પ્રાપ્ત કરવું, હક્ક મંગાવો, કે પછી કાવા દાવા? |
Acquire, demand or extract dubiously? |
પોષી પૂનમ ગઈ, અને ચઢતી ઉત્તરાયણ સામે દીઠી, તો લખવા નું જોમ ઉપડ્યું! આજના વિચારો જરા અકળાવે એવા છે. એટલે એવું કાંઈ લાગે તો બે પ્યાલા પાણી પી જજો, તો પેટમાં ટાઢક થશે. ત્રણ મૂળ પ્રશ્નો છે. આપવું (દાન કે ભિક્ષા) કે લેવું, હક્ક નું સ્થાન આપણી સંસ્કૃતિ ના વિવેક માં ક્યાં છે, અને જોઈએ એ ના મળે તો ઝુંટવવું, રણે ઉતરવું, કે ચાલાકી કરવી? આપણા સંસ્કાર માં એવું કહેવાય કે હાથ લાંબો કરીએ તો હંમેશા હથેલી જમીન તરફ હોય તે જીવન સાર્થક કહેવાય. એ “કહેણ" જરા કહેવા થી અને બતાવવા થી પૂરું થાય. હાથ હમેશાં “આમ” રાખો! અર્થાત્: હમેશાં આપવાની વૃત્તિ રાખો! અને આ વિનય થી ઊંધું તે હમેશાં હાથ લાંબો કરવો કે રાખવો, અર્થાત્: હમેશાં લેતાં જ રહેવું. આપવા માટે નથી કોઈ ને કહેવું પડતું, (જો કે આ કળયુગમાં દાન ઉપજાવવા માટે મોટ્ટા મેળાવડા યોજાય છે, અને એ યોજાનાર મંડળી દાન મેળાવડા યોજવાનો ધંધો કરતાં હોય છે!) કે પૂછવું પડતું. અને સાચ્ચું આપવાનું - આપણા સમાજના વિનય અને સભ્યતામાં દાન આપવાની પ્રથા આવી ક્યાંથી? સૌ પ્રથમ તો રાજા કે વહેપારી ને પોતાની પાસે અઢળક અને બીજા પાસે પેટે પાટા જોયા અને સંસ્કારી મન માં દાન આપી દરિદ્રતા દુર કરવાની વૃત્તિ થઇ. એક દર્શન એવું ઉપાડ્યું કે ઈશ્વરને પામવા હોય તો સર્વસ્વ નો ત્યાગ કરી, ફક્ત ભિક્ષા થી જીવાત્મા નું શોષણ કરવું, અને ઈશ્વરને સાધવા. સામાન્ય માણસોને પણ આવા વ્યક્તિઓને ભિક્ષા આપી પોષવા, એવી પ્રેરણા થઇ. આ પ્રેરણાઓ - બીજા પ્રશ્ન પર ઉતરીએ. આપણી સંસ્કૃતિ ના વિવેકમાં હક્ક નું સ્થાન ક્યાં છે? આપણી સંસ્કૃતિમાં એક માત્ર હક્ક જન્મસિદ્ધ છે, અને તે પુરુષાર્થ કરવાનો હક્ક! બીજા કોઈ હક્ક નું ઉલ્લેખ નથી. સનાતન ધર્મના સૌ પ્રસિધ્ધ ઉપદેશ ભાગવત ગીતામાં છે. મનુષ્યનું માત્ર કર્તવ્ય જ અસ્તિત્વમાં છે! અને આ કર્તવ્ય ના અર્થે પુરુષાર્થ કરવો, એ એક માત્ર હક્ક. મારા પપ્પા એ એમની જુવાની ની એક વાત મને ઘણી વાર કહેલી, અને એ મારા મનમાં અને મારા મનોમયકોષ માં ઘર કરી ગયી છે. એક વાર એમની મોટીબેન સાથે આબુ ગયેલા. બધી બહેનો ધર્મશાળાના ઓરડામાં સુએ, અને પપ્પા (જે ફક્ત સામાન ઊંચકવા ખાતે