Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

શબ્દો ની “અતી"

Peril of words

સ્કુલ માં સંસ્કૃત શીખતો હતો ત્યારે એક શ્લોક મારા મનોમય કોષ માં ઘર કરી ગયો. છેલ્લી લીટી માં મંત્ર સમાન માર્મિક વચન હતું: “अती सर्वत्र वर्जयेत्”. સર્વે (વાતો કે કર્મો કે વિચારો) માં અતી નિષિદ્ધ છે.

 

પણ મનુષ્ય માત્ર, અને માનવ સમાજ આ મંત્ર નું લગભગ હમેશાં ઉલંઘન જ કરે છે. અને આ ઉલંઘન માં ભાષા અને તેના શબ્દો સર્વશ્રેષ્ઠ ભાગ ભજવે છે. સુંદરતા વિતરિત કરવા માં અને ભરપેટ ગાળો ભાંડવા માં. આજ ના સમાજમાં એક નવો શબ્દનો ઉપયોગ સર્જાયો છે. નવો તો કદાચ ન કહેવાય – પુનઃનિર્માણ વધારે સચોટ વિવરણ કહેવાય, અને તે છે શબ્દો ની પાછળ વિચારો ની ગંદકી સંતાડવાનો. વાક્યો અને ભાષા નો આવો દુરોપયોગ તો માનવને વાચા સ્ફૂરી ને તરત જ આદર્યો હતો,(સરસ્વતી માતા એ કેટલી વાર માથા કૂટ્યા હશે, કે આ માનવ પ્રાણી ને વાચા આપી ને પાપ તો નથી કર્યું? બ્રહ્માજી ને પૂછ્યું તો બ્રહ્માજી એ મૌન ધારણ કર્યું! ). પણ આજના વિશાળ માનવ સમાજ માં આ નવો કીમિયો ઉપડ્યો છે. શરુ થયું ત્યારે ઉદ્દેશ તો સારો હતો, કે ગાળ સમાન શબ્દો નો ઉપયોગ બંધ કરવો અને સુ-શબ્દો વાપરવા. પણ મનુષ્ય માત્ર માતા સરસ્વતી ને પણ કોણી એ ગોળ ચોપડે એવો છે. આ સુ-શબ્દો ના વપરાશ પાછળ વિશ ભર્યા વિચારો અને મનસુબા સંતાડી ને.

નરસિંહ મેં'તા એ “ભ..” શબ્દ વર્જિત કર્યો અને “હરિજન” - અર્થાત્ હરી ના જન - એવો સુ-શબ્દ પ્રચલિત કર્યો, પણ આજે ૫૦૦ થી પણ વધારે વર્ષો પછી, અંગત ચર્ચામાં “ભ..” શબ્દ વપરાય, જાહેરમાં “હરિજન" બોલાય કે લખાય, પણ એ જાતિ સામે જે માઠો ભાવ રહી ગયો, તે તો હજુ રહ્યો જ ને! ચકાસવું હોય તો બ્રાહ્મણ કે વાણીયા કુટુંબ માં અહીર ની દીકરી પરણાવવા ની વાત છેડી જુવો! માર મારી ને ઘર ની બહાર ન ફેંકી દે તો માનું! આ તો ભારતવર્ષના સમાજ ની વાત થયી, પણ જેમ જાત જાત ના યંત્રો ની શોધ અમેરિકામાં થાય છે, તેમ આવા સુ-શબ્દો - વિચાર પર પડદા - ની શોધ પણ જોર-શોર માં થઇ રહી છે. જાહેર ભાષા સુધારે છે, કોઈ ભૂલ કરે તો લોકો બિચારા નો ડુચ્ચો કાઢી નાખે છે, પણ આચરણ બદલાયું? વિચારશરણી બદલાઈ? થોડી ઘણી બદલાઈ, પણ સમાજના અમુક ભાગમાં તો વધારે તીવ્ર થઇ - સુ-શબ્દો પાછળ સંતાવાનું મળે છે, એટલે!

