ઓલી રાણી ના રાજમાં ફરવા ગ્યા'તા |
To London to see the Queen! |
લગન ને બહાને ફરવા નીકળ્યા! મારા એક ઘનિષ્ઠ મિત્રની દીકરીના વિલાયત ખાતે લગન લેવાયા. અમને ખુબ આગ્રહ થયો કે તમે આવો, તો અમે હા પાડી. તૈયારી તો સહેલી હતી - ચાંગી એરપોર્ટ પર શુકન વાંકા નડ્યા, પણ ગણેશ નું ધ્યાન ધર્યું, અને વિઘ્ન દૂર થયાં. ટિકિટ હતી તે એરલાઈન્સ નું વિમાન ખોટકાઈ ગયું, અને ક્યારે સમું થશે તેની કોઈ આગાહી નો'તી. ગણેશે એરલાઈન્સ વાળાને સદબુધી બક્ષી અને અમને SIA માં ગોઠવ્યા. સિધ્ધી flight હતી, એટલે વહેલાં પહોંચ્યા! airbnb ની જગ્યા રાખેલી, પણ આટલી વહેલી મળે એમ નો'તી, અને અમે એ મકાન ની સામેના mall માં ઠોયા ની માફક, બેગ- લંડનમાં સગાં સંબંધી ઘણા! લ્યો, ગુજરાતી છો અને લંડનમાં કોઈ ના હોય એવું કોઈ દિ બને? એટલે માસી અને મિત્રો ને મળ્યા, મીત્રપુત્રીના લગ્ન માણ્યા, અને લંડન ફર્યાં. લંડન ની Tube સીસ્ટમ ખુબ વિસ્તારાયેલી, અને ગૂંચળાયેલી. પણ જ્યાં જવું હોય ત્યાં પહોંચાય ખરું! પણ દાદરની ઉતારચઢે થકવી દીધા. British Museum માં ભારત થી ચોરેલી પ્રાચીન અને મૂલ્યવાન વસ્તુઓ જોવાની આકાંક્ષા હતી, પણ મળ્યું હરિ બટ્ટો! મિસર નું theme ચાલુ હતું. આનંદ થયો Lords અને Wimbeldon માં. પણ સૌથી વધારે ગમ્યું તે Greenwich Observatory. સુંદર વાતાવરણ, વસંત ની મૃદુ ઠંડી, ચોખ્ખું આકાશ અને સૂર્યદેવનો પૂર્ણ સાથ. ત્યાં પહોંચવા થોડી આડકતરી રીત લીધેલી. ઘરે થી'ટ્યુબ" પકડી, થેમ્સ નદીને કિનારે ગયા, અને છેક ગ્રીનીચ સુધી હોડીમાં ગયા, થેમ્સ ના બંને કિનારા ના દર્શન કરતાં! દુનિયાનો આધુનિક સમય ક્યાં થી ગણાય, અને શું એનો ઇતિહાસ છે તે જોવાની અને જાણવા ની મજા આવી. સુંદરતા તો Kew Gardens માં પણ ખુબ માણવા મળી. વસંત ને માં આપતા ઘાસ માં ઝીણાં આસમાની રંગના ફૂલો ખીલ્યા હતા – જાણે આવકાર નો ગાલીચો! ડેલે હાથ દીધો કેન્ટેબરી (થોમસ બેકેટ ની યાદમાં) અને કેમ્બ્રિજ ને પણ. લંડનથી નીકળ્યા અને Baath પહોંચ્યા. ઘણું સાંભળેલું, કે વિલાયતી સંસ્કાર નું કેન્દ્ર છે, સુંદર નાનું પ્રાચીન શહેર છે, અને લાંબો ઇતિહાસ છે. હજાર થી પણ વધુ વર્ષો અગાઉ ઈંગ્લેન્ડ માં Roman રાજ હતું, તે વખતના ન્હાવાની વાવ! રોમ ના સમાજમાં આવી સમુહમાં ન્હાવાની વ્યવસ્થા નો મોટો રીવાજ હતો. આપણે ત્યાં ગામના ચૌકે લોકો ભેગા થાય તેમ, રોમ ના લોકો સમૂહ સ્નાન કરતાં ભેગા થતાં. એમાં રહસ્ય એવું કે ફક્ત ધનવાન અને સત્તાવાન લોકો જ આવા હોજ માં પ્રવેશ કરી શકતા! ન્હાવાનું બહાનું, અને બક બક નું કામ! Bath શહેરમાં એક જન્ગાવર હોજ છે. ફક્ત હોજ નહિ, પણ બીજી બધી વ્યવસ્થા પણ. આજકાલ ની ફેશન પ્રમાણે "spa" હોય તેમ. અહીનો આ રોમન બાથ સારો એવો અકબંધ રહ્યો છે, અને શહેર નું નામ આ વ્યવસ્થા ના લક્ષણ પરથી જ પડ્યું. જોવાની મજા તો પડી પણ લોકો નું કીડિયારું ઉભારાયલું. બે ત્રણ સ્કૂલની મંડળીઓ આવેલી, અને ઉપરથી અમારા જેવા સહેલાણી ઓ. શહેર ની ગલીઓ પણ જાણે રોમના રાજ ની યાદ અપાવે તેવી. એક Pub (અર્થાત્ અડ્ડો!) માં ગયા.'Saracen's Head Tavern” એનું નામ, અને એક વિચિત્ર ફેંટાવાળા ના માથા નું ચિત્ર પાટિયા પર લટકે. સાર્સેન શબ્દ અરબ જાતિ માટે વપરાતું. અને એવી દંતકથા છે કે પ્રસિદ્ધ લેખક, Charles Dickens આ પબ માં બિરાજતા અને એમની કથાઓ લખતા! આ શહેર ની પિછવાઈ જેવી ડુંગરમાળા છે, અને ઢાળો પર સુંદર નાના મોટા ઘર છે, જે શહેર પર જાણે નજર રાખતાં હોય તેમ લાગે. બાથ માં એક પ્રાચીન મહાદેવળ પણ છે, સારો એવો ઇતિહાસ છે, એની દીવાલોમાં! એની stained glass windows ની કારીગરી ઘણી ગમી - ત્રણ ગાડીઓ બદલી અને ગાડી (train) બદલી Windermere. વિલાયત માં એક પ્રદેશ જગવિખ્યાત છે - સરોવર કુંજ છોડી સ્કોટલેન્ડ ભણી પ્રયાણ કર્યું. એડીનબરો પહોંચ્યા. કિલ્લા પર કિલ્લા! રાણીબા નો એક નિજી મહેલ (જે હજુ પણ વાપરે છે) તે આ શહેરમાં છે. ખુબ ફર્યાં, અને