Home વૈદિકાભ્યાસ vedusys છંદ chhanda શિક્ષા Enunciation નિરુક્ત diction વ્યાકરણ Grammar જ્યોતિષ time stamp કલ્પ applications

થોડી વેદ ની વાતો

Bits from The Ved


આ બ્લોગ શરૂ કર્યો ત્યારથી વચ્ચે વચ્ચે વેદ ના વિષય પર શોધખોળ કર્યા કરું  છું, અને જાત જાત ના "જ્ઞાન" મળે છે. ઘણી websites મળી, વિદ્વાનો એ લખેલી, કોઈ ઝુંબેશ વાળા લોકોએ લખેલી, ગોરીયાઓ એ લખેલી  વગેરે. અડધી પડધી વાતો લખીને છોડી દીધી હોય, મારી માફક બ્લોગ લખેલો હોય, વગેરે. ભાષા પણ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી હાથ લાગી. પણ વિદ્વત્તા વાળી websites પરથી માનવામાં આવે એવી logical વાતો વાંચવા મળી. એમાં ઋષિ મુનિ ઓ, પ્રાચીન વિદ્વાનો અને અર્વાચીન વિદ્વાનો (છેલ્લા ૨૦૦ વર્ષો માં હયાત હતા તેવા) એ લખેલા પુસ્તકો અને ગ્રંથો નો યાદી મળી, અને કશેક ને કશેક થોડા  ગ્રંથો ની scan કરેલી નકલ પણ મળી. શોધગંગા નામની ભારત સરકારની website છે જેમાં ભારતીય વિશ્વવિદ્યાલયો માં PhD ની પદવી મેળવવા લખાતી thesis upload કરાય છે.  આ પ્રબંધ / નિબંધ ના લખાણ માં ભરોસો કરાય એવું હું માનું છું.

મારું  માનવું એવું છે કે વેદ ની રચના થતી હતી ત્યારે ઋષિમુનિઓ પોતાની સિધ્ધી દ્વારા પ્રભુ હસ્તે જે જ્ઞાન સ્ફુરાતું એ ગ્રહણ કરી શકતા. આ જ્ઞાન તે વેદમાં શ્રુતિ ના નામે સ્થાયી થયું. પણ વેદ અહીં પૂર્ણ થયો નહીં, અને  વિદ્વાનો માં એવી માન્યતા છે કે વેદ ની રચના તો ઘણી પેઢીઓ સુધી ચાલુ રહી. જેમ જેમ ઋષિઓ ની નવી પેઢી સિધ્ધી મેળવીને જ્ઞાની થયા, એમ વેદ માં એ જ્ઞાન ઉમેરાયું. એમ મનાય છે કે યજ્ઞ ક્રિયા  વિધિ તથા હોમ હવન ના ઉદ્દેશ્ય, તૈયારી  વગેરે ના જ્ઞાન થી વેદ રચના શરૂ થઈ, પણ સમય વિતતા બધાજ વિષયો ઉમેરાતા ગયા. કલ્પના કરો કે હજારો વર્ષ પહેલાની Wikipedia. પછી કોઈ મહર્ષિ સિધ્ધી પામ્યા અને વેદ ના બધા સૂત્રો અને મંત્રો ને ગ્રહણ કર્યા, અને એ ભેળસેળ માં થી વિષય યોગ્ય સમૂહ ની બંધારણ ગોઠવી, અને એ બંધારણ તે ચાર વેદ, બ્રહ્મણક અરણ્યક,  વેદાંત / ઉપનિષદ, વેદાંગ, પ્રાતિશાખ્ય,અને શાસ્ત્રો નો સમૂહ. આખી વ્યવસ્થા કઈ એક સાથે નહીં થઈ હોય, પણ એ બંધારણ ની નીવ આ મહર્ષિ એ મૂકી. વેદ ની કથા માં આ મહર્ષિ તે વેદ વ્યાસ!

