હિમાલય તો ખેડયું - મમ્મી-પપ્પા ની આંગળી પકડીને, પણ આસામ રહી ગયું હતું. 1959માં અમે કલકત્તા રહેતા હતા, દાર્જિલિંગ 2 વાર જઇ આવ્યા, પણ આસામ નો વારો ના આવ્યો. મૂળ તો આસામ વિષે જાણકારી જ નો'તી.
ક્યાં જઈએ એ વિસ્મય ને ઉકેલતા સમય વીતી ગયો, અને આખરે ઑગ્સ્ટ મહિનામાં મારી ધીરજ (જે આમ પણ નજીવીજ હોય) ખૂટી, અને ૨-૩ મહિનામાં India નો જ પ્લાન કરી શકાય એવું માની ને laptop સામે ગોઠવાયો. ત્યાંજ હતો, પણ ધ્યેય નવું હતું! નક્કી કર્યું કે મેં નથી જોયું તે (કેટલો સ્વાર્થી!) અને અંજુ એ નથી જોયું એવી જગ્યાઓ નું મિશ્રણ કરું. સાથે સાથે કુદરત અને ઇતિહાસ નું મિશ્રણ પણ કરું. હજી તો browser ખોલ્યું નથી ને ધનિયા નો ફોન આવ્યો: "હું અને ગીતા તારી સાથે આવશું". "પણ ક્યાં જવું છે એજ નક્કી નથી", "તું જ્યાં લઈ જશે ત્યાં આવીશું". વાત વાત માં નક્કી થયું કે દિવાળી પછી ૧૦મી નવેમ્બરે નિકળીએ, અને કાઝીરંગા, ભુવનેશ્વર - જગન્નાથ પૂરી - કોણાર્ક - ચિલિકા સરોવર, તડોબા, અને છેલ્લે ખજુરાહો. ત્યાં તો પૂના થી સંદેશો આવ્યો કે ડિસેમ્બર ની ૭મી થી ૧૪મી સુધી બધા મૂખ્ય શિક્ષકો ને પૂના માં મળવાનું આયોજન છે. એટલે અંજુ ની ત્યાં હાજરી નક્કી થઈ, અને શક્તિ સાથે આ ગણ પણ જોડાશે એમ પ્લાન થયો. ૫ અઠવાડિયાં!
અંજુ અને હું ૯મી એ નીકળી કલકત્તા અને બીજે દિવસે સવારની flightમાં ગૌહાટી, અને ગીતા-ધનિયો ૧૦મી એ સિધ્ધા મુંબઈ થી ગૌહાટી પહોંચશે એવો પ્લાન થયો. હવે હનુમાન ના પિતા ને શું સુજયું તે રામ જાણે - એવું અનુમાન કરું છું કે રામ ને તો ખબર હશે - કે ભારત ના બંગાળ ના ખોપચામાં ૯મીએ જ જોરથી ફૂંક મારી. પવનદેવ ની ફૂંક એટલે કલકત્તા airport ને ઠંડી લાગી અને ૯મી ની રાતે બંધ! પૂજા પાઠ થયા (મે નહીં) અને ૧૦મી ની સવારે અમારી flight સિંગાપુર થી ઉપાડી, અને અમે બંને ગૌહાટી ની flight પકડવામાં સફળ રહ્યા. ધનિયો અને ગીતા રાહ જોઈ ઊભા હતા, ને નક્કી કરેલી ગાડી પણ આવી ગયેલી, એટલે નીકળી ગયા – કોહારા જવા. કાઝીરંગા વિસ્તરેલો પ્રદેશ છે, અને કોહારા એ વિસ્તારનું મુખ્ય ગામ છે. ધનશ્રી નામ નું resort, અને એમાં અમારી બે મઢૂલીઓ. ટ્રીપ સારી રીતે શરૂ થઈ એની મોજ માણી બીજા દિવસ ની તૈયારી કરી. સવારે ૬)) વાગે નીકળ્યા. (આંકડા દેશી રીતે લખ્યા છે, વાંચતાં આવડ્યું? સાડા છ!). હાથી પર સવાર થઈ ગેંડો જોવા જવાનું હતું. વનપ્રદેશને સારી રીતે સાચવવા માટે જંગલાત ખાતા ના forest rangers ઝાંપા પર ચોકી કરતાં હતા. પ્લાસ્ટિક ની બાટલીઓ, નાસ્તાના પડિકા કઢાવ્યા, અને બાજુ પર એક ટોપલીમાં રાખ્યા, કે પાછા આવો ત્યારે લઈ જજો. મોબાઈલ ફોન પણ કઢાવ્યા. આ ટુકડી ની commander એક કડક મા દુર્ગા જેવી કુમારી હતી. ના હસે કે ના કોઈને ભાવ આપે. બધ્ધા સાથે strict, અને એના સ્ટાફ પર કડક નજર રાખે. અંજુને ખૂબ આનંદ થયો એ જોઈને. હાથી પર બેઠા. બે જણા ઉત્તર મોઢું કરીને અને બે દક્ષિણ તરફ. બે કલ્લાક ફર્યા, ગેંડા જોયા, માં અને વાછરડા ને સાથે ફરતા જોયા. આશરે ૧૨ – ૧૫ હાથી હતા. નાના હાથી પર બે જણા. મેં અમારા માહુત ને બધ્ધા કરતાં જરા જંગલ ના બીજા રસ્તે થી લેવા વિનંતી કરી. જેવો આડો રસ્તો લીધો કે હાથી એ કૈક મોટો અવાજ કર્યો, અને જેમ જેમ બીજા હાથી જતાં હતા એ રસ્તા થી દૂર જવા માંડ્યા કે જાણે બૂમ પાડતો હોય એવો સાદ પાડ્યો, અને પછી તો અટકીજ ગયો. એની મેત્તે - માહુત નું માન્યા વિના - બીજા હાથી હતા એ બાજુ જવા માંડ્યો. બેચેન હતો એ નક્કી! અમારી જરા ગભરામણ વધી ખરી. અમારા માહુતે બીજા હાથી ના માહુત ને બૂમ પાડી ને ઊભા રહેવાનુ કહ્યું, અને અમે ત્યાં પહોંચ્યા, એટલે અમારા હાથી અને ઊભા રહેલા હાથી એ એક બેજાને સૂંઢ લગાડી - જાણે વ્હાલ કરતાં હોય તેમ, અને પછી જ અમારો હાથી શાંત થયો. પછી તો હાથી અને જીપમાં દરરોજ ફર્યા જંગલો માં, અને ગેંડા, હરણ, છુટ્ટા હાથી, વાંદરા, અને જાત જાતના પક્ષીઓ - જંગલના રહેવાસી અને પાણી પાસે રહેનારા જોયા. બસ એક વાઘ ના મળ્યો. આસામી શાકાહારી થાળી ખાવા ગયા તો ૧૮ વાનગી નો આસ્વાદ કરાવ્યો - જાત જાતના શાક અને દાળ, અને ઢગલો ભાત!
બ્રહ્મપૂત્રાનદી નથી કહેવાતી, પણ નદ કહેવાય કારણકે એનો વિસ્તાર, પ્રવાહ, અને પ્રભાવ એવો મોટો છે કે નદી શબ્દ નું કદ નાનું પડે છે. એક સફારી માં બ્રહ્મપુત્રા ના કિનારા પર પહોંચ્યા. ત્યાં જંગલ ખાતા ની ચોકી હતી, પહેરેદાર ત્યાં રહેતા હતા અને solar panel થી વીજળી લગાડેલી! સામો કિનારો દેખાય નહીં એટલો પહોળો પટ હતો. અમારા guide કહે ચોમાસા વખતે પાણી બીજા ૩૦ ફૂટ ઊંચું આવે! કાઝીરંગા નો લગભગ ૬૦-૭૦ ટકા વિસ્તાર ડૂબેલો હોય, અને બધ્ધા પ્રાણી નાના નાના ટાપુઓ પર ગોઠવાય! જંગલ પણ એવું ગીચ કે ૧૦ ફૂટ અંદર દેખાય નહીં, અને વૃક્ષ તો જાણે આકાશને જ અડતાં હોય, અને સુકાયેલી વેલ થડ જેટલી પહોળી ગૂંથાઈ ને વળગી હોય.
