Home હક્ક પ્રાપ્તી Demands   સમ્ આચાર new news મન મગજ mind brain ભણેલો ગણેલો suitable boy તમે ક્યાનાં? you from? હું દેસી માણહ I native ભાષા mother tongue

મન, મગજ, બુદ્ધિ અને શિક્ષા.

Brain, Mind, Intelligence and education.

આજે થોડો ભારી ભરખમ વિષય ઉપાડ્યો છે. કદાચ બે ત્રણ blogs થશે.

પહેલાં આ ચાર પાંચ શબ્દો ના અર્થનું વિવેચન કરું. ત્યાર બાદ - કદાચ બીજા બ્લોગમાં - આ બદ્ધાને આધુનિક સમાજમાં “ભણતર" કહીએ છિએ તે શબ્દ સાથે સંધાણ કરીશ, અને આખરે મારી પાસે અઢળક ધન આવે તો એ ધન આ “ભણતર" ની શુદ્ધીક્રીયામાં શી રીતે લગાવીશ (શેખચલ્લી નો દરિયો છું!) તેની વાત કરીશ.

આજે પહેલી વાર અંગ્રેજી ભાષામાં શબ્દ છે, પણ ગુજરાતી ભાષાનો શબ્દ અધુરો લાગ્યો. Brain અર્થાત જે અવયવ આપણા માથાની અંદર છે તે. સંસ્કૃત નો એક શબ્દ મળ્યો “મસ્તિષ્ક", પણ ગુજરાતીમાં “મગજ" અને “ભેજું" આ બેજ મળ્યા, પણ મારા હિસાબે આ બન્ને શબ્દો નથી સંપૂર્ણ કે નથી નર્યા. આપણા એક ફક્ત અંગનું નામ નથી, બન્ને શબ્દોમાં બુદ્ધિનો અંશ છે. એટલે, મગજ શબ્દથી ચલાવશું. અંગ્રેજીમાં grey matter કહેવાય તે.

મન અને mind એક બીજા ના હારિયા છે,મન મગજમાં રહે. મન વસ્તુ નથી, પણ અસ્તિત્વ અપાર છે. શાસ્ત્રોમાં મનોમયકોષ નો ઉલ્લેખ સર્વવ્યાપી છે, અને શાસ્ત્રો પ્રમાણે મનોમયકોષ આખ્ખા શરીરમાં વ્યાપક છે. પણ મારી નાનકડી સમજ માટે આ “મન" નો વાસ મગજમાં જ રાખું છું. વઢતાં નહિ!

ત્રીજો શબ્દ છે બુદ્ધિ. intelligence અને બુદ્ધિ એ બન્ને શબ્દ હારિયા છે. મારી દ્રષ્ટીએ બુદ્ધિ એટલે મગજની આવડતો. આપણા સંસ્કારમાં બે ત્રણ વધારે ઉંડી વિભાવનાઓ છે - ચિત્ત, વૃત્તિ, ઈત્યાદી. હું  આ વિભાવનાની વાત નથી કરવાનો - એટલો વિદ્વાન નથી, એટલું જ્ઞાન નથી. પણ આ મગજની આવડતો ની ખુબ વાતો કરીશ.

બે ત્રણ અદ્રશ્ય શબ્દો છે. આ બ્લોગ ના મથાળામાંથી અદ્રશ્ય. આગળના વાક્ય માં શબ્દ વાપર્યો તે “જ્ઞાન", પછી એનો સગો “વિજ્ઞાન" અને એક ક્રિયા માંથી ઉત્પન્ન થયેલી સંજ્ઞા: “કેળવણી".

પોતાની અનુભૂતિ અને સ્વાધ્યાય થી જે સમજ આવે તે જ્ઞાન, અને માહિતી કે information તે વિજ્ઞાન! વિજ્ઞાનનો ઉપયોગ કરી, બુદ્ધિ અને મગજ ની બીજી આવડતો જુગલબંધીમાં ઉતરે, અને જ્ઞાન અવતરે. વિજ્ઞાન એટલે science નહિ, પણ science એ વિજ્ઞાન નો એક અંશ છે ખરો.

