ભણતરની ભાષા |
Mother tongue / English? |
અમારો ભાણો સે. અમદાવાદની છોરી પન્ની લાયો. પોલકું આયું. હજુતો ઘોડિયું છૂટ્યું નો'તું ત્યાં ગોમ થી આવેલા માસીબાએ પૂછ્યું, “કઈ સ્કુલમાં મુકસો? ઈંગ્લીસ મીડીયમ વાળી જ હારી પડે". મુંબઈ ની ખિસકોલી અસલી ગુજરાતી નો સ્વાદ ક્યાંથી જાણે. હસી નાખજો, મારી આ વેઠને! મુજવણ અનેક, અને ઉપાય સ્વચ્છ રૂપે એક પણ નહિ! સૌ પ્રથમ તો “સારી સ્કુલ કયી?” ખ્યાતી શેની છે? મોટા લોકોના છોકરાંઓ જાય છે તે, કે SSCનું રીઝલ્ટ ૯૫% આવ્યું, અને ૫ છોકરાં બોર્ડમાં પહેલાં ૫૦ માં આવ્યા તે? બહુ કડક શિસ્ત છે? છોકરાંઓ ને મારે છે? ફી કેટલી છે? આટલા બધા પૈસે લે છે તો સારીજ હશે ને! ફલાણીએ એના દીકરાને ક્યાં મુક્યો? પેલી સ્કુલામાંતો એડ્મીસન મળતુજ નથી! ઓળખાણ સોલીડ જોઈએ. સ્કુલમાં બીજી activity શું કરાવે છે? બીજી મુંજવણ એ કે બાળકને કઈ ભાષામાં ભણાવવા? મારા પોત્તાના અનુભવને આધારે મારા વિચાર ઘડાયા છે, કોઈ વિશ્વવિખ્યાત સંશોધનને આધારે નહીં. હું માનું છું કે બાળકના મગજ અને મનના વિકાસ અને શોષણ માટે બે આવડત સૌથી જરૂરી અને પ્રાથમિક છે. એક ગણવાની. કદ, આકાર, સંખ્યા, રાશી આ બધાની સમાજ અને અનુમાન ગણક શક્તિમાં થી આવે. બીજી આવડત તે પોતાના વિચાર, જરૂરતો, અભિરુચિ, અણગમો, વગેરે વ્યક્ત કરવાની. તદ્દન બાળાવસ્થા માં રડીને કે હસીને, હાથ લામ્બો કરીને કે મોઢું ફેરવીને કે જીભ કાઢી થૂંકી નાખીને જે સંદેશ વ્યક્ત થાય તેજ સંદેશ હવે ભાષા દ્વારા બહાર પડે. આ બન્ને આવડતો માતૃભાષામાં સૌથી સારી, સૌથી અસરકારક રીતે કેળવાય. આ વિચાર વ્યક્ત કરવાની આવડત પાક્કી રીતે કેળવાઈ જાય, પછી કોઈ પણ ભાષા અને કોઈ પણ માધ્યમમાં અનાયાસે વપરાઈ શકે. આંક ગોખવાનો અણગમો માં- એક અસામાન્ય સ્થિતિ આવી શકે કે મા- મારી માફક, પહેલી બે ત્રણ ચોપડી માતૃભાષામાં ભણાવો, અને ત્યાર બાદ તમારી જે પરિસ્થિતિ હોય તેને માન આપી ભણતરની ભાષા નક્કી કરો. આજના સ્કુલોના વાતાવરણમાં આવા નિર્ણયને ત્રાગો જ ગણાય, વાહિયાત કહેવાય. એટલે સરળતા માટે, બાળકને પ્લે- હું અડધું આમાં અને અડધું પેલામાં ભણ્યો. સૌથી પાસે સ્કુલ કઈ છે, તેમાં દાખલ! પછી ૪ થી ચોપડી પૂરી પણ નહોતી થયી અને પપ્પાની કલકત્તા બદલી થઇ. ગણીને ૨ ગુજરાતી સ્કુલ. બાકીની ચોથી ચોપડી પૂરી કરવાદે એમાં દાખલ! ખાસ્સી દુર હતી, બે ટ્રામ બદલી ને જવાનું. પાંચમી માટે પાસે ની સ્કુલ માં એડ્મીસન મળ્યું, અને અમારાજ બિલ્ડીંગ માંથી બીજી ચાર છોકરીઓ અને હું હાથ- આ વાત કહેવાનો મૂળ હેતુ એમ, કે અમે નાના હતાં ત્યારે કઈ સ્કુલ, એ મુંજવણ નજીવી હતી, અને જ્યાં સુધી છોકરાઓ તોફાની નહોતાં ગણતાં, ત્યાં સુધી પાસેની સ્કુલ, અને ગુજરાતી છોડીને બીજી ભાષા માં ભણતર એ વિચાર પણ જુજ હતો. દુકાળમાં અધિક માસ. ગુજરાતી, મરાઠી સ્કૂલો જુજ થવા લાગી