સિંગાપૂરમાં COVID નું વાતાવરણ ભયાનક સ્તરે પ્રસારેલું છે, પણ દર્દી અને પહોંચી ગયેલા ના આંકડા નાના છે. અહીંની સરકારે શરૂઆતમાં એક ગોઠું ખાધેલું, પણ તરત જ સજાગ થયા અને વ્યાપક રોગ પર સારો એવો કાબુ રાખ્યો, અને આખા દેશના રહેવાસી ને (ફક્ત નાગરિકો જ નહીં, જેટલા અહીં રહેતા હોય તે બધ્ધા!) રસી આપવાનો ઝુંબેશ ઉપાડયો છે - અને ફરજિયાત નથી, પણ આગ્રહ જોરદાર કરે છે. અમે તો રસી મળતાવેંત લઈ લીધેલી. અમારું રક્ષણ તો થાય જ, પણ અમે બીજાને ચેપ ના લગાડીએ તે અમારી જવાબદારી પૂરી પાડીએ!
મિત્રો ની મંડળી જામી:मी नाय! - અને વાતાવરણ ને માન આપતાં રસી ની વાત ચાલી. થોડા એ રસી લેવાનો ઇનકાર કરેલો. એક બે ગાભરું કે કાચા કાન ના, પણ એક વ્યક્તિ જરા જુદી માટી ની. આમ તો પરોપકાર માં ખૂબ કામ કરે છે, પણ સરકાર સાથે ભીડાય પણ છે. "કેમ રસી ની ના પાડે છે?" જવાબ આપ્યો કે "રસી લઈને મને આજીવન કોઈ બીમારી થઈ તો સરકાર મારું શું ધ્યાન રાખશે? કે મારે જ સારવાર નો ખર્ચો કર્યા કરવાનો!! સરકાર ની જવાબદારી કઈ હોય કે નહીં?". આ પછી વિવાદ તો ચાલ્યો, પણ મારા મનમાં જે અટક્યું તે "સરકાર નો આમ, અને સરકારે તેમ... વગેરે" નો મુદ્દો.
વિશ્વ ભર માં બસ આજ વાક્ય સંભળાય! સરકારે આમ કરવું જોઈએ,ને તેમ કરવું જોઈએ, અને સરકાર આ વાત માટે જવાબદાર છે! વગેરે. અરે "મોટી સરકાર" ના વિરોધી પણ પાટલા નીચે પાણી આવે કે આજ વાક્ય વદે. જાત જાત ની દલીલો સંભળાય:
○ કર તો ભરું છું, સરકારમાં પૈસા ખાઉ ભરાયેલા છે, તો કામ તો કરે, મારે શું કરવા માથું ફોડવાનું.
○ સરકાર પાસે આટલી સત્તા, આટલો પૈસો, તો કામ તો સરકારે જ કરવાનું ને!
○ સરકાર ના કરે તો કોણ કરે? મારો બાપ?
○ દેશ પર રાજ કરવું છે, ઐયાશી ભોગવવી છે, અને કામ નથી કરવું?
બે ત્રણ પાનાં ભરાય એટલી દલીલો લખી શકાય પણ મારો દ્રષ્ટિ બિંદુ જરા જુદો છે. આ સરકાર તરફ કે વિરુદ્ધ ઝુંબેશ નથી. વાત છે પોતાની જવાબદારી ની.
આપણા શાસ્ત્રો માં – ષાડદર્ષન માં ન્યાય દર્ષન - રાજધર્મ એટલે શું, અને રાજાએ એ ધર્મ પાળવા માટે શું અને કેવી રીતે વર્તવું એ વિગતે વર્ણન કર્યું હશે એવું માનું છું. અને રામાયણમાં રાજા રામનું વર્તન જુઓ તો બસ એજ રાજધર્મ છે. પણ આ ધર્મ ની સાથે સાથે પ્રજા ધર્મ શું એ તો કોઈએ કહ્યું જ નહીં! બસ રાજા નું કહેલું કરો? ઘેંટા બકરી ની માફક ચાલ્યા કરો? શાસ્ત્રો માં એક પણ વાત એવી નથી કે માનવ માત્ર એ વિચાર કર્યા વિના કઈ પણ કાર્ય કરવું! રાજા નો હુકમ પણ વ્યાજબી ના લાગે તો એજ રાજધર્મ ની વ્યાખ્યા માં ઘંટ વગાડી રાજા ને પૂછી લેવું એવું લખ્યું જ હશે! (મેં ન્યાયદર્ષન વાંચ્યું નથી એટલે ચોક્કસ ખબર નથી , સોસિયલ મીડિયામાં પૂછી જોઈશ!)
ભારત માં ત્રણ વાત થઈ. એક, તો એટલા બધા રાજાઓ થયા કે આખલો દોડે તો ઘડીક માં બીજા રાજ્યમાં પહોંચી જાય. ચક્રવર્તી વગેરે રાજાઓ પરવારી ગયેલા. બીજી વાત કે એને કારણે પહેલા મોગલ રાક્ષસ અને પછી ધોળિયા રાક્ષસ રાજા બની બેઠા. આમ અભણ , અને શાસ્ત્રો ના દુશ્મન - જોકે અભણ હતા તો શસ્ત્રો જેવી વસ્તુ છે તેજ ખબર ના હોય ને! આ રાક્ષસોને કાઢતા કાઢતા દમ નીકળી ગયો, પ્રજા પણ રાજા ની માફક અભણ થવા માંડી, અને જાણે લોકતંત્ર કોઈ નવી જાદુ ની છડી હોય એવું માનવા લાગ્યા! ત્રીજી વાત સૌથી ઘાતક નીવડી. દેશને આઝાદી મળી પણ પ્રજાને રાજકીય નેતા ના ધાડાં મળ્યા, જેણે આ આઝાદી ને પોતાને માટે જે કરવું હોય તે કરો એવી છૂટ બનાવી લીધી. પ્રજાને વર્ષોથી આઝાદી ની લડાઈ ના નેતા ઓ કહેતા રહ્યા કે સરકાર નો વિરોધ કરો, અને સરકાર કહેતી રહી કે અમે કહીએ છે તેમ કરો. ભારત નું નસીબ એવું છે કે એક રાક્ષસ ની જમાત ને કાઢી અને ભારત ને પેટે જન્મેલી રાક્ષસ ની જમાત પેદા કરી. એટલે પ્રજા સરકાર નો વિરોધ કરતી રહી અને સરકાર પ્રજા ને ગણકાર્યા વિના મન ફાવે કરતી રહી. ક્યાં રાજધર્મ ને ક્યાં પ્રજાધર્મ!
પણ પ્રજાતંત્ર કહો કે લોકશાહી કહો, તો પ્રજા અને લોક પાસે કંઈક તો એવી સત્તા હોવી જોઈએ કે સ્થિતિ બદલી શકાય! પ્રભુ કૃપા એ ભારત નું સંવિધાન છે, એમાં થોડા રાજધર્મ ના સિદ્ધાંતો લખાયા, થોડા પંચશીલ ના સિદ્ધાંતો અને થોડી ચાણક્ય નીતિ પણ ઉમેરાઈ. પણ આ સંવિધાન પ્રજાધર્મ નો ભાગ લખવા નું ભૂલી ગઈ, કે લખનારાઓ એ એવું માન્યુ કે આ અભણ પ્રજાને એક કામ સોંપીએ એટલું બસ છે, બાકી આપણે રાજકારણ ના નિષ્ણાતો એ જ પાર પાડવાનું. જો કોઈ આ ગુમાન ને તોડી શકે, તો એ એક જાગૃત પ્રજા જ છે. જાગૃત એક જ વાતમાં કે લોકતંત્ર માં પ્રજાધર્મ તે પ્રજાએ અમુક કામો ને પોતાની જવાબદારી સમજવી અને પ્રભુ ભક્તિ ની સમાન ગણી એ જવાબદારી પાર પાડવી!
શું છે આ જવાબદારી?
