Home વિલાયત Britain ભારત India ઓસ્ટ્રેલિયા Australia તુર્કી Turkey દ. આફ્રિકા S. Africa અવનવી stories

અવનવી વાતો

A Few Stories

મારા પપ્પા અને મમ્મી બંને ૯ માં થી એક! એટલે કેટલા મામા માસી કાકા ફોઈ, અને એ બધા ના છૈયાં છોકરા. એક બે તો પપ્પા કરતાં મોટા! મન ફાવે નામ થી મને બોલાવે, પણ સૌથી પ્રચલિત તે “બાબો”. હજુ “બાબો” માં થી બાહર નીકળ્યો નો’તો, અને અમારા ત્રણ ના પ્રવાસ શરૂ!


પાંચ નો હતો અને ’૫૬ ની સાલ, ત્યારે કાશ્મીર ગયા હતા. ઉનાળાના દિવસો, અર્થાત આફૂસ ની સિઝન! કોઈ કારણસર ટ્રેન માં પપ્પા એ ફર્સ્ટ ક્લાસ ની ટિકિટો લીધેલી. સાથે બે કરંડિયા આફૂસ! રતલામ પછીના સ્ટેશને અમારા ડબ્બા માં એક મોટું તગારું આવ્યું, અને સાથે બરફ ની લાદી! ભાર બપોરે કોટા આવ્યું, ત્યાં સુધી માં તો આફૂસ નો અડધો કરંડિયો ખાલી – પેલી બરફ ની લાદી પર બિરાજમાન! અમારી સાથી મામા નું કુટુંબ પણ જોડાએલું. એટલે કલ્પના કરો કે ફ્રંટિયર મેલ માં ફર્સ્ટ ક્લાસ ના ડબ્બામાં શું મિજબાની જામી હશે!


ટ્રેન પઠાણકોટ સૂધી પછી બસ અને શ્રીનગર પહોચવાનું બીજે દિવસે! વચ્ચે બનિહાલ પાસ આવે, અને નવું બોગદું બનાવેલું – વાહનો માટે. થયું એવું કે ઊંચાઈ ઓછી થઈ, અને નાના ટ્રક જઇ શકે પણ બસ ફસાઈ જાય! મજૂર મળે નહીં, પણ સામાન બસ માં થી ટ્રકમાં અને બોગદું પાર કરી પેલે પાર બીજી બસ માં. બનિહાલ ઘણું ઊંચું છે, અને રસ્તા ની બાજુએ બરફ ના ઢગલા!! વિચાર કરો કે મુંબઈ થી આવેલા ત્રણ ૪-૬ વર્ષ ના બાળકો કેવા ઘેલા થયા હશે, અને મમ્મી અને મામીએ કેટલી ચીસ પાડી હશે કે “ખાતા નહીં!”. થોડા દિવસે પહેલગામ પહોંચ્યા, અને લીડર નદી ને કિનારે તંબુમાં રહેવાનુ, અને પાણી લીડર નદીમાં થી. કિનારે સંભાળી ને બેસીને દાતણ કરવાનું! ત્રણે ત્રણ બાળકો ના બ્રશ નદી માં ખેંચાઈ ગયા!


