Home નવી ઘોડી new man in કન્યા પ્રધાન Females First લોપ ઐક્ય assimilate વી-જ્ઞાન ધોધ info tyrany મે'તા ઉવાચ narsinh mehta ગંડુ રાજા nero-2 પેલા ના વાંકે he did this નવા નિશાળિયા new boys નવી પેઢી gen next હૂઁ બચારો  me-victim   કોણ કરે? / whose job? ખાસિયતો / specials ભૂત કાળ / past ghosts ગર્વની માયા Glory illusion

નવી ઘોડી, નવો દાન

New Man IN, is “IT”

નાનપણનો આ મંત્ર જાણે ગળથુથીમાં મળ્યો હોય એમ ઘડીએ ને પડીએ મગજ માં ઘૂમ્યા કરે - ઘણી વાર અજાણમાં અને કોક વાર જાણમાં. લંગડી કે થપ્પો રમતાં હોઈએ અને કોઈ હાત લાગતું ના હોય ત્યારે કેવી કાગ ડોળે “નવી ઘોડી" શોધતાં હોઈએ?

મોટા થયાં, પણ એ “નવી ઘોડી" ની રાહ જોવાનું, એ આશા બંધાવાની ટેવ છૂટતી નથી, અને ઉમરની સાથે આ “નવી ઘોડી" સાથે બંધાતી અપેક્ષા પણ વધતીજ જાય છે. કેવી માનવ જીવન ની પૂછડી વાંકી તે વાંકી! જેમ જેમ આશા વધારે ને વધારે નિરાશામાં બદલાતી જાય, તેમ તેમ મનુષ્ય માત્ર આ આશા-થી-નિરાશા નો પાઠ શીખવાને બદલે વધારે ને વધારે આશાઓ બાંધતો જાય. અને પાછો બોલતો જાય, “હેપી ન્યુ યર!”. જાણેકે આવેલી “નવી ઘોડી" પોતાને બદલે “દાન" આપવાની હોય!

નરસિંહના શબ્દો “હું કરું હું કરું, એજ અજ્ઞાનતા" બદલીને આપણે પોતે બોલવા માંડીએ “શું કરું શું કરું, એજ મોકાણ"! જોયું? અજ્ઞાનતા પોતાની હોય, એટલે એ શબ્દને પણ બદલીને મોકાણ કહીએ, કારણકે મોકાણ તો બાહરથી આવેને! બીજું કોઈ આવું કારસ્તાન કરે! મેં તો કંઈ કર્યુંજ નથી! ક્યારે જાગશું? આ કળયુગમાં તો નહીંજ! અને આપણે માનવીઓ બિચારા કુતરાને કોસીએ કે તારી પૂછડી વાંકીજ રહે છે!

આદત સે મજબૂર - થોડી આશાઓ હું પણ બાંધુ.

૧. અઠવાડિયામાં ૨૫ કી.મી. ચાલવું, અને ૨ કલ્લાક તરવું.

૨. દર અઠવાડિયે ૧ બ્લોગ લખવો.

૩. રક્ત રસાયણિક ચિકિત્સા માં લાલ સહી નું લખાણ ન જોવું.

૪. સિંગાપુરમાં લુણી ની ભાજી મળવા માંડે.

કેવો સ્વાર્થી છું! મારે માટેજ લીસ્ટ કરવા માંડ્યું! માનવજાતિનો વિચાર કરવાનો કે નહિ? આશા બાંધવાના પૈસા નથી પડતાં! અને ૨૦૧૭ સુધીમાં કંઈ વળ્યું નહિ, તો મારે ક્યાં નાહવા નીચોવવાના છે! તો ચાલો માનવ જાતી નો ઉધ્ધાર થાય એવી આશાઓ વ્યક્ત કરું.

ધીરે ધીરે આગળ વધવાનું, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. શાસ્ત્રો માં લખેલ વાતો નું પાલન ઘણું ઓછું કરું છું, પણ આજે “નવો દાન" છે, એટલે ઋષિ મુની ની recommendations ને માનીયે.

સૌ પ્રથમ: કુટુંબમાં વડીલો થોડાકજ રહ્યા છે. તેઓ પણ પ્રસ્થાન કરે તો મારા જેવા અચાનક “વડીલ" બને! મને વડીલ બનતા આવડતું નથી, એટલે સાચ્ચા વડીલો ને (અને પ્રભુ પરમેશ્વરને) વિનંતી કે ધીરીરે બાપલીયા! પ્રસ્થાન ની ઉતાવળ ના કરતાં.

પછી આવે મિત્ર મંડળ. આવો પાછા મળીયે, થોડા દિવસો સાથે ગાળીયે, cholesterol, ઘુટણ અને મોતિયા ની કહાણી રચીયે, અને પાછું પેટ દુખે એટલું હસીએ. આજ કાલ ની પેઢી તો LOL – Laugh Out Loud - ફક્ત મોટેથી હસીને રાજી થાય છે, પણ આપણને તો પેટ દુખે એટલું હસવુજ પરવડે!