○ જ્યારે મત આપી, કોઈ વ્યક્તિ ને શાસનમાં ભાગ લેવાની નોકરી (અને આ સમજ અત્યંત ગંભીર છે કે પ્રજા નેતા ને અમુક કામ કરવાની નોકરી આપે છે, અને કરવેરો ભરી ને એ કામ પાર પાડવાની પૂંજી આપે છે) આપો છો ત્યારે એના ગુણ, આવડત, વર્તન,સિધ્ધાંત,અને સંસ્કાર ની ચોકસી કરી ને પછી આ નોકરી આપો. એ વ્યક્તિ ને વહુ બનાવી ઘરે લાવશો? કે એ વ્યક્તિ ને દીકરી પરણાવશો? તો આ શાસન ની નોકરી આપો. ઉપકાર તમે કરો છો, એ મત લેવા આવેલા વ્યક્તિ પર, એ તમને તમારા જ પૈસા કે એ પૈસા થી બનાવેલી સગવડ આપી ઉપકાર નથી કરતા - ફક્ત નોકરી ની ફરજ બજાવે છે.
○ મળવા આવે તો મિત્ર ગણી આવકાર કરો, રાજા હોય તેમ હાર તોરા અને માન સમારંભ કરવાની જરા પણ જરૂર નથી. એવું કરવાથી જ એ નેતા ભાન ભૂલે છે, અને પોતાની જાત ને રાજા રૂપે જોવા માંડે છે. - એ તમારી કરતૂત છે એ સમજી લો.
○ સરકાર નો ધર્મ/ કર્તવ્ય તો કશે પણ વિવરણ થયેલો દેખાતો નથી , એટલે પ્રજાએ આ મતદાન સિવાય શું કરવું તે સમજવું અઘરું થાય. તો વિચાર કરવો કે એવા કયા કામ છે જે એક બે માણસ થી ના થાય કે બે ઘર ને ફાયદો નહીં પણ આખા ગામને કે સમાજને કે રાજ્ય ને ફાયદો કરે. કે જે કામ માટે આવડત અને પૂંજી સમૂહ-અર્થે જ ભેગી કરાય, વ્યક્તિગત સ્થર પર કઈ વળે નહીં. તો એવા કામ સરકાર કરે, અને પ્રજા એ કામનો સાથ આપે. યાદ રાખવા નું કે જે પૂંજી સરકાર વાપરે છે તે તમારી આપેલી પૂંજી છે, સરકાર કઈ ધંધો નથી કરતી (લોકશાહી માં એવું મનાય!!) કે એની પાસે બીજો કોઈ પૈસો આવે!
○ પ્રજા સરકાર નો સાથ, કે પોતાની જવાબદારી નિભાવે કેવી રીતે? કોઈ ચાવી ચઢાવે કે આ સરકાર બરાબર કામનાથી કરતી એટલે મોર્ચો કાઢો, તો એને બે લાત મારી ભગાડી દો, કારણકે મોર્ચા પ્રજા નું નુકસાન જ કરે છે, સરકારને કઈ થતું નથી, અને જે કહેવા આવેલો તે ને પોતાના કે એના રાજકારણ ના જુથ ના લાભ માટે પ્રજા હેરાન થાય એને ફાયદો ગણે છે. તો આવા વ્યક્તિ ને નિષ્ફળ કરવો એ તમારી (અને સર્વે પ્રજા ની) જવાબદારી નહીં?
