો માં જ. અને ભારત ની વિદ્વત્તા ની અટલ પ્રથા પ્રમાણે વેદ સિદ્ધાંતો ને પણ આડા અવળા ઉપર નીચે જોવાનું ચાલુ જ રહ્યું, અને એક ને બદલે ૬ મૂળ ગાઈડ, અને અસંખ્ય ગાઈડ ની ગાઈડ! મારા વાંચવા પ્રમાણે, ૬ માં થી એક: વેદાંત કોઈ એક વિચારધારા નથી! બધ્ધા ઉપનિષદો વેદાંત માં ગણાય. પણ ઉપનિષદો પણ વેદ ની ગાઈડ જ છે! એક ગુજરાતી વિદ્વાન નું વેદ પર લખેલું પુસ્તક વાંચેલું, એમાં વેદ માં ચાર અવ્યય બતાવ્યા. મંત્રો નો સંગ્રહ, મંત્રો શું કરે, કેમ કરે એનું વર્ણન, જેને બ્રહ્મણા કહેવાય, આ મંત્રો પર ચિંતન અને મનન કરેલું હોય એનું વર્ણન જેને અરણ્યક (ઝાડ નીચે અરણ્ય માં પલાંઠી મારી, બેસી ને વેદ મંત્રો પર ચિંતન કરેલું, એટલે અરણ્યક!) કહેવાય, અને ચોથો ભાગ તે ઉપનિષદ. આ ચાર ભાગ બધ્ધાં દૈવી પ્રેરણા થી રચ્યા હોય એ ગળે ઉતરતું નથી. ખાસ ઉપનિષદ તો મનુષ્યે રચ્યા હોવા જોઈએ. એટલે ૬ દર્શન નું એક, અને સૌથી મહત્વનું કહેવાતું વેદાંત, philosophy તો લાગતી નથી. બાકી ના પાંચ માં ન્યાયદર્શન, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને યોગ દર્શનો.

જરા દર્શન એટલે હું શું સમજુ છું એ પ્રસ્તુત કરું.

 

બદ્રીનાથ ગયા હતા, ’૭૯ ની સાલ માં. હિમાલય જઈએ તે બને ત્યાં સુધી દિવાળી ની રજા માં જઈએ, એટલે જરા ગરદી ઓછી મળે. આસો સુદ અગ્યારાસે પહોંચેલા, મંદિર ભાઈ બીજ ને દિવસે બંધ થાય અને પ્રભુ શિયાળા માટે જોશીમઠ બિરાજે. દર્શન કરવા ગયા તો અમે અને બીજા એક બે યાત્રી જ હતા. મહંત પોતે સેવા માં હતા. હું અને મારી અર્ધાંગી છેલ્લા ઊભા,અને મૂર્તિ પાસે આવ્યા ત્યારે અમે બે જ. મહંત નવરા થયા હશે એટલે પાસે આવ્યા અને અલકમલક ની વાત કરી. પછી ધીરે રહી ને પુછ્યું, “દર્શન કેવી રીતે કરાય એ જાણો છો?” અમે જરા અચકાઈ ગયા કે દર્શન કરવાની પણ રીત હોય? પણ કંઈક રહસ્ય હશે એવો આભાસ થયો. મહંત કહે “દરેક મૂર્તિ ને ધારી ધારી ને જૂવો, આંખો ખુલ્લી રાખી ને,  કોણ કોની જમણી બાજુએ અને કોણ ડાબી, એ ધ્યાન થી યાદ રાખો. પછી આંખ બંધ કરો અને દરેક મૂર્તિ, સ્પષ્ટ રીતે દ્રષ્ટીપટ પર દેખાય છે? મુંબઈ પાછા પહોંચો ત્યારે પણ આંખ બંધ કરો અને એજ છબી તમારી દ્રષ્ટીપટ પર અંકાય તો તમે દર્શન બરાબર કર્યા”. આ થયો “દર્શન” શબ્દ નો ખરો અર્થ. એટલે જ્યારે દર્શનશાસ્ત્ર ની વાત કરીએ ત્યારે “દર્શન” નો આ અર્થ યાદ રાખવાની ખાસ જરૂર છે. પ્રભુ ની મૂર્તિ સામે આંખ બંધ કરી હાથ જોડી, આ આપો, તે આપો, પેલું દૂર કરો એવી ભીખ માંગીએ , એ દર્શન ના કહેવાય!