હવે જરા માનવ મેદની નો વિસ્તાર વધારું, અને ગુજરાતી સમાજ ના સમ દુખિયા માટે આશા પ્રકટ કરું. કે નવરાત્રીમાં “બલમ પિચકારી" સાથે ગરબા ના “beats” નું મિશ્રણ વાગવાનું બંધ થાય, અને સાચ્ચા ગુજરાતી ગરબા અને તહેવાર ની સ્તુતિ ગવાય. ગવાય એટલે ગાયક વૃંદ શરુ કરે, અને આખો ઉત્સવમાં જોડાયેલો સમૂહ એ બોલ ઉપાડે, ઝીલે અને કંઠને માન આપે. હું કોઈ દિવસ ગયો નથી, પણ માનું છું કે પંજાબમાં બસંતી મનાવાતી હોય ત્યારે “બલમ પિચકારી" સંભળાતું નથી! બલ્લે બલ્લે જ હોય! આ વિચાર ને practical કરવા એક તુક્કો આપું. પહેલ્લાં તો ગરબા ના શબ્દો પ્રકાશિત કરવા - ગુજરાતી બારાખડીમાં અને roman letters માં. (જરા સરવાળો કરવા માંડો, કે કેટલાં ગુજરાતીઓને ગુજરાતી બારાખડી વાચતા આવડતી નથી!). ત્યાર બાદ, ગરબા અને રાસ શીખવતા વિડીઓ YouTube પર વેરો. એમાં બધ્ધાએ સાથે ગાવાનું અનિવાર્ય રાખવાનું. અને આ તુક્કાના શિખરે દર મહીને એક સંધ્યા જુવાન પેઢી માટે વડીલોની હાજરીમાં રાસ-ગરબા નો પ્રોગ્રામ રચવો - ખાસ તો પ્રદેશમાં. વડીલો, યાદ રાખો, કે ગુજરાતી છોરા છોરી બીજે પરણે છે કારણકે ગુજરાતી સમાજમાં એક બીજા સાથે socialise કરવાની તક મળતી નથી. વડીલો ફક્ત modern વિચારના હોય તેનેજ આવવું, કાર્યકર્તા તરીકે. જુવાનીયાઓ ને control કરવા નહિ.

બધ્ધા ભારતવાસી કે ભારતનું ગોત્ર ધરાવતા હોય, તેને માટે કઈક પ્રસ્તાવ મુકું. બે વાત મને ઘણી ખટકે. (અનુમાન કર્યુંજ હશે કે આ ખટકે નું લીસ્ટ લાંબુ છે!). એક તો પ્રવાસી તરીખે પરદેશ જાય તો એવું ઉદ્ધત વર્તન કરે કે ભારત અને ભારતીય લોકો નું નામ ડુબાડે. મોટે થી બોલવું, ધક્કા મારી queue તોડી આગળ ઘૂસવું, ખાવા બેસે ત્યાં કાગવાસ છોડવો, વગેરે. જેમ દેશમાં વર્તે, તેમ પરદેશમાં પણ. બીજી વાત કે પરદેશમાં રહેવા માંડે કે અમૂક શિસ્તનું પાલન અચૂક કરે. પોતાના કામ (અર્થાત duty કે ધર્મ!) ને ગર્વ અને ચેષ્ઠા થી પાર પાડે, અને ભારતીઓની બાહોશી ના ગાન ગવડાવે. તો, આ આદત આપણા ઘરે દેશે ભારતમાં પ્રસરી ના શકે? ગોરીયાના દેશમાંજ આવું સુઘડ વર્તન કરી શકાય? પોતાને ઘરે, પોતાના સમાજ માટે નહિ? આખો વખત અમારો ઈતિહાસ અને અમારી સંસ્કૃતિ મહાન એવો ગર્વ કરવામાં તો પહેલ્લા! અને એજ વિનય, એજ સંસ્કાર, એજ ધર્મ-કર્તવ્ય, એજ શૌચ-સફાઈ, માં આવા પછાત? આશા કરું છું કે દેસી માણહ, આ વાતમાં વધારે ધ્યાન આપે, આચરણ બદલે. પોત્તાની મેળે!

થાકી ગયો! બાકી ની મનુષ્ય જાતી ને જે કરવું હોય તે કરે, ફક્ત એક વાત નું ધ્યાન રાખીને. ગાયનું પૂછડું આમળશો તો પોદડો મેલશે તે છાંટા તમારા પર જરૃર પડશે, અને વિફરશે તો પાછી વળી શિગડું તમનેજ મારશે. અને ગાયને ગધેડું સમજશો તો પાછલા પગની લાત પણ તમારે માટેજ!

