ભણેલો ગણેલો |
Wise and well Informed |
મધ્યમ વર્ગના શહેરોમાં રહેતાં કુટુંબોમાં દીકરી માટે માંગુ આવે ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન પુછાય કે “ભણેલો ગણેલો" છે? આપણા સમાજના દુર્ભાગ્યે આ “ગણેલા" શબ્દનો ઉપયોગ પ્રાસ બેસાડવા માટે કે કમાઈની રકમ ગણવા જેટલી છે કે નહિ, તે જાણવા માટે! પણ એક અરસામાં આ વાક્ય કોઈ વ્યક્તિ માટે માન થી બોલાતું હતું. કે ભણતર સાથે વાસ્તવિકતા પણ કેળવાયેલી છે - તો આ “ભણેલા" અને “ગણેલા" માં ફરક શું? દાઢી- કંઈ બોલું તે પહેલાંજ બેસાડ્યો અને પૂછ્યું, “માહિતી નું વિતરણ, અને ભણતર માં શું ફરક છે તે જાણે છે?” ઠંડો થઇ ગયો, વાચા ઉડી ગયી. આ ૪૦+ વર્ષ ગયે પણ હું આ સત્ય દર્શાવતો પ્રશ્ન ભૂલ્યો નથી, અને આ અવતારે તો નહીંજ ભૂલું. ભારતની વંશવેલી માં માહિતી, જાણકારી, information ઈત્યાદી ને કંઈ જ મહત્વ અપાયું નથી. શબ્દકોશમાં information શબ્દનું ભાષાંતર શોધવા ગયો તો જેટલા શબ્દો દેખાયાં તે વધુ અંશે સંસ્કૃત ભાષામાંથી તારવેલા ન હતાં. ગુજરાતીમાં ફારસી અને અરબી શબ્દોનો સમાવેશ છે, એટલે અટકળ કરું છું કે આ પરદેશી ભાષાઓમાંથી આ concept આપણા પારંપારિક સંસ્કારમાં પ્રવેશ્યો. જ્ઞાન, વિજ્ઞાન તર્ક વિતર્ક વાદ વિવાદ શબ્દો અને વિચાર- “બ્રહ્મચર્ય આશ્રમ” બાળકના પહેલાં ૨૫. બ્રહ્મ શબ્દ ના ઉપયોગનો હેતુ એમ કે વત્સનું પુરુષ રૂપ પૂર્ણ થાય, પુરુષનો ઉદ્ભવ થાય. શરીર આવ્યું, જીવ અને આત્મા આવ્યા, પણ જ્ઞાન વિજ્ઞાન અને શાસ્ત્ર વિના માનવ નો ઉદ્ભવ પૂરો ન થયો કહેવાય. આશ્રમ અર્થાત એક તો સામાજિક વ્યવસ્થા - ગુરુકુળમાં એક સિધાંત એવો કે શિષ્ય કોને નિહાળીને અનુકરણ કરે છે તેના કરતાં, શિષ્યને અભ્યાસ અને સ્વાધ્યાય કરતી વખતે કોણ એને કઈ નજરે નિહાળે તે વધારે મહત્વ ની વાત છે. શિષ્યની કાચી દ્રષ્ટિ ભ્રમનો શિકાર બની શકે, ત્યારે ગુરુ ની પરિપક્વ દ્રષ્ટીજ એને ઉગારે. આપણી પારંપારિક અભ્યાસ ની નીતિમાં માહિતી ની વિચારશૈલી ન હતી કારણકે માહિતી મૃગજળ છે, પણ જ્ઞાન અને મગજની વિચાર વિમર્શ કરવાની પધ્ધતિ એજ સાછો અભ્યાસ છે - આ concept જરા અટપટો છે, એટલે એક ઉદાહરણ આપું. માહિતી એટલે શાક ભાજી અને ઘઉં ચોખા. અને મગજની પ્રક્રિયાઓ એટલે રંધાવાની રીત. સામગ્રી બદલાય, પણ રંધાવાની રીત ના બદલાય. કાંદાના ભજીયા તળો કે પૂરી, શક્કરિયું શેકો કે શીરા નો લોટ. તળાવની ક્રિયા અને શેકવાની ક્રિયા તો એકજ રહીને. તેમ આપણી પારંપારિક અભ્યