Home નવી ઘોડી new man in કન્યા પ્રધાન Females First લોપ ઐક્ય assimilate વી-જ્ઞાન ધોધ info tyrany મે'તા ઉવાચ narsinh mehta ગંડુ રાજા nero-2 પેલા ના વાંકે he did this નવા નિશાળિયા new boys નવી પેઢી gen next હૂઁ બચારો  me-victim   કોણ કરે? / whose job? ખાસિયતો / specials ભૂત કાળ / past ghosts ગર્વની માયા Glory illusion

દેશી ખાસિયતો

Deshi Specials

આજે ભેજું જરા રજા પર છે, એટલે શું લખવું એ મુંઝવણ પ્રવરી છે. આખરે વિચાર આવ્યો કે કોઈ ના મળે તો પોતાની જ હાંકવી! જરા શરમ આવી ને થયું કે મારી વાત તો ના લખાય, પણ મારા જાતભાઈ ઓ પર મારા વિચાર પ્રકટ કરું, તો ઢેફા રસ્તા પર જ રહેશે, મારા તરફ પ્રવાસ નહીં કરે! મારા જાતભાઈ એટલે કે ભારતવર્ષ ના સમાજીઓ! સાથે સાથે એક ચાલાકી પણ સૂજી! હું જ કેમ વિચાર કર્યા કરું? તો આજે તમને વિચાર કરવા  નો “માલ” આપું.

ભારત માં એક સત્ય હજારો વર્ષો થી સ્થાયી થયું છે (ભારતમાં બધી જ વાત માટે “હજારો વર્ષો” જ વપરાય, મેં પણ એવું જ કર્યું.) આ સત્ય એટલે “દેશમાં અવનવી, પ્રગતિશીલ, વૃધ્ધિશીલ, કાર્ય થાય, તે રાજા કે સરકાર વિના જ થાય! એટલે જ ઋષિ મુનિ ઓ જંગલમાં આશ્રમ બનાવી રહેતા હતા! પાસેના ઇતિહાસ માં કે આજ ના સમયમાં પણ દેશ માં જે કાંઇ સારી વસ્તુ થાય, તો મોટે  ભાગે સરકાર થી દૂર જ થયું હોય. કેમ? કરો વિચાર? આપણી સમૂહ ગળથૂથી માં જે સંસ્કાર અને મનોવૃત્તિ મળી હોય એની જ ખાસિયત નહીં હોય? આજકાલ એને genetics કહેવાય! તો આડા ફાટે એવા દેશી ઓ કેમ વધે છે? મારી જ્યેષ્ઠ પુત્રી Genetics ની નિષ્ણાત છે, એને પુછ્યું કે વ્યક્તિ પોતાની ભૂમિ અને ત્યાં પ્રસરેલો સમાજ છોડી ને ઈતર વાતાવરણમાં વસે, તો એના genes બદલાય કે? જવાબ આવ્યો, “પપ્પા! ટાઇમપાસ મારી સાથે ના કરો!  Genes નું mutation ગમે ત્યાં જાઓ તો થઈ શકે! ઘરમાં પુરાઈ રહો તો પણ!” દરવાજો  ધડામ બંધ થયો, બીજી zoom meeting ચાલુ થઈ. એક વિચાર નો ધ્વંસ થયો!

આ genes નો વિચાર શું કામ આવ્યો? કે ભારતવર્ષ ના સમાજીકો – ઉર્ફે દેશી ઓ - ની ખાસિયત આ gene સાથે જ સંકળાયેલી હોવી જોઈએ, કારણ કે ઘણી ખાસિયતો દેશી માણસ માં જ જોવા મળે છે. શું છે આ ખાસિયતો?

એક ખાસ ચોખવટ! “genes માં વણાયેલી” એટલે ખરેખર genes માં ઉતરી – mutation ના માર્ગે – હોય કે નહીં એની કોઈ ખબર નથી. મે આમ લખ્યું, કે આજ કાલ લોકો ને બધુ “genes” માં થી આવે એવી જાણ હોય છે, તો આ વાત પણ સહજ સમજાય, એટલે! પણ કહેવા નો અર્થ એવો, કે અનાયાસે, વિચાર કરીયે એ પહેલાં, જન્મજાત વૃત્તિ થી સ્વયં સ્ફુરેલી સ્વયંભૂ કલ્પના, એ.

ઓછા માં ઓછા સાધનો વાપરી ને – અને અચૂક એ સાધનો નો અવનવો ઉપયોગ કરીને કોયડો ઉકેલવો.