સાથે ગયેલા) બહાર ઓટલે! રાતના કોઈ સાધુ- ત્રીજો પ્રશ્ન વિવાદ માં ઉપાડિયે. જોઈતું હોય ને ના મળે તો શું કરવું? સૌ પ્રથમ તો શા કારણે જોઈએ છે? જરૂરિયાત છે? પુરુષાર્થે મળે એમ નથી? ભરપાઈ નો દાવો છે? વચન ભંગ થયું છે? અત્યાચાર થયો કે થાય છે? ના મળવાથી શું પરિણામ આવે છે? સમાજ નો કોઈ ભાગ નષ્ટ થાય છે? લોકો મારવા પડ્યા છે? ભૂખા મરે છે? અત્યાચાર નો સામનો નથી કરાતો? આત્મ સંરક્ષણ નથી થતું? કે પછી હઠ છે, લોભ છે? ચાલાકી છે? દંભ છે? કે ભીખ માંગવા ની કારકિર્દી રચાવી છે. (હસો નહિ, મુંબઈ શહેરમાં આવા professional ભિખારી ઓ પણ છે!). આ પ્રશ્નનો ઉત્તર સહેલો તો નથીજ, અને દરેક વ્યક્તિ તથા દરેક સમાજે આપમેળે જ ઉત્તર શોધવા નો રહ્યો. પણ જો કોઈ સમાજ નો ભાગ, લોભને સ્વાધીન થઇ, એવું મૃગજળ સર્જે, કે અત્યાચાર અને સત્તા એ ભેગા મળી એ સમાજને “હક્ક" માંગવા લાચાર કર્યા છે, તો એ માંગવાને ભીખ માંગવા બરાબર ગણવી રહી. આવી સ્થિતિ પ્રજા ઊભી નથી કરતી, પણ એ સમાજ ના નેતા ઊભી કરે. પ્રજાને ખોટું માર્ગદર્શન આપે, અને ખોટાં ભયના વ્યંગ રચે. જેમ મુંબઈમાં વસતા ક્રૂર રાક્ષસ સ્વરૂપ બદમાશો બાળકોને અપહરણ કરી પાંગળા બનાવી ભીખ માંગવાના ધંધે લગાડે છે, તેમ આવા સમાજ ના નેતાઓ એમની પ્રજાને જુઠ્ઠું ભણાવી, અણસમજ રાખીને અક્કલે પાંગળા બનાવી “હાથ લાંબો કરીને” માંગવા સમાન તકાદા ને માર્ગે દોરે છે. આનાથી મોટું પાપ શું? પુરુષાર્થ શું પાર ના પાડી શકે? માનવજાતિ ના ઇતિહાસમાં વ્યક્તિગત કે સમૂહ સમાજ ની સ્થર પર, પુરુષાર્થની સફળતા ના દાખલા તો ઉભરાય છે. આંખે પાટા નું ઓસડ નીકળી શકે, પણ અક્કલ પરના પાટા તો દરેક માનવી એ જ કાઢવા પડે. ઘણા છોરા પેદા કરો, આપાણો સમાજ મોટો બનશે, અને સત્તાવાન થશે. ઘણા છોરા, નાણું ઓછું, ખોરાક અપૌસ્ટિક, તન અને મન નું બંધારણ નબળું, ભણતર ઓછું, નાની ઉમરે કામે લાગી પૈસા કમાવાનું અનિવાર્ય, અને સામાજિક “માંગતા રહેવાની” બીમારી. ગમે એટલું “દીધે" રાખે, આ વ્યક્તિ અને એના સમાજનો આરો આવે? સત્તા મળે તોયે કઈ ઉધ્ધાર થવાનો? અમારા સમાજ પર હજારો વર્ષોથી અત્યાચાર થતાં આવ્યા છે. એટલે, અમારા સમાજ ને ઉપર આવવા સહાય કરો. સાચી વાત, જરૂરી અપેક્ષા, પણ કારણ ઢીલું, “અમારા" ની વાખ્યા અપૂર્ણ, અને સૌથી જોખમકાર તે આ “સહાય" ની વિગતો. આપણા સમસ્ત સમાજમાં કોઈ પણ અંગ નબળો રહી જાય, તો આખો સમાજ પણ નબળો રહે. એટલે, “વૃદ્ધિ" કરવાની સહાય તો અનિવાર્ય થઇ! પણ ઇતિહાસમાં કે ભૂતકાળમાં કે વર્તમાન માં પણ અત્યાચાર થાય છે, કે થયા હતાં, એ અર્થે (જાણે કે અત્યાચાર ની ભરપાઈ હોય) પ્રાધાન્યતા કે અધિકતા માટે તકાદો કરવો, એ સમાજને નબળો જ બનાવે. કારણકે આ પ્રાધાન્યતા કે અધિક્તા માં છુપાયેલું કથન એવું, કે પેલાને ન આપતા, મને આપો. અર્થાત્ મારી વૃદ્ધિ બીજાના કોળિયા ના જોખમે થવી જોઈએ! આવું કોઈ કહેતું નથી, પણ જ્યારે પુંજી મર્યાદિત હોય, અને સમાજ નો કોઈ અંશ અસામાન્ય હિસ્સો માંગે, તો એ માંગ નો અનુવાદ આવો થાય કે એને નહિ, મને આપો. આ વાત નું વતેસર છોડીએ તો ત્રણ મુદ્દાસર વાત થાય. જે સમાજ નો અંશ નબળો રહ્યો હોય - આ પુરુષાર્થ ની સહુલિયત સમાજ ના બધા નિરાધાર વ્યક્તિ ને વૃદ્ધિ માટે મળે, તે વાજબી કહેવાય. અંગ્રેજી માં કહેવત છે, કે માણસ ને માછલી ખાવા આપો, તેના કરતાં માછલી પકડતાં સીખાવો, તો વધારે ઉત્તમ! સમાજ ત્યારે જ સુખી થાય, જ્યારે સમાજ માં સમતુલતા હોય. એક પાસે થી ઝૂંટવી બીજાને આપવા થી કલેશ અને કજિયા સિવાય કઈ થાય નહિ. આ રીતે આખા સમાજમાં માંગવાની વૃત્તીજ ટળશે. નેતા પોતાના સ્વાર્થ અને સત્તા માટે ગમે તે માર્ગદર્શન આપે, પણ જ્યારે પ્રજાને પુરુષાર્થ ના સંસ્કાર સીચાયા હોય, તો સમાજ પ્રજા પ્રમાણે આગળ વધશે, અને નેતા નિષ્ફળ નીવડશે. એક દ્રષ્ટિ એવી પણ છે, કે ઘી કાઢવું હોય તો આંગળી વાંકી કરવી જ પડે. હા, એ વિચારમાં પણ તથ્ય છે. પણ સાથે બે વાત યાદ રાખવાની. એક તો ચબરાકી અને ચાલાકી માં થોડું જ અંતર છે, અને કાવા દાવા માં પડવું, આ કિનારી થી બહુ આસાન છે. એટલે ચબરાકી જરૂર વાપરો, પણ સાથે હોશિયારી નો સાથ જરૂર રાખો. વેર લેવાનું બંને જણાનો વિનાશ કરશે જ. એક સમસ્યા નો ઉત્તર વિચાર્યો નથી. કે સહાય કે પુંજી જરૂરી હોય પણ લુચ્ચાઈ ને માર્ગે જઈ પુન્જીદાર વ્યક્તિ આ સહાય કે પુંજી સમાજ ના નિરાધાર વર્ગ ને આપે નહિ, તો શું? તો પહેલાં આક્રોશ, અને પછી કેસરિયાં! પણ હતાશ થઇ બેસવું, કે કોઈ બીજા પર આશરો બાંધી બેસી રહેવું તો જરા પણ નહિ! કઈ કે કોઈ નહિ જીતે, ત્યાં પુરુષાર્થ જીતશે, કારણ કે પુરુષાર્થ એક માત્ર, મનુષ્ય નો જન્મસિદ્ધ હક્ક છે.