અમારી હોટલ ની પાછળ ચાહ નો બગીચો હતો. આમ ચાહ ના છોડ તો બહુ જોયા છે, પણ પહેલી વાર ચાહ ના ફૂલ અને ફળ જોવા મળ્યા. આ ફળના બી માં થી નવા છોડ રોપાય. આખા પ્રદેશ ની એક ખૂબી એવી કે આ પાંચે દિવસ માં એક ઉકરડો કે રસ્તા પર ગંદકી ના જોઈ. આટલી ચોખ્ખાઈ ભારત માં કશે જોઈ ના હતી.
વહેલી સવારના નીકળ્યા સિધ્ધા ગૌહાટી airport જવા, પણ ગૌહાટી માં પહોંચી ને traffic એટલો નડ્યો કે check-in બંધ થવાની અણી પર હતું ત્યારે પહોંચ્યા. ભુવનેશ્વર પહોંચ્યા, અને પંથનિવાસ (ઓડિશા ટુરિઝમ ની હોટલ) ગયા, જ્યાં બુકિંગ કરેલું. રુમ અને ગોદડા એવા ગંધાય કે ત્રણ વાર ચાદર બન્નુસ અને બે વાર રુમ બદલાવી ત્યારે રહેવાયું. પણ ઓડિશા માં બીજે બધ્ધે આજ સંસ્થાની જગ્યા સાફ સ્વચ્છ અને સુંદર નીવડી. ભૂવેનેશ્વર મંદિરોની નગરી કહેવાય. ખૂબ જાત જાતના દેવી દેવતા ના મંદિરો છે, બધા જ પ્રાચીન, અને ઓડિશા ખાસ બાંધકામ ની ઢબ માં ચણાયેલા. શિલ્પકામ પણ અઢળક. ઘણા મંદિરો માં આજ ની હાલ માં પૂજા પાઠ ચાલુ છે, તો બાકીના કાળ ને આધીન થયા છે. ખાસ મંદિર લિંગરાજ નામનું શિવજી નું મંદિર છે. પૂજા પાઠ ચાલુ છે અને ભક્તો અને યાત્રીઓ ઘણા. શિલ્પકામ છે પણ ફોટા લેવાની મનાઈ છે. પણ આડકતરી વ્યવસ્થા કરેલી! મંદિર ની ચારે બાજુ કોટ છે - ૧૨-૧૫ ફૂટ ઊંચી દીવાલ પ્રાચીન કાળ ની જ છે. જાણેકે મંદિર પહેલાં મહેલ ની અંદર હશે, અને પછી મહેલ નો ધ્વંશ થયો, પણ મંદિર રહ્યું. આ દીવાલને લાગી ને એક નાની ચોકી જેવુ મકાન બાંધ્યું છે, અને એની અગાશી પર પહોંચવાના પગથિયાં છે. ત્યાં થી અર્થાત મંદિર ની બહાર થી ફોટા લઈ શકાય! બીજા મંદિરોમાં મુક્તેશ્વર, પરશુરામેશ્વર, બ્રહમેશ્વર અને રાજા-રાણી મંદિર જોયા. આ મંદિરો પુરાતત્વ વિભાગ ના તાબા માં છે, અને એ લોકો આ પ્રાચીન ઇમારતોનું સુંદર અને પૂર્ણ રક્ષણ કરે છે, સ્વચ્છ અને સચવાયેલા. કોક કોક મંદિરમાં સ્થાયી માણસો પૂજા કરે છે, પણ પૂજારી નથી હોતા. પોતેજ કંકુ ચોખા દીવો કરે. રાજા-રાણી નું મંદિર વિખ્યાત ગણાવે પણ ત્યાં તો મુર્તિ જ નથી! થોડે દૂર ચોંસઠી યોગિની નું મંદિર છે દેવી ના ચોસઠ સ્વરૂપો ની granite ની મૂર્તિઓ છે, અને ગોળાકાર દીવાલમાં જડેલી છે. મંદિર નો બાહર નો ભાગ પણ એવો ગોળાકાર છે. ત્યાં જ એક ઓડિશા ની ખાસિયત પણ જોઈ. ગામ પાસે તળાવડી હોય, અને તળાવમાં વચ્ચે મંદિરનુ ટોચ જેવુ બંધારણ દેખાય - મંદિર જાણે ડૂબી ગયું હોય એવું.