આંકડા તો જાણે મગજ ના ગુલામ હોય એમ ફરતા હોય.

ત્રણ ચાર કે વધારે ભાષાઓ આવડતી હોય.

મોટા ને માન આપવું, પણ એનું કહેણ ચકાસવું.

કાયદો વિચિત્ર કે અન્યાયી લાગે તો એની ગોળ ફરી ને આગળ વધવું. (જો કે આ ખાસિયત તો હવે તદ્દન અધર્મી થવા માંડી છે!).

શેખચલ્લી ના તુક્કા ઑ દોડાવવા, અને એમાં થી અનન્ય યોજના ઊભી કરવી.

ક્યાંથી ઉત્પન્ન થઈ આવી ખાસિયતો? કયા સંજોગ માં આવી આવડતો કેળવાઈ? માઓ તુક્કો છે કે આ બધાનો ઉત્તર આપણાં શાસ્ત્રો અને સંસ્કાર માં છે!

આપણાં સંસ્કાર ઘણા જ તેજ છે, અને એમાં થી અમુક સિદ્ધાંતો ગર્ભ માં હોઈ એ ત્યારથી સાંભળેલા છે. સમાજમાં સંભળાય તે તો લૌકિક ભાષામાં સંભળાય, પણ એ સિદ્ધાંતો નો ઉદ્ભવ થયો આપણાં શસ્ત્રો માં.

સૌ પ્રથમ, લૌકિક ભાષામાં (મારા પપ્પા એ આ વાત કહેલી: આબુ ગયેલા મોટિબેન સાથે, અને ધર્મશાળાની ઓરડીની બાહર સૂતેલા અને કશેક પાસે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ નું પ્રવચન ચાલે – લોકગીતા ના વિષય પર – એક વાક્ય પપ્પા ના મગજમાં દ્રઢતા થી બેસી ગયું.) “કરમ ના એ મારવા, ને ધરમ ના એ મારવા. મારવા નો ના આવે આરો. એટલું જાણીને દીધે તું રાખ, કરહણીયા, ઈમાં તારા બાપ નું શું જાય” શું લૌકિક ગુજરાતી ભાષાની મહેક છે! બે સિદ્ધાંતો એક માં! એક  તો કર્તવ્ય તો કરવાનુજ રહ્યું, અને ભરણ પોષણ ના કર્મો પણ કરવાના જ રહ્યા, અને બીજો સિદ્ધાંત કે આ ધરમ = કર્તવ્ય, અને કર્મ – પોતાની જિંદગી નું – એની બાહર કઈ ત્રીજું છે જ નહીં! જરા સાહિત્યિક ભાષામાં લખું તો “મનુષ્ય માત્ર ને એકજ હક્ક છે કે પુરુષાર્થ કરે.” બાકી બધુ કર્તવ્ય જ છે.

બહુ લોકો એ “ધર્મ” શબ્દ ના અર્થ ને અનર્થ માં ફેરવી નાખ્યો ઈતર સંસ્કૃતિ ની વ્યાખ્યા અપનાવી ને, જે વાત દુષ્ટ છે! આપણાં સંસ્કાર માં ધર્મ એટલે દરેક વ્યક્તિ નું કર્તવ્ય! હવે આ બે સિદ્ધાંતો ની સાથે ષડ્દર્શન માં નું એક દર્શનશાસ્ત્ર – યોગદર્શન. એમાં અષ્ટાંગ એટલે શું, એ વર્ણન આપ્યું છે. જીવન ને સાર્થક કરવાના આઠ પગથિયાં. પહેલા બે નું ધ્યાન કરીયે: યમ અને નિયમ. આ ત્રણ સિદ્ધાંતો માં થી જ બધી લૌકિક સંસ્કાર ની દિશા ઓ ભણાઈ છે. શું નીતર્યું છે? કર્તવ્ય પ્રધાન છે, પૃષાર્થ એક માત્ર હક્ક છે, સંતોષ જીવન નો સર્વ પ્રથમ સંસ્કાર છે. (એમ નહીં, કે સંતોષ માની પુરુષાર્થ ના કરવો – પણ સંતોષ પોતાને માટે, પુરુષાર્થ કર્તવ્ય માટે.)

 ચાલો અહીં “વિચાર કરો” કહી ને છોડું છું. કે દેશી પ્રજા ની ખાસિયતો આ સિદ્ધાંતો માં થી પ્રગટ કેવી રીતે થઈ? બીજા શું સંજોગ હતા કે આપણે special બન્યા?