|
The full moon of the lunar month Paush has started waning, and Uttaran, the only solar festival in the Indian pantheon of festivals – the change of the direction of precision of the earth – approaches. These heavenly events have inspired me – in this new year – to write! My thoughts today may agitate the reader – as they do me. Drink two glasses of iced water, and that will cool your juices too. Three fundamental questions. Giving (in charity or as alms – a rather poor word in English for the more accurate and evocative “bhiksha”), and receiving, the existence of “rights” in the Indian philosophical context, and should one snatch or grab if one does not “get” what one needs, fight for it or deploy the hook or crook attitude? Our – Indian – value system prescribes a life of always extending ones arm, with the palm facing down – as in the act of giving. This life principle is typically just demonstrated with ones own palm – not described only in words. And a life worthy of pity is one where the extended arm has the palm turned up as in always receiving. One does not need to talk about giving, (although the modern day practice is to get event organising professionals to cook up a charity event) or even ask any one about it. And the true value of giving, whether in charity, as alms, as wages, as help or as reparation of a wrong, is in the silence that accompanies the act. Receiving – on the other hand – has all kinds of barriers in the way. Starting with the impact on ones own self esteem and self confidence to convince these two burrs that receiving or accepting is needed. Self respect, ego, greed, opportunity, chicanery can either be barriers or triggers to receiving. The next task is the matching of the giver and the receiver. Frequently, the receiver asks, and some giver hears that call and “gives”. This “asking” is a terrible task. The “why” of that ask is also a declaration about the person asking! and people of real need get left out, because they hesitate to ask – fearing a judgemental declaration about themselves – and like the beneficiaries of charity events, those that demand (as a virulent form of asking) loudly and visibly, get what they want. Some people then get into an “entitled” frame of mind, because they always get whatever they demand, and cry “rights violated” when they don’t. A dangerous situation arises, when this “rights violated” feeling becomes a conviction. The other end of this spectrum of charity is the giving and receiving of “bhiksha”. In it’s most pristine state, the receiver of bhiksha presents an opportunity to the giver, to practice an honourable ritual of their culture and earn spiritual goodwill. No one actually “asks” for bhiksha: that would be begging. When a person needs to ask for resources (as different from help) because of desperation and need, one should see it as social reality, fulfilling wage or reparation commitments is social transaction, but the rest is either fraud or begging! How did this tradition of charity and bhiksha get perpetuated? A sovereign or merchant of substantial wealth observed struggling neighbours, and their cultured minds inspired them to help out their fellow human beings. One of the spiritual philosophies evolving in ancient times was that seekers of Paramatma (the Indian concept of God) would do best if all possessions were abandoned, and the physical body was sustained only through the food their fellow men gave them. The common man was thus inspired to help such spiritual pursuits by giving “Bhiksha”. These two worthy practices were perpetuated through a belief that giving charity (daan) and Bhiksha would earn the giver spiritual brownies (punya), and to that end, the receiver was helping the giver earn such merit! But, when segments of the society made a business of charity, implemented strategies to get people to continuously demand resources (which is a form of demanding charity!) not directly earned, and perpetuated the feeling that such un- Let me move on to the second issue. Is there a place for “rights” – हक्क (hakka) – in the philosophical and cultural systems of India? In a value system entirely devoted to duties – a set for each of the roles that man takes on – there is only ONE “right” / hakka. And this is the right that man is born with, the right to effort. The Sanskrit word is purusharth – पुरुषार्थ – and is loosely translated as effort or labour. The context is the fundamental exhortation from Lord Krishna to Arjun in the Bhagavat Geeta to simply make his best effort to fight in the battle (Mahabharat) without any attention to the fruits (or benefits) that may accrue to him from that effort. Like Nike says it: Just DO it! My father told me this story quite often. He was in his teens or post- As human civilisation grew, got organised into urban centres, structures, classes, institutions and political entities, man created more and more “rights”, almost always by denying or prohibiting some activity or various forms of labour or effort through force or social pressure or