Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

ઇતિહાસ = ઇતિ + હા + અસ

"so indeed it was"


બંને પાનાં પર મુંબઈ ની ગુજરાતી માં કહું તો "લોચા માર્યા!". બે મુદ્દા લઈ ને ઇતિહાસ વિષય પર લખવું છે, પણ બંને પાનાં પર અડધું આ અને બીજું પેલું, એમ લખ્યું - સંબંધ વિના! ચાલો હવે સુધારું.

ઇતિહાસ લખે કોણ?શું થયું કે શું થાય છે, એની નોંધ કોણ કરે? ગામ માજી હોય એને યાદ હોય કે લાખા ના દાદા ઘાસ કાપતા સાપ ના ડાંસ થી પહોંચી ગયેલા, અને મણિ ને ત્રણ કસુવાવડ પછી મેઘો જન્મેલો, અને વાઘજીભાઇ નું દેવું બાપુ એ માફ કરી હતું. માજી વિધવા, અને એકલા રહે, એટલે ગામ ની પંચાત કરવા નો સમય મળી રહે. આમ ગામ નો ઇતિહાસ નોંધ થાય, પણ માજી ગયા અને સાથે ગામ નો ઇતિહાસ પણ ગયો.! માજી ના ઇતિહાસ  માં  સત્ય નું બળ ઘણું. જેવુ જોયેલું, એવું જ યાદ હોય. માજી અભણ એટલે લખવાનો તો પ્રશ્ન જ  નો'તો. કોઈ એ કહ્યું નો'તું માજી ને કે આ બધુ યાદ  રાખજો! આ તો નવરા બેઠા માજી બીજું કરે શું? ગામ ની પંચાત! એટલે જ માજી એ યાદ રાખેલો ગામ નો ઇતિહાસ એકદમ પાકો!

પણ શહેરો અને રાજ્યો કે એક જાતિ ના જુથ ના ઇતિહાસ ની અપેક્ષા કરીએ ત્યારે માજી ને બદલે કોણ ઈતિહાસકાર મળે? કોણે સ્વગત જોયું હોય, માણ્યું હોય, સાંભળ્યુ હોય? ત્રણ વર્ગના વ્યક્તિ મળે. સૌથી મોટો જુથ તો વ્યવસાયી ઈતિહાસકાર હોય, જેને રાજા કે વહીવટદાર વ્યક્તિ ઓ એ નોકરી માં રાખી રાજા અને એના  રાજ્યના ગુણગાન રચવા, ગાવા, અને લખવા કહ્યું હોય તે. મોટે ભાગે આ વર્ગના લેખકો ને ઈતિહાસકાર કહેવા તો શબ્દો ની મજબૂરી ગણાય,પણ આ ગુણગાન માં સત્ય પણ ઘણું સમાયું હોય, અને આ સૌથી મોટો  અને કામગરો વર્ગ નિવડ્યો, એટલે ઇતિહાસ - આખા વિશ્વમાં - મોટે ભાગે આજ "રાજા નું સત્ય" કહેવા વાળા નો  ઇતિહાસ મળે. બીજો વર્ગ તે સાહિત્ય ના લેખકો નો. વાર્તા લખે કે સામાજિક ટીકા લખે કે લોકશૈલી માં ગીતો અને કવિતા લખે અને એમાં એ સમયમાં શું થતું હતું, અને શું રિવાજો હતા, શું પાક થતો હતો, શહેર કેટલા મોટા હતા, લશ્કર માં કોણ જોડાતું હતું, રાજા અસલ માં કેવો હતો, આ બધી વાતો ટુકડે ટુકડે સમજવા મળે. આ લોકસત્ય અને આ સામાજિક ઇતિહાસ. રાજા ના  ઇતિહાસ ની ચોકસી કરી શકાય એવો. અને ત્રીજો વર્ગ એ તદ્દન ત્રાહિત માણસ ભમતો રહે, જોતો રહે, અને પ્રવાસની વાતો લખતો રહે. આ વર્ગ પણ ઇતિહાસ માં સત્યકથા જ દર્શાવે. પણ પ્રવાસ ની વાર્તા છે, એટલે સામાજિક અને રાજકીય બંને વાતો ટૂંકમાં વધારે હોય, વિગત ઓછી પણ ઘટના ઘણી. આ ત્રણે વર્ગ ની કથા ને મેળવીએ ત્યારે મોટે ભાગે સાચો ઇતિહાસ હાથ લાગે.