ચાલો, આશાનો ઘડો તો ભર્યો. કેટલો છલકાય, અને કેટલું પીવાય તે હરિને સોંપીએ. અજ્ઞાનતા દુર રાખીને!


Kids practice fairplay better than adults, and the more resource short they are, the higher the standards of fairplay! Here’s an example.

Traditional games all over the world are rather similar. In most games, one kid gets designated - through a thoroughly democratic process of elimination - as "IT". The "IT" kid starts play by chasing and tagging, or "finding" or what have you, other kids in the game. Normally, the first of such tagged or found kid, becomes "IT" for the next round of the game. Kids join the play all the while, and automatically, the new kid “in”, becomes “IT”. A not-so-successful “IT” kid eagerly searches for a new kid to arrive, and, who automatically becomes the new "IT".

The search for the next “IT” has only intensified with adulthood. Our expectations for the next "IT" keep on increasing. There is a proverb about the futility of trying to straighten a dog’s tail. But we humans are even more obdurate in our chase of hope, and the next "IT". Each hope converted to a disappointment, results only in more hopes being built. So, we say “Happy New Year”, build a whole raft of hopes (or wishes masquerading as resolutions), and continue looking for new "IT"s to take on the onus of life, which is actually one's own to do!

Narsinh Mehta’s philosophy - of which I have mentioned in other blogs - of “I do, I do, is real ignorance” has been effectively distorted by us humans, to “what to do, what to do, is the problem”. We flip the words from ignorance - which is one's own – to problem, which are created by others! Shifting the issue from ourselves to elves and pixies. And we happily single out dog’s tails for never straightening out!

So, in faithful human fashion, I too shall build a few hopes and search for "IT" in the new year!

1. I shall walk 25 Km a week, and swim for 2 hours each week.

2. Will write 1 blog each week.

3. Will clear all red ink from blood chemistry reports.

4. Want to buy “LuNi” greens in Singapore.

OMG, how selfish can I get? I made wishes only for myself! What about the rest of humanity? After all, it does not cost a thaler, to build hopes and wishes, and no skin off my nose if nothing happens! SO, let me go for it.

Our ancients have recommended that we proceed slowly and carefully in all matters! So, onwards, Manu's descendant!

First off the block: Only a few elders are left in the family. Which means I am going closer and closer to becoming an "elder" myself. I don't know how to be an elder, so I wish that this process of departure of elders slows down. Don't be in a hurry to go!

Next, my friends and pals. Come, let us all gather for a few days, regress to carefree times, swap cholesterol numbers, and laparoscopy stories, but laugh till we double up! The new generation is happy with LOL - laugh out loud - but we want laughter that has us rolling on the floor!

Now to the first of humanity's groups - my fellow Gujju's. Hope that the playing of "balam pichkari" remixes (on dandia beats) is no longer played at Navratri celebrations, and is replaced by true blue Gujarati garba's and stuti, with a singer who leads, and the whole crowd picks it up, resounding all the way to the heavens! (how else will Durga or Amba or Jagadambe Ma, hear the stuti?). I have never attended a Basanti celebration in Punjab, but I am fairly certain that "Balam Pichakari" remixes are NOT heard at those events. It will always be balle, balle!

I want to share an idea on how to make this hope practical. First, publish the lyrics of garbas, in Gujarati alphabets as well the Roman ones. (Start a survey of how many Gujju's can not read the Gujarati alphabet, and you will see the merit of my wife's suggestion). Next, create a few training videos for the garba and dandia steps, and put them on YouTube. Finally, organise monthly garba / dandia evenings - especially in Diaspora locations. As it is, the elders grumble that Gujarati young ones are not proliferating the clan, so create opportunities for the young ones to socialise within the clan. Supervise them via enlightened adults (i.e. those adults who were young just a short while ago!), just to make sure no one gets hurt.

Now I move on to hopes for the larger group of all who bear the Indian gene. I am grossly upset when I see two behaviour patterns. First is that of desi travellers - tourists or on work. Their public behaviour with loud voices, pushing and queue abuse, littering in food courts and public places. Complete lack of public courtesy. Second is the transformation that changes a desi once he/she emigrates and becomes part of the Diaspora. They are super well behaved in public and at work, excel in their own jobs, building a reputation for quality, innovation capability and expertise. Can I not wish that desi's in desh would emulate the same pride in their own deliverables? why do the desh residing desi's live in the glory of our past civilisation, while completely abandoning the achievements of the past in duty, quality, dedication, cleanliness, public duty and inter personal courtesy? May we all change ourselves at least a bit!

This is tiring, so my final hope for the rest of humanity is this. Please remember that if you twist a bull's tail, two things will happen for sure. You will be splattered with his droppings, and when he gets angry and turns around, you will be the first to get gored! And if you think the bull is a mule, you will get kicked from his rear!

I have filled the pot of hope, let us see how much is spilled, and how much we can drink!