મારું  વેદનું જ્ઞાન તો તદ્દન શૂન્ય! થોડી વેદ વિષે માહિતી ભેગી કરી છે, કેટલી? "delta however small not tending to zero": રત્તીભર પણ નહીં! રત્તી એટલે ગુંજા નો દાણો.  વેદ ને નદી સાથે સરખાવું તો એ નદીમાં એક પાન બોળીને કોઈ મારા પર છાંટે બસ એટલું જ. એટલે હું વેદ ના બંધારણ વિષે ૩-૪ લીટી લખીશ. વેદ ના વેદાંગ મા થી અમુક મારા અભ્યાસક્રમ ના વિચારો ને આધાર આપે એવા  ideas મળ્યા છે બસ એજ વિષે અત્યાર સુધી સમજ્યો છું અને મારા તર્ક પ્રમાણે તારવ્યું છે એ વાતો લખીશ.

મૂળભૂત વેદાંગ માં જ મારું  મન ચીટક્યું છે. શિક્ષા માં થી સૌથી વધારે ideas મળ્યા. એક પછી એક વેદાંગ માં થી કયા વિચારો "અભ્યાસ" ને મદદગાર થાય એ વિષે લખીશ. એક પાનું પ્રાચીન અભ્યાસ પદ્ધતિ ની વ્યવસ્થા પર પણ લખીશ, કારણકે અભ્યાસ પદ્ધતિ જ મારુ મૂળ હેતુ છે.

 વેદ માં સંક્ષિપ્તતા, ઘનતા,  ગુપ્તજ્ઞાન, સાંકેતિક વાક્ય વગેરે નો ઉપયોગ ઘણો  સામાન્ય રીતે થયેલો દેખાય છે. વિદ્વાનો નું અનુમાન અને બીજા શાસ્ત્રો માં વર્ણવ્યા પ્રમાણે આ પ્રથા અને આચરણ નો હેતુ એમ હતો કે વેદમાં દર્ષાવેલું જ્ઞાન લૌકિક માનવી ના મન ના ગજા ની બાહર છે, એટલે ખોટા અર્થ, અને દૂરોપયોગ થવા ના જોગ ઘણા થાય. અર્થાત જેમ રોટલી શેકવા તાવી સાફ અને બરાબર ગરમ હોવી જોઈએ (નહીં તો બા ના હાથ ની પ્રસાદી મળે!)  એમ વિદ્વાનો ના મન,  માનસ અને આચરણ પણ વેદ ના જ્ઞાન ને ગ્રહણ કરવા તૈયાર હોવું જોઈએ. જે વિદ્વાને ગુરુ ચરણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય , ભાષા, સંસ્કાર, વગેરે નિષ્ણાત સ્તરે પ્રાપ્ત કર્યાં હોય, અને મન મગજ ને તૈયાર કર્યું હોય, એને જ વેદ સમજાય, વેદ માં દર્ષાવેલું જ્ઞાન "દેખાય". આ “દેખવા” ઋષિ-મુનિઓ એ અમુક સાધન પણ રચ્યા. એમાં સૌ પ્રથમ અને તદ્દન અનિવાર્ય કહેવાય તે વેદાંગ. વેદ ના અંગ.

દરેક વેદ માં ચાર વિસ્તાર હોય છે. સાહિત્ય કે રચના ની દ્રષ્ટિએ પ્રવાહ એક, પણ “ધોધ” ચાર છે.  


1. સંહિતા (જેમાં મંત્રો નો સંગ્રહ છે)

2. બ્રહ્મણા (જેમાં એ સંહિતા માં આવેલા મંત્રો નો ઉપયોગ કે વપરાશ ની વિગતો),  

3. અરણ્યક, (જેમાં આગલા બે વિસ્તાર પર ચિંતન અને મનન નું વર્ણન અને વિગત હોય)

4. ઉપનિષદ અથવા વેદાંત – વેદ નો અંતિમ ભાગ – જેમાં એ વેદ ના આધ્યાત્મિક જ્ઞાન પર ધ્યાન આપી વિસ્તરવ્યું હોય.

