Home નવી ઘોડી new man in કન્યા પ્રધાન Females First લોપ ઐક્ય assimilate વી-જ્ઞાન ધોધ info tyrany મે'તા ઉવાચ narsinh mehta ગંડુ રાજા nero-2 પેલા ના વાંકે he did this નવા નિશાળિયા new boys નવી પેઢી gen next હૂઁ બચારો  me-victim   કોણ કરે? / whose job? ખાસિયતો / specials ભૂત કાળ / past ghosts ગર્વની માયા Glory illusion

કાળનો ભૂત

Demons Past

માટી નો માણસ ભૂત બને એ તો અભણ લોકો ને બીવડાવવા ની વાત, પણ આ કાળ નો ભૂત તો માણસ પોતે અભણ બને, અને બિવે જ નહીં તેની વાત! એટલે તો કાળ જે વીતી જાય, અને મનુષ્ય માત્ર કંઇ પ્રમાણ તારવ્યા વિના તુમાખી ભરેલો જ રહે, એને ભૂતકાળ કહેવા માં આવ્યું.

આ કળયુગ માં ઋષિ-મુનિ તો કોઈ થતાં જ નથી. એને બદલે ધુતારુ "ગુરુ" / "યોગી" અને અસંખ્ય બાવાઓ જ થયા. અને એ બધ્ધા ને ગોળી ને પી જાય તેવા "નેતા" પેદા થવા માંડ્યા. પ્રભુ ને પૃથ્વી લોક પર દયા આવે ત્યારે એકાદ બે શાણા અને દૂરદર્શી નેતા પ્રગટ કરે. અને આવા નેતા હમેશાં કહેતા રહે કે ભવિષ્યમાં ખાડો આવશે જ, પણ એની આગાહી ઈતિહાસમાં મળશે, એટલે ઇતિહાસ માં થી શીખ લો, પાળેલી બકરી પાસે થી નહીં!

આજકાલ ના સમાચાર માં ગાંધાર પ્રદેશ માં થયેલી ઊથલ પાથલ જ સંભળાય છે, અને સમાચાર ના સર્વે માધ્યમ ના નિષ્ણાતો અને તજ્ઞો (દૂર પ્રાંત માં સ્વચ્છ વાતાવરણ માં, હાથવેંત કોફી કે મદ્ય નો પ્યાલો રાખી ને, ગંદા ગરીબ ધૂળીયા અને આંખ અને મગજ નો અંધાપો સેવતા પ્રદેશ ની બાબતો માં વિના પસીને હજાર શબ્દો  લખી કે બોલી શકે એવા "નિષ્ણાતો" અજ્ઞાન માં તરતા હોય તે!) ટીવી અને સામાજિક માધ્યમો પર પ્રકટ થઈ "સવાલ" કરે, "કે આવું થઈ જ શકે કેમ?". શું કહેવું? કોને ડામ દેવો? ભણેલા ત્યારે ઈતિહાસમાં રાજા-રાણી અને યુધ્ધ ની તારીખો સિવાય કઈ વાંચ્યું ન હતું! તો ઈતિહાસમાથી શિખે શું? પૃથ્વી લોક પ્રકટ થયું ત્યારથી ગાંધાર માં કોઈ બહારની પ્રજા રાજ કરી શકી નથી! તો આ કાળની પલક માં હજારો યોજન દૂર થી ૭ સમુદ્ર પારથી એક દંભી સમાજ ના ઐયાશી સૈનિક આંધાધૂન કતલ થી ગાંધાર જીતવાના? એ વિચિત્ર (જ્યાં ઢોંગ કરવાનો એ વિનય કહેવાય એ સમાજ વિચિત્ર નહીં તો શું?) સમાજ ની રાજનીતિ ગાંધાર જેવા સ્વતંત્ર સમાજ પર ઠોકી બેસાડવા નો પ્રયત્ન કરે તો એ વાતાવરણ ક્ષણ થી વધારે તાકવાનું છે? ગધેડા ને કંઈ તાવ આવે?

બિચારા સૈનિકો! આવ્યા ત્યારે એક સાફ ધ્યેય હતું. સફળ તો થયા નહીં, અને બીજા બધા કાર્યોમાં ડાફાં માર્યા, અને મર્યા ! હું મરું  તો મરું,  પણ તને રાંડ કરતો જાઉં હિસાબ થયો કે નહીં ? વીસ વર્ષમાં કેટલી સ્ત્રી રંડાઈ અને કેટલા બાળકો નિરાધાર થયા - ગાંધાર માં અને દૂર દેશમાં અને ધોયેલાં મૂળા ની માફક પાછા ગયા. ઈતિહાસમાં ગાંધાર માં આ સ્થિતિ ચાર પાંચ પેઢી એ પાછી ને પાછી આમ જ ઘડાય અને આમ જ પતે. જૂના જમાનામાં ગાંધાર થી ભારત આવી લૂટફાટ કરવા નો હેતુ હતો! તરતા કે વહાણ ચલાવતા આવડે નહીં, એટલે આ રસ્તો લે, અને ગાંધાર ને કિનારે જ મરી ફિટે.