ભૂવેનેશ્વર થી પાસે ત્રણ ટેકરી ફરવા જેવી છે. બે સામ સામે છે - ઉદયગીરી જેના પર જૈન મંદિર છે, અને સામે ખાંડેગીરી જેમાં બુધ્ધ સમય ની ગુફા અને કોતરકરણી છે. ત્રીજી ટેકરી તે ધૌલી. થોડે દૂર છે. કહેવાયછે કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય નો નાશ કરેલો તે લડાઈ નું સ્થળ તે આ ધૌલી નદી ના કિનારે, અને દંત કથા છે કે ધૌલી નદીનું પાણી લોહી થી લાલ થઈ વહેલું. આ ટેકરી પર અશોક નો એક મહત્વ નો શિલાલેખ છે – elephant edict - જેમાં રાજ્ય ને બુધ્ધ ધર્મ ને અપનાવવા નો આદેશ છે. જાપાન ના શ્રદ્ધાળૂઓ એ આ ધૌલી ટેકરી પર એક સુંદર સ્મારક બાંધ્યું છે, અશોક નું પરીવર્તન દર્શાવવા માટે.
બીજે દિવસે અમે કોણાર્ક ના સૂર્યમંદિર જવા નીકળ્યા. વચ્ચે પીપળી ગામ આવે. આખ્ખા ગામ માં applique કામ ના કારીગરો રહે અને કપડાં પર આ applique કામ કરી વસ્તુઓ બનાવે. ધનંજય ના એક ઓળખીતા ભાઈ પીપળીના રહેવાસી અને applique કામ ના મોટા વ્હેપારી છે, એમને મળ્યા અને કોણર્ક ભણી નીકળ્યા. કોણર્કની યાત્રિનિવાસ મંદિરની પાસે, અને સુંદર સ્વચ્છ જગ્યા છે, અને ત્યાના કર્તા આવકારી અને હસમુખા છે. મોડી બપોરે અમે સિધ્ધા મંદિરે પહોંચ્યા - પશ્ચિમ થી આવતા સૂર્યકિરણોમાં ફોટા લેવા. સાંજ પડતાં દરિયા કિનારે સૂર્યાસ્ત જોવા પહોંચ્યા. મંદિરે sound & light શો છે, તે જોવાનું બીજા દિવસ પર મુલતવી રાખ્યું અને મૂરખા બન્યા! બીજો દિવસ સોમવાર હતો અને શો બંધ હોય, એ ખબર જ ના પડી - બીજે દિવસે સાંજે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી! સવારે પાછા મંદિરે ગયા અને અભાસ મોહાંતી નામના guide ને નક્કી કરેલા તેમની સાથે મંદિર ને અને શિલ્પકળા ને નિહાળવા. ખુબજ જાણકાર વ્યક્તી, પોતે સૂર્યમંદિર પર પુસ્તકો લખ્યા છે, ઇતિહાસ ના રસિયા, અને મંદિરશાસ્ત્રના પણ જાણકાર, એટલે કયા દેવ કયી દિશા અને કઈ મુર્તિ શા કારણે મંદિર ના કયા ભાગમાં જડેલી એ બધ્ધું સરસ વિગતમાં સમજાવ્યું. બહુજ મજા આવી એમની સાથે મંદિર ની આસપાસ ફરવાની અને જોવાની. મંદિર ની હાલત નાજુક છે. હાલના કાળમાં મંદિર જડ્યું (પ્રાચીન સમય પછી જંગલમાં અદ્રશ્ય થયેલું, કારણકે રાજપાટ નાશ થયું પછી કોઈ સંભાળવાવાળું ના હતું) ત્યારે ગ્રભાગૃહ નો ભાગ પડી ગયેલો, અને ભક્તો જ્યાં ભેગા થાય એ મંડપ ઊભો રહેલો. હજુ પણ કોક વાર મંદિર પરના પત્થર પડે