પ્રાચીન કાળે, એક રાજા બીજા રાજ્ય પર હુમલો કરે, અને રાજા અને પ્રજા ને માત કરે, ત્રણ  માં થી એક      રાજકારણ અપનાવે (પૂરતી લૂટફાટ કર્યા પછી!). ઘણો સંહાર કરે ત્રાહિ પોકારાવે, રાજ્ય અને શહેરને નષ્ટ કરે, કે ભવિષ્ય માં  દેશ થી સામો હુમલો ના થાય. રાજા અને પ્રજા ને  સીધો પ્રસ્તાવ આપે, મારી અને મારા દેશ સામે આક્રમણ કરવાનું નહીં, અને વર્ષે દહાડે અમુક ધન મને પહોંચાડવાનું, બદલીમાં તમને બધાને જીવિત રહેવા દઇશ, તમારો સંસાર જેમ ચલાવવો હોય તેમ ચલાવો, અને બીજો કોઈ તમારા પર હુમલો કરે, તો બચાવવા આવીશ. અને ત્રીજી રાજ નીતિ કે મારો પ્રતિનિધિ અહીં નો રાજા, અને તમારું  રાજ્ય મારા રાજ્યમાં જોડી દીધું. મારા કાયદા અન મારું લશ્કર અહીં રહેશે, અને તમારે બધ્ધા એ મારુ કહેલું માનવા નું. તમારા રાજ્ય, એના  કાયદા અને એના અધિકારી બધા મારા તાબા માં. નહીં માને તેને સખત સજા.

બધુ નષ્ટ કરે, તો વિજેતા ના નોકરિયાત ઈતિહાસકારો જ આ ઘટના ની માહિતી લખે કે નોંધ કરે. હારી ગયેલા નો ઇતિહાસ સમાપ્ત. જેંઘીસ ખાને લગભગ બધે આજ રાજનીતિ અપનાવી - એક  અપવાદ રાખી ને. માટ થયેલા લશ્કરને પોતાના લશ્કરમાં જોડાવા ની તક આપી. - તક ના લે એનો વધ! બીજી રાજનીતિ - સામંતશાહી - સૌથી સામાન્ય રહી કે સાપ મરે પણ લાઠી ના તૂટે! આવા વિજય પછી બંને સમાજો હતા તેવા ને તેવા જીવે, એટલે ત્રણે જાત ના ઇતિહાસ અને સાહિત્ય પ્રગટ થાય, અને આવતી પેઢી ઓ ને મળે. ત્રીજી રાજનીતિ - પરરાષ્ટ્ર નું થાણું - કે વિજેતા નો વસાહત - ઇતિહાસ ને ખૂબ ત્રાસ આપે. સાહિત્યમાં વિજેતા  વિરુદ્ધ  લખાણ થાય તો કારાગાર કે મોત ની સજા થાય, પણ થોડું ઘણું બચી જાય ખરું.  યાત્રી એ લખેલું બચે, કારણ કે યાત્રી આ થાણા રાજ્ય ની બાહર જાય પછી એનું લખાણ પ્રસ્તુત થાય. પણ મૂળ ઇતિહાસ માં પણ બે ખાસ હેતુ નો રંગ લાગે, અને નોકરિયાત ઈતિહાસકારો વસાહતી રાજા અને એના સમાજ ની પ્રશંસા કરે અને માટ પ્રજા ના સમાજ અને સંસ્કાર ને પડતો દર્શાવે!