○ પણ ખરેખર સરકાર ખોટું કરતી હોય તો? ભારત ના સંવિધાન માં કાયદેસર પ્રજા શું કરી શકે તે લખાયેલું છે. પણ કોરટ-કચેરીમાં તો વર્ષો વીતી જાય છે! એની પણ જવાબદારી પ્રજા ની જ છે. ખોટા ખોટા આરોપ લગાવી દાવા કરવા, જુઠ્ઠી વાતો ફેલાવી સરકારી વહીવટ ગણ ને હેરાન કરવા - એ પ્રજા જ કરે છે ને! બંધ કરો આવું વર્તન. કઈ સાંભળો તો એ વાત ને ચકાસો, અને એ વાત ફેલાવે છે તે વ્યક્તિ ના હેતુ ને પણ ચકાસો! કોરટ માં લાંબો સમય લાગે છે કારણકે પ્રજા ના જ સભ્યો વકીલ ને ઘડીએ પડીએ કહેતા હોય "તારીખ લઈલો"! કરો બંધ આવું વર્તન, અને તમારા દાવા સમયસર પતાવો તો કોર્ટ કચેરી પણ શ્વાસ લઈ શકે, અને સરકાર ના કાર્ય ને પણ સમું કરવાની તક મળે.
○ સૌથી ઝેરી વાત! લાંચ! વધારે આતુર કોણ છે? આપનાર કે લેનાર? આપનાર એ પ્રજા જ ને? લેનાર તો બેઠો છે શાંતિ થી, કે ગરજ હશે તે આવશે! તો પ્રજા જ લાંચ ને આગળ ચલાવે છે ને! આમાં બે પેટા પ્રશ્ન છે.
- મારે કાયદા પાળવા નથી, કારણ કે હું લુચ્ચાઈ કરી ને જ કમાઊં છું. મારા વકીલ અને મારા મુનીમો કાયદા નો ભંગ કેવી રીતે કરવો એજ શોધતાં હોય છે, અને જ્યાં અટકી જાય ત્યાં લાંચ!! આવા માણસો નો બહિષ્કાર કરો, અને પોલીસ માં પકડાવી દો! ગધેડે ઉંધા બેસાડી, તકો કરી છાણ થાપો અને ગામે ગામ ફેરી કાઢો!!
- હું પસીનાની કમાઈ ખાંઉ છું. પણ પેલા લાંચિયા કારભારી મારા પરવાનગી ના કાગળો પકડી રાખ્યા છે, અને પૈસા ન આપું ત્યાં સુધી છોડશે નહીં. પોલીસ ને ફરિયાદ નોધાવો, અને લાંચ ના પુરાવા મળે એવી યુક્તિ કરો! પૈસા આપો, કામ કઢાવો, પણ લાંચ લીધી એનો પુરાવો પણ ભેગો કરો. એ સમયે મારી પાસે ટાઈમ નથી એવું ના કરતાં.
○ માનું છું કે ૧૦ માં થી એક વ્યક્તિ આવું કરવા તૈયાર થશે, પણ આવું માનસ તો રેતી નો ઢગલો છે, પહેલાં એક લસરે તો પાછળ બિજા દસ લસરસે!
○ છેલ્લી વાત એ રાજકીય નેતા ને બહુમાન કરવા નહીં, એવું વર્તન એ લોકોને દંભી બનાવે છે. સમાજ માં માનનીય વ્યક્તિ ઘણી છે, અને તમારો પ્રસંગ ઉજળો કરવા આવી સામાજીક નેતૃત્વ કરતી વ્યક્તિ ને બોલાવો. રાજકીય નેતા ને ખુલ્લી રીતે સમજવા દો કે પ્રજા એ એમને નોકરી આપી છે, તેઓ પ્રજા પર ઉપકાર નથી કરતાં.!
અને રાજધર્મ ની સાથે પ્રજાધર્મ નું પાલન પણ થવા માંડશે. એક બીજા નો પાડોશી ધર્મ પણ ઉજળવા માંડશે.
આ તો આપ મુએ જ સ્વર્ગે જવાય ની કથા થઈ!
જરા રમુજ કરું.