વેદમાં ઉમેરો થતો ગયો અને જટિલતા વધતી ગયી. પણ આપણાં પૂર્વજ ઋષિ ઓ આ જટિલતા ને ઘણી સારી રીતે ઓળખાતા હતા, એટલે દરેક વેદ સાથે એક માર્ગદર્શિકા પણ રચી. આ ગ્રંથ ને પ્રાતિશાખ્ય કહેવાય છે. વિચાર કરીયે તો વેદ ની પહેલી કડી થી છેલ્લી કડી સુધી હજાર વર્ષ વિત્યા હોય તો શબ્દાર્થ, ભાષા, વ્યાકરણ નવા શસ્ત્રો નવા શબ્દો કેટલું બદલાયું હોય! એટલે આ પ્રાતિશાખ્ય જ વેદ ની એ જટિલતા ઓગાળી શકે. પણ આ માર્ગદર્શિકા કરતાં પણ મહાન વ્યવસ્થા હતી, તે વેદાંગ! વેદ ને સમજવા વેદાંગ ની નિષ્ણાત સ્તરે જાણ જરૂરી છે. આજની હયાતીમાં મળતા વેદાંગ ગ્રંથો માં પ્રાતિશાખ્ય ના ઘણા અંશ દેખાય છે.

વેદ ના અંગો છ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ, છંદ.

૧. શિક્ષા:સૌ પ્રથમ તો ઉચ્ચાર. શબ્દનો ધ્વનિ. પછી આવે શબ્દનો અર્થ, પણ આ અર્થ ઉચ્ચારણ ના લેહકા પ્રમાણે બદલાય. સંસ્કૃત ના શબ્દો ફક્ત એક બે સ્વરોના ના હોય, જોડણી થાય ત્યારે આખું વાક્ય કે  ફકરો દસ વીસ પચાસ સ્વરો વાળો શબ્દ બની જાય. એટલે સંધિ નું સંપૂર્ણ જ્ઞાન અને સંધિ થી જોડાયેલા શબ્દો નો શુદ્ધ ઉચ્ચાર.

૨. નિરુક્ત: સંસ્કૃત માં શબ્દો ધાતુ શબ્દમાં થી ઉત્પન્ન કરી શકાય, એટલે શબ્દ ક્યાં થી પેદા થયો , કયા કારણે અને કયા સંબંધમાં પેદા થયો એની જાણકારી આ વેદાંગ માં. આ ગ્રન્થ નો સાથી ગ્રંથ તે શબ્દો ની યાદી ગ્રંથ જે નિઘાન્તુ ના નામે જણાય છે.

૩. વ્યાકરણ: આ વિષય તો આપણે બધા જાણીએ છીએ. શબ્દો નું રૂપાખ્યાન, વાક્ય કડી પદ્ય ગદ્યની રચના અને બાંધણી ના નિયમો. ઋષિ પાણીની ની પહેલા બીજા વિદ્વાનો એ વ્યાકરણ ના ગ્રંથો લખ્યા છે, પણ આજે મોજૂદ છે તે પાણીની ના અષ્ટધ્યાયી નામનો ગ્રંથ ૮ ખંડો માં, ને એના પર ઋષિ પતંજલિ એ લખેલું ભાષ્ય. આજ સંસ્કૃત નું વ્યાકરણ આજે જાણી શકાય એમ છે.. એક જરા ચોખવટ કરું કે વેદ લખાતો ત્યારે લૌકિક ભાષા ઓ ઘણી હતી, અને સંસ્કૃત પણ બોલાતું, પણ લૌકિક વાસ્તવિકતા પ્રમાણે. એટલે વેદ નું સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત માં ફેર ખરો, અને આ બધા ગ્રંથો અને વૈદિક સાહિત્યો વૈદિક સંસ્કૃત માં રચાયેલા.