આશરે ઇ.સ. ૧૦૦૦ થી ભારત પર પશ્ચિમ દિશા થી હુમલા થતાં આવ્યા. પહેલા તો લૂટફાટ ના  છાપા મારી ભાગી જતાં તદ્દન જંગલી જુથ હતા, નિર્દયી એક દ્રષ્ટિ ના બહારવટિયા. ભારત ના કમ નસીબે એ જુથ ના   સફળ હુમલા ને જોઈ, અને ભારત ની ફળદ્રુપ ભૂમિ, વ્યાપાર સમૃદ્ધિ  અને અગ્રણી સંસ્કૃતિ ની વાતો સાંભળી ભારતમાં વસાહત કરવાની તક જોઈ રહેઠાણ ના હેતુ એ પશ્ચિમ ના - સ્થાયી રાજાઓ એ હુમલા કર્યા, અને વિજય મેળવતા ભારત માં વસાહત કરી, અને ત્રીજી રાજનીતિ અપનાવી - અર્થાત ભારતના અમુક અંશ ના રાજા થઈ બેઠા. અહીં થી શરૂ થયું ભારત ના ઇતિહાસ નો અપહરણ - આ વિજયી રાજા ના નોકરિયાત ઈતિહાસકારો ના હાથે. પણ એ ઈતિહાસકારો એ ભારત ની સંસ્કૃતિ ને હલકી પ્રદર્શિત કરવાની મહેનત ખાસ નહોતી કરી, કારણકે એ લોકો પોતાના ધર્મ ના ગર્વમાં ડૂબેલા હતા, અને પરસિયા ની સંસ્કૃતિ ને માન્ય રાખેલી, અને એજ પરંપરા ચાલુ રાખી - એના મહેલો અને રહેઠાણો માં.