ગોમ માં મોટાભાઇ એ કડી મહેનત કરી, કરકસર કરી અને નાનીયાને અમેરિકા ભણવા મોકલ્યો. નાનિયો તો ત્યાં જ અઠેદ્વારકા થઈ ગયો, અને મોટાભાઇ નું માથું ખાય કે તમે અમેરિકા આવો ને હું તમને ફેરવીશ આ દેશ જોવા. થાકી ને મોટા ગયા, અને નાનીયાએ ફેરવ્યા પણ ખૂબ. મોટા મોટા બંગલા વાળો રસ્તો હતો, ક્યારના ફરતાં હતા, અને મોટાને બહુ લાગી હતી. ગાડી ઊભી રખાવી અને નાનિયો કઈ બોલે એ પહેલાં મોટાએ બંગલા ની દીવાલ પાસે ઉભા રહી ને છોડી ધાર! નાનીયા થી ના રહેવાયું, અને ચીસ પાડી, “મોટા, અહીં તો પોલીસ પકડે!” કામ પતાવી ગાડીમાં પાછા બેસતાં, મોટા બોલ્યા, "હેં, એવું? ભારત માં તો પોતેજ પકડવું પડે!
સમજ્યા ભઈ? પોતે જ પકડવાનું! બધ્ધિ વાતમાં સરકાર કરે એવું નહીં!
|
Singapore's COVID numbers are CURRENTLY low for patients and lesser for demises. The government stumbled a bit in the beginning vis-a-vis the migrant workers, but recovered spectacularly. Restrictions were strict, well complied - that is what we Singaporeans do - and well enforced. Came vaccine time, all residents are getting vaccinated - not just the citizens! A job well done, although not yet finished! While vaccinations are not mandatory, anti-vaxers are cast sideway glances! Our family had been vaccinated as soon as our respective group was called up. We became safe, and so did those around us.
A few friends were hanging out together - not me!!!!, including a few anti-vaxers. Some had various fears, and had been listening to too many other anti-vaxers, perhaps a bit gullible! But one was different. Very active in various causes, and does great work in the NGO domain, but has some peeves at the government. Will the government look after me for life if I get a life time of illness caused by this vaccine, will the government do this or that, what is the government doing about dangerous consequences of being vaccinated.. etc. The conversation went on, but what stuck in out was this "The government should do this this and this", and that became my topic for today.
Unfortunately, one hears this "government must do this or that or whatever" from just too many people, including those who are opposed to large government presence in their lives, but flip, the moment the issue becomes personal! One hears all kinds of arguments.
- I am a tax payer, but there is so much corruption in the government.. they must do all, why should I have to bother with what they do and don't!
- The government has so much power, and so much money, of course they must do everything!
- Who else is going to do "this" if not the government?
- You guys want power, authority and lord it over the country, and don't want to work!!!
This list could grow to a few pages, but I have a different perspective. This is not for or against governments per se, it is about ones own responsibilities.
Our (i.e.of Bharat the societal and ethnic entity) scriptures - specifically the शाड्दर्शन - the six fundamental philosophy treatises has described the duties of various roles that man takes on. These are described in the Nyay-darshan. One of them (I am deducing this conclusion because I have not read the Nyay-darshan!) is Rajdharm.The word "dharm" means duties or tasks. There is immense sanctity to this word, and one lives these duties, not just performs them. They are life defining missions. The word does NOT translate to the word "religion". But to move on, Rajdharm describes the dharm of a king or of a ruler or administrator of a social unit - a kingdom, a principality or a country. Unfortunately, no prajadharm! (dharm of the populace). To get a sound idea of what constitutes Rajdharm, look at the Ramayan, and study the behaviour of Ramchandr (to use his given name!) as a king, and that is Rajdharm.
Bharat went through 3 cataclysmic periods. First, the emperors disappeared, and we got a plethora of kings. This lead to rule by the moghul hordes, and later the Caucasian rascals. Both were severely bereft of learning and intellectual attainments. So, to expect these two to know or understand Rajdharm was to be smoking something at an अड्डा/ adda! By the time we got rid of these poisons, we too had become ignorant, and had latched on the panacea of "democracy"! Independence was achieved for the country known as India. The new home grown poison of politicians adopted the principle of "serve thyself before you serve others". And "independence" of the nation turned into one poison replacing the other for the people who populated this country.
Who did this? you and I! How? by abrogating our own personal responsibilities! The home grown poison added, "I will do everything because this is the magic world of democracy"! and here we are!
Anyway out? certainly!