અને નવી સ્કૂલો ખુલે છે તે બધ્ધી અંગ્રેજી મીડીયમ વાળી. આવી નવી સ્કૂલોનું ભણતર કેવું એ ના પૂછો તો સારું. અપશબ્દો બોલવાની મારી મા એ તદ્દન ના પાડી હતી. તો પણ આ સ્કુલોમાં દાખલ કરવા મા- પણ સામાજિક અને ભણતર ની સ્થિતિ ઘણી બદલાઈ ગયી છે. એક તો નોકરી કે ધંધો? ધંધાદારી કુટુંબોમાં દાદાની પેઢી, પછી પિતાની, અને પુત્ર મોટો થયો એને ક્યાં બેસાડવો? બીજી વાત કે પુત્રનું back- મેં લખ્યું છે તે તીવ્ર ટીકા નો અવતાર દીસે છે, પણ હું ટીકા કરવાવાળો કોણ? અમે અમારી દીકરીઓ માટે એજ કર્યું! આ સામાજિક સ્થિતિ નું ઘોર સત્ય છે. શુધ્ધ ભણતર, અભ્યાસ, જ્ઞાન, એ બધી વાતો નું શું? અને શું ગુજરાતી મરાઠી તમિલ સ્કુલોમાં ભણે તે ઠોઠ? અંગ્રેજી આવડતું નથી? આગળ વધતાં નથી? ભારતના આભુષણ વ્યક્તિઓ નું list જુઓ! અંગ્રેજી સ્કુલમાં ભણેલા કેટલા રત્નો છે? મુઠ્ઠીભર! હા, અમેરિકા, વિલાયત, સિંગાપુર જરૂર પહોંચ્યા છે, અને સધ્ધર થયા છે. મારી માફક! પણ શું ગુજરાતીમાં ભણેલા લોકો એટલાજ કે વધારે પરદેશમાં કુશળતા પામ્યા નથી? અઢળક પામ્યા છે! તો આ કાશી ની કરવત આમેય કાપે અને એમેય કાપે? સીધી વાત કર ને ભાઈ! સૌ પ્રથમ, ઘર, કુટુંબ, અને મા- મારા એક ઓળખીતા ભાઈ પ્રોફેસર હતાં – IIT માં. પોતે કન્નડી અને એમના પત્ની તમિલ. એ પણ શિક્ષક હતાં - મારો પોત્તાનો દાખલો કે અંકગણિત ગુજરાતીમાં શીખ્યો. હજુ પણ સરવાળા બાદબાકી ગુણાકાર આંક બોલીને ગુજરાતીમાંજ કરું છું. ગુજરાતી ભલે ૫ ચોપડી ભણ્યો પણ પપ્પાને કારણે ગુજરાતી ભાષામાં રસ ચાલુ રહ્યો, વધ્યો. એમની નજર ધૂંધળાઈ પછી સંગીતજ એમની દુનિયા થયી. એમને માટે હું શાસ્ત્રીય અને ગુજરાતી સુગમ સંગીત ભેગું કરું, અને એ એમના કેસેટ પ્લેયર પર મોટ્ટેથી વગાડે. મારો નરસિહ મેં'તા નો લગાવ ત્યાંથીજ પેદા થયો. અને ગુજરાતીમાં આ બ્લોગ લખવાની પ્રેરણા અને થોડી આવડત ત્યાંથીજ આવી. આખરમાં થોડા પ્રશ્નો લખું. વાંચજો અને પોતાને માટેજ ઉત્તર ઉવાચો! બાળક ના મગજ મન અને psychological વિસ્તાર અને શોષણ પાછળ તમે : મા- તમારી કૌટુંબિક વાસ્તવિકતા નોકરી તરફ જાય છે કે તમે બાળકને જ્યાં જવું હોય, અને જે પણ હુન્નર ઉદ્યોગ કરવો હોય, તેવી છૂટ આપી શકશો? નાની ઉમરે માતૃભાષા, અને secondary સ્કુલથી અંગ્રેજી માધ્યમ. કરાવી શકશો? તૈયારી છે? કે તમારી તાકાત અને આવડતમાં સંદેહ છે? બાળકને શું ખબર પડવાની કે શું ભણવું? અમેજ નક્કી કર્યું છે કે મોટો થઈને શું બનશે. તમારા અને તમારા કુટુંબના લક્ષણ બાળકમાં ઉતરશે. એમાં ખુશ છો કે કંઈ બદલવા ઈચ્છો છો? બાળક ને કંઈ development difficulty છે? (મારું બાળક perfect છે એવું બધ્ધા મા- ખબરદાર જો બાળકને મોઢે કે એના સાંભળવામાં એને ડોબો કહ્યો તો! ગુજરાતી કે અંગ્રેજી માં સ્કુલ એ તમારી લાયકાત ની વાત નહિ રહે! તમેજ ડોબા પુરવાર થયા!