તો આ સુ-શબ્દો નો દુરોપયોગ બંધ કે ઓછો કેવી રીતે કરવો? સુ-શબ્દો તો જરૂરી છે, સમાજને વધુ સંસ્કૃત કરે છે, સમાજ ના અમુક અંશને અપમાન થી બચાવે છે, અને કાળ વિતતા, નવી પેઢીઓ કદાચ એ પેલા અપશબ્દો અને એની સાથે સંકળાયેલા અણગમા પણ વીસરશે. પણ આ સુ-શબ્દો ની પાછળ સંતાઈને ઘોર વિચારો અને મનસુબા સેવાય છે તેનું શું? ઝેર ઉતારવા ના બે ઉપાય હોય. સાપનું ઝેર હોય તો ઘા પર કાપો મૂકી, લોહી પ્રવાહિત કરો, અને સાથે ઝેર પણ વહી જાય. ખાધેલું ઝેર હોય તો ઉલટી કરાવી ઝેર કાઢો. આ તો ઉગ્ર ઉપાયો થયા. પણ, ખુબ પસીનો થાય કે એવા detox ના કીમિયા અજમાવીએ તો મૃદુ  ઉપાય થાય, અને કોઈ ઝેર ઉતારેલુ એનો ચાઠો ના રહે.

સામાજિક સંદર્ભ માં, લોકો ના વિચારો નું ઝેર ઉતારવું એજ એક ધ્યેય રાખવાનું, સુ-શબ્દો નો ઉપયોગ એ સારી વાત રહે, પણ એ સામાજિક ધ્યેય ના બને. કોઈ ભૂલ થી કે જાણી જોઈ ને - દ્વેષ માં - ગાળ બોલે, કે અપશબ્દનો ઉપયોગ કરે, તો એને વારવા નો જરૂર, પણ માથે ટકલું કરી, ડાંબર ચોપડી, ગધેડા પર ઉન્ધો બેસાડી ગામ માં ફેરવવાની જરૂર નથી - એ વેર વાળવાની, સજા કરવાની રીત થઇ. સમાજમાં કોઈ ને સજા કરવાની સત્તા છે? એતો રાજ કારણ ની વાત થઇ - સમાજ સુધારા ની નહિ! અમેરિકા એ આ સુ-શબ્દો ની પ્રથા ચાલુ કરીને - અને એની “અતી" કરી ને, આજના સમાજને ઘોર ની:સેવા કરી છે. પણ એમાં નવાઈ શું? અમેરિકા વાળા “અતી" નહીં કરે તો કોણ કરશે? અને આપણા દેશી સમાજના ઘેટાં તરતજ એનું અનુકરણ કરવા તત્પર રહેશે!

ગુજરાતીમાં એક કહેવત છે “કાણા ને કાણો નવ કહીએ કડવા લાગે વેણ, હળવે રહીને પૂછીએ શાને ખોયા નેણ". અમેરિકામાં નીગ્રો, નીગર, બ્લેક આ બધા અપ-શબ્દો તજી ને “આફ્રીકન-અમેરીકન" કહેવું, એ જુમ્બેશ ઉપડ્યો છે. પણ નીગ્રો શબ્દ તો વિજ્ઞાન ની દુનિયાનો શબ્દ છે, જેમ ગોરી પ્રજા માટે કોકેસ્યિન કહેવાય. અને જો નીગર શબ્દ આપણો ભ.. જેવો છે, કારણકે ગુલામી ની યાદ અપાવે છે, તો શું આફ્રીકન શબ્દ વાપરી ને એ પ્રજાનું મૂળ વતન, અને ત્યાંથી અમેરિકા કેવી રીતે આવ્યા એ ગુલામી ની યાદ નથી અપાવતું? અને એ વર્ણની પ્રજા પોતાને માટે બ્લેક શબ્દ નથી વાપરતી? તો આ અપ-શબ્દ અને સુ-શબ્દ નો વરઘોડો શાને કાજે? કઈ વળ્યું? ગોરા લોકો (કોકેસ્યિન અમેરીકન) આ શ્યામ પ્રજાને  જોય ત્યાંથી ભડકવાના લગભગ રોજીંદા હેવાલો નથી આવતાં? અને અમેરિકા ના હવાલદારો મહિનામાં એકાદ ને તો ભડાકે દઈ દે છે ને - શસ્ત્રહીન હોવા છતાં? કાળિયા ને જે કહેવું હોય તે કહો, અને પોતાના મન નું ઝેર બહાર કાઢો, તો સમાજને વધારે ફાયદો છે. કોણ સંસ્કૃત વ્યક્તિ છે, અને કોણ રાક્ષસી વૃત્તિ ધરાવે છે તે પણ જાણ થાય, અને એવાને પલટાવવા ના પ્રયત્ન થઇ શકે. આ આફ્રિકન-અમેરિકન શબ્દ ની પાછળ સંતાય તો નહિ!