પણ ભારત ના ઈતિહાસે ઘાતક વાર સહન કર્યો હોય તે આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષા પહેલાં ધીરે ધીરે વ્યાપાર ના બહાને ઘૂસેલા વિલાયતી જૂથો એ કરેલી યોજના ઓ ને કારણે. સિફત, લુચ્ચાઈ, કાવા દાવા, અસત્ય, અને અંદર અંદર લડાઈ ઝગડા કરાવવા ની તરકીબો થી સફળ થયા ભારત નો ઇતિહાસ મઠારવા ને - એમના કથન પ્રમાણે, ભારત પર રાજ કરવા માંડ્યુ પછી નો પહેલો દાવ! સૌ પ્રથમ ભારત ની સંસ્કૃતિ માનો છો એટલી પ્રાચીન નથી, એવું દર્શાવવા ના પેંતરાં સફળતા થી કર્યા. એમાં ભારત ની ભણતર ની પ્રથા   આધુનિક ઢબ માં બદલાવવા ના બહાના હેઠળ પોતાની પ્રથા  શીખવવા માંડી, અને વિષયો માં એમની ઇચ્છા પ્રમાણે ફેરફાર કર્યા - ખાસ બે વિષયમાં: ઇતિહાસ અને ભાષામાં,  અને ભારતીય વિદ્વાનો ને સસ્તામાં વહેંચી દીધા. સંપ ના હતો ભરતી વિદ્વાનો માં, અને નેતા તો હતા જ નહીં, દેશ એક છે એવી ભાવના પણ શોધે ન મળે (વિલાયતી રાજ શરૂ થયું ત્યારે), આર્થિક બળ ન હતું અને રાજકારણ નો   પ્રતિકાર હતો, કારણ કે નાના મોટા રાજા ઓ ને સામંતશાહી બનાવેલા. પરિણામે ઘણા નવા ભણેલા ગણેલા ભારતવાસી પણ અંગ્રેજો ના ઈતિહાસને માન્ય રાખવા માંડ્યા. ત્રણ ફેરફાર એ લોકો એ ખાસ કરાવ્યા. એક  કે તમારી (અર્થાત ભારતી ઓ ની) સાંસ્ક્રુતિક વૃદ્ધિ તમારી ભૂમિ ની નથી, પણ ૪૦૦૦ થી ૫૦૦૦ વર્ષો પહેલાં આવેલા દૂર પશ્ચિમની જાતિ ઓ ના જુથ - જેને "આર્યન" કહ્યા - ના પ્રતાપે છે. આ વાત ના પ્રમાણ ખાતે મૂળ તો એક જ પુરાવો પ્રસ્તુત કર્યો. કે તમારી દેવ ભાષા - સંસ્કૃત અને પ્રાકૃત એ પરદેશી ભાષા ની વંશજ છે, એટલે એ પરદેશી ઓ ભારત માં વસાહત કરી અને તમે - ખાસ ઉત્તર ભારતીયો - એમના વંશજ છો, કારણ કે તમારી ભાષા એમની ભાષાની વંશજ છે. તમારા ધર્મ ગ્રંથો એટલા પ્રાચીન નથી કારણ કે તમારી પાસે સંસ્કૃતિ જ ન હતી - આ "આર્યન" આવ્યા નહી ત્યાં સુધી. એક હાસ્યાસ્પદ તર્ક એવો પણ પ્રસરાવ્યો કે ભારત માં  ઘોડા મૂળ અસલી પ્રાણી નથી, અને આ "આર્યન" લોકો ઘોડા લઈ ને આવ્યા પછી જ રથ ની રચના થઈ, એટલે રામાયણ મહાભારત પછી લખાયા. લગભગ બધા જ શાસ્ત્રો ના ઉત્પત્તિનો સમય હજારો વર્ષ નૂતન કરી નાખ્યો છે, અને અંગ્રેજો એ પોતાની  વિશ્વ પ્રધાનતા ની ઓથ માં, વિશ્વના વિદ્વાનો ને એજ સમય માન્ય રાખવા પ્રભાવિત કર્યા. ભારત ના કમનસીબે ભારત ના નવા ભણતર વાળા (અને અમુક અંશે રાજનીતિમાં હિન્દુ શબ્દ ના  દ્વેષ ને આધીન થયેલા) વિદ્વાનો એ આ વાત ને માન્ય રાખી. ભારત ના ઘણા બીજા  વિદ્વાનો એ ઘોર  પ્રયાસ કર્યા અને  એકદમ પાકા પ્રમાણ અને પુરાવા પ્રસ્તુત કર્યા કે અમારું  સાહિત્ય આજ ભૂમિ નું છે, અમારી સંસ્કૃતિ પણ આજ ભૂમિ ની છે, અને "આર્યન" જેવી કોઈ હસ્તી હતી જ નહીં, અને અમારા શસ્ત્રો માં જે સમય સૂચના આપી છે તે હજારો વર્ષો પુરાણી છે. પણ વીસમી સદી ના ઉદય વખતે લખાણ પુસ્તક કે ચોપાનીયાં માં જ છપાતા, અને વિશ્વના વિદ્વાનો વાંચે એટલી   ભારતીય પ્રકાશકો ની પહોંચ નો'તી. આખરે પ્રભુ આ દેશી વિદ્વાનો પર પ્રસન્ન થયા,   અને ૨૧મી સદી ના આરંભમાં પૃથ્વીલોક ને ઇન્ટરનેટ પ્રદાન કરી. અને આ દાઝેલા ઇતિહાસ નો પડકાર વિશ્વમાં જેને વાંચવા ની ઇચ્છા હોય તેને મળી શકે એવી સુવિધા તૈયાર થઈ. સાથે સાથે ભારતીય લેખકો વિશ્વ ના વિદ્વાનો કઈ ઢબ માં લેખો અને ટીકા જોવા વાંચવા ની અપેક્ષા રાખે છે એ સમજી ને  એ જ ઢબ અપનાવી છે, અને તર્ક વિતર્ક પ્રમાણ અને ટીકા સહિત આ દાઝેલા ઇતિહાસ નો પડકાર કરે છે.