છે, અને પુરાતત્વ વિભાગ ના નિષ્ણાતો repair કરે છે. મંદિર ની અંદર કોઈ ને જવા દેતા નથી. નસીબજોગે સૂર્યના રથના ૨૪ પૈડાં સાબુદ છે, અને બાહરની કોતરકારણી અને શિલ્પકામ તો અદ્ભુત જ છે. અને દરેક મુર્તિ કે આભૂષણ દેખાય તેનું અમુક મહત્વ હોય, અમસ્તા કઈ ઠોકી મારેલું હોય એવી એક પણ વસ્તુ નહીં. મંદિરની બાજુમાં Indian Oil કંપની એ નિરીક્ષણ ભવન રચ્યું છે જેમાં મંદિરનો ઇતિહાસ, અમુક ખાસ મૂર્તિઓનું વર્ણન અને એનો મહિમા રજૂ કર્યા છે. પુરાતત્વ વિભાગ નું પણ સંગ્રહાલય છે - યાત્રિનિવાસ ની બાજુ માં જ - જેમાં વધુ વિગત અને વર્ણન રજૂ કર્યાં છે. સૂર્યભગવાન ની મુર્તિ - મંદિરના બહારના ભાગ માં ઊંચી જગ્યાએ જડેલી છે, તે chlorite નામના લીલા રંગના પત્થર માં થી કોતરેલી છે, અને તરતજ આંખને વળગે છે. જાણે કોઈ પણ ક્ષણે જીવંત થઈ જશે એવું લાગે.
બીજે દિવસે સવારે ચિલિકા સરોવર ના દક્ષિણ કિનારે આવેલું રંભા જવા નીકળ્યા. પણ પહેલાં જગન્નાથ પુરીમાં કૃષ્ણ-બલરામ-સુભદ્રા ના દર્શન કરવા ગયા. મંદિરની બાહર વ્યવસ્થા સુંદર છે. ટ્રાફિક બંધ કરેલો છે, પગરખાં, બેગ, મોબાઈલ - જે મંદિરમાં લઈ જવાની મના છે - રાખવાની સુવિધા છે, જમીન ગરમ થઈ જાય તો પગે છલ્લા ના પડે એટલા માટે શેતરંજી પાઠરેલી છે, અને security માટે પણ લાઈન કરવાની બરાબર ગોઠવણ છે. પણ મંદિરમાં જાઓ એટલે પૂજારીઓ ધંધોજ કરતાં મળે. મૂર્તિઓ ઘણી અંદરથી છે, અને અજવાળું સારું છે, પણ ભક્તોને રોકે તે ૧૦૦-૧૫૦ ફૂટ દૂર છે, અને ૧૦-૧૨ પૂજારીઓ ઊંચું ટેબલ લગાડી એની પાછળ ઊભા હોય, એટલે દર્શન પણ એ લોકોની વચ્ચે થી કરવાના, અને એ પૂજારીઓ પ્રસાદ નો ધંધોજ કરતાં હોય. મોટો થાળ હોય, અને એમાં પૈસા મૂકો પછીજ પ્રસાદના ફૂલ કે વાગાનો ટુકડો હાથમાં થી છોડે. અને ૧૦ મૂકો તો સિદ્ધધો કહે ૧૦૦ મૂકો!! ભોગ કરવા પ્રભુ સામે પડદો કર્યો હશે તે બરાબર પાછો ખસેડેલો નહીં, એટલે સુભદ્રા નું મુખારવિંદ દેખાતુજ ના હતું. ધક્કા તો લાગતાં હતા, પણ આ પૂજારીઓનો ધંધો જોઈ મને આ મંદિર પરથી આસ્થા સાવ ઉઠી ગઈ. આવા ધંધા વાળા મંદિરો ભારતમાં વધતાં જાય છે, અને મે નક્કી કર્યું છે કે હું એવા મંદિરોમાં દર્શન કરવા નહીં જાઉં. બાબુલનાથ ના દરવાજા ની બાહર જે દ્વારકાધીશ નું મંદિર છે, એમાં હું ઘણો રાજી છું, દર્શન કરવા ઊભો રહું તો મૂર્તિનું દૈવત્વ અનુભવ થાય છે, બસ એજ દર્શન મારે માટે બસ.
