Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

આ કોલમ માં ગુજરાતી.

English column.

મેં ગુજરાતી માં લખવાનું શરૂ કર્યું અને ૨ મહિનામાં ૯ વ્યક્તિઓ બ્લોગ વાંચવા આ site પર આવ્યા. એમાંથી ૮ તો મારા મિત્રગણ ના સ્નેહી જ.

મારી પોણાંગની (કારણકે વાસ્તવિક અને વ્યવહારિક દ્રષ્ટી અને સુજ  એનામાં છે એટલીજ મારામાં નથી. અર્થાત અમારા આખ્ખામાં હું પા અને એ પોણી!) એ માર્ગદર્શન કર્યું કે સાથે સાથે અંગ્રેજીમાં પણ લખ, તો જે ગુજરાતીઓ ગુજરાતી નથી વાંચી શકતા, એ લોકો પણ તારા વિચારો અંગ્રેજીમાં વાંચશે અને જાણશે.

વહેતી આંખો લૂછતાં લૂછતાં, આ વ્યવહારિક સત્યને માન આપ્યું અને “યા! રાણીબા” કરીને જે પણ ગુજરાતી માં લખું છું, તેજ વાત અંગ્રેજી માં પણ પ્રસ્તુત કરીશ.

આજ વાતનો તો મને વસવસો છે! ગુજરાતી કોમ ના કયા લક્ષણ રહ્યાં આ નવાં ગુજરાતીઓમાં? અમુક વ્યક્તિઓ ગુજરાતી સંસ્કાર એવો તો તજ્યો કે નામ ને પણ છીણી નાખ્યું. પ્રકાષ નું પ્રાક કર્યું, અને ભરત નું બાર્ટ, અને સમીર બન્યો સૅમ. જાણે તોછડાઈ નો દીવો ઓલવાતો હોય તેમ, એમાં તેલ પૂરે તેમ ગુજરાતી ઘરોમાં કાયમની રસોઈ - રોટલી, દાળ, ભાત, શાક ને “RDBS” એવી ટૂંક વાણી સાથે અટ્ટાહાસ્ય નો  અવાજ નવી પેઢીને ગળેથી સંભળાય. પીટ્ઝા અને ચીયાબાતા વધારે પસંદ હોય.

પરદેશના સમાજ, પ્રથા, વાતાવરણ ને અપનાવવું - જેમ ૧૬૦૦ વર્ષ પહેલાં પારસીઓએ ગુજરાતના રાણાને આપેલું પણ આજ સુધી પાળ્યું, પણ વાચ્નારમાં કોઈપણ એવું છે કે જોતા કે સાંભાળતા પારસીને તરત ઓળખી ના જાય? બીજા સમાજમાં કેવી રીતે અને ક્યાં સુધી ભળવું તે વાત બીજી કોઈ વાર.

અમારે ગામ એક ગુજરાતી સમાજ છે – સોસાયટી. એમાં લગભગ બધુંજ કામ અંગ્રેજીમાં! અને અહીંની સરકારે ગુજરાતી કોમ ને પ્રોત્સાહન આપ્યું કે તમે તમારા સંસ્કાર ભાષા રીતભાતો વગેરે સાચવો, જાળવો, તમારા culture ની સુવાસ બીજા સમજો ને વહેચો સાથે માણો. પણ અહીતો અંદર અંદર પણ અંગ્રેજીમાં, અને જાહેરમાં સ્ટેઇજ પર ભાષણ પણ અંગ્રેજીમાંજ.

બે દિવસ પહેલાં અમે બે નવરાત્રીના ગરબામાં ગયા. વાગતાં ગીતો સાંભળીને મારી તો આંતરડી કકળી ઉઠી. હિન્દી ફિલ્મોના ગીતો ગરબાની beat પર રી-મિક્ષ કરેલો વાગતાં હતા. નવરાત્રી ના ઉત્સવમાં ગુજરાતી સોસાયટી એ ગોઠવેલાં ગરબા મોહ્ત્સવમાં: બલમ પિચકારી વાગતું હતું, અને આશરે ૭૦૦-૯૦૦ ગુજરાતી ભાઈ-બહેનો ચણીયા-ચોળી અને કેડિયા-ચૂડીદાર પહેરી પંચિયું લેતા ઘૂમતા હતા.

આવું ગુજરાતીપણું ઠોકરે લાગતું મેં મુંમ્બઈ માં જોયું છે, અને ધારું છું કે અમદાવાદ સુરત માં પણ આવું સંસ્કાર નું અપમાન થતું હશે - ફક્ત આશા કરું છું કે ગુજરાતમાં પ્રજા જાગૃત થશે અને આ trend નો નાશ કરવામાં આગળ થશે. પણ ખરી આશા તો પરદેશમાં વસતાં ગુજરાતી વડીલો પર બાંધું છું.


I am writing a blog in Gujarati, and in over 6 weeks, I have had one reader outside of my friends who I sent my blog's links to.

So, my wife suggested that I write the same blog that I wrote in Gujarati, in English, because more Gujarati blog readers (as different from just plain normal Gujarati's) read in English than they do in Gujarati!

This is my point! That Gujarati's who can not speak, read write in Gujarati? Which part of Gujarati culture tradition flavour remains in their lives? I even know of Gujaratis who are so "un-proud" (not ashamed, but just not proud) of their Gujarati names that Prakash became Prak, and Bharat became Bart and Sameer became Sam. Some of these young folks actually use the acronym RDBS - the absolute trademarked Gujarati meal (Rotali, Dal, Bhat ane Shak), as a means of ridiculing their mother's cooking, preferring pasta pizza and ciabatta. I am perfectly Ok with all this assimilation into the society that they have emigrated into, but pray tell, how are you still a Gujarati? (ah ha! I got another topic to blog about: to assim. or not to assim., that is the conundrum).

We have a Gujarati Society in our city. All meetings and speeches at events are in English. Even notices and minutes of meetings are in English only. I got so peeved that I refused to become a member, and get whacked by my one and only for not accepting the reality that at least some Gujarati's do not speak Gujarati any more. The worst of it is, that I can still understand and accept that this situation happens to Gujarati's outside India, but I have seen Gujarati youngsters in India - Bombay for sure (I still call it Bombay in English, and Mumbai when I am using Indian languages!) struggle with Gujarati more than they struggle with English!

Anyway, I genuflect to "reality" and will rewrite my Gujarati blogs in English as well.