અહીં પણ રોમ નું રાજપાટ પહોચેલું અને ઇમારતો એવી બાંધી હતી કે, કે હજુ પણ ટટ્ટાર અને અખંડ ઊભી હતી. એક દિવસ Stirling નામના શહેર ગયા. નાનપણમાં મારા પપ્પા મને રોબર્ટ બ્રુસ ની વાર્તા કહેતા, પેલી કરોળિયાની! સાત વાર પડ્યો પણ પાછો ને પાછો જાળ બનાવવા ગુફા ના છત પર ચઢી લટકતો ની છે આવતો, તે વાર્તા! આ રોબર્ટ બ્રુસ નો કિલ્લો તે સ્ટર્લિંગ નો કિલ્લો. ઘણા ઉત્સાહ થી પહોંચ્યા, અને બરાબર કિલ્લા ના આંગણામાં જ મોટ્ટું પુતળું હતું - વધુ ઉત્તર ભણી ઉપડ્યાં, અને ઇનવરનેસ પહોંચ્યા! શું નસીબ હતા! એકદમ સ્વચ્છ આકાશ, ભૂરો રંગ તો કલ્પનામાં પણ નો'તો આવેલો તેવો deep blue! ખુશનુમા ઠંડી, અને આંખો અંજાય તેવો સુર્યપ્રકાશ! નેસ સરોવરમાં ઉદભવ થતી નેસ નદી નો કિનારો, અને બંને કિનારા ડેફોડિલ્સથી ચિકાર! બીજે જ દિવસે લૉક નેસ ની સેર કરવા અને નસીબ જાગે તો Nessie નામથી પ્રખ્યાત આ ખુબજ ઊંડા સરોવર માં રહેતા સ્કોટલેન્ડના કાળીનાગ ના દર્શન કરવા હોડીમાં સેર કરવા નીકળ્યા! કાળીનાગ તો ના મળ્યો, પણ આજુબાજુ નું વાતાવરણ ખુબ સુંદર, અને કુદરત અને માનવી ની કૃતિ એવી એકત્ર દેખાઈ કે ખુબ ખુશ થઇ ગયા! ઇનવરનેસ થી ઉડ્યા Outer Hebrides ના ટાપુ ઓ ના મૂળ શહેર સ્ટોરનોવે તરફ. ત્યાંથી ભાડાની ગાડી લીધી ને ૧૦૦ માઈલ દૂર લીવરબર્ગ નામના ગામે (સરવાળે ૧૦ ઘર હશે, આ ગામ માં) પહોંચ્યા. અહીંથી St. Kilda નામના ટાપુ પર જવાની ક્રૂઝ લેવાની હતી! પફીન નામનું ઘણુંજ અવનવું પક્ષી જોવા. હજારો અને સેંકડોની સંખ્યામાં આ સેન્ટ કિલ્ડા ટાપુ પર માળા બાંધે અને પ્રજા સેવે! અમારું નસીબ જરા આડું ફાટ્યું, અને ક્રૂઝ વાળાએ ખુબ પવન વાળું વાતાવરણ છે અને ટાપુ પહોંચાય એમ નથી, એવું જણાવી ને ક્રૂઝ રદ્દ કર્યો. એટલે અમે પાછા સ્ટોરનોવે ગયા, અને આગલા બે દિવસ આખો Lewis and Harris નો ટાપુ ગાડીમાં ફરી ને ખુંદ્યો. મજા તો એ આવી કે માઈલો સુધી ડ્રાઈવ કરીએ પણ એક ગાડી કે એક ચલીયું દેખાય નહિ. પ્રદેશ પણ થોડો ઉજ્જડ. પાણી અને ખાબોચિયા ઘણા, પક્ષીઓ પણ ખુબ, પણ ઝાડપાન જુજ! પણ એકાંતમાં પ્રભુ ની કુદરત માણવાની અનોખી તક મળી. ક્ષિતિજ સુધી જોયાજ કરીએ, અને માનવ જાતનું - આ સ્કોટલેન્ડના એકદમ પશ્ચિમ ઈલાકાનું સાહસ ચાલુ રહ્યું, અને એના દક્ષિણ ભાગમાં આવેલા Island of Mull ગયા. ફ્લાઈટ પકડી, ગાડી ચલાવી, ફેરીમાં ગયા - બસ, રાણીબા નું રાજ્ય ફર્યાં, પ્રવાસ લગભગ પૂરો થવા આવ્યો, અને પાછા લંડન પહોંચ્યા. થાક્યા તા, દરરોજ ફરાફર કરીને, એટલે હિથ્રો એરપોર્ટની પાસે (એની પાછળ!) એક નાની વસ્તીમાં રહ્યા. કંઈ કર્યું નહીં! નાની હોટલ જેવી જગ્યા હતી, અને વિલાયતમાં વસેલું દેશી કુટુંબ ચલાવતું હતું. સામેજ એક મોટ્ટું પાણી નું reservoir હતું, અને ઘરની પાછળ એક નિર્મળ નદી, અને થોડે દૂર એ નદી એક તળાવ જેવી બની જાય. લંડનના છેડે આવી રમણીય જગ્યા હશે એવી કલ્પના પણ ક્યાંથી થાય? એક દિવસ આળસ કર્યું, અને બીજે દિવસે ઘરભેગા થવા નીકળ્યા! ઇતિહાસ નો વારસો આ સમાજે એવો સુંદર અને આબેહુબ જાળવ્યો છે કે મનમાં વિચાર જરૂર આવ્યો કે, અંગ્રેજો એ ભારત ના લોકોને પાઠ પણ પઢાવ્યો, અને શાસન ની રીતો પણ ઘણી શીખવી ગયા, પણ આ વાત કોઈને સુઝી નહિ! |
A marriage triggered yet another episode of our wander lust. A close friend’s daughter was getting married in London, so we decided to combine the social with the explorational(!) and started my trip planning. We arrived in London hand in hand with spring. Changi airport served up a bit of palpitation right at the start, but Ganapati – the destroyer of all problems (Vighnaharta) rescued us. Our booked flight was delayed due to aircraft trouble, and we got rerouted to a SIA flight – direct to London. We reached earlier than the previous schedule, and waited –surrounded by our