practice. Some groups took to war, others stayed cowering and crying while for others these man made rights became the basis for demands, and soon these groups adopted the activity of making demands as their natural practice. But, there have always been people, who never abandoned their self- The third part of this triumvirate of issues, is what should be the approach, in the case wherein what a person needs, is not accessible to that person. The obvious question then, is what is the reason for the “need” of that resource? Can it not be acquired through effort and labour? Is it a restitution of damage caused? a breach of promise? or an outright abuse of that person: cruelty, crime, vengeance? And what is the consequence of not getting that resource? life threatening? destruction of a social unit? hunger and pestilence? not feasible to fight back? defenceless? or is it unfulfilled greed, failed scheming, ego busting, or glitch in building a career in professional begging? (do not barf nor laugh. Bombay has always had lifelong professional beggars!). The answer to this problem is certainly not simple, and would be very subjective to the individual. However, a situation wherein a segment of the society (I.e. a group of people with some form of commonality) scheme to create an artificial feeling of oppression and disadvantage (e.g. repeated point out that the specific segment of that society tied together through a specific form of commonality, does not have A, B or C resource or facility – irrespective of whether that resource or facility is needed or wanted) and gather momentum to demand that society’s “rights”, is already bordering on social criminality. One can draw a parallel between some criminal elements in Bombay who abduct children, maim them, and put them on the streets to beg, and this societal group, who is duped by their leaders into feeling inadequate and thus maimed, and convinced to start making demands. Unfortunately, it is as close to begging that a group can get to. No greater sin by their leaders – especially because genuine instances of deprivation and need get painted with the same brush of professional agitation, and are ignored by those who could have helped. There is little that पुरुषार्थ can not accomplish, and the world is full of such positive examples. Physiological blindness has many solutions, but intellectual blindness has no cure except one. Each person would need to peel away those blindfolds by themselves! Have lots of children, grow the numbers of our society, and we will capture power! and do what, with that power? Lots of kids, limited finances, nutritional deficit food, weak health and intellect, limited education, employment at a young age, and a permanent mien at the group level of continuously making demands of one sort or the other! However much is given to such a societal segment, their self debilitating strategies will keep them bound to the status quo of “nothing”! Our society has “suffered” oppression for centuries! So, you of the oppressing segment must help us come up! Valid and necessary expectation, nay! a responsibility. The entirety of a society will be only as strong as its weakest segment. Hence, all must endeavour to bring up – quality of life, and social strength – of the weaker segments. Ah! such noble words and sentiments. The question is why has this “situation” persisted in spite of a universal buy in? Because the devil is in the details! We must “get” even at the expense of others, since resources are limited. The oppression of the past or even present must be compensated! And do not seek to detect our efforts and labour in this endeavour! My take on the solution is in three parts. First, it is a fundamental duty that oppression must be terminated! However, that process must not be linked to the help that the left behind segment needs to catch up. Second, the help they need should be specifically directed at enabling them to do full scale पुरुषार्थ at their own upliftment. One needs knowledge or education, opportunity and financial resources to give full reign to ones पुरुषार्थ. Hence, the help must be of a nature that feeds the persons own efforts. To recall the old cliché that it is better to teach a man to fish, than to give him a fish to eat! The effect of people who rise by their own effort and labour is to bootstrap the rise of the society around them, because such self- This approach, will break this habit of always asking or demanding and the society will progress through the masses, and not just be led by self- There is however a valid thought stream, that some situations do require cleverness and adroitness to extract what one needs. True, but bear in mind that there is but a thin line between cleverness and chicanery! An unanswered question – not answered here – is what of the fraudster who prevents access to resources through cheating and fraud? Counter it with scheming and manipulations, sit back in helpless heaps, or fight? Unfortunately, most times like these, no one wins… Only पुरुषार्थ wins! |