શિક્ષા પહેલાં આવે કેળવણી. કેળવણી એટલે શિક્ષા ગ્રહણ કરવાની તૈયારી. મગજ, મન, બુદ્ધિ યાદદાસ્ત (જે મગજ નો એક સર્વવ્યાપી અવયવ છે) વગેરે ને લીપી ગુપી શણગારી, સ્વચ્છ કરી શિક્ષા રૂપી યજ્ઞ માટે નો trial ball નાખીએ તે કેળવણી.

હવે આવ્યો શબ્દ “શિક્ષા". શિક્ષા શબ્દ તો છે પણ વાસ્તવિક દ્રષ્ટીએ વિશાળ વિષય છે. શિક્ષા માં ત્રણ ખાસ ખૂબી છે - પારંપારિક અર્થમાં. સૌ પ્રથમ તો શિક્ષા પ્રદાન કરે તે એક ગુરુ હોય. ગુરુ શિષ્યના વિકાસનું સર્વ દિશાએ ધ્યાન આપે. અમે (એટલે હું, મારી પત્ની, અને અમારા યોગશાસ્ત્રના ગુરુબંધુઓ)  યોગાસન શીખીએ અને શીખવીએ ત્યારે અમારા ગુરુજીના આ શબ્દો હંમેશા અમારા અંતરમાં ગુંજતા હોય “તમે કોને જોઇને તેનું અનુકરણ કરો છો, તે મહત્વ નું નથી, પણ તમારી ક્રિયાને કોણ જોય  છે, પરખે છે, સુધારે છે, તેજ મહત્વ નું છે". ગુરુ નો આજ ધર્મ કે શિષ્ય ક્યાં પહોંચ્યો  શીક્ષા ગ્રહણ કરવામાં એનું નિરીક્ષણ કરવું અને યોગ્ય સુધાર કરવો, અને સાથે સાથે શિષ્યનું સામર્થ્ય કેટલું છે, વિષયમાં  જ્ઞાન પામવા ની ક્ષમતા કેટલી ધરાવે છે એનો અભિપ્રાય ઘડવો. બીજી ખૂબી એ કે ગુરુ તથા પારંપારિક શિક્ષા પ્રદાન કરવા ની પધ્ધત્તીમાં સૌ પ્રથમ સ્થાન સ્વાધ્યાયને અપાતું. ગુરુ વિષયનું વિજ્ઞાન* તો વર્ણવેજ પણ શિષ્યનું નિરીક્ષણ ખાસ કરે કે તે વિદ્યાર્થીએ સ્વાધ્યાયમાં કેટલી પ્રગતિ કરી છે? કેટલું વિજ્ઞાન ય્યાદ રાખે છે તેનું નહિ. અને પારંપારિક શિક્ષા ની ત્રીજી ખૂબી કે પૂર્ણ ધ્યાન શિક્ષા મેળવવામાં જ હોય. બધ્ધીજ ક‍ોલેજો residential આશ્રમોજ હતી. કોઈ પણ ચિત્ત ભક્ષક પ્રવુત્તિઓ ન મળે!

મગજ એ શારીરિક અંગ છે. એમાં અમૂક “આવડતો" છે. ખાસ આવડત એ કે મગજનાં પેટા અવયવો નો વિકાસ અને વૃદ્ધિ કરાવી શકે, આવડતોની પ્રગતિ (વધારે ઊંડી, અને વધારે બળવાન) કરાવી શકે, અને ઘણી નવી આવડતો ઉત્પન્ન કરી શકે. આ આવડતોમાં સૌથી ઉત્તમ આવડતને આપણે બુદ્ધિ ના નામે ઓળખીએ છિએ. પણ બુદ્ધિ કંઈ મગજની  એકલીજ આવડત નથી, અને એકલી અકેલી કામ કરી શકે એમ નથી. આતો મગજ ની અમૂક આવડતોના એક ખાસ ટોળાને મનુષ્ય માત્ર “બુદ્ધિ" ના નામે જાણે છે.  આ ટોળાની ખૂબી એ કે પોતાની વૃદ્ધિ અને પોતાનો વિકાસ આપમેળે કરી શકે છે, પોતાનું જે ધારે તેવું પરિવર્તન કરી શકે છે. આ બુદ્ધિ વિજ્ઞાનનો ઉપયોગ કરી જ્ઞાન ઉત્પન્ન કરે છે, અને મગજ માં જ્ઞાનનો ઉદ્ભવ થાય ત્યારે મગજ માં મન નો જન્મ થાય અને મન અને મગજ ની જુગલબંધીમાં લાગણીઓ જાગે.