|
My nephew and his wife got a baby boy, and even before the cradle had been packed away, a visitor asked a key question, “which school have you decided for your son? An English medium school would be best for him!”. The visitor was from the family’s village, and completely illiterate. But she knew all about English medium schools! This is a major conundrum in India. Questions abound, nary a clear answer. First issue is which school is a “good” school? The one attended by a large number of VIP children, or the one which posted a 95% success rate at the Board exam, or the one which had 5 kids listed amongst the top 50 in the Board results? Are they heavy on discipline? Do they cane students? how much are the fees? If they charge so much, the school must be good! Where is “her” child going? Admission in that school is impossible, you must know someone on the management committee rather well! What are the extra curricular activities the school offers? The second dilemma is in choosing which language to choose for the child’s schooling. My thoughts are based on my own personal experience, and I don’t have any research paper in my bibliography to back my beliefs. I believe that ability to communicate and ability to count (or estimate size, quantity, numbers etc.) are fundamental skills for the development of a child’s mind. These two skills are best acquired in the child’s own mother tongue. A child hears sounds even as a foetus. These sounds are mother tongue, both voice and words. The child will best pick up it’s ability to communicate (in imitating the mother’s sounds and meaning associations!). Expressing your thoughts, likes, dislikes and wants clearly and quickly is the skill! once that skill develops, actual mechanics of expression can be in any language! The child will also develop counting skills through the deep cultural practice of oral traditions – Shruti practices, also in mother tongue. Say your tables, and mental arithmetic in your mother tongue, and never ever need a calculator for your sums! A situation that is possible in modern times, is that the parents come from different mother tongue environments. So, decide on which one will be the child’s mother tongue. It does not exclude the other language, but it is identifying the medium of learning the most intrinsic skill a person needs. Remember, mother tongue is the language a child hears from the mother. It has been hearing these sounds even as a foetus! If both parents themselves are poor in their mother tongues, and communicate primarily in a common language like English or Hindi, then that language becomes the child’s mother tongue. I have a couple of solutions. One – like me – start the child in a mother tongue school till primary- My schooling was half and half. My mom’s criteria was simple. Nearest Gujarati primary school – walking distance!. About 3/4 of the school year into primary 4, my father was transferred to Calcutta, and we had to hunt up a Gujarati medium schools in Calcutta, which would let me finish class 4. We found one that needed two tram transfers to reach. For primary 5, I went to a school nearer home, along with 4 other girls from our building, who – along with me – were transported to school in a man- The idea in sharing this piece of personal history, was to illustrate that in my days, the “which school” query was a non starter. Nearest school, as long as the students were not notorious for being boisterous. Language other than Gujarati was hardly ever considered except in difficult circumstances as in my case! There is a trend that sets my teeth on edge, but it’s inevitability makes me cry! The number of schools teaching in the Indian mother tongue medium are declining both in numbers and quality of education. Funding and fees are becoming a challenge as the profile of each cohort changes, and thus demand also falls. More English medium schools are being set up, some with quality of facilities and education that makes me take to the bottle. But, even these schools boast waiting lists for admission. The mother tongue schools also suffer from manpower availability. Few want to be teachers, and fewer still in the vernacular languages. American vernacular is by far the more popular one! So, even if a family wanted to send their child to a good mother tongue school, they can not easily find a “good” one! There has been a fundamental societal change that has affected this topic. The issue is about planning for the future. If the family is traditionally a business family, the child may naturally follow suit, and educational needs are more basic, and mother tongue education may suffice. But – and there is increasingly always a “but” now – a few things may go awry. The boy may not like doing business, his wife and mother may not get along, precipitating a relocation. What would be his back- The next criteria on choice of schools is certainly the potential for contacts and networks – which have always remained the softly spoken but perennial under current of both jobs and business worlds. These criteria carry the young ones well