માનવતા એમાજ છે, જ્યારે જે મનમાં હોય તે વાચામાં પ્રવર્તે, અને શબ્દો ઢાલ વપરાય નહિ. આ ઢાલ પોતે એક ઝેર બની ગયી છે. અને એમાં પણ અમેરિકા નો પૂર્ણ ફાળો છે. બાકી દેશો અને સમજો નો વાંક એ, કે ઘેટાં ની માફક, એ લોકોએ પણ આવા ઢાલ શબ્દો અપનાવી લીધા છે. દાખલા દ્રષ્ટીએ collateral damage: થોડા વર્ષો પહેલાં, આ “કોલેટરલ” શબ્દ ફક્ત નાણા શાસ્ત્ર માં સાંભળવા મળતો. અર્થ હતો - અને હજુ પણ છે – જામીનગીરી! પૈસા ઉછીના માંગવા જાઓ કે શાહુકાર જામીનગીરી માંગે. મારું ઘર mortgage પર છે, અને ઘર પોતે કોલેટરલ છે! હવે અમેરિકાના સૈનિક શાસ્ત્રી ઓ એ, લડાઈ માં દુશ્મન ના સૈનિકો ની સાથે સાથે કે સૈનિક ને બદલે (વિએટનામ માં) આમ વ્યક્તિ – ગામવાસી - નો સંહાર થાય તેને જામીન ગણે! અને એ સંહાર અને  વિનાશ ને જામીન-વિનાશ ગણે – collateral damage! જીવ લેવાનું કેટલું સહેલું થઇ ગયું? મારી નાખો, અને પછી કોઈ સરસ રૂપવાન ઢાલ શબ્દ વાપરો તો ઘોડા છુટ્ટા! આવા તો અસંખ્ય ઢાલ શબ્દો - વાક્યો રચ્યા, જેથી સાચું સ્વરૂપ - વિનાશ અને ફક્ત વિનાશ - સંતાડી શકાય. આ ષડયંત્રમાં અમેરિકા એકલું નથી! બધા રાજ્યો એ આ શબ્દ-ઢાલ અપનાવી છે. સિંહ શિકાર કરે અને શિયાળ અને ગીધ જમણવાર કરે!

આવો બીજો ઘાતકી શબ્દ છે “કિલ” / “kill”. આ ઝેરી સાપ ના શુળિયા દાંત ખેચી કાઢ્યાં, એટલે ઝેર થી બચ્યા નથી - ઉલટાનું ઝેર ને સમાજમાં વ્યાપક કર્યું. પણ એ વાત બીજી કોઈ વાર.

ચાલો બહુ થયું!


Sanskrit was one of my electives in school. We were given non-text book verses to translate. The last line of one such, has stuck in my head ever since. “अती सर्वत्र वर्जयेत्”. Extremes are to be banned in all matters.

 

But the human species – and the society it constituted have compulsively violated this injunction. Language and words are probably the most fertile domains of non-compliance. In describing beauty and wonder as well as in condemning and cursing. But modern social groups have invented a new use for words – to hide the garbage of thoughts and intent behind words. Although, I doubt this is a new usage, and is probably just a current rebirth of an ancient practice. The abuse of language and words started the day man found voice, causing Goddess Sarasvati to wonder if she had made a mistake in granting voice and language to mankind. She took the query to Lord Brahma, who preferred to remain silent! The rebirth of hiding true thoughts behind kind words has covered all societies on earth. The original intent of the public push for using kind words was positive and altruistic – to prevent hurt and insult to fellow humans. But some segments of mankind preferred to pay lip service to Goddess Sarasvati, and hid their thoughts and intent behind political correctness of words.