જરા કળયુગથી પૂર્વજ ઋષિ મુનિઓના કથન પર ધ્યાન આપીએ. બાળા અવસ્થામાં છોરાંઓને ભરણ પોષણ આપવું, (જ્ઞાન કે વિજ્ઞાન ની વાત નથી કરી, “ભણાવીએ” શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો!) અર્થાત, મગજની આવડતોને આપમેળે ખીલવાની તક અને એ તક નો પૂર્ણ ઉપયોગ કરાય એવું વાતાવરણ. બાળક પોતે નિરીક્ષણ કરે, (સાવ નાના બાળકને કંઈ વસ્તુ કે નવી વ્યક્તિ સામે ટગર ટગર પાંપણ પટપટાવ્યા વિના જોતા જોયાં નથી?) પોતે સંભાળે, અડકે, ચાખે વગેરે. પાંચેપાચ ઇન્દ્રિયોને નિખાલસ પણે ખડખડાટ વાપરે, અને એના  મગજની આવડતો નું tuning કે caliberation થાય. ઘરના બધાજ આ ક્રિયાને શોષણ આપે, ગીતો ગાય, કુદરતમાં ફરવા લઇ જાય, ચકલી કાગડો કુતરો બિલાડી બતાવે, અને જાણે બધ્ધું સમજાતું હોય તેમ શુધ્ધ ભાષામાં બાળક સાથે વાતો કરે. આ રીતે મગજની આવડતો કેળવાય, બુદ્ધિ કસાય અને વિજ્ઞાનનો ઉપયોગ કરી જ્ઞાન ઉત્પન્ન કરવાની મગજને ટેવ પડે. આજ બાળકની કેળવણી! કેલાવાયેલું મગજ, અને ખીલતું મન, એજ બ્રહ્મચર્યના આશ્રમમાં પ્રવેશવાની requirement! ગુરુના આશ્રમના આંગણામાં શિષ્ય બનવા યુવાન ઉભો હોય ત્યારે વિજ્ઞાન પર અનુભૂતિ અને  સ્વાધ્યાય નો પરચો કરી જ્ઞાન ઉત્પન્ન કરવાની મગજની  કેટલી તૈયાર છે, બુદ્ધિ નામની આવડતોની ટોળી કેટલી ખીલેલી છે તે પારખીને આશ્રમના ગુરુ, શિક્ષા આપવાનું આરંભ કરે. આ શિક્ષાનું પહેલું પર્વ તે શિષ્યને સ્વાધ્યાય અને અનુભૂતિ શું, તેનો પરિચય, ઊંડી ઓળખાણ.

મગજમાં layers હોય. મને જરાક સમજ છે તે એવી, કે એક layer તે  ચેતન layer. આ ભાગમાં વિચાર આવે, અર્થાત મગજ અને મન મહેનત કરે, પ્રયાસ કરે, ત્યારે કંઈક ક્રિયા થાય. અંગ્રેજીમાં કહીએ તો conscious layer. બીજું layer તે પર-ચેતન (આ સાચો શબ્દ છે કે નહિ, તે હું નથી જાણતો, કદાચ મેં જ નવો શબ્દ બનાવ્યો હશે! પણ “અચેતન” શબ્દ મારે અર્થ કરવો છે એ માટે સચોટ ન લાગ્યો). અર્થાત અનાયાસે મગજ અને મન આ ભાગમાં રહેતાં જ્ઞાન અને વિજ્ઞાન નો વર્તન કે વિચારમાં ઉપયોગ કરે તે ભાગ. અંગ્રેજી માં sub-conscious કહેવાય તે. મારી સમજમાં વિજ્ઞાન મગજના ચેતન સ્થરમાં વસે, અને જ્ઞાન પર-ચેતન ભાગમાં. આ ચેતન અને પર-ચેતન ભાગ ની સાથે મગજ ની યાદ્દ્દાસ્તના પણ layers હોય. સાથીદાર! સરખું કાર્ય, અને સરખો ગુણધર્મ.