એક ખાસ વાત એવી કે અમે બધ્ધિ જ જગ્યા એ હાથે રાંધિ ને ખાધું. શ્રીનગરમાં શાક, દહીં દૂધ લેવા નીકળેલા. ડાલ સરોવર પર હાઉસ બોટ માં રહેલા. મમ્મી અને મામી ને વટાણા દેખાયા એટલે બોલી ઉઠ્યા “વટાણાનો ભાત અને કઢી બનાવશું”. બાજુમાં એક ગુજરાતી ભાઈ અને એમની પત્ની ચાલતા હતા. વટ બંધ તૈયાર થયેલા દેખાતા હતા, એ જમાના ની ભાષામાં કહું તો સુટેડ-બુટેડ હતા. અમારી વાત સાંભળીને જાણે ચોંકી ગયા, જાણે સ્તબ્ધ થઈ ગયા હોય, કે શ્રીનગર ના રસ્તા પર વટાણા કઢી ની વાત કોણ કરે છે? બે ઘડી ઊભા રહી ગયા,અને પછી મમ્મી તરફ ફરી ને એકદમ excite થઈ ને કહે, “કયાં મળે છે? ” મમ્મી એ કહ્યું, કે એ તો અમે હાથે રાંધીએ છીએ એટલે. બાહર ક્યાં મળે તે નથી ખબર. શાકવાળાએ અમારી થેલી ભરી, અમે ત્રણ બાળકો ઝગડવા લાગ્યા – થેલી ઊંચકવા – અને આગળ ચાલો એવી હાલક પડી. પેલા ભાઈ એ મમ્મી ને રોકી ને જરા ભાવુક થઈ ને બોલ્યા, “બહેન અમે અઠવાડિયા થી આ પ્રખ્યાત હોટલમાં રહ્યા છીએ, પણ ત્યાં ના જમણ થી એવા થાકી ગયા છીએ કે સાદા જમણ ની સખ્ખત તલપ લાગી છે! અમને તમારે ત્યાં જમાડશો?”  ૫-સ્ટાર હોટલમાં રહેવા વાળા ભાઈ ને મમ્મી એ વટાણા ના ભાત અને કઢી જમાડયા – ૧૯૫૬ ના શ્રીનગરમાં!


મામા અને કુટુંબ વહેલા પાછા વળ્યા અને અમે ત્રણ કોલાઈ ગ્લેસિયર, અમરનાથ, ચોરસ સરોવર ફર્યા. ઘોડા પર. સવારના ૫ વાગ્યા માં નીકળી પડતાં. અમારો ઘોડાવાળો કમાલ નો વ્યક્તિ નીકળ્યો – એની વાત કાશ્મીરના પ્રવાસમાં કરીશ. હું ઘોડા પરથી પડી ના જાઉં એટલે પોતે બેસે, મને આગળ બેસાડે, અને એના કાંબળા માં વિટાળી દે. કાશ્મીર ૬૮ દિવસ ફર્યા, અને પાછા આવતા પપ્પા ના એક ખાસ મિત્ર ને ઘરે દિલ્લી માં ગયા. પપ્પા ને સિગારેટ પીવાની ટેવ, અને મમ્મી જીવ ખાય કે સિગારેટ બંધ કર! મને શું તાણ ચઢ્યું કે દિલ્લી માં બીજે માળે રહેતા હતા ત્યાંથી પપ્પા ની સીગરેટ નું આખ્ખુ ટીન – ૫૦ સીગરેટ હોય તેવું – બારી ની બાર ફેક્યું! આહા! શું પપ્પા ના હાથ નો તમાચો ખાધો, અને મમ્મી અને હું સાથે રડ્યા!


છેલ્લી જગ્યા તે મથુરા. એક પંડો પાછળ પડ્યો, અને પપ્પા ને પંડાઓ ની સખત એલરજી! પેલો ટાંગા ની પણ પાછળ આવ્યો. આખરે પપ્પા એ એને કહ્યું કે આ છોકરાને – એટલે મને – જેટલા સંસ્કૃત ના શ્લોક આવડે છે એટલા શ્લોક તને આવડતા હશે તો તને તારી દક્ષિણા બમણી આપીશ. પેલો પંડો ત્વરિત  ગાયબ! જમાનાજી ના પાન કરી, મુંબઈના નળ પાસે પાછા!   


My dad and mom were each one of 9, so I had a plethora of uncles and aunts and  their children, two or three of them were even older than my dad! I had nicknames from a number of families, but “baabo” was the most commonly used one. I had not grown out of the “baabo” age, when  our travels started!