Fortunately, the Indian Constitution was written by largely sane intellectuals who were cynical about the genre of humans called politicians, and took inputs from the Rajdharm, from Panchsheel principles, and from Chanakya Niti. The constitution does provide some clear powers available to the subjects of the government kings. However, they did take an equally cynical attitude towards the prajaa: that their only job is to vote! and the rest will be done by the expert politicians. To think that because a farmer is illiterate and poor, he can not think clearly or wisely, and not recognise charlatans, is to be certifiably stupid!
Only a fully "awake" populace can break this arrogance of the so called "ruling class". Understand what is your responsibility, consider it your dharm, to be practiced the way you practice devotion to God.
What are these responsibilities.
- To understand the lines between what each one of us needs to do, and what a government would need to do, one can use the concept, that if a task can not be done by a couple of people to the benefit of a handful of households, then it is a job for the concentrated resources and expertise of a government. And your responsibility turns to co-operation with the government in that task, and perhaps a watchdog brief if feasible.
- Consider a "vote" as awarding a job to the person getting elected. Who or what kind of a person would you employ - because that is exactly what it is. The money is yours - through the taxes paid - the benefit is to you, and possibly various inconveniences that may arise are also yours!
- Due diligence on the candidate for this job, is most certainly your responsibility. While each one of us may not have the time opportunity or resources to do so independently, relying solely on either the media, the opposing party or the folks you hangout with in the evening may not suffice! Each of us can and must analyse what information is available from different sources. what is true, what is fake? and here is a criteria to use. Would you marry your daughter to this person, or bring her home as your son's wife?
- When these politicians come visiting, treat them like friends, but do not fawn over them with garlands and gifts and celebrations. You gave them a job to do, and you must check that they have been doing it. if they pretend that they have done you a favour, consider it a lie! It is your money, and your job! Inflating their ego's is counter productive because they start believing that they are of critical importance to you!
- What if the government is really doing something wrong! Should one not protest? Unfortunately, the only consequence of many street protests is to damage or disturb the lives of other fellow-populace. The government is by and large least bothered by protests. The constitution has provided for other means, most often involving courts. But courts in India are so severely backlogged, that effect recourse to the justice system can be futile. But, why are the courts so severely back-logged? The populace participates in fake harassment inducing cases of zero merit, at the instigation of the poison mongerers. Fake information is key to this. Second, so many of us take recourse to postponing trials by asking for "dates". We, then should stop this nuisance of unnecessary dates, so courts can function effectively. Also, be aware of fake harassment cases against bureaucrats who are strict and orderly. It becomes our responsibility to support the "good guys". We must create the suitable environment for the courts to empower us.
- Finally the great bug-bear of all societies in the world: corruption! who is the initiator? the one who gives, or the one who receives? The receiver plays a waiting game. So, essentially it is us from the populace who initiate the bribes. There two significant issues here.
- I make money by going around the systems and the laws. Hence paying off those who could stop my activities is a normal practice for me. A social boycott of all such individual is in our hands. If receivers of such bribes are identifiable, report them to the authorities.
- Unfortunately, many in positions of power or authority or essential cogs in an administrative structure, deliberately trigger bottle necks for people who are fully law abiding citizens, and then clear that bottle neck when paid! Since most such victims are hard working busy people, they do not have time nor inclination to participate in sting activities by law enforcement people. However, they can collect evidence of such triggered corruption, and hand it over to law enforcement. Not failsafe, and not without some consequences, but it is the responsibility of every member of the populace!
- I can imagine that hardly 5% of the populace will be willing to start taking up their own responsibilities, not just in these matters, but in terms of responsibilities related to living in a social unit! But, it will be like a pile of sand. One guy slides down the heap, and 10 more will follow!
I believe if we adopt this mindset that I too have responsibilities in the successful existence of my society, and I can not be expecting the government to do everything, then not only will Rajdharm spread, but prajadharm will get precipitated, and cohesion in the society will shoot up.
There is a proverb in Gujarati that says "must die yourself to reach heaven"!
I have a lighter moment in the Gujarati part, but it does not translate well!
|