Archives 2020 ભારત India ઘૂડસર  Flamingo પાટણ Somnath હમ્પી Hampi ચિલિકા Chilika  ખજુરાહો Tadoba ગેંડો જોવા Kaziranga

ગેંડો જોવા ગ્યાંતા - ૨/૩

ચિલિકા સરોવર

Went to see the Rhino 2/3

Lake Chilika

રંભા: જેવુ નામ તેવો દેખાવ. અપ્સરા તો નહીં, પણ આંખો ને એવિ જ ઠંડક મળે એવું તો ખરું.  કોટેજ ની આસ પાસ વરંડો હતો. ખુરશી ઢાળીને બેઠા ચાહ પીવા. જરા તડકો - આ ઋતુ માં સુરજે ધૂંધળો ઘૂંઘટો તાણેલો - આખા ભારત ની નજરે - એ બહુ ખૂંચ્યો. શું સુંદર દ્રષ્ય હતું. સ્થિર પાણી, મોટટું સરોવર, પેલે પાર લીલી છમ ટેકરી ઓ અને એક ખૂણે સૂરજ દાદા પૃથ્વી ની વિદાય લે. ફોટા તો લીધા, પણ અજવાળું તીક્ષ્ણ જોઈએ તે નહીં. હોડીઓ ને લાંગરવા અને પ્રવાસ માટે બેસવા ઉતારવા માટે પાણીમાં એક લાંબો ડક્કો (ઘાટ) બાંધેલો, અને છેડે બેસવાની બેન્ચ અને છાપરું બનાવેલું. ત્યાં જઇ બેઠા અને સરોવર નો સહેવાસ માણ્યો.