Narsinh Mehta – the doyen of Gujarati poets – popularised the use of the word “harijan” – Hari’s (Vishnu) people – in place of the colloquial and contemptuous “bha…”. 500 years on, the word “bha…” is still in common usage in private conversations, although the public usage of “harijan” is de riguer, but the feelings of condescension towards that caste still exist in many sections of the Indian populace. Want to check it out? Go ask a Brahmin or Vaishya family if they are happy to have their son marry a bride from “that” caste. let me know when you have dusted off your clothes after being physically thrown out of the house. The good part certainly is that such households are reducing in numbers fairly rapidly, but not because of the change of words describing this other group – but because of a litany of other factors. This is a story from the Indian society, but the American society has mastered the art of political correctness in both the variations: the one that increases inclusiveness, and the one that pretends to do so, while hiding the true intent. On one hand, the inclusiveness is increasing – again for reasons other than the use of softer descriptions, but on the other hand, some segments of the society are generating greater intensity of discrimination, while hiding behind politically correct words.

How to address this dichotomy? Softer words (not just political correctness) are needed, and they are affecting – positively – the younger entrants to adulthood in our societies. Over time, the older words of contempt and condescension towards some segments of society will atrophy, taking the associated feelings with them. But what of the thoughts and intent of contempt, exclusion, superiority that now stand hidden behind these kinder words – known as politically correct words? There are two ways of removing poison from ones body – an excision at the site of the snake bite, and letting the flowing blood take the poison with it, or in case of an ingested poison, using a stomach pump and repeated bouts of vomiting. But these are aggressive solutions. The other way is to sweat out the poisons, to detox the body. These are the non-invasive solutions, leaving no scars behind.

In a societal context, the job is to eliminate those thoughts and not focus on stopping usage of certain “incorrect” words! The secret – I believe – lies in NOT taking political correctness to extremes like immediately and publicly naming and shaming any transgression of an ever changing list of “banned” words and phrases. Whether the transgression was out of anger, or frustration, or mal-intent, reprimand or talking to is the non-invasive option. There is absolutely no need to tar and feather that person. No rides through town, sitting on a donkey facing the rear! That really is an act of revenge, and punishment, neither of which are a society’s prerogative. That would be an administrative matter, not of social change. American society has done the civilisation a dis-service by taking political correctness to an extreme, but they do everything in extremis! Unfortunately, our Indian society has many sheep ready to follow.

There is a Gujarati proverb: “call not a blindman blind, but query gently, how did your sight go”. The words negro, nigger, blacks, are all undesirable, to be replaced by African-Americans. Negro or negroid is an anthropological term – the way the white men are Caucasians (should they not be called “Caucasian Americans”?). If the word “nig…” like our word “bha…” because of it’s association with slavery, then is the use of the word African not a taunt about their origins, and their kidnap for the purpose of slavery? Do the people of colour not use the term “blacks” to refer to themselves? Then why the procession for “undesirable” words? has it changed anything at all? Do we not hear of extreme responses by white people to presence of blacks almost daily? News of unarmed blacks being shot frequently? Call the blacks what you will, but destroy this allergy from white minds. The use of aggressive and insulting words also identifies people who need either counselling, or a brainwash. Who is a civilised person, and who can be a work in progress. Do not let anyone hide behind “nice” words. The use of kinder words must be natural and honest!

The use of words as a shield for unsavoury thoughts and actions is a social poison, and unfortunately, the American establishment has a significant contribution to creating new word shields. No better example than the phrase “collateral damage”. The term “collateral” was a confirmed member of the financial world. If one wanted to borrow money, one had to provide collateral – some thing substantial of value similar to the money being borrowed – which could be in lieu of repayment of the loan. This usage still holds. BUT the US military invented a “shield” usage for it. When they destroyed people and property other than of enemy soldiers, they termed it “collateral damage”. Such an innocent, everyday usage word: collateral! But coupled with “damage” – a word that removes a sense of scale – signifies death and destruction of innocents. Call an event of death and destruction, collateral damage, and one is home free – no responsibility, no consequences. Again, while the US may have kicked off this shield, practically every nation on earth has adopted it with glee to make the event a common place event. Like the jackals and vultures who feast on a lion’s kill!

Another such word that has been defanged with severe social consequences is “kill”. But I will vent on that topic another time!

Enough for today.