bags - There is no way that a Gujarati fellow would not have family and friends in London / England. So, we met family, attended the wedding (in one of the palace grounds) and “did” London. Public transport in London is superb, but climbing the steps in and out of Tube stations, took it’s toll on our knees. We went to the British Museum with high hopes of seeing all the artefacts stolen from India across 300 years of British rule, but Egypt was the theme in season, and while we saw lots of cats and sarcophagus’s, only a nataraj and a nandi (and a few others!) of the Indian artefacts. We enjoyed the Lords and Wimbledon visits, but the best was the Greenwich Observatory. We took the public ferry on the Thames, all the way to Greenwich, and walked up to the observatory. it was a day of glorious sunshine, cool but not cold weather and piercing blue skies. The open spaces, meadows and trees around the observatory were just lovely. It was worth the while to learn the history and understand the purpose that got us the global time standard. We had enjoyed Kew gardens as well, specially the carpet of tiny blue flowers that had popped up out of the green lawns, in honour of spring. In spirit of Been there done that, got us to Canterbury, and Cambridge too. Memory of Thomas Becket was duly honoured! Next stop from London was Bath. Not surprisingly, the town is named after the facility that was at the core of Roman society, built when Romans reigned in England! The village square has been the focal point of social gatherings in most societies from time immemorial, but the Romans wanted something more intimate, and exclusive as well. hence, the baths! Truth be told, those pasta eaters did build to last! (perhaps pasta had NOT been invented then!). The bath complex has been maintained well, but the crowds were large: a few school tours, and tourists like us! So, hardly a moment for quo Vadis. The streets of Bath too give a sense of history, cobble stones, cast iron bollards, little produce booths, and pubs with names like The Saracen Head, – with a picture of a turban clad individual assumed to be from an Arab like tribe - 3 train transfers, and we were in Windermere in the Lake Districts on the hills above the Windermere lake. We cruised the length of the Windermere lake, thrilling to the mansions and occasional fort on the banks of the lake, a cool merging of nature and man’s urge to build. We got off at the northern end and proceeded to Grasmere and the Dove Cottage of Wordsworth fame! We were the early birds, and got plenty of time with the guide who took us through the cottage, and regaled us with Wordsworth lore. I can never forget the “ten thousand saw I with a glance” and learned with some irony, that it was really his sister who saw it first, and inspired these lines from his pen. We were there in spring, and the daffodils in the garden behind the cottage were indeed in bloom. Off to the land of the single malts! We reached Edinburgh and there was history and heritage all around, including what the Romans left on Calton Hill. We skipped the Queen’s part time residence, because they wanted to charge us to