આ લેખકો ત્રણ વર્ગ માં પડે. સૌથી  પ્રભાવશાળી વર્ગ તે ભારત ના અને થોડા વિશ્વમાં પ્રખ્યાત વિશ્વવિદ્યાલયો માં પ્રાધ્યાપક છે  કે એ સંસ્થા ઓ માં થી નિવૃત્ત થયા  છે  એ લેખકો. એમના વદન નું સન્માન ઘણું છે, અને વિશ્વના બીજા વિદ્વાનો એમના કથન ને ધ્યાન આપે છે. બીજો વર્ગ છે તે આ જ વિશ્વવિદ્યાલયો માં   ઇતિહાસ ના વિષયમાં સંશોધન કરી નવો પ્રસ્તાવ કે નવી ટીકા પ્રસ્તુત કરી PhD ની પદવી પામવા મથતાં હોય તે વિદ્યાર્થી ઓ. અને ત્રીજો વર્ગ તે ઈતર વ્યવસાયી લોકો જેને આ બગાડેલા ઇતિહાસ ની દાઝ હોય, સ્વેચ્છા થી સાહિત્ય અને ગ્રંથો માં સંશોધન કર્યું હોય , અને સંસ્કૃતિ પ્રેમ માં ડૂબેલા હોય તે લેખકો. આ ત્રીજા વર્ગ ના લેખકો માં ઢબ કરતાં આવેશ વધારે જોવા મળે, અને એ લખાણ માં સત્ય નું પ્રમાણ શોધવા ની જરૂર વધારે પડે, કારણકે કિંવદંતી માં થી સાપડેલી વાતો ઘણી હોય.

ત્રણ ઐતિહાસિક વિષય નો ફક્ત ઉલ્લેખ કરી હું પણ ત્રીજા વર્ગમાં જોડાઈ જાઊં. તમને સંશોધન કરવા વિનંતી કરી ને!

●  ભારત ની ભાષામાં "આર્ય" કે "આર્યા" એ ફક્ત કોઈ વ્યક્તિ ને માન થી ઉલ્લેખ કરવા વપરાય છે. તો આ શબ્દનો દૂર ઉપયોગ કરી કોઈ જાતિને આ નામ બક્ષ્યુ, અને એ  ભારત માં વસવાટ કરવા આવી એવો ઇતિહાસ લખ્યો?જરા ધ્યાન આપીએ તો ભારત આવવા પરસિયા  અને મધ્ય એસિયા ની વેરાન ભૂમિ પાર કરી, ગાંધાર ના વિકટ પહાડો? એ પ્રજા ને ખબર હતી કે ગાંધાર ની પેલે પાર આવી ફળદ્રુપ ભૂમિ છે? કે પછી રખડતાં જ હતા? અને સિંધુ નદી ની સંસ્કૃતિ - જેના અવશેષ લોથલ અને મોહન-જે-ડેરો માં મળ્યા છે અને ઘણી  વિકસેલી તથા પ્રગતિશીલ સંસ્કૃતિ કહેવાય છે - આ અવશેષો ના પ્રમાણ પર થી - એ સંસ્કૃતિ અને સમાજ રખડુ જૂથો એ સ્થાપ્યો?कहेता दीवाना तो सुनता भी दीवाना?