into University and beyond. It has become a critical criteria for both business oriented families (they want their children to associate with those of “similar” background families), as well as the professionally ambitious parents. I kind sound critical of the realities of language in our modern society, but honestly, I am no one to be critical of the dominance of English in our economic and social life – after all, we – my wife and I – did exactly this for our daughters! Where lies the purity of education and knowledge? Are the vernacular educated people less competent? do they not progress in life and reach glorious heights in professional and personal worlds? Just look up the list of successful, prominent, well known, “great” individuals of the Indian society. How many of them were schooled in English? Not many! true, a large number of us – English medium kids – did successfully leave the country to seek our fortunes and life in other countries like Singapore, US and GB. But so did the Gujju medium guys and gals! So, it is a case of being “kiasu” – a Singaporean term of Hokien (a dialect of China) origin meaning – the fear of loosing out! So, what am I saying? The first criterion is the family’s social as well as economic status. Next is the intensity of knowledge and faith the parents may have in education and what devotion of time and resources would be realistic to assign to the child’s schooling and education. A crucial aspect is whether the parents have developed their own dreams of what they want their child to become, or whether the parents want to simply create a great environment for the child to develop where ever it’s own fancies take him/her! Ideally, give your child the best of both language choices. Go for the mother tongue and a school with a good reputation for quality of education and processes there of. Compensate the English immersion at home - I knew a professor at IIT. He was a Kannadiga, his wife was Tamil. Their son attended the Central School in the campus. This boy was fluent in 5 languages. His parents encouraged social conversations at home in both Kannada and Tamil, school took care of Hindi and English, and the playground took charge of Marathi! Kids are really great at picking up languages. they remember the sounds of the words, and associated meanings through usage and immersion in environments of languages. The fallacy is how to “educate” or “teach” the child so many languages and freak him/her out? NO! do not try to teach the language. Simply provide the environment of sounds of a language, and the opportunity to speak that language. The pictorial representation and mechanics of grammar are not necessary at the early stage. The child is not overwhelmed by the cacophony of languages around him or her, we adults infuse the fear factor by imposing our desirer that he/she must “learn” the language, and our concept of learning involves testing and judgement! So, we scare the child and actually inhibit his or her grasp of communicating in different languages. I speak 4 languages. My Primary schooling was in a Gujarati school, and then onwards in English. In later years, my father’s eyesight deteriorated with age, and he would spend hour after hour listening to Gujarati songs that I had collected for him from far and wide. His hearing was also dimming, and he would play these songs at reverberating volumes, and all of us have heard these songs – Gujarati language immersion – easily a few hundred times! Hindi came from the streets of Bombay, from school, and of course from the extensive travels we did in Northern India and the Himalayas. Marathi was again the playgrounds in deep Mumbai – Girgaon – and a few years in school as well. So, I can well say, I have been through this multiple language thingie! and I truly believe that since I learnt to communicate in mother tongue, I can do so effectively in the other languages as well, without even thinking about it, or translating from one to the other! Enough of proselytising! Here are a few questions you may answer for yourself! How much time are you prepared to spend on your child’s psychological and intellectual development? Not through tuitions and classes – you yourself, personally? Can you afford – family’s social and economic situation permitting – to let the child grow and take up any pursuit that he/she wishes to, or is the direction and vocation by and large determined by you or circumstance? Will you be ready and able to school the child in mother tongue in the early school years, compensating the grasp of English at home? Are you so inclined? will you have the energy and the opportunity for it? Are you of the approach that a child is too immature to know what to study and what vocation to select, and parents know best? Does your child have any development difficulty? Parents are normally in denial about any defect in their child, but this only delays remedial action if indeed one was required. Finally, don’t ever, EVER!, call the child stupid or dumb to his/her face, or in his/her hearing. That would declare you as the idiot! |