see her kitchen or some such! The beds of daffodils in full bloom outside the Holyrood palace were a lot prettier! We did a day trip to Stirling. All through my growing years, my dad regaled me with the story of Robert Bruce and the spider in the cave he was hiding in, and the seven up- Off to Inverness further north, and we had the bluest of blue skies, and sunlight till late evening! and the banks of the Ness river were covered with daffodils in full bloom! We went off along the canals to Loch Ness, to say hi! to Nessie – who refused the privilege – and had a lovely time in single digits cold, and the castles and forests all around the Loch! The canals are really lovely! We had a day’s outing to watch dolphins – we saw two – out to Chanonry point, an experience by itself! A thin strip of a peninsula to the tip of Chanonry light house, thick gorse hedge along the road, and a golf course on either side of the road! The next adventure was a flight to the Outer Hebrides and a 100 mile drive from Stornoway to Leverburgh in the south, at the end of the Isle of Lewis and Harris! Our luck died, and our proposed cruise to St. Kilda to see the Puffin colony there, got cancelled because of strong winds at St. Kilda. Even the buffer day was nixed! So, we drove back to Stornoway, and just drove around the whole island for the next 2 days. It was a wonderful experience. As we drove around the island, we would not see a single soul or vehicle for 20 miles or more.. and we were with just nature and not a human but us in sight! Quite awe inspiring! The land is predominantly barren of vegetation, but lots of water bodies around! Next stop was the south of the Western islands of Scotland! Flight to Glasgow, car to Oban, ferry to Craigmore, and we were on Island of Mull. We drove down to the island of Iona, crossed over in a ferry (no cars allowed on Iona) and visited the oldest Christian establishment in Europe. Irish clergy came over (sail south from Iona, and you can hit only Ireland!) almost 1500 years ago, and established the Abbey of Iona. There is also a legend that Robert Bruce lies in its graveyard. The north western end of Mull has a pretty town called Tobermory. Toy like houses painted in gay colours (gay = fun, enjoyment, merriment, happy, pleasant) along the stretch of the sea coast of the bay. End of our tour, and we are back in London. But we were rather tired of all the travel, and just wanted to chill for a day before going home! I had booked a little guest house kind of place, in Wraysbury, a village area behind Heathrow, across the road from the Wraysbury reservoir! The area is full of water bodies, and a cute little river of crystal clear waters, and nature walk paths. What a lovely surprise! We lazed around for a day, walked along the trails, and packed up for our flights the next day, back home! One strong takeaway from this trip was, that the British have preserved their past very well, and thus anchored their society in their roots. I only wish that we too had picked up this habit from them, along with all the other junk values and habits that we did across their 300 year presence in our midst! |