રંભા પોહંચતા સાંજ પડી, પણ જગ્યા જોઈ મન ખુશ થઈ ગયું. બરાબર સરોવરના કિનારેજ રહેઠાણ છે, અને અમે ચારેવ સામાન મૂકી તરતજ સરોવર કિનારે હોડી લાંગરે ત્યાં ગયા, અને સૂર્યાસ્ત માણ્યો.
ક્રમશ:. વધુ બીજા ભાગ માં.
|
I have trampled many a grassy patch in the Himalayas since I was 5, with my parents, but had not ventured east of Sikkim for some reason or the other – one of my dad’s regrets! We lived in Calcutta (as it was known then) in 1959, and did Darjeeling twice, but no Assam or any of the 7 sisters – of course there were only 3 NEFA states in 1959! But ignorance of what lay in the eastern Himalayas was no real excuse – only a fact of our lives.
2019 started with grandiose plans of visiting Alaska, but morphed into a India wildlife and architecture trip by the time second half pf the year started. Kaziranga was fairly obvious; added to that were my 1959 memories of Orissa and Khajuraho; throw in a tiger place and we were done! Dhananjay & Geeta said we are coming, doesn’t matter where you go in India, and thus we were 4. A click or two before buying tickets we had an invite (Anju had the invite – i did not fully qualify) from RIMYI to attend a senior Iyengar yoga teacher’s conclave for 7 days at Pune from the 7th of Dec onwards. Tickets re-arranged, more hotels booked and out of office notice for 5 weeks!
Anju and I were to reach Kolkata (as it is now known!) on November 9th night, catch the morning flight to Guwahati and rendezvous with Dhananjay and Geeta flying in directly from Bombay (as it will always be known). Hanuman’s dad had other ideas, and had a bit of a blow towards Bengal shutting down Kolkata airport for the night of 9th! Fortunately, Anju prayed to Vayu – I assume – and SIA took us to Kolkata and our Guwahati flight in good time, and there we were with Dhananjay and Geeta waving to us vigorously! Into the waiting SUV with our 3 large 1 small bags, packs of “nasta”, and 2 camera bags off to Kohara on the edge of the central zone of the Kaziranga Reserve!
It got pretty dark rather early (by Bombay standards) and we reached in spite of the stream of trucks charging down the highway with their headlights on high beam. Dhanshree resort was a welcoming oasis with all safari’s and dinner organised! 6:30 a.m. next morning, and off we went for our first elephant safari at the Western Zone. There was a compact Amazonian wildlife ranger-warrior guarding the gate into the kaziranga reserve, commanding her team to get all visitors to dump plastic bottles, food packets and mobile phones at the gate. Rhinos do not appreciate litter bugs or phonophiles. The lady was amazing! strict no nonsense commander, all smiles when we walked out after the elephant safari. A Rhino mother and cub, a fishing eagle or two, a regal shikra, the most wide spaced and curvaceous wild buffalo horns, and a dozen swamp dears later, we had tasted nectar and were baying for more. More jeep and elephant safari’s followed, more rhino’s but no tiger! We did walkabout the village, and tried out Assamese vegetarian fare – 18 little bowls of various vegetables and lentils with a mound of rice in the centre of a large thaali! The walkabout reinforced our observation during the drive to Kaziranga that Assam was one of the cleanest state in the country. No garbage dumps and no litter on the roads.
One memorable vision that will stay with us is the sight of the mighty Brahmaputra. It is called a “nad” as different from the feminine “nadi” for other rivers, simply to indicate the vastness of the river. We were standing on the southern bank (which is also the border of the Kaziranga Reserve) and could not see the opposite bank! Our guide told us that in a normal monsoon – this year’s monsoon was excepta kazir 025ionally generous – the water level would have risen another 30 feet or so, drowning out any thing upto 60% of Kaziranga, driving the animals to various islands in the forest.
There was a tea garden in our hotel’s back yard, and while I have seen many a tea plantations, and tea bushes, this was the first time that I saw flowers and even berries of the tea bush (left in place to help grow more bushes!).
