Home હક્ક પ્રાપ્તી Demands   સમ્ આચાર new news મન મગજ mind brain ભણેલો ગણેલો suitable boy તમે ક્યાનાં? you from? હું દેસી માણહ I native ભાષા mother tongue

માતૃભાષા

 mother tongue

માનવા માં નથી આવતું કે આ વાત લખવાની જ ભૂલી ગયો. બહાનું કાઢું છું કે Wordpress થી ગુજ્જુદેસી website પર પાનાં ફેરવવા માં  રહી ગયું. આ માથાળા ની હારમાળા માં ઘણું લખ્યું છે, એટલે અહીં શબ્દો ની કરકસર કરું .

આજ ના PC જમાના માં કોઈ તો લાલિયો નીકળશે અને કહેશે કે આ શબ્દ માં થી જાતિ કે લિંગ નો ભેદભાવ કાઢી નાખો! આ PC એટલે પોલિટિકલ કરેક્ટનેસ - જે ભેદભાવ કાઢવા ને નામે ભેદભાવ ને વધારે છે, ફક્ત જાહેર માં થી લુપ્ત કરાવવા નો આતંકવાદ વધારે છે, અને લુપ્ત ને બદલે ગુપ્ત કરાવે છે. આ બધી અમેરિકા માં નવરા બેઠા નખ્ખોદ વાળે એ લોકો નો ધંધો છે. માળાઓ કહે છે કે માતૃભાષા કેમ કહો છો? પિતૃ નું શું? કેમ માતૃ જ? ભલા માણસ, અમારી ભૂમિ માં  એક તો અમારે જિંદગી ભર  એક જ માતૃ હોય, અને અમારી ભૂમિ ને પણ અમે માતૃ માનીએ, એટલું મહત્વ નું છે આ માતૃ શબ્દ નું!

ગર્ભ માં  સૌથી પહેલી ઇંદ્રિ જાગૃત થાય તે સાંભળવાની ઈન્દ્રી. આ જ્ઞાનેન્દ્રિ થી સૌ પ્રથમ ધ્વની બાળક સાંભળે તે મા ના હ્રદય ના  ધબકારા! આ ભાષાનો ઉદય! તો એને માતૃભાષા સિવાય બીજું કઈ કહી શકાય?

ખાસ વાત એ કરવાની કે મનોમય કોષ ગર્ભ માં થી જ કેળવાવા માંડે, અર્થાત યાદદાસ્ત માં સૌ પ્રથમ યાદી બને તે પણ ગર્ભ માં સાંભળેલા ધ્વનિ ની જ. અભિમન્યુ અને ચક્રવ્યૂહ ની વાત તો આપણે સવારે જાણીએ છીએ, અને ભારત ના સંસ્કાર અને પરંપરામાં ગર્ભ માં તેજ થતી ઇંદ્રિ સમજવા માં કોઈ બાધા માનતા નથી.  એટલે મનોમય કોષ ની પહેલી ભાષા તે માતૃભાષા. એક વાત ની સ્પષ્ટતા કરવાની. જુદી જુદી ભાષા બોલતાં છોરી છોરા લગ્ન ગ્રંથિ માં જોડાય છે, અને ઘર માં કોઈ બંનેને અનુકૂળ ભાષા વપરાતી હોય એવું થાય તો માતૃભાષા કઈ? ત્રણ ઉત્તર આપું.

૧. મા એના ગર્ભ સાથે જે ભાષા માં વાત કરે તે.

૨. માતા પિતા માં થી જે પોતાની માતૃભાષા માં વધારે પારંગત હોય, તે ભાષા.

૩. જે ભાષા ઘરમાં સદાય ગુંજતિ હોય તે. બસ મારે મન એક જ બાધા છે, કે આ ભાષા જે દેશમાં - અને જે સંસ્કૃતિ માં રહેતા હો, એના થી વિદેશી હોય તો કોયડો ગૂંચવાયેલો રહેશે. વિલાયત માં રહેતા હો, માં કે બાપ ની માતૃભાષા ઘરમાં ના વપરાતી હોય, અને મિસર ની ભાષા બોલાતી હોય, તો પ્રોબ્લેમ તો થાય ને!

બસ આ જ વાત બીજા પાનાં ઓ માં વિગતે લખી છે, એટલે અહીં એક ભાર દઈ ને વિનંતી કરી સમાપ્ત કરું, કે બાળકને માતૃભાષા ગળથૂથીમાં આપો, તો જ માં બાપના સંસ્કાર બાળકમાં ઊતરશે!  


I can't believe that I  left this page blank. I blame it on the helter skelter attempt - by me - to transfer all pages from the old worpress site to my own gujjoodesi site. I have written on this topic in greater detail on pages following, so I wail be brief here - hopefully!

I am sure some PC nazi will want the word to become gender neutral, and say why "mother" tongue, and not  "parent" tongue. While claiming that PC removes discrimination, they introduce more issues between ordinary common use of languages, and what their idle minds have deemed necessary. "Mother" tongue is IT! the sensory organ that develops in the foetus is hearing. The first sound the foetus hears as it develops is the mother's heartbeat. In the culture that i have been born and live in, no one is more significant than mother - be it my land, or the one gave me life.

Manomay Kosh (described elsewhere in these pages) starts development in the foetus with committing the sound the foetus has heard to memory. While we of the Bharat cultural ethos are familiar with the Abhimanyu and Chakravyahu story, there is fairly universal acceptance of the fact that the foetus absorbs sounds and voice prints and intonations that it hears while still in the womb. Hence, the first cogent sound should be that of  the mother tongue.

A clarification about situations arising in the modern urban world. Boys and girls from different mother tongue groups get married, and start families, and the question arises "which mother tongue?". I have three answers.

1. Which ever language the mother uses to converse with her foetus.

2. Which ever language has a stronger base in either  parent.

3. Which ever is the language most frequently herd in the household. There is a bit of caveat here. If the family resides in a country and it's cultural environment, that is foreign to the language the parents use as "mother tongue", there is scope for some difficult situations subsequently. If the family lives in London, and the family uses neither parent's mother tongue, but speaks in say Tagalog to the foetus and child, there could be a conundrum in the child's mind later in life.

I will close with a deeply felt request to all parents, give your child an inheritance of a mother tongue.