૪. છંદ: આખું સાહિત્ય જ મૌખિક હતું, એટલે આખું બંધારણ, અર્થ, શબ્દ ઉપયોગ બધું સાચવવાનું એટલે કંઠસ્થ કરવા ની બે ખાસ વ્યવસ્થા. એક તો કડી કે મંત્ર કે સૂત્ર ની રચના એવી રીતે કરવી કે એ ગાઈ શકાય. એ ક્રિયા ને  પાઠ ક્રમ કહે - ગાવાનું નહીં! અને બીજી  વ્યવસ્થા તે એજ પાઠક્રમ શીખવવાનો જેથી હજારો કડી પંક્તિ ના સૂત્રો મંત્રો વગેરે જરા પણ અપભ્રંશ વિના કંઠસ્થ થાય, અને વેદ નો પાઠ થાય. આ છંદ વિષય પર એક જુદું પાનું લખ્યું છે.

૫. જ્યોતિષ: કશું પણ લખવા બેસીએ તો સૌ પ્રથમ તારીખ લખાય! આજે તારીખ લખવા બેસીએ તો ભારતમાં જ અંગ્રેજી કેલેન્ડર, શક સંવત, વિક્રમ સંવત, કળયુગ કેલેન્ડર તો કહેવા જ પડે કે તારીખ લખી છે તે આ કેલેન્ડર પ્રમાણે છે. વિશ્વમાં લગભગ બધાજ ચક્રવર્તી સમાજો એ પોતાના કેલેન્ડર બનાવ્યા,અને ઇતિહાસ માં એ સમાજ ના લખાણ કે સાહિત્યમાં વપરાયા. પણ તારીખ - time stamp - એવી રીતે લખીએ કે કોઈ અડગ સ્થિતિ પછી ના વિતેલા સમય પ્રમાણે લખીએ તો કોઈ કેલેન્ડર જાણવાની જરૂર ના પડે, ફક્ત એ અડગ સ્થિતિ કઈ એજ જાણવાની આવશ્યકતા રહે. બસ આજ વૈદિક જ્યોતિષ. જ્યોતિષ શબ્દ નો અર્થ એટલે જ્યોતિ પ્રદાન કરે છે એ વસ્તુ નું શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિ વાળું અડગ વસ્તુ શું છે? ક્યાં મળે? આકાશમાં - અમુક તારા ચળકે અને હજારો વર્ષો થી પૃથ્વી ના સંબંધ માં અડગ છે, એના આધારે આપણું વૈદિકી અડગ કેલેન્ડર = જ્યોતિષ!

૬. કલ્પ: મેં જાણી જોઈને આ વેદાંગ છેલ્લો રાખ્યો. કલ્પ શું છે કે એમાં શું લખ્યું છે એ વાંચીને મને સમજાયું નહીં, કે વેદ ને જાણવા માટે આ કલ્પ શું ફાળો આપે છે. બીજી વાત કે કલ્પ પોતેજ મહાન ગ્રંથ જેવુ લાગ્યું, એટલે પણ મારી સમાજ બાહર ગયો કે બાકી ના ૫ તો સહાય કરે છે - વેદ સમજવામાં - અને એવા મોટા જંગાવર ગ્રંથ નથી, તો આ તો આપમેળે વેદ ના બ્રહ્મણા સ્તરનું સાહિત્ય લાગે છે. કલ્પ માં વેદ મંત્રો સૂત્રો ક્યાં વપરાય - યજ્ઞ ક્રિયા માં અને યજ્ઞ ક્રિયા ની વિધિ ઓ ની વિગત આપી છે. મંત્રો ના શબ્દો સમજવા એ મંત્રો ના સંબંધ જાણવા આવશ્યક હોય એ સમજાય છે, કારણકે શબ્દો નો સંબંધ અને વપરાશ જાણીએ તો શબ્દનો અર્થ તદ્દન સાફ સમજાય. પણ મે જે વાંચ્યું કલ્પ વિષે, એમાં કલ્પ વિધિ શાસ્ત્ર ના રૂપમાં જ જોયું, અને મારી બુદ્ધિ એનો વેદાંગ તરીકે ની ભૂમિકા સમજી શકી નહીં. કલ્પ નામ ધરાવતા ૫૦ થી વધુ ગ્રંથો ના નામ વાંચ્યા, અને કલ્પ નું  શાસ્ત્ર રૂપમાં સંબોધન પણ જોયું.