An early departure saw us heading for the Guwahati airport for our flight to Bhubaneshwar, but traffic inside city limits was so bad, we just managed to make the check-in deadline. We had decided to support the post April typhoon hit Odisha by booking the Odisha tourism accommodations called Panthnivas and Yatrinivas for our Odisha visit. The Bhubaneshwar place made me regret my decision – stinking bed linen, smoke smell in rooms, and general unclean environment. Had to change rooms twice, and bed linned three time before we got clean stuff. But, thankfully this was the only poor accommodation. The remaining three places were very clean comfortable and hospitable. Bhubaneshwar is called city of temples – all in the Odisha architecture mould, and all major deities – including Brahma – are present here. Many of them are active temples – like the main one: Lingaraj temple, but the rest are under ASI (archaeological survey of India) care – and very good care it is too. Lingaraja temple is a large campus with a 12-15 foot wall around it. It is a functioning temple, and thus photography is prohibited inside the temple. However, arrangements have been made by constructing a small cabin with a terraced roof right alongside this wall,Bhub 13 with steps to climb to that terrace. That’s where we are! The others we visited Mukteshwar, Parshurameshwar, Brahmeshwar, Raja-Rani, and Chausathi Yogini. The Raja-rani temple was a gyp because there is no deity inside! The Chausathi Yogini one is unique. There are two concentric structures, with the inner surface of the outer cirle lined with granite idols of the 64 avatars of Shakti. Quite a sight! We also noticed a common practice of a temple like structure in the middle of the village pond – clean water, no garbage on the banks, children cavorting in the water. Three hills: Khandegiri, Udaygiri are kind of twins, with the Dhauli smarak a few kilometres away. Dhauli is also the name of the river which is said to have run red after the slaughter of the Kalinga army by samrat Ashok, and his subsequent shock and repentance and adoption of Buddhism are all recorded on the Dhauli hill side. The JapaBhub 32nese build a memorial to these episodes on the hilltop, and one encounters the famous Elephant Edicts of Ashok on the slopes. These edicts are a key archaeological presence of the advent of Buddhism from then on.
Next day saw us in Pipli village famous for it's applique work. Dhananjay has an associate there, and we visited with him on our way to Konark Sun temple. Yatrinivas at Konark was nice, and the staff friendly and welcoming. A 10 minute walk to the temple, although we had the car for the Odisha leg of our trip. We rushed to the temple to take advantage of the evening light for photography, skipped that evening Son e Lumiere – and regretted that decision the next evening – and went to the Konark beach. We were back at the temple the next morning with a erudite guide – Abhas Mohanty, who talked us through not only history but also myths legends and scriptural implications of sculptures and deities who faced specific directions on the temple walls, and why that was so. The real shock was when we learnt that the actual temple (with the idol – the garbhagriha) had collapsed sometime in antiquity before it was rediscovered by a roaming Englishman in mid-1800's. So, what we have now is just the forecourt – but even that is an awe inspiring sight. The 24 wheels of the Sun's chariots are intact! That evening we went back for the Son e Lumiere only to learn that the show remains closed on Mondays. We went around the ASI museum, and the Indian Oil Interpretation centres who have both done a great job of documenting and presenting the temple and its significance in the history of ancient India.
A quick visit to the Jagannath temple left me furious at the preists inside the temple doing only brisk business with various prasad items. The idols were deep inside the cavernous temple, and while lighting was sufficient, they were quite far, and a curtain used while offering the "bhog" had not been raised properly, so we could see only Krishna and Balabhadra, but little of Subhadra. I shall never ever go to Jagannath temple (or any of the business-temples) again! Divinity, is far from such edifices, while I sense it every time I go to the tiny dwarkadhish temple outside the Babulnath gate in Bombay. However, I must acknowledge that arrangements outside the temple – the pedestrian precinct, the shoes and bag deposit facilities, even the carpet for pilgrims to walk on in the hot sun and the security checks were very well organised.
Chilika and Rambha at the southern end of the lake was a soothing sight. The panthnivas is right on the lake shore, and the calm lake was simply lovely.
More in part 2/3.
|