    


Brains grab their own “off time” at will, and currently, my brain is on holiday – Covid restrictions not applicable! What to write about, is the question. When in doubt write about yourself – the American way of thinking. But humility becomes an Indian, so finally I decided to write about not “me” but about “us”. Hopefully, the stones will stay on the road and not be cast at my head!

“us” means my brethren under the society that pervades Bharat, and has done so since homo erectus! An idea bulb went on, and I said, “I am out of the thinking domain temporarily, so let me  make my readers think instead!” what a fantastic inspiration! On that thought, I will provide you with some material to think about!

A perennial truth has pervaded the land that is Bharat for thousands of years – everything pervades India for “thousands of years”. It is that all events intellectual, philosophical, literature, physical, growth, progress, enriching, cultural, by and large happen in spite of the political set of kings, tyrants, “leaders” and their governments. People of the society go and do things themselves, sponsorship not withstanding! Any surprise then, that the giants of intellectual output, the rishi’s and sages made their abode far from  urban centres, surrounded by forest, animals, insects, flowers and fruits. Why do you think it happens “only?” in Bharat? The “only” is a nod to the umpteen videos of absolutely hilarious but innovative ideas seen on film, and labelled as “only in India”. Many societies have innovative instincts,  so this phrase is a parochial usage.

But my take is that there is something in our genes from Vedic times that is just simply a part of our collective societal character. My first born is a genetics scientist, and I asked her or original genes can be mutated if we move away from our roots. I got a “PAPA! Don’t any how play play one! Waste my time only. (for the uninitiated, this is in a different language called Singlish) Genes can mutate where ever you are, even quarantined at home!” and her door slammed shut to start the next MS team meeting.

Why did  I conjecture this gene chain of thought? Because there are some special characteristics found mainly in Indians. There are some Indians wo have mutated these special genetically inherited “chars” to their own detriment, but that is natural selection of  evolution – best ignored. But what are these special “chars”? But let me clarify a bit  before   my first born takes off at me for gene ignorance. I am using the “gene” word a bit colloquially, to mean cultural instincts. The “pop” that happen in our brains before any specific thought or logical engagement of our mind – that is what I am talking about. Here are some  of  these special “chars” of brethren’s in Bharat.

To hit up on a solution with minimum of resources, most of them used in ways their designer had never even imagined.

Numbers live in our brains, like permanent residents of the folds in our brains, and sing on demand.

Speak 3 or more languages.

We respect our elders but verify their instructions via a truth table.

If a rule or “order” sounds weird, it is likely so, and we find ways around it faster than Hamilton’s Merc.

Day dream galore, but out pops a project of super potential.

Many many more… just look at where and how Indians succeed in country or elsewhere in the world! (of course our basic demographic volume helps!)

How did these “chars” develop, what could their etymology be? I conjecture that their origin is in the fundamental principles described in our scriptures. Principles  caused habits which caused other habits and practices, and voila – a char was born!

The most fundamental philosophical principle of our society in Bharat from ancient times is that every soul must primarily perform his duty! There are no rights but one, which is to make the effort – purusharth – as Sanskrit would have it. All else is action of a daily life nature, duty is ALL. A clarification is desirable here. The word used in Sanskrit is “dharma”, and it means duty in the role that each human finds herself or himself in. It is NOT religion! It has no trace of rituals or instructions administered by other humans in it’s heart and soul. This corruption has happened because of an attempt to translate “dharma” into a set of languages whose  cultural etymology does not include the concept  of dharma. Unfortunately, the acceptance by so many of this mangled meaning is a heartburn for the society of Bharat.  

Along with these two principles – dharma and purusharth – comes inputs from one of the six branches of Indian philosophy known as “shad darshan”. Again, the word “darshan” is a immensely potent word, but I will  keep that for another time. Yogashastra is one these 6, and describes the 8 steps that man can strive to climb. I want to mention just the first two: yama and Niyama. Loosely translated they mean discipline and permanent process of that discipline. (some will translate Niyama as rules, but these rules are to be defined  by each self, to adhere to the discipline that the self has selected for it self). One great concept that derives  from these two steps of philosophical initiation is of “Santosh” – again loosely translated to “satisfaction unto the purpose there of”.

Ok, la enough already! Now you think! Are these chars as special as I am claiming? How did they evolve? Culturally, philosophically, circumstantially? And finally “will they last?”.