મે'તા ઉવાચ: |
Narsinh’s songs |
સ્કુલમાં હતો ત્યારે મારી મમ્મી મને એક ખાસ કામ સોંપે. મારી સ્કુલ ૪:૩૦ વાગે પૂરી થાય. મુંબઈના ધોબીતળાવ પાસે. ત્યાંથી ક્રોસ મેદાન ૧૦ મીનીટનો રસ્તો. ક્રોસ મેદાનમાં ભાગવત સપ્તાહ ચાલે. એટલે મારે સ્કુલથી ક્રોસ મેદાન જવાનું, આગળ સરસ જગ્યા જોઈ બેસીને દફ્તર ખોલીને પ્રસરવાનું અને મમ્મી, માસી, મામી, બા, વગેરે માટે સપ્તાહ ના માંડવામાં જગ્યા રાખવાની. મમ્મી નાસ્તો અને દૂધ લઈને આવે, મારો સર- થોડા શાસ્ત્રો ના શબ્દો, થોડી વાર્તાઓ અને થોડા સંસ્કારના funda’s કાને પડે. પણ સૌથી વધારે પ્રસરેલી અસર મગજમાં રહી ગયી હોય તે એમ કે “મોટાઓજ” આ બધું ભગવાન બાબત સાંભળ્યા કરે. થોડો મોટો થયો, કોલેજ જતો થયો, IIT પહોંચ્યો અને વિચાર આવે કે વડિલ લોકોજ કેમ આ ભગવાનની વાતોમાં time કાઢે? કોઈ દિવસ એવો વિચાર ના આવ્યો કે વહેલી ઉમરે કેમ પ્રવચન અને શાસ્ત્રોની પાછળ ના પડીએ? હવે જુવાનીયાઓ મને “કાકા” કહીને બોલાવતા થયા અને મને આ શાસ્ત્રો અને આપણા શતદર્શનના સિદ્ધાંતો માં કુતુહલ થવા માંડી. નિવૃત્તિ પાસે આવી એટલે સમય પણ મોકળો થવા માંડ્યો. પ્રવચન અને સ્વામીઓ કે મહારાજોને સંભાળવા નથી દોડ્યો, પણ પેલા homework થી માંડીને અવારનવાર મમ્મી કે પપ્પા કે મોટીફોઈ ના મોઢે સાંભળેલા શબ્દો મગજ માં અનાયાસે તરવરી આવે, ત્યારે વિચાર પાકો થાય કે આ તો funda વાત છે. પપ્પાને આશરે ૮૨ વર્ષે આંખ ઝાંખી થવા માંડી અને એજ અરસામાં અમે પપ્પા સહીત સિંગાપુર આવ્યા. વાંચન ઓછું થયું પણ સંગીત અને ગુજરાતી કાવ્ય તથા સાહિત્યમાં એમનો રસ ઘણો. હાથ લાગ્યા એટલાં બદ્ધા ગીતો ના cassettes લઈ આવ્યો. એમાં પપ્પાના સૌથી પ્રિય તે નીનુ મજમુદાર, કૌમુદીબેન મુનશી, રાજુલ મહેતા, આસિત દેસાઈ ના ગાયેલાં ગીતો. નરસિંહ મહેતા ના ગીતોવાળી કેસેટ તો એટલીવાર વગાડી કે tape ઘસાઈ ગઈ! પાછું એમના કાન માં નાનું એક કાણું હતું, એટલે volume ઘર ગજવે એટલું રાખે. અતિશયોક્તિ વિના કહું તો હજાર વાર તો વગાડીજ હશે – ૧૮ વર્ષમાં – એમની century પૂરી થઇ અને “આઉટ” ત્યાં સુધી! મારા મગજમાં નરસિંહ ની અમુક કડીઓ એવી તો બેસી ગઈ કે મારી જીન્દગીના fundas બની ગઈ. “હું કરું, હું કરું એજ અજ્ઞાનતા, શકટ નો ભાર જેમ શ્વાન તાણે”. આ કડી નો મહિમા આખી જીન્દગીનો આમ કરીશ અને ફલાણું કરીનાખીશ એ ઘમંડ તૂટે પછીજ સમજાય. આ શકટ એટલે ગાડું, અને શ્વાન એટલે કુતરો, જે ગાડા ની નીચે ચાલે, અને એમ માને કે હુંજ ગાડું ખેચું છું. બીજી એક કડી છે “આપણે આપણા ધર્મ સંભાળવા”. એવું યાદ છે કે સવારે ઉઠી ને શું કરવું, એ મુજવણ નો ઉકેલ મેં’તા એ આપ્યો. મેં’તા ની દુનિયામાં “ધર્મ” એટલે સમાજ, સંસાર હુન્નર અને ઉદ્યોગના વાતાવરણમાં જે કામ અને કર્તવ્ય સોંપાયું હોય તે! પોતે મેં’તા નો ધર્મ હરી ના ગુણ ગાઈને ઈશ્વરની ભક્તિમાં ડૂબવું! બીજાએ ચોપડો કે રાજકારણ કે હથોડો સંભળાવો! આ કડી સંભાળી ત્યારે ગીતની સાથે સાથે એક પ્રવક્તા મેં’તા ની કવિતાના ભાવ સમજાવતા બોલ્યા કે આ કડીનો આપણા દર્શન્શાસ્ત્રની દ્રષ્ટીએ ગુહ્ય અર્થ એ કે “દરેક વ્યક્તિને પોતાની જાતનેજ સુધારવાનું કર્તવ્ય છે. બીજા ને સુધારવાનો હક્ક આપણને કોણે આપ્યો?” આ વાત આપણા બીજા ગ્રંથોમાં પણ હશે (કે છેજ!) પણ મારા ભેજામાં મેં’તા એ ઉતારી. આ સમજણ આવી અને મારે ધર્મસંકટ ઉભું થયું. મિત્રમંડળ અને ખાસ તો ભાણીયા ભત્રીજી ની મંડળીમાં મારું reputation એવું કે તક મળતાંજ બકરો કે બકરી બનેલા ભાણી ભત્રીજાએ ભણતર કે career સુધારવા કે select કરવા શું કરવું તે ભાષણ ફાડા ફાડ જ કરતો હોઉં છું. છટકવા પણ ન દઉં. ઉપાય કાઢવાનો પ્રયત્ન કરું છું કે ભાષણ તો અનિવાર્ય રહેશે, પણ tone બદલીશ. ફલાણું ફલાણું કરી શકાય, નહિ કે આમ કર જ. મુંબઈ માં હતા ત્યારે એક હિન્દી ફિલ્મ નો કોમેડિયન ઓસરામ બલ્બ ની ટી.વી. પર એક જાહેરખબર માં આવતો, અને એનું યાદદાસ્ત વાક્ય “સારે ઘર કે બદલ દુંગા”! એક સમયે હું પણ મારી આજુબાજુના બદ્ધાને બદલવા આતુર હતો, અને વિચાર તો આવતો કે દુનિયા બદલ દુંગા! હુરતી માં કહીયે તો પહેલાં પોતાની ધોતાં સીખ, પછી બીજાની ચિન્તા કરજે! સમજ્યા કે ઓબામાં સાહેબ? ચાલો, વધુ આવતા અંકે. |
I was the assigned place keeper for my mother and her group of family and friends, at the Gita or Bhagvat discourse events held in an open ground called Cross Maidan near my school at DhobiTalao in downtown Bombay. My school got over at 4:30, and the discourse began at 6. So, bag and all, I would walk over to the event site find a “good” place up front, under a fan, sit down and spread my books and accessory box and the like to “chop” the places as “occupied”. My mom would turn up at 5:30 or so, with snacks and milk (in my school days, drink = milk, always!). My school bag would get refilled, the shastriji would ascend his pulpit, start his discourse, and