બીજે દિવસે સવારે ૬ વાગે આ જ ડક્કા થી હોડી માં બેઠા, અને સરોવર માં પક્ષી જોવા નીકળ્યા. પાણીમાં દૂર એક કાળી લીટી દેખાય, પાસે જઇએ તો જાણે કાંઈક કાળું ઘાસ કે પાન તરતાં હોય એવું લાગે, અને હજુ પાસે જઈએ ત્યારે દેખાય કે જાણે કે બતક નો ગીચ મેદાન તરે છે, અને એકાએક સમૂહમાં ઉડવા માંડે - વિમાન ઉપડે એમ થોડું પાણી પર દોડે જરા ઊંચા થાય અને પાંખો છુટ્ટી થાય કે વીંઝીને આકાશ ભણી નિસરે. અને આકાશમાં જાણે બતક નું વાદળું આવ્યું હોય એવો આભાસ થાય. હોડીવાળો કહે કે હજુ migratory પક્ષીઓ - જે પૃથ્વી ના ઉત્તરીય ઠંડા પ્રદેશમાથી આવ્યા હોય, ઓછી ઠંડી ની જગ્યાઓ માં ઈંડા મૂકી બચ્ચા સેવવા અને ઉછેરવા તે પક્ષીઓ - નવા નવા આવ્યા છે, એટલે માનવ પ્રાણી અને હોડી થી ગભારાય છે, અને ઉડવા માંડે. હેમંત ઋતુ ની મધ્યમાં વાતાવરણ ઓળખી જશે પછી વધારે પાસે જઇ શકાશે - પક્ષીઓ ઊડી નહીં જાય. સરોવર ના આ ભાગમાં વચ્ચે એક નાનું મકાન છે, એને breakfast island કહેવામા આવે છે. એમાં છે કઈ જ નહીં, પણ સહેલાણી ઓ ને મન થાય તો હોડી ત્યાં લાંગરે અને અંદર બેસી ને ઉજાણી કરી શકે. જો કે અમે આ સાંભળી હસી હસી ને થાક્યા. આ સહેલ માં એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું તે માછીમારો નું ટોળું હોડી માં થી માછલી માટે પ્રસરાવેલી જાળ પાછી હોડીમાં ખેંચતા હતા, અંદર ફસાયેલી માછલીઓ સાથે. ધારી શકાય કે એ લોકો ની મહેનત માં લય અને સંગીત બંને સંભળાતા હતા. પાછા આવી બપોરના બારકુલ જવા નીકળ્યા. રંભા થી ૪૦ કી.મી. દૂર છે, અને ચિલિકા સરોવર નું ખાસ શહેર કહેવાય. ત્યાં જઇ હોડી માટે પૂછતાછ કરી કે નલબાન જવું છે. તો જાણવા મળ્યું કે નલબાન જવા જંગલાત ખાતા ની પરવાનગી જોઈએ. નીકળ્યા જંગલાત ખાતા નું દફ્તર શોધવા, ત્રણ દફ્તર મળ્યા, પણ પરવાનગી આપી શકે એવા ના હતા. આખરે એક ઉચ્ચ અધિકારી એ અમને સમજાવ્યું કે ફક્ત ઓડિશા રાજ્ય ની રાજધાની - ભૂવનેશ્વર થી જંગલાત ખાતા ની મૂળ ઓફિસ માં થી જ પરવાનગી મળે, અને ફક્ત પક્ષી નિષ્ણાત કઈ સંશોધન કરવા જાય, એ લોકોને જ પરવાનગી મળે! પણ તમે "પાસે" જઇ શકો છો. એક ચબરખી પર ઓડિશિ ભાષા માં કયાઁ સુધી જવાય તે લખી આપ્યું, અને પાસે બીજું શહેર હતું - સરોવર ને કિનારે - માછીમાર નું ગામ બાલુગાઊં છે,  ત્યાં થી હોડી વાળા ને બતાવજો, fixed ભાવમાં નલબાન ટાપુ છે તેની આસપાસ સરોવરમાં સરહદ તરીકે થાંભલા ખોસેલા છે, ત્યાં સુધી લઈ જશે. અમને બહુજ આનંદ થયો કે પક્ષીઓ ની કેટલી દેખરેખ અને રક્ષણ કરે છે, ઓડિશા ના જંગલાત ખાતા ના અધિકારીઓ. બાલુગાઊં થી હોડી માં બેઠા, અને નલબાન ના થાંભલા સુધી. વચ્ચે બે ત્રણ વાર dolphin જોયા, અને પછી થાંભલે પહોંચ્યા. આખા ટાપુ ને ફરતાં ૧૫-૨૦ ફૂટ ને અંતરે થાંભલા ખોડેલા છે, આશરે ટાપુના કિનારા થી ૧ કી.મી. દૂર. એટલે અંદર ખાસ સરોવર નો ભાગ બન્યો, અને એમાં અસંખ્ય પક્ષીઓ પાણી પર તરતાં હતા. પણ અમે થાંભલા પાસે આવ્યા, અને અમારી હોડી ના engine ની ધ્રુજારી ના મોજા એ લોકો પાસે પહોંચ્યા - પાણી ની અંદરથી જ - અને બધ્ધા સમહુ માં આકાશ પંથી ભાગ્યા! અને થાંભલા પર બેઠેલા માછીમાર ગરુડ, બેઠા બેઠા તમાશો જોઈ રહ્યા.