આપણા શાસ્ત્રોની શ્રુતિ પધ્ધતિ છે, શાસ્ત્રો સમું વિજ્ઞાન જાળવી રાખવાની. મગજની એક આવડત કે વિજ્ઞાનને આ પર-ચેતન યાદદાસ્તમાં વાસ આપવો. શ્રુતિ પધ્ધતિ આ આવડતનો ઉપયોગ કરે, એનો વિકાસ કરે અને શાસ્ત્રોના વિજ્ઞાનને પર-ચેતન યાદદાસ્તમાં ભરે. જયારે મન સ્વાધ્યાય સાધે ત્યારે બાહ્ય input વિના, મગજ અને મન સંપીને એ શાસ્ત્રો રૂપી વિજ્ઞાનને જ્ઞાનમાં બદલી શકે! મગજમાં ને મગજમાં!

શિશુઓ ને શિક્ષા એજ આપવાની કે મગજની આવડતો એવી રીતે ખીલે વિકસે વૃદ્ધિ પામે કે અનાયાસે, વિજ્ઞાનને આજે કે કાલે, સ્વાધાયથી જ્ઞાનમાં બદલી શકાય. આજ મગજ અને મન નું ભરણ પોષણ છે. અને જ્યારે આ જ્ઞાન વપરાય ત્યારે એને વિદ્યા કહેવાય!

આવતે અંકે આ શાસ્ત્રો અને ફીલસુફીની વાતો છોડી બાળક ની કેળવણી અને ભણતર કે અભ્યાસના આરંભ ની વાત કરીશ.

 


Have picked a bit of a serious topic today.. I may have to stretch it across a blog or two or three!

I am going to start by expanding on the meaning of the words in the title, and follow it up in subsequent blogs on what we call education in modern society, and close by describing how I would implement my ideas, if I owned the Crown Jewels.

For once, the English lexicon has scored one over the Sanskrit based languages – at least within the limitations of my vocabulary in both languages. Brain is a word which does not appear to have a “nice” equivalent in Gujarati. “magaj” is the closest.  Other words I found, like “bheju” are more colloquial, and have a tinge of intelligence implied in their meaning, while I want to mean just the grey folds under the skull. So, Brain it is, and will be – the anatomical component of our body!

Mind is fairly acceptable for what I mean – the non-physical but fully existential entity that resides in the brain. The Sanatan / Shaaddarshan scriptures have a concept that mind is not confined to the brain. It is known as Manomaykosh a mind and memory system similar to the neurological system of the cells of our body. All cells throughout the body retain a memory of their past, and are capable of some process based on that memory. Modern day genetics appear to confirm what the Sages of a few thousand years ago knew thoroughly!

The next word is intelligence, and it matches the Gujarati/Sanskrit word “buddhi” in meaning and context. The scriptures of course have a few additional entities like “chitta”, “vrutti” etc., but I do not posses sufficient scholarship to talk about these concepts, and hence will stay away from them. Intelligence, then is one of the many skills inherent in the physical brain. More on this a bit further on.

A few words – invisible in the title – also need some delineation. Knowledge (a poor equivalent of the Sanskrit “Gnan”) is created or born, when an individual has a personal experience of the topic, or is able to reach a meaning after deeper cogitation and consideration in his or her own brain. The information that constitutes the topic, is the object of such introspection, and thus is a precursor of generating knowledge. The word used for information is “vignan”, a word whose current usage implies the sciences, but the context is that the sciences are information, though all information is not science. Because of the nature of this topic, I will be using these three words: buddhi, gnan and vignan frequently in this blog, interchangeably with the corresponding intelligence, knowledge and information phrases.

Cultivating the mind or pre-training the mind to activate the “skills” of the brain, that will enable the young person embarking on the acquisition of shiksha, develop conscious AND sub-conscious abilities to convert vignan into gnan, is called “kelavani” or training. Training is a grossly insufficient word for what I have in mind,  so I will use the word “configuring” or “cultivating” as an equivalent of kelavani. (the word conditioning has too many negative conotations!)

Now the word shiksha. I am ashamed to qualify shiksha as a word! It is the single most significant concept for human development. The currently convenient and popular word “education” is far too weak to be considered any kind of peer of “shiksha”, so while “education” is in common usage, I will stick to shiksha.