I would continue with my home work! Obviously, some of the stories, and some of the spiritual ideas did take root in my head. But, it also created a lasting impression in my head, that only the “elders” go and listen to spiritual and scriptural talks. teenage and post- Now that I have entered the “uncle” age, I have become increasingly curious about the “shaad- My father was 82 when his eyesight started dimming because of macula degeneration. By the time we arrived in Singapore, it had progressed to a stage that he could read only with a large magnifying glass. He turned to music – a deep and engrossing love of Hindustani classical and Gujarati folk. I collected a good bit of both, but his favourite album – which he played at reverberating volumes to accommodate his diminishing hearing as well – was of poems of Narsinh Mehta, Gujarat’s deeply revered poet saint, sung in traditional tunes, by Ninu Majamudar, Kaumudi Munshi, Asit Desai, Rajul Mehta and their group. With little exaggeration, I can confidently say that he must have played that cassette more than a thousand times, between then and his passing almost on the dot of his century! Some of Narsinh Mehta’s verses have become etched in my mind, heart and subconscious! My lodestones of life. “I am the one, I am the one (who gets things done) is the ultimate ignorance, just as the dog running under the bullock cart thinks he is pulling the load”. I apologise for the stilted translation missing the spirit of this line of Narsinh, but the English language is just not there to capture the essence! Typically, a farmer’s dog runs under the bullock cart as they go home from the farm, and the poet imagines the dog thinking that actually he is pulling the cart! So does man, who thinks he runs the world, and not the Almighty! The second one ingrained in me says “each one of us must deliver unto our duties”. Again an inadequate translation! Narsinh uses the word “dharma” and in the traditional scriptural context of Indian philosophies, the word “dharma” indeed means duty. The current popular usage of this word translates in English to “religion”, but that is unfortunately far far away from the true meaning. Indian languages have neither the concept nor a word for “religion”. The differentiation between rituals and philosophical principles is clear and sharp, and of course there are many words to describe both. Duty, then is what has naturally been assigned through vocational, societal and familial circumstances as one’s job in life! Mehta himself saw his own dharma to be immersed in devotion to the lord, sing His praise, and inspire his peers to turn to “Ishwar” with devotion and duty. Others should see their vocations of administration of the state, or black smith or priest or cowherd as their respective “dharma”. Think in terms of physics as the natural frequency of each individual in a societal context – that is his or her “dharma”. There was a commentary attached to the recording of this verse, explaining Narsinh’s thoughts that this also means that each one us has the right to change ONLY one’s own self, and no one has the right to try to change others. It would be the illusory arrogance that one has the power to change others – which is actually “Ishwar’s” domain. This revelation – late as it has come – brought me to another dilemma. I am known for cornering nephews and nieces – mine or those of my friends! – and talking to them about career choices and aberrations there of. My challenge now is to continue the “talks” while taking out the prescriptive element! “This is what you may want do”, replacing “you gotta do this!”. Back in our Bombay days, there was this Hindi movie comedian, who also appeared in an ad for Osram bulbs with a tag line “Saare ghar ke badal dunga”, a proclamation after replacing a fused out bulb with an Osram one, that he was going to replace all the bulbs in the house! I am adopting this tagline with a twist. I am going to change all of my approaches in tune with Narsinh’s songs. |