બીજે દિવસે ચિલિકા ના ઉત્તરી છેડે આવેલી મંગલજોડી જગ્યા એ ગયા. સરોવર ઘણું છીછરું તો છે જ, પણ આ ભાગ તો માણ ૩-૪ ફૂટ ઊંડો છે, અને ખુબ જ ઘાસ અને બીજી હરિયાળી ઊગી છે, અને જાણે પાણી ને સંતાડી દીધું છે. Water Hyacinth નામની ભાજી ઊગે જે પાણી પર તારે, જમીન કે માટી ની જરરૂ ના હોય. સંસ્કૃતમાં એને જલકુંભી કહેવાય. તળાવો અને નદી માટે આ ઝાખરા મૃત્યુ દંડ જેવા છે. એટલા ગીચ ઊગે કે સૂર્ય નો તડકો પાણીમાં પહોંચે નહીં, અને એને લીધે પાણીમાં પ્રાણવાયુ નું પ્રમાણ એટલું ઓછું થઈ જાય કે એ પાણીમાં બીજી વનસપતી કે જલજીવો જીવી ના શકે. અને જે પાણીમાં જીવ નથી, એ પાણી ઝેર સમાન છે. ખેતીમાં પણ ના વપરાય! નસીબે મંગલજોડીમાં આ જલકુંભી ઘણી છે, પણ સર્વવ્યાપી નથી. સારો એવો ભાગ બચ્યો છે, કારણકે વચ્ચે થોડા ભાગ માં જમીન છે, પાળિ ઓ છે, જ્યાં ઘાસ અને બીજી વનસ્પતિઓ ઊગે છે. પાણી સપડાયેલું છે, એટલે જીવ જંતુ માછલી, સાપ, દેડકા અને અસંખ્ય જીવાત આ ભાગમાં મળે છે, અને એ ખોરાક પક્ષીઓ ને આકર્ષે છે. ગામને છેડે પક્ષી નીરખ સંસ્થાન ની ચોકી છે, અને આ પાણીપોચા પ્રદેશ માં એક ઊંચી પાળી બાંધી છે અને એના પર રસ્તો છે. 2 કી.મી. પર જંગલાત ખાતા ની ચોકી છે, અને પક્ષી નિરીક્ષણ ના સહેલાણીઓ ને હોડી માં સરોવર ની અંદર જવાની વ્યવસ્થા કરેલી છે. હોડી માં ના તો હલ્લેસા અને ના તો engine. લાંબો બાંબૂ હોય અને તેને પાણી નીચે જમીન પર ટેકવી ને હોડીને ધક્કો લાગે અને આમતેમ જાય. છીછરૂ પાણી એટલે છૂટકોજ નહીં. સાથે જંગલાત વાળનો એક guide પણ સાથે આવે. અમારી સાથે આવેલો એ કમાલ માણસ હતો. જુવાનીમાં શિકારી હતો - આજ મંગલજોડીના વિસ્તારમાં - આદિવાસી જાતિ નો. પક્ષી ને મારી ને લાવે ત્યારે ઘરે જાણે "દાવત" થાય. પછી કોઈ અનુભવી માણસે એને શિખામણ આપી કે આ પક્ષીઓ ને મારવાને બદલે એનો અભ્યાસ કર, તારી જિંદગી સુખદ બનશે. શિખામણ ફળી અને શિકાર કરવાનું છોડયું. જંગલાત ખાતા ના નિષ્ણાતો એ training આપી અને પક્ષીઓ ની ઓળખ અને વિસ્તાર, આચરણ, ખોરાક એ બધાની આવડત તો શિકારી પણા માટે કેળવેલી જ! સાથે જંગલાત ખાતા એ પક્ષી ઓ ની એક ચિત્રો વાળું પુસ્તક આપ્યું, અને guide તરીકે contract આપ્યો. અમે જેટલા પક્ષીઓ જોયા એ બધ્ધા આબેહૂબ ઓળખ્યા અને બે ત્રણ માં તો અમારી ખોટી ઓળખ સુધારી, અને તરત ચોપડીમાં થી ચિત્ર બતાવ્યૂ અને કહે તમે નામ વાંચીલો. છેલ્લે બોલ્યો, "મને વાંચતાં લખતા આવડતું નથી, એટલે તમને વાંચવાનું કહું છુ!" પણ પક્ષીનું જ્ઞાન પાકું હતું. અડધો દિવસ હોડીમાં રખડ્યા, અને પેટ ભરીને પક્ષી જોયા. ત્રણ જાતિ તો કોઈ દિવસ નો'તી જોઈ એવા જોઈ, અને અમારા શિકારી ના બીજા અવતારે બરાબર ઓળખ કરી આપી.

