દક્ષિણી આફ્રિકા |
Southern Africa |
ઘણા વર્ષો પછી બાહર નીકળવાનો લ્હાવો હાથે લાગ્યો. બંને દીકરીઓ કામે લાગી હતી, અને મને રજામળે એમ હતું. કુદરત અને પશુ પક્ષી થી વિહોણા થયા હતા, એટલે આફ્રિકા નક્કી કર્યુ.ઘણી પ્રખ્યાતwildlife sanctuary છે, પણ લોકો પણ એટલાજ ત્યાં ઉમતે, એટલે નક્કી કર્યું કે થોડી અણજાણી પણ દાર્શનિક sanctuary નક્કી કરીએ. પૂર્વી આફ્રિકા માં ધાડા ઉતરે, અને અમુક દેશો જરા હાલમડોલ ખરા. દક્ષિણ આફ્રિકા સાબુદ દેશ, અને sanctuary ઘણી અને જોવા લાયક. સૌ પ્રથમ તો કેપ ટાઉન, ટેબલ માઊંટન , અને દક્ષિણ સમુદ્રમાં whale જોવાની. જાણ્યું કે પાસે સુરખાબ પણ ઘણા મળે! પછી ગોત્યું નામીબિઆ માં સોસૂફ્લે ના રાતી રેતી ના ડુંગરા. બાજુનો દેશ બોત્સવાના અને આફ્રિકા ની સરસ્વતી તે ઓકવાંગો. અંગોલા માં ઉદ્ભવ અને બોત્સવાના ના મેદાનો માં ખૂબ પ્રસરે અને અદ્રશ્ય થઈ જાય. ઘણો મોટો વિસ્તાર છે, અને પશુ પક્ષીઓ થી ચિક્કાર છે. માઊન નામ ના ગામ થી safari કરાય. બોત્સવાના ના ઇશાન ખૂણે કસાને નામ નું ગામ છે. ત્યાથી ચોબે national park જવાનું. આફ્રિકા ની વિષાળ નદી ઝામ્બેસી અને એટલી જ પહોળી ચોબે નદી આ ગામ ને મઢે. હાથી અને હિપ્પો અને ૧૦ ગજના મગ્ગર! કસાને પાસે ચાર દેશો ની સરહદ મળે. બોત્સવાના, નામીબિઆ, ઝામ્બીઆ ઝિમ્બાબ્વે. કસાને થી વિકટોરિયા ફોલ્સ જે ઝિમ્બાબ્વે માં આવ્યું,અને પાછા દક્ષિણ આફ્રિકા (દેશ) માં પૂર્વ કિનારા પર સ્થિત સેંટ લૂચિયા પહોંચવા ફ્લાઈટ પકડવા ઝામ્બીઆના લિવિંગસ્ટોન શહેરના એરપોર્ટ પહોચવાનું! સેંટ લૂચિયા પાસે ઇસીમાંગોલીસો પાણીપોચી ભૂમિ નો wildlife પાર્ક, અને બાજુમાં આવેલો લૂલુવ્હે wildlife park માં બે શિંગડા વાળો ગેંડો જોવાનો. મારો એક કોલેગનો ગઠિયો જોહાનેસબર્ગમાં સ્થાયી થયો છે, એને મળવાનું નક્કી થયું, અને પછી ઘર ભેગા પાછા!
|
We were going to travel after quite some time. Both our girls were busy with their jobs, and I was OK to be on vacation from my job. We were hungry for some nature and wildlife exposure, so Africa was an easy choice. There are many famous wildlife sanctuaries in Africa, but are choked with visitors as well. We decided to look for the unusual but rich in wildlife places. South Africa and Cape Town was a natural starting point. Table Mountain, Cape of Good Hope, whale watching at nearby Hermanus, and a bit of wine country and the west coast reserve for flamingo's was the start. Namibia and Sosusvlei for it's red sand dunes was next. On to the Okavango delta from Maun in Botswana for the real deep safari, and Kasane there after for the Chobe National Park and its elephant herds. Zambesi on one side forming the border with Namibia and Zimbabwe and Chobe river dividing Botswana and Namibia on the west of the town. A short drive to Zimbabwe and the tourist town of Victoria falls, and the helicopter ride form the Zimbabwe side was the next plan. Cross over the Zambesi gorge after the Victoria falls, reach Livingstone airport for a flight to St. Lucia on the east coast of South Africa for tech Isimangoliso wetland park, and the nearby Hluhluwe for the two horned rhino. Last lap was my college mate and friend who has settled in Johannesburg, and then the flight home. |