● ભારતીય સાહિત્ય અને શાસ્ત્રો માં બે ખૂબી અવનવી પણ  પદ્ધતિસર અને વ્યવસ્થિત મળે છે. એક કે શસ્ત્રો નો ઉદ્ભવ પહેલા કંઠસ્થ સ્વરૂપે થયો, અને સંસ્કૃત ભાષા ની લિપિ સ્થાપિત થઈ પછી લખાવા માંડ્યા. આ કંઠસ્થ કરવાની એકદમ પાકી - કે કોઈ ભૂલ કે પરિવર્તન નો મોકો રહે જ નહીં - અને વ્યવસ્થિત યોજના હતી. એના પ્રતાપે જ આપના શસ્ત્રો હજારો વર્ષ થી એવા ને એવા જ સ્વરૂપમાં આગલી પેઢી ને પ્રાપ્ત થયા, અને એજ પાઠ પદ્ધતિ માં  થી લખાણ નું રૂપ ધારણ કર્યું. બીજી ખાસિયત કે દરેક રચના માં ક્યારે રચાઇ તેની નોંધ હોય જ. પણ ખાસિયત એ, કે આ સમય ની નોંધ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ, નક્ષત્ર ઋતુ ના શબ્દો માં કરેલી હોય, અને એવી બ્રહ્માંડ ની ઘટના બીજી વાર જલ્દી પાછી થાય જ નહીં. અર્થાત એસ્ટ્રૉનૉમી નો   ટાઈમ સ્ટેમ્પ દરેક રચના ના ઉદ્ભવ ની નોંધ માં હોય. આના કરતાં પાકી માહિતી થઈ શકે જ નહીં, પણ અંગ્રેજો ના માર્ગદર્શન હેઠળ વિશ્વના અને અંગ્રેજો ની હવા ના શ્વાસ લીધેલા ભારત ના નૂતન વિદ્વાનો એ આ ટાઇમ સ્ટેમ્પ ની સાવ અવગણના કરી, અને ભારત ના શાસ્ત્રો અને આધ્યાત્મિક સાહિત્ય  ની ઉમર હજારો વર્ષો થી ટૂંકી કરી નાખી. હાલત એ છે કે નવા વિદ્યાર્થી ઓ આ વિષયમાં ઝંપલાવે ત્યારે વિશ્વવિદ્યાલયો પણ આ નવા વિદ્વાનો ને આગળ રાખે અને આગ્રહ રાખે કે "જાણીતા" વિદ્વાનો ના લખાણ નો ઉલ્લેખ કરો, અજાણ્યા વિદ્વાનો નો નહીં. આપણે જ આપણા પગે કુલ્હાડી મારતાં હોઇએ તો બીજા શું કરવા આપણે ને જાગૃત કરે?

ચાલો, બહુ થયું, હવે વધારે વિચારવા નું તમારું  કામ!  



I goofed  up on both pages that I wanted to write with two different perspectives on history. part of one, and the other with no flow  or link. Now, I shall fix that!

Who records  history? who notices what’s going on, or what’s already happened? and then goes ahead and either remembers and spreads those observations in the telling of them, or scribbles  them down. The old widowed village mom would remember when Lakha's grandfather died of a snake bite while cutting grass, and that Manee had 3 miscarriages before Megho was born, and that Vaghjibhai's loans were condoned by the Bapoo. the village mom has time on hand, and an inclination to gossip, and thus the village history is recorded in her mind, but is lost when she passes on. But there was great truth in the old lady's record of history, she saw, she remembered!

But when one changes the scale  of the society and considers  a city or state or a  tribe, who then does the village mom job?  Who records the history? who would have seen, heard witnessed or experienced events and incidents? Three kinds of individuals  would do this job. First, the king or clan headman or tribal chief will hire or nominate some one - most probably a person unsuited to bear arms - to record  the chief's achievements in battles and loot and his bravery in arms. It would  be a travesty of words to calls these bards historians, but there are large chunks of truth about people  and events, so it has to be considered a significant contribution to history. Truth would be partisan perspective, issues not to the liking of the king would be omitted, and while the quantity of contents would be large, little about the society, arts, values, life style would be included. The second group would be litterateurs. they certainly would be observers, and they would write (or compose) more about the people around them, than about the king and his army, their slaughter loot and debauchery. Events would be brief in coverage unless they triggered the writer's emotions, facts would be more truthful (unless the writer    ad been thrown in jail - in which case, the story will be bitter and the truth of the vanquished!), and historical value would be surrounded by fancy of literature. The third group would be the smallest, the occasional traveller or itinerant. the truth content would be the best, but would need the application of two filters: his own cultural conceptions of values, and whether he wrote from is own observations or from hearsay, since his physical in multiple locations and events would be a challenge. The travellers were few and far between, but their credibility would be the highest.