બસ, રંભા ને તો વિદાય આપી પણ ચિલિકા નું એક પર્વ હજી બાકી હતું. દરિયા તરફના ચિલિકાના કિનારે સાતપાડા નામનું ગામ છે. દરિયા નું પાણી ચિલિકામાં આવે છે, એટલે એનું પાણી અડધું ખારું છે. સાતપાડા થી પણ હોડી માં નીકળ્યા, પણ પક્ષી જોવા નહીં, પણ dolphins જોવા. આ દરિયાઈ dolphins નથી, પણ મીઠ્ઠા કે અધવચ્ચના પાણી માં જીવે, એને pink dolphin કે Irrawaddy dolphins કહેવાય છે. જોયા તો ઘણા પણ જરાક બહાર આવે અને પાછા અદ્રશ્ય! અને પાણી ડોહળું, એટલે જેવા પાણી માં ડૂબે કે દેખાવાનું બંધ! મા અને વાછરડા પણ જોયા, અને એક બે તોફાની જુવાનિયા પણ કુદકા મારતા દેખાયા. પણ હજુ તો કેમેરો ફેરવું, એટલી વાર માં ગુલ! પણ સાતપાડા થી બહુ બધી હોડીઓ નીકળતી હતી, અને બધ્ધા ના engines નો અવાજ બહુ હતો અને એક હોડીવાળા ને dolphin દેખાય એટલે બધીજ હોડીઓ એ તરફ ઝડપથી આવે, engine નો અવાજ મોટો કરીને! ગામ વાળાઓ ની હોડીમાં એંજિન બાહર હોડી પર લગાડેલું હોય અને લાંબી નળીને છેડે પાંખો હોય, અને એ પંખાને પાણીમાં ડૂબાદે અને બહાર કાઢે ધીરે કે ઝડપે જવું હોય તે પ્રમાણે. અમને યાત્રિનિવાસ વાળાએ કહ્યું કે સવારના ૬ વાગે જવાનું, તો વધારે દેખાશે અને આટલો બધો ઘોંઘાટ પણ નહીં નડે, પણ અમારે તો ૮૦ કી.મી. દૂર જગન્નાથ પૂરી ના રેલ્વે સ્ટેશન પહોચી નાગપૂર માટે ગાડી પકડવાની હતી. અને અમે એજ કર્યું.

મેં દેશ છોડે ૨૭ વર્ષ થયા, અને તે પહેલાં ટ્રેન ની જ મુસાફરી કરી છે - ખૂબ મુસાફરીઓ. પણ હવેની ટ્રેનની મુસાફરી એટલી સુધરી ગઈ છે, કે મને તો નવાઈ પામવાનું થોભતું જ નથી. સ્વછતા, માહિતી, ટ્રેન તો જાણે ત્રણ ચાર ઘણી વધારે કરી છે, આખા ભારતમાં કશે પણ એક જ ટ્રેન માં જવાય! સુંદર! ચાલો નાગપૂર પહોચી આ કથા નો ત્રીજો ભાગ લખશુ.


ક્રમશ: ૩/૩

Rambha was an apsara – a hostess in heaven! The sight from our Panthnivas cottage here was equally pretty, and more curvaceous with the souther end of the lake and rolling hills all around! We were right on the edge of the lake! The main peeve I have from this trip is the smog that perennially covered the whole of India at this time of the year, always spoiling the light for my pictures!! There was long quay built into the lake with a small gazebo with benches at the end. All the boats were anchored helter skelter around this quay, and we – as well as the fishermen – took off into the lake from this quay. We walked down to the gazebo, and watched the sun set in a pink haze behind the hill tops.

We were back at the quay in the morning for a 6 am departure in a boat – a powered one with a noisy engine. As we moved into the lake past the fishing traps all around us, we saw a black line in the far distance, which became a flotsam collection – or so we thought – as we neared. But then, this black mass became a swarm of ducks that took offense at our arrival (we were told that this was in the early part of the migration, and the birds were still antsy about humans and the vibrations of the boat engines, and would get used to both by mid January or so) and took off for the skies! one end of that mass starts treading water before taking flight – just like aeroplanes taking off – and the mass follows, and are soon clouding the entire sky with the flights wheeling about before settling down further away. There is a strange construction in the middle of the lake at this end of Chilika. It is called Breakfast Island. It has no purpose, nor is anything interesting stored there. But if visitors so desire they can carry a basket of food, alight there (there is no island, so one alights directly onto the plinth of the building, which is just a room and a tall tower) and have a picnic. We could not stop laughing! The real sight on this ride was the sight of a boatload of fishermen hauling in the nets that they had laid, with their catch of the day. Apparently, plots in the lake are leased to individuals, they mark the boundries with thin bamboo poles, with fishnets strung between the poles, and that is where each group can fish! As one may expect there was rhythm and song to their efforts.

