પાછા ને પાછા |
Again & Again |
મામા નું ઘરે કેટલે? દીવો બળે એટલે! સાથે સાથે એમ પણ કહેવાનું, કે ભૂત નું ઘર પીપળે! જે કહેવું હોય તે કહો, અમે બે – આખરે તો આપણે બે – વાળા અમે બે, ચાલ્યા અમારા બબૂ પાસે – પહેલી વર્ષગાંઠ મનાવવા. પણ થોડી લુચ્ચાઈ કરી એક નાનો પ્રવાસ પણ ઘુસાડી લીધો – આ ટ્રીપ માં! તિથિ એ દશેરા, અને તારીખે દસ દિવસ પછી, એટલે અમે અમારા મિત્ર ને મળવા ન્યૂઝીલેન્ડ પહોંચ્યા. સિડની કરતાં ઠંડી વધારે, અને મારી પોણાંગની ને ઠંડી વધારે લાગવાનો વારસો છે. હું પાછો જરા જડ ખરો ને! અને હિમાલય ફરી ફરી ને ઠંડી થી ટેવાઇ પણ ગયો છું. ગપેટી લપેટી ને ઑક્લેન્ડ ઉતાર્યા. ૭ દિવસ સાથે ફર્યાં હસ્યાં, આનંદ કર્યો. લખવા કરતાં બતાવું એ વધારે યોગ્ય થશે, એટલે બાકી નો બ્લોગ ફોટાની રંગોળી. ફોટાની રંગોળી જોવા નીચે ક્લિક કરો! |
Destination is a candle in a window, And our candle is in Sydney where our grandson lights up our world! So, off we two of - Well bundled up for our late night landing in Auckland and into our friend’s warm – temperature and affection – house. We spent 7 fun days together, chilling, travelling, wining and dining. NZ is too beautiful to write about, so the rest of our story is best told through a “rangoli” of photos. Click below to see the photo gallery |