આ બાકી ના ૫ દર્શન, વેદ ના દર્શન કેવી રીતે કરવાના, અને એ દર્શન કરવાની આવડત અને લાયકાત કેવી રીતે કેળવવી એનું જ્ઞાન કરાવે છે.

આંખો  જ નહીં પણ મન પણ આકાશ જેવુ ખુલ્લું રાખવા નું. ન્યાયદર્શન માં  તર્ક, વિતર્ક, વિવાદ કેવી પદ્ધતિ થી કરાય એ પ્રસ્તુત કર્યું છે. (બીજું ઘણું છે, પણ મારી સમજ ના ગજા ની બાહર છે).

મીમાંસા દર્શન માં, કોઈ પણ શાસ્ત્ર માં વાક્ય નો અર્થ કેવી રીતે જોવો અને સમજવો એની પદ્ધતિ સમજાવી છે. શબ્દો ની હારમાળા તો એક, પણ જુદી રીતે એને જોઈએ તો જુદો અર્થ મળે. પછી એનું વિશ્લેષણ કરો, જુદા જુદા સંબંધ માં ચકાસો, વગેરે. વેદ સમજવા આ મીમાંસક વિધિ ઓ વપરાય. મીમાંસા ની ભાષા એવી ઘડાઈ છે, કે મંદ, મધ્યમ અને તીવ્ર બુદ્ધિ વાળા વાંચકો ને એમના મગજ ને સમજાય એવો અર્થ મળે. જેટલી બુદ્ધિ વાપરી વિમર્શ, મનન, ચિંતન, કરવાની શક્તિ હોય, તેના પ્રમાણમાં નવા અને ગુહ્ય અર્થ મળતા જાય.

સાંખ્ય દર્શન માં વેદ નું જ્ઞાન મેળવવા મનુષ્ય માત્ર અને સૃષ્ઠિ ના કયા અવ્યયો ભાગ લે, એની યાદી આપી  ને સમજાવ્યાં. સાંખ્ય દર્શન એટલે સંખ્યા પ્રધાન. પણ સામાન્ય રીતે કોઈ ને પણ વિચાર થાય કે દર્શન ને આંકડાઓ સાથે શું લાગે વળગે? પણ ગુહ્ય અર્થ એવો  કે સંખ્યા નું નિયત સ્વરૂપ હોય,બદલાય નહીં. એટલે શાસ્ત્રો માં નિયત બંધારણ કેવી રીતે જોવું અને સમજવું એ જ્ઞાન સાંખ્ય દર્શનમાં મળે.   

યોગદર્શન માં વિવિધ યોગ પદ્ધતિ વર્ણવી છે. લક્ષ્ય બધા નું એક જ કે વેદમાં દર્શાવેલ સિદ્ધાંતો પાળી ને મોક્ષ કે પરમાત્મા પામવા ની રીતો અને એના સિદ્ધાંતો નું જ્ઞાન વર્ણવ્યું છે. ખાસ ઋષિ પતંજલિ એ દર્શાવેલ  યોગ પદ્ધતિ થી  મન બુદ્ધિ અને શરીર કેવી રીતે તૈયાર કરવું, વેદ સમજવા ની અને એ જ્ઞાન નું ફળ પામવા ની રીત અને પદ્ધતિ આપી છે.

 વૈશેષિક માં બાકી કંઇ રહી ગયું હોય – વેદ ના મૂળ સિદ્ધાંતો સમજવાના ઓજારો માં, તો એ વાત સમજાવી છે. એક ચમકાવી દે એવી વાત આ દર્શન માં આવી, કે બ્રહ્માંડ અણુ નું બનેલું છે, એ સિદ્ધાંત ની આખી અણુ દ્રષ્ટિ આપી છે!

દરેક દર્શનમાં  કોઈ ને કોઈ સરખી કે વિરુદ્ધ વિચારધારા હોય છે એવું વાંચ્યું, પણ સમજ્યો નહીં એટલે રહેવા દીધું!