After the attacks, the marauding and looting, would  come  the strategy for sustaining the conquered land and peoples. The early Genghis Khan school was the easiest to adopt: scorched earth, so that the vanquished can not strike back. I think GK changed his strategy after too many burnt off resources of manpower and monies. He would offer surrender or else. The surrender would trigger the next strategy of vassal status. He said, "I will leave you alone to do your own thing, and protect you when needed, but you pay me a certain amount in coin or food  and such resources, do not rebel against me, and contribute manpower to my army whenever I demand." This strategy worked well when the king had no particular desire to spread the physical presence of  his society and peoples. The third strategy was to colonise the lands won in battle. The leadership of the vanquished was subjugated by the victor, and various cultural and legal restrictions were imposed on the vanquished society. But the key feature was that peoples of the victor nation moved to the new lands and made their homes there. More often than not, the cultures intermingled, and traditions too adopted  aspects from the vanquished peoples. There was always an under current of superiority of the victor's people and inferiority of the vanquished. in a manner of speaking,  the victor left his spoor behind!

Each of these strategies yielded different stories. The scorched earth victors hardly left anything behind, and the only history was from the vanquished whining about the cruelty of the victor. The itinerant traveller was the most reliable   source of events resulting from this strategy. The vassal strategy has given us (in posterity) the best history. All three brands of history were created. the victor did indeed thump his chest through the employed historians. The vanquished was also able to record his version of the events, perhaps a bit guardedly. But the litterateurs were unhindered, and wrote what they saw, particularly about a society in vassal state. And since war and battles were not frequent, visitors were also able to visit these states, and record their travel diaries. The colonisers recognised that the colonising status was not sustainable except through a significant investment in manpower and finance. In the more ancient times, most colonisation was also a migration, because the victor was keen to move from their current lands  which could not support their society’s sustenance. Hence, they were not keen to go back to any thing. Slowly the history of these victors started getting transformed to a  more joint history with the colonised peoples. There was a beginning of victor perspective, but a few generation later that distinction was ground down to a "in the past" layer.      

Bharat has gone through all 3 experiences in the past 1000 years, at the hands of invaders and colonisers. First were the barbarians to Bharat's west, just gangs of armed marauders. Attack, loot, other mayhem and go away, till  the locals rebuild. they were replaced by more organised bands spun off from Genghis Khan's successors, carrying two key attributes. Cultural and language from Persia, and religious fervour carried forward from GK's hordes. They came, they saw far more resources, a thriving agriculture, plenty of treasure, and so they stayed, and ruled huge parts of Bharat with all the cruel tendencies of the few ruling over many. finally, they got replaced by the colonisers starting around 400 year ago. Bharat was not really a single nation, nor did the populace have an identity as a single people - for various "cause and effect" reasons. These new colonisers were master manipulators, and had come to stay, since their lands were running out of resources, and Bharat had boundless quantities of those - at that time! Not having a set of cogent leaders was probably the greatest weakness, and it was exploited to the full. When it was time to make their presence sustainable, they faced their biggest barrier. The culture, arts, beliefs, value systems, scriptures, faith, spirituality, scientific and engineering knowledge existing among the "natives" was far ahead of that of the colonisers - with one exception. the natives did not have the outputs of the industrial revolution. The colonisers strategised that destroying - or demeaning or cheapening the cultural and spiritual beliefs of the natives will  allow an introduction of the victor's thought systems. And thus a warping of Bharat's history started with this specific objective of weakening the belief structures of the natives. The started with changing the education system in Bharat (which was more unitary than national) and rewriting first the age of the mass of scriptures, literature and journals of science architecture laws logic philosophy, to make them a wee bit later than the various European compendiums, with a possibility that that the products of Bharat's savants could have been derived from exposure to these pre-existing thoughts of   far away lands - not you own! thus weakening the faith of the populace in these beliefs. the newly educated scholars and historians who had been fed these thoughts through the systematic education systems had bought into these histories, and that process has had a long lasting effect that even unto this day, 74 years after throwing the colonisers out of Bharat, these modified histories are still part of the education systems in Bharat, with identical results.