That afternoon was scheduled for Barkul, the main tourist town on Chilika. We drove the 40 Km to that place, and asked for a boat to take us to Nalaban – the bird sanctuary island in Chilika. We were told that we need the Forest department permit to go there. So, we went hunting for the forest department office taht could give us that permit. After 3 blanks, one senior officer told us that the permit was issued only by the HQ in Odisha’s capital city – Bhubneshwar. However, he gave us a handwritten chit in the Odisha language (close to Pali I think) that we could give to the boatman, and he would take us till 'the pillars'. We went to the boat yard at Balugaon, with an organised quay, with a ticket booth for visitors, and got us a boat to take us to Nalaban. The Pillars were visible as we approached the island. They are actually a circle of pillars sunk into the lake – about 15-20 feet apart – all around the island like a fence, and NO ONE is allowed to go inside. Reserved for migratory birds, and a few bird conservation specialists doing research only. The fence is a Km out from the shore of the island, which has watch towers fully manned by the wildlife division of the Forest department! I was so proud of the conservation and protection that Odisha forest people had done for the migratory birds! There was the usual black flating mass inside the boundary, and while we were outside it, they felt the engine vibrations through the water, and took off, and ah! what a sigh it was! with a pair of fishing eagles and a tern or five perched on their own personal pillar, watching the show! Chilika is brackish because it is open to the sea, and is rather shallow too, but loaded with fish! We managed to see a few dolphins as well. Back to Rambha for the night.

next day was for Mangaljodi, a bird rich area in the Chilika wetlands at the northern end of Chilika. It is famous for bird watching. It is a marshy area over run by the scourge of water hyacinth – although the locals say that the water hyacinth is great food for the buffalo herds of the area. however, there are dykes which have bound this parasite in some – although fairly large – parts of the wetland. the rest is full of grass and other vegetation, and lots of marine life for the birds to feed – whatever their food be! Because of the terrain, only poled boats can take visitors into the lake. A long dyke has been extended from the last village with a wildlife check-post to prevent rampant use of the road on the dyke. There is a watch tower and a take off point for bird watchers. A boat, a guide and his bird book come along with your group and the boatman! We had a unique guide. He was a poacher once upon a time, and every time he bagged a bird, it was party time in his house. But he met a savant who convinced him that learning and studying the birds would give him a life long occupation instead of hunting and gathering. So, our guide converted, the frest department trained him, gave him an illustrated authoritative bird book, and a contract to accompany visitors. He was spot on and accurate in spotting and identifying all the birds we saw, and even corrected me when I confused one variation with another and argued with Anju – whose identification was correct. He pulled out the correct picture in his book, and pointed out the finer aspects of the identification. Then he says, "madam, please read the names yourself!, I can not read – I am illitrate!" but he knew the birds, and which page had the illustration, and the nuances between related species!! Such a heartening story: poacher to bird guide! We saw three species that we had never seen before, and ofcourse neither Dhananjay nor me took our fingers off the camera click button!

Next day we headed for the opposite – the eastern – shore of lake Chilika, known for the Irrawaddy dolphins known to live in Chilika. Chilika is partly fresh water, and partly sea water that enters the lake through a gap or two, since the lake abuts the sea. The narrow part between the lake and the sea lagoon is a village called Saatpada. We had taken the shorter path from Rambha to Saatpada, and it involved taking a ferry that would transport our car as well. quite a treat in India. we had company in a rickshaw-van carrying two cows to the vet in Saatpada! A boat ride to see the dolphins was next. We saw quite a few dolphins but there were a few down sides. The boats were powered, and thus noisy – especially some of the private boats which used a retractable propeller similar to the boats one sees in Bangkok. Next there were many boats in the water trying to spot dolphins, and teh water was opaque, so one saw the dolphins only when they popped out. But we saw mother and calf, a breach oor two, and quite a few blows similar to what whales do… but photographing them was a challenge. By the time we spotted a dolphin, swund my lens that way, got the auto focus going, all I could click was the disturbance of the water as the dolphin sank back under! The hotel Chi 66people recommended that we take the boat at 6 am, but we did not have the schedule to accommodate that idea. We rushed off to Jagannath Puri railway station the next morning, to catch our train to Nagpur.

Here I must say that the railway system in India has improved tremendously – especially for people like me who last travelled – and we did travel extensively in trains – before we came to Singapore. Frequency, routes, cleanliness and facilities all have grown tremendously.

To be continued in part 3/3.