ટૂંક માં, એક બ્લોગ માં વાંચ્યું એ લખું છું. વેદ માં ૩ ખાસ વાત છે. એક, સૃષ્ટિ અને વ્યક્તિગત અંતરાત્મા વચ્ચે શું સંબંધ છે એ કહેવા માં આવ્યું. બીજી વાત, માયા અને સત્ય (એટલે સાચ્ચી સ્થિતિ – મનુષ્ય ની પોતાની અને આસપાસ ની) વચ્ચે શું સંબંધ છે તે. અને ત્રીજી વાત તે જીવન નું શું ધ્યેય હોવું જોઈએ, અને એ કેવી રીતે મેળવવું એનું માર્ગદર્શન. અને આ ૬ દર્શન શાસ્ત્રો આડે ને અવળે થી આ ત્રણ વાત ને કેમ સમજવી એની ગાઇડ બુક.


Last month of the Gujarati year started and with Diwali festivities in sight, my attention moved to “ghari and ghughara” feasts. I had so much sugar that my mind became sluggish. Grandma went off to Oz to be with daughter, son-in-la and most significantly the grandson! She handed me the rolling pin, the ladle and the imperative, ‘feed your eldest properly” and off she went to the airport. (Not sure what she told our eldest, but something on the lines of “make sure papa does not veer off the straight and narrow!”. Our traditions lay great emphasis on fasting, with the logic that a light stomach activates the mind! Post-Diwali fasting became a standard feature, and my brain kick started! Try it, it works!

There is a ditty in Hindi, which essentially describes a trip to the market to get whey, but one comes back with a pan! This has been happening to me the past few weeks. I seek wisdom and content about Bharat’s scriptures, and I get inventories of 12000 verses, 38 prosodies, 22 chapters, 12 branches and so forth in this scripture and that one has 8232 lines set in 5 prosodies, with 10 chapters and 9 branches - of which 6 are lost! If they are lost, how do you know they existed?

However, find substance, I did! Two distinct collections of papers, articles, blogs. One by Indologists sitting in Oxford or Harvard, writing in English or other modern European languages, gaining their expertise on India’s philosophical, scriptural, theological, linguistics, and a long list of “expertise” domains, without ever visiting India – not even an elephant ride at the zoo! – translating Sanskrit into Latin or old German descended languages in spite of the target language’s poverty in words equivalent to the Sanskrit ones. All bibliography of these texts would be a coteriesed set. The second set is a collection of Indian scholars writing in English or Hindi, doctoral candidates, fairly enlightened retired civil servants, quite a few passionate parochials: lots of emotions, a dash of brain, and facts be damned! Finally a handful folks like me who read what others write, try to sort out “meaning” from the frills, and write what they have understood.

If you have a bit more  than a passing fancy for the scriptures – as pieces of literature – then you would be familiar with the idea that Bharat’s scriptural literature is divided into two. Shruti – heard – refers to three key aspects. One, it was composed through divine inspiration by a very small number of highly enlightened minds. Second, oral traditions were the only platforms for transmission of knowledge. Third, it was considered immutable. . ONLY the Ved is Shruti – the immutable. All the rest are known as Smruti, or “remembered”. They were composed by highly attained intellectuals and scholars. They too used the oral tradition platform, but started writing it down, once scripts and writing materials developed. By and large they were mutable, and they presented different perspectives, explanations, and new ideas and thoughts from the basis of the immutable scriptures. Upanishad’s, various shastr’s, puran’s, Bhagavad Geeta, the six darshan’s, various Bhasya’s and so on are Smruti’s.

I am curious about these Darshan’s, which are termed as “philosophies” in the English language. Honestly I was thinking of them (a bit blindly) as schools of philosophy, and so decided to probe a little so that I could understand what philosophies did they promote. What I found – reading, skimming various articles, papers, blogs etc. was that the instigating authors covered many aspects under one name. I could not spot or understand the philosophical content purely due to my own limitations. So, I did the next best. I sort of identified an LCM of all the reading I had done, and here I present the same.