There is hope for a re-correction of these vested histories. An increasing number of writers and scholars - who have come through the "modified" education systems, have applied  their intellect, time, resources and efforts to delve into what the truth was! Bharat has always had a strong egalitarian tradition of intellectual pursuits, unaffected by what the king wanted (in part because most of the writers were brahmins considered  a superior cast than the Kshatriya kings, and hence could not be bullied, attacked or dictated to) and thus the truth content was very high (subject only to the author's intellectual poverty) and credibility has always been high. the latter had peer evaluation, because that too was a literary tradition. Challenge from fellow intellectuals was de rigueur, and commentary and contrary opinions were welcome, thus increasing the credibility of the original record. The new scholars have joined these efforts with three key additions. One they are schooled in modern international techniques and formats of presenting academic thought and discussion. Second, they have also been trained in multiple research techniques and tools with corresponding access to vast quantum  of  material from the past and present. And third, they are multi-lingual, an can thus reach an international  audience over the internet! These new intellectuals fall into three categories. The academicians are the leaders out of various universities in Bharat as well as all over the world, where Indians have made deep inroads in the intellectuals domains. these academicians have a horde of doctoral candidates who pick narrow topics for deep drilling, and pursue the subject with modern academic rigor. And finally, there are the motivated individuals (some - like me - more passion than knowledge) who will write blogs or create their own websites to express their perspectives on history and every other topic about ancient Bharat. let me  close with just three examples of  distorted histories.

●  The literary composing (and later writing) practice  was  to start with a time stamp of when and where the author started his work. This time stamp was in terms of   the planetary and zodiac observations made that morning a little before sunrise. This system was actually the calendar system in common use in Bharat, and is in use to this  day in various truncated or expanded fashion. The advantage has always been that this system is as close to an absolute system of time keeping that one can get. Hence when one accesses these volumes now, it is feasible to identify the times or period when that composition was done, and all associated attributes of the society are also known through knowledge of other material composed in that period. But the manipulated history propagated currently, discounts the age of many of Bharat's anchor scriptures by thousands of years, to imply that by the time this scripture was composed, other civilisations had also developed their own intellectual material, and could have become an influence on the authors of our scriptures as well. Ved's are dated to around 2000 - 1500 BC, where as the astronomical juxtapositions described in the Ved's themselves indicate planetary events more than 7000 years ago, never to be repeated in the foreseeable future.

●  One of the most controversial ideas  pushed by these colonising scholars (the hero of this effort  was a person considered a Sanskrit scholar, who never stepped into Bharat, saw manuscripts of various scriptures stolen by the commercial entity fronting the political one, and taken "home"; learnt Sanskrit from various European scholars, was employed by the said commercial entity to help convert the natives of Bharat to Christianity) was the claim that Bharat's Vedic civilisation was established by a people  of Mesopotamian origin who migrated into Bharat and settled in the Indo-Gangetic regions. The "Aryan" migration theory. One evidence quoted in support of this theory was that Bharat did not have horses - and hence, no chariots, (no Dashrath, no Kaikeyi, and no Krishna) before the arrival of the "Aryans" on horseback! Believe what you will!

●  The third aspect I want to mention is the habit of scholars, researchers and academicians in Bharat's tertiary education domain, almost always buy into the time stamps described above, because they will reference  books, papers, monograms written by western authors who reference each other, and both groups hardly ever reference native authors who have written scholarly pieces - using more universally accepted formats of intellectual debate and presentation - in modern European languages or native languages of Bharat. Et Tu Desi!

Enough for the day, I guess.