I was 5 and it was 1956, when we went to Kashmir for our first sight of the Himalayas. Summer was Alfanso time! For some reason, we were travelling in first class in Frontier Mail, along with two baskets of Alfanso’s. Since one my mom’s cousins had joined us along with his wife and two kids my age, we had two 4-some cabins in the train. We had hardly passed Ratlam station the next morning, when a large aluminium tub arrived in our cabin, soon to be filled with a huge slab of ice. My dad got busy picking out the “ready-to-eat” “Haafus” - to use the correct nomenclature – and laying them out on the ice! Can you imagine 3 mango streaked kids in the train with 42O C heat outside, and a tub of ice inside!

One change of trains at Delhi, and terminus at Pathankot. A two day bus ride to Shrinagar with the newly opened Banihal tunnel – 9200’ above sea level -  to be  crossed in between. We reached Banihal, and we found piles of snow on the side of the road. The tunnel was too low for the bus, and we would need to put all our luggage and ourselves into the back of an open truck, go through the tunnel, and reverse the process into another bus waiting at the other end of the tunnel! We kids were busy playing with the snow, and snow balls, while mom and aunt were busy yelling at us not eat the snow, and dad trying to find a porter or two to help with the luggage transhipment!  

A few days into the trip, we reached Pahelgam. We stayed in tents pitched on the shores of the swollen Lidder river (not very broad, but certainly swift – since it had travelled less than 20 miles from the glacier it came out of.). Lidder was the main source of water, and we had to brush our teeth in that flow. Find a stable rock to sit on, dip our hands in the 4O C water, and soon see our tooth-brush travelling to the sea!! All 3 kids lost theirs on day-1.

A unique aspect of our travel (and all subsequent travels) was that we carried cooking equipment with us, and cooked for ourselves. We were back in Shrinagar, and were staying in a houseboat on Dal lake. We were out in the bazars of Shrinagar to buy veggies, milk, yoghurt etc. Mom saw fresh peas, and let out a yell of pleasure saying “Ah! We can make peas-pulao and “kadhi”. A well dressed Gujarati couple was strolling right behind us – who were all dressed in effective but fashionless garments – and on hearing mom’s yell, came to a dead halt! The lady came  up to mom and asked, “where do you get peas-pulao and “kadhi”? mom explained that she did not know if one could “get” it anywhere in Shrinagar, but we cook for ourselves, and that is what we were planning to make for  lunch. The couple choked up a bit and said, “we have been a week in that 5-star hotel, but are thoroughly tired of the food, and desperate for some “home” gujarati food. Could you please, pretty please invite us to lunch with you”? Mom hosted the 5-star residents to peas-pulao and “kadhi” that morning!

My uncle and family came back early, and the three ofus took off trekking – on horseback! Our “ghodwala” – horse owner and guide – turned out to be a unique person unforgettable to the end of our days! But that story for another time! We went to Kolhoi glacier, Amarnath, Chauras lake etc for over a fortnight! We started our day early, so that we get good weather during travel. Our “ghodawala” would sit on the horse, put me  in the front and wrap his super warm blanket around me, so that I would not fall off even if I fell asleep!

68 days on the Kashmir trip, with Delhi and Mathura at the end. A very close friend of my dad’s lived in Delhi. His house was on the second floor (counted the Indian way of ground floor being zero). My mom had always bugging my dad to stop smoking – and I was her collaborator occasionally. In Delhi, I took the lead, and chucked my dad’s can of cigarettes (cans had 50 sticks!) out of the balcony! The sting of swift slap lasted the whole week, while I  and mom cried together!

Freelance priests in all pilgrimage centers in North India are called “panda”. Most of them are fake or semi-fake trying o make a buck from ignorant or illiterate pilgrims with a bit of ritual terms and badly pronounced Sanskrit words.. My dad is severely allergic to them. One such fellow latched on to us when we visited Mathura. Dad tried to shoo himoff  but he was so persistent that he ra behind our horse cart! Finally, dad stopped, and told that “panda” that if you know as many Sanskrit verses as this boy of 5 –me – knows, I will  immediately pay you double your fee. The “pandaa” vamoosed before my dad finished his sentence! So, after sippng the holy waters of the Yamuna, we were back to our  taps in Bombay.