આ છ એ છ વેદાંગ વિષે એક એક પાનું લખીશ, અને દરેક વેદાંગ માં થી આજના અભ્યાસક્રમ માં શું  સમાવવું  એ વિષે લખીશ. આખરે માથે ભૂત સવાર છે તે અભ્યાસ ક્રમ નો જ!



I have been researching the subject of The Veda's - to be hence forth written as "Ved" – ever since I got onto this blogging horse, and have been encountering various kinds of "information sources". Many websites, some reflecting sound Vedic scholarship, others implying gospel status based on translations into modern European languages by the ideological descendants of ole Thomas Babington a.k.a. Lord Macaulay. There were the passionate know-little's, a few godmen of India settled in the west, and a few Anglo-Saxons with swamiji type names. Since I can read English along with Gujarati, Hindi, Marathi, those are the language writings I looked at. The interesting parts were the writings of Indian scholars of the past 200 years, writing in English (Indian English, if you know what I mean!) that sang to my parochial heart. Jokes apart, their writing flow was more modern and more logical derivative as well as empirical. The other trustworthy ( trust in the scholarly diligence, not in its truth value) source is Shodhganga, a free internet based  repository of PhD dissertations from various Indian Universities, in any and every subject funded by the government of India! I am not sure if the uploads are mandatory or not, but I found a richness of information - especially the bibliographies.

There is scholarly acceptance - across various millenniums - that Ved was progressively composed across perhaps a millennium. My interpretation of the "shruti" attribute of Ved is that there existed Rishi's of supernatural developments of their minds: all their 5 koshas achieving high levels of Siddhi's. They achieved "realisations" similar to the "enlightenment" of Gautam Buddha -  and thus this enlightenment has a Divine trigger - creating a "direct" transfer of knowledge that is best understood as being a divine transfer. Thus "shruti" is heard from Ishwar. This process continued over generations, because the tradition of rishi ashrams and their pupils, who had the single monumental task of deriving a greater understanding of nature visible as well as beyond optical vision, to be perceived by Siddha minds. This new or refined "knowledge would get added to the Ved at the subsequent transmission of the Ved by Oral Tradition practices, thus becoming a repository of all knowledge in all subjects examined by these Siddha minds. think of Ved as the Wikipedia of those ancient times. Then came a super rishi - who had the ability and intent - to bring a bit of order from this chaos of mantra, sutra,  vidhi, vignan, shastra, bhasya etc. into a logical structure. Vedic history has it that this rishi was Vyas Muni, to be subsequently known as Ved Vyas. He split the Ved into 4, and sorted out the contents of each Ved into Samhita, Brahmana, AraNyak, and Upnishad.

There are a number of supplementary creations that followed the composition of the Ved. Ved's contents were cryptic, codified, brief enigmatic. Knowledge as mankind has always known, can be dangerous in inept hands. Hence the composers of the Ved had ensured that the compositions were complex, and to be understood only by "ready" minds, who had served all the pre-requisite stages of learning. The supplementary creations are Praatishakya and the group described as Vedang. The context is the Oral Tradition of transmission of knowledge. Obviously, the phonetic aspect of the contents was the absolute key aspect of preserving the immutability of the contents. The Praatishakya is commonly linked to each Ved, including the variations subsequently created by different "schools" i.e. pupils of a rishi who in his own scholarship disagreed with the Vedic transmission being delivered by the guru, and decided to compose or reorganise his own version of that Ved. There exist or there are references to the existence of many variants of a primary Ved, and their corresponding Praatishakhya. The complete user guide to Ved is the collection of skills known as Vedang. Literally the anatomical limbs of the Ved. In fact they constitute the documentation and process flows needed to complete the full pre-requisite acquisition of skills, to understand and "receive" the Ved form the Guru. It is this collection that fascinates me, because I am convinced that the true presenter of learning skills and how to acquire them is this set, and that is what I am going to expand on a bit.

I have only read a minuscule of material describing the Ved ecology, and know nothing of the actual contents, except a few sentences describing the contents. We use a phrase from mathematics " however small not tending to zero" that is how much I have read about Ved and it's literary ecology. But, I am going to write a few lines just to give context to the Vedang part.