The instigating author – I call him the instigator, because he started something which has generated a large volume of ideas, critiques, perspectives, contrarian views, what have you! – did create a thought stream. I compare that creation to a guide book to the textbook of the Ved  to use systematised techniques and tools to delve deeper into the meanings – and there were multiple ones – presented in the Ved. The approach was that intellects varying from the common place to the highly attained ones would find meanings and thoughts that only their intellect levels could grasp.

I want to explain this word “darshan”. In common usage, it involves standing in front of an idol of a deity, palms joined, eyes squeezed shut, and laundry list begging from that deity starts. We were visiting Badrinath in ’79, a few das before Diwali, as was our strategy for visiting Himalayas. The temple shuts down for winter 2 days after Diwali. There were hardly any other worshippers, and soon my better three quarters and I were right up front. The Mahant (head priest) had finished his tasks, and ambled over, and started a casual conversation with us. Suddenly he asked us, “do you know how to do “darshan”? knocked me for a six! He explained, you must star at the idol with your eyes open, and imprint that image on your mind, the other idols, their positions around and so forth. Then close your eyes and verify that imprint, so tha when you go back home, you can call up that imprint clearly! Wow! That is the depth of darshan!

These guidebooks to the Ved, should help the initiated create such imprints of what they can see in the Ved, hence these darshan enablers are so called!.

While tradition says – and so does a fairly scholarly individual in his book written in Gujarati on the Ved and other such scriptures – is that the Ved has four constituents. The mantra’s are the primary text, and are simply called a collection – Samhita - with specific structures of collections. The second is called Brahman containing context and application instructions for the mantra’s. Arañyak is third, and is the result of deep  cogitation about the mantra’s, in isolation of an Aranya – forest. The last part are the Upanishad’s which contain structured explanations and clarifications of what the mantra’s say to who, and the benefits of perusing life as the Ved recommends. To my mind, it is a bit obvious, that perhaps the Samhita is the only Shruti and the rest were add-ons by equally giant intellects examining the Ved. Thus, the Brahmana, Aranyaks, and the Upanishad’s should be thought of as the first of the guide books. This is kind of validated by the fact that each Ved (of the four) has multiple Aranyak’s and multiple Upanishad’s. Not to be left out, the Samhita too has variations called shakha with varying degrees of diversions and changes. That is a key tradition of Bharat’s intellectual practice.

Back to the Darshan’s. A consistent picture is that all the Darshan’s still hark back to the Ved – remember Ved is Immutable. A number of “experts” have said that the sixth darshan – Vedant – (end or tail of the Ved) is actually all the Upanishad’s. That leaves 5 possible “philosophies!”, but all accept the three basic tenets of the Ved. One, Ved describes the  nature of the External world (Universe) and it’s relationship to the Individual soul. Second, it covers the relationship of world of appearances (maayaa) to the ultimate reality (satya). And third, it describes the goal of life, and the means for achieving that goal.

 Mimansa is all about techniques and rules for extracting or “seeing” meanings. It pays great attention to words, their etymology, grammar and what have you.. all to ensure that one can get the correct meaning out. It is all about examination and assessment.

Nyaya has details and techniques of logic, debate, argument, presentation and refutation. So, going hand in hand with the methods and processes shown in Mimansa, one can “understand” the meanings of what one reads in the Ved.

Sankhya is supposedly about numbers and lists. My understanding is that numbers are also immutable. Hence, they indicate structures, and these structures are to be found in the Ved, and when one “sees” these structures, one has the context and flow to understand the Ved. The lists are tools and accessories one needs to grasp, sense, perceive and see the structures.

Vaisheshika covers what ever is left, including a stunning theory that the universe consists of atoms, which are just there1 Not created or born, nor destroyed or killed! Don’t ask me more, did not go into this topic at all.

Yoga describes multiple ways of cultivating the mind to perceive and merge with the Single Soul – the Parmatma. There are multiple paths to achieve this state. But the one that is over arching in this darshan, is the methodology described by Sage Patanjali of preparing the body to prepare the mind to perceive the Parmatma.

Philosophies? Sorry, beyond me. I was able to only see a bit of the tips and techniques contained in these guide books of the Ved.