There are three fundamental aspects of shiksha in India’s spiritual and intelectual traditions. First is the guru – a presence unique to the Indian social and spiritual ethos. The guru enables the student to acquire shiksha. The guru pays attention to all aspects of the student’s growth and development in the context of acquiring shiksha. When we (i.e. I, my wife, and all our fellow pupils in our guruji’s yoga family) learn or teach yogasana, our guruji’s words are always ringing in our minds, “it is not who you watch and imitate in your yogasana practice that is important, it is far more important to know who is watching you during your practice”. The guru has this key role, because he is the one who will correct you when you go wrong! The second aspect is that while the guru certainly shares a vast quantity of information on the subject at hand, the guru specifically looks for the student’s achievements in the key process known as “svadhyay”. An approximate translation of svadhyay is self-study, but a more accurate description would be an application of the student’s own mind in analysis, introspection, dissection and reconstitution of the subject matter, the information, the vignan! The guru is more concerned with how well the student practices svadhyay on the subject, not how much of the information or vignan he can remember and recall. The third key attribute of shiksha is the fact that there were no other distractions to the pursuit of shiksha in the guru’s ashram, a mandatory fully residential institution!

The brain is a biological component of the body. It has certain inherent abilities. A key attribute of these abilities is that they bootstrap the growth and upgrade of other sub-components of the brain, and of themselves. In other words, all are self learning abilities. We often know a group of such abilities by their common name: “intelligence”. Intelligence is neither the complete set of the brain’s inherent abilities, nor can it function by itself – it is a team of abilities. Self generating, multiplying, growing in scope and sophistication. It is this “intelligence” that converts vignan (information) into gnan, and when gnan is born in the brain, the mind is created, and together, the mind and the brain generate feelings and emotions.

Let us hark back to what the pre-kalayug (the cyclic “periods” of human life that the Indian scriptures describe) sages said about the development of children. The four ashrams of man’s life began with bala avastha, followed by brahmacharya as the first of the active ashrams or segments of life. The sages talked of nurture of the child, to ready him to enter brahmacharya, and the beginning of his shiksha. They have not even mentioned a word like shiksha or education for children, but they did describe how the nurture included kelavani. The nurture is simply the creation of opportunities and as well as of suitable environments to use these opportunities. They are for the child’s brain to exercise the inherent abilities of the brain, and get the abilities going towards increased growth and expansion. The child observes – unblinking stare at new objects and new faces – and hears, and feels, and tastes, using all his “indriya’s” senses, and the process of cultivating the brain to convert information/vignan into gnan has begun! Anubhuti (self-realisation) and Svadhyay are operational! The adults around the child feed this activity by taking the child out to encounter nature, introduce him to other life forms, be they flowers and trees, or birds, cats, dogs, cows and fowl. They sing and talk to the child in their mother tongues, as if the child understands all, but all of it is part of the nurture and kelavani. Readying the child to be a pre-pubescent ready to enter brahmacharya and look shiksha in the eye! The guru assesses the young person’s intelligence – buddhi – and begins his shiksha. The very first curriculum of the shiksha is to learn the process of “Anubhuti” or experience (more like realisation by ones own self through experiment and or observation)  and svadhyay (which involves analysis logic and deduction) that will convert vignan into gnan!

Freud and his psycho-anatomy apart, my visualisation of the brain is that there are layers – like short term and long term memory, like the conscious and sub-conscious layers of the brain. The conceptual understanding is (in my mind) that the conscious mind houses information, and voluntary efforts by the brain results in thoughts triggering action and behaviour, while in the subconscious part, things just happen without deliberate efforts. This is where gnan resides, the associated subconscious memory stores both the gnan and it’s related vignan, and gets them going without a specific thought or demand or effort – anayas!.

The Indian systems have a very sophisticated and successful system of transmitting the information documented in our scriptures, from generation to generation. It is known as the “oral tradition”. The guru and his associates had highly evolved practices to transmit the contents of the scriptures by voice and repetition, and a detailed process of verifying the accuracy and precision (correct pronunciation or exact vocabulary) of what the student learned. This process was essentially one of pushing the information from conscious memory to the unconscious one! Thus, when it came to svadhyay or cogitating on this information, the student needed no external inputs. The process and the feedstock of vignan was already in his brain, and as he converted or realised the gnan contained or indicated by the vignan, he stored the gnan in the subconscious layer of his brain. Finally, when he used or deployed this gnan, we witnessed his skills and capabilities, his vidya.       

I will get more specific about the nurture aspects for a child, in the next blog. Today, was just preparing the sets.