The literary ecology of Ved has 4 companion creations. The first three are considered "shruti" and may be thought of as co-created with the Ved.

  

1. The primary volume of Ved in the Samhita - simply the collection of the mantra and sutra.

2. Then come the  BrahmaNaa, which describe the various rituals where the mantra recitations are appropriate. It is fundamentally tied to the rituals of yagna etc. The concept of Yagna is unique and complex, and calling them sacrificial ceremonies is a display of vast ignorance. Brahmana tells which mantra for which ritual in which sequence.

3.  AraNyak goes in a different direction and discusses the spirituality encoded in the Ved. The name itself implies that it is the result of contemplation of the Ved in a quiet place like a forest=Aranya!

4. The fourth collection is the Upnishad, of which there are many associated with each Ved. A more detailed consideration of the philosophical spiritual and principles enunciated in the Ved, are covered. They are the end pieces of the Ved, and also known as Vedant. Not really considered a Shruti product.

Now coming to Vedang - we have 6 components.

1. Shikshaa: Commonly translated by western scholars as phonetics, is a lot more than that. The objectives are straight forward, and intimately connected to the Oral Tradition of transmission of Knowledge, and a key component of ensuring immutability of the Ved (and other products being transmitted through the Oral system). The obvious first step of recite-hear-repeat recite is to ensure that it is "said" correctly. Hence, pronunciation - clear enunciation of word sounds. This is supported by three additional inputs: the meaning of the word, the etymology of the word and the context of it's use. These aspects are in the other Vedang's, and so is the process of recitation. Shiksha ensures the immutability of the word and their intonations that signify meaning and context. Another significant necessity was the ability to enunciate long words of many syllables due to the process of Sandhi , which was common in Sanskrit.

2. Nirukta is etymology and is supported by a lexicon called Nighaantu. One must recognise a few aspects of the language of the Ved. First the time frame of the compositions. A millennium perhaps - a period when writing was not known. The language changed - partly as new words were coined, or older ones refined, and some times to distance the scriptural version from the colloquial one. Context of the word could also have changed. Hence the lexicon with etymological notes.

3. VyakaraN: Grammar and it's pivotal function in communication meaning and language usability is common knowledge now, and needs little elaboration. The preliminary process of documenting grammar used in different Ved's (possibly due to their creation at different times) was included as Praatishakhya attached to the Ved's. A number of efforts were apparently made by various grammarians referenced in other literature, but few if any have been found in their usable entirety, except Panini's 8 volume masterpiece and Patanjali's detailed commentary on the same - which have come down through the ages.

4. Chhand is the engine of the transmission in the Oral tradition system. All scriptures are recited, in multiple ways - Ved is recited in 11 different ways - to ensure error free : immutability attribute : transmission. In ritualistic situations, or in practice situations, the recitation - called paath - is still controlled by the chhand - prosody - prescribed for that section. It is present is all literary creation that can be sung. All of Indian classical music and lyrics and poetry observe the discipline of the Chhand shastra.

5. Jyotish: This is the science of an unchanging calendar. It is all about astronomy, and identification of certain visible heavenly bodies, whose position in reference to earth is either immutable or predictably calculable. The ultimate never changing time stamp that does not require the knowledge of a man designed calendar of multiple indeterminate variables. That this word has also been translated as astrology is unfortunate but inevitable, as one finds application of astronomy in man's daily life through this conjecture of effects of heavenly bodies in man on earth!

6. Kalp: It is a bit like jack's beanstalk. What started as a single purpose - to understand the context of applications of the Ved's mantras n rituals, so that one correspondingly understands the associated meaning of a word, - grew into a detailed record or prescription of the processes of rituals described in the Ved. It has been called Kalp shastra, and there are more than 50 such volumes associated with rituals in the different Ved's, and Yagna procedures prescribed b various rishi's for various yagna's. Too large now to be just a Vedang, it is now a user's manual for the ritual aspect of Ved.  

I will write a page on each of these 6 Vedang in the context of what I seek to learn from them in terms of a program of education i.e. Abhyaas, that I am convinced will yield a better preparation of young minds to learn.