કાળ ના ભૂત ત્રણ જાત ના હોય. કાળ ના પ્રમાણમાં થી કોઈ પણ શીખ ના લો તે ઘાતક ભૂત. કાળ ની સમૃદ્ધિ માં ગર્વ કરી , આજના વર્તન અને કર્મ પર ધ્યાન ના આપવું, તે અધર્મી ભૂત, અને ત્રીજું કે કાળનું જ્ઞાન જ ના હોય તે નિશ્ચે નર્યું ભૂત!

સાધારણ દાખલો આપું. હમણાં એક વિડિયો આવ્યો! જેમ રામ ના જમાના માં આકાશવાણી થતી, એમ આજના જમાના માં વિડિયો ટપકે! કોઈ વ્યક્તિ આપણા શાસ્ત્રો માં થી ચરિત્રો ના નામ લઈ, એમના ગુણો ના ગાન આપણા   વારસામાં છે એમ કહી  આપણા સમાજ નો ગર્વ કરતાં હતાં, પણ આપણે જ આ ચરિત્રોનો એક પણ ગુણ આપણા વર્તનમાં દર્શાવીએ છીએ? બીજા  એક ભાઈ - વિશ્વ પ્રખ્યાત નોકરી છૂટી એટલે ભારતમાં આવી નેતા બન્યા - અને કારકીર્દિ માં વિલાયતી સભાઓ માં અંગ્રેજો ને ચોર  કહ્યા, અને ભારતની જાહોજલાલી ને ચોરી કરી નષ્ટ કરી, એવા આરોપ મૂકી ભૂતકાળ ના ગર્વ ને, આજનું અભિમાન કરાવી, આજના કુકર્મોને ઢાંકી દીધા. બિચારો કરે પણ શું? બીજી કોઈ આવડત તો જોઈએ ને!

હવે એક સામાજિક નર્યા ભૂત ની વાત કરું. એક તો આપણી ભાષાઓ નિરોપયોગ થી અદ્રષ્ય થતી જાય છે. આ ભાષા પર્વ ની વાતો મેં આગલા બ્લોગ માં કરી છે, એટલે પાછી છેડતો નથી. પણ મને ચચરે છે તે એ, કે આપણી રીત રસમ, ઓસડ, પ્રથા, અન્નસિધ્ધાંતો,શારીરિક યમ અને નિયમો ની જાણ એ નથી, અને નવી પેઢી કેટલી વાર "આ જુનવાણી છે" કહી તિરસ્કાર દર્શાવે, પણ એજ નિયમ, એજ અન્ન, એજ શારીરિક વ્યવસ્થા અમેરિકા થી અંગ્રેજી ભાષામાં "માર્કેટિંગ" રંગ માં  પાછી ભારત આવે, ત્યારે આજ તિરસ્કારી સેના, એ વાત ને વળગી વળગીને અપનાવશે. એક દાખલો કોપરેલ નો, બીજો હળદર નો, ત્રીજો યોગાસન નો, ચોથો ધ્યાન ધરવા નો - ચાલુ રાખું, મારુ લિસ્ટ?આપણા સમાજ ની ગળથૂથી માં આવ્યું છે તેનો નકાર - એ નર્યું ભૂત નથી?

ઘાતક ભૂત તે આપણા સમાજ ની નિર્બળતા પાછી ને પાછી આપણા દેશ અને સમાજ ની પત્તર ખેડે છે, પણ આપણે જાગૃત થતાં નથી. ખૂબ ગર્વ થી શહેરોમાં રસ્તાઓ ના કે ઇમારત ના અંગ્રેજી નામો બદલી ને દેશી નામ રાખીએ છીએ. પણ એ અંગ્રેજી નામ આવ્યા ત્યારે, કે આપણા સમાજ નો સંપ હતો જ નહીં, અને ગણ્યા ખરા સૈનિકો આપણા રાજા રજવાડો ને એક પછી એક માત કરી ગયાં. કેટલી વાર એક રાજા એ બીજા રાજા સામે, આ વિદેશી સૈનિકો ની મદદ માંગી - અને પોતાનું રાજ અને પોતાની પાઘડી બંને વહેંચી નાખ્યા? તો આપણા સમાજ ની આ બેવકૂફી ઇતિહાસ માં થી યાદ રાખવા  લાયક નથી? તો રસ્તાઓ ના અંગ્રેજી નામ રાખો - બદલવામાં ગર્વ નથી, કાળ ભૂલવા નું ઘાતક ભૂત છે!    

    

Demons are a convenient way to scare illiterate people and perhaps recalcitrant children (not a good thing, though) but demons of the past ride humans who choose to close their minds, and not learn lessons from the history, with an attitude of arrogance in their own prowess and a dismissive approach to history. In Indian languages, the word "bhut" means the "past" and only loosely translates to demon or even ghost as a compromise.

This is hardly a time when sages and savants are born - replaced by cult "guru's", charlatans and of course the politician "leaders". God does take pity on us earthies, and the occasional person of wisdom and foresight does walk the earth. All of such gifts from God (although they never claim as such, and the populace recognise them often invariably, posthumously) repeated exhort us plebes to heed the past, and learn from history, and not from pulpits and platforms. The oft repeated advice is "ignore the lessons of history, else man is doomed to repeat those mistakes", and to be sure, we have done so again and again.

The news media are currently over loaded with tales from Afghanistan - historically known as Gandhar (since it was a part of ancient India in the days of yore) - and thus I will refer to it as such. All analysts, experts, loud mouths, talking heads from thousands of miles away safely ensconced in temperature and dust controlled environments, away from the heat, dust, and misery of the land of Gandhar pontificate ad nauseam on what should have been done with perfect 20/20 hindsight. Who to blame? What should have been done? Who should have done it etc etc. The only history covered in schools is of kings, emperors and wars with dates and destruction. How to gleam lessons of history from such drivel?

The historical  lesson in this instance is a simple one. from the time that humans tamed horses, and drew  a bow, no foreign power has ever succeeded in subjugating Gandhar! Such  events have been repeated every 5-6 generations by a whole plethora of armies, and carcasses and emblems being excavated even today trace armies and peoples who tried, and fell in Gandhar, on their way to India and it's reported riches. Did they not know how to sail or swim? An even more fruitless task was to try and impose a blighted political philosophy and process that runs counter to the culture and practices of the Gandhar society from a few thousands of miles away, across the 7 seas! Never learn, you!

The real dupes were the soldiers who came in with so many swords, that they could not swing them effectively to achieve their original objective, poked their tips into a number of mirages, and died on those life bereft lands with empty heads and widows and orphans in their homes. That their wayward swords created a huge raft of widows and helpless orphans in Gandhar was not even a foot note of their history, while it has become the core of Gandhar history. Wonder who will learn what from this fresh history? Probably forgotten by next election time!

Let me give you an example: A video just dropped in. In the days of Ram and Sita, instructions and boons in audio form dropped in from the heavens, but in today's world, it is multi-media via social media. A guy was quoting great attributes of characters in our scriptures, and claiming ownership of those attributes as our heritage, and thus a matter of pride. The irony is that few of "us" exhibit even a single watered down version of those attributes in our own behaviour or actions. Then, what the h*** are we proud about? only the past?

Another fellow with a mellifluous voice and enlightened diction - who had lost his high profile job and become a politician - no specific skills or experience needed - was on a talking jaunt in yee ole England, blasting those Englishmen about their thieving ancestors stealing from a wealthy India. I don't know what the Englishmen took away from that diatribe (probably "suckers!") but perhaps the entire Indian society said "see we were so rich and wealthy in the past!", never mind that we were stupid enough to allow the Englishmen in, and take what ever they coveted, no matter that the larger population was inequitably poor then, and remain so even now, because we never learn from the past, except fake pride!

After Independence, the first job that our minor politicians took up, was the change names of roads, buildings and recently even cities, from their English names to "Indian" names. What a perfect way to abolish the reminders of our own folly and stupidity and dis-unity, so that we may safely repeat some or all!! Did we - our kings and princes - not run paghadi in hand - to ask the gunmen to help them against their neighbour a few miles away, loosing their own lands soon there after to another fellow-king/prince and his band of foreign gunmen? Retaining the English or Moghul names (lately in fashion to undo what the Moghuls did) should pinch us day in and day out, reminding us to not be stupid!! learn from that past!

Another example of ignoring history and heritage. Our volume of ancient knowledge is humongous, because we had a large number of guys  happy to just sit and observe and think and document their conclusions across millenniums (because we have been here for millenniums!) even if an anthill was built over their still form! A large number of urban Indians, will quickly adopt practices and foodie strategies as long as they come "from foreign". But they forget their own phraseology for suitable boys to marry their "fortunate" daughters to: "foreign RETURNED!". Ideas and practices and traditions from ancient India are not only ignored, but labelled old-fashion, traditional nonsense etc. till these ideas become "foreign RETURNED". yogasan, mindfulness, turmeric, fasting and nutrition management all had to come from "America", before being adopted by current generations, even if their grand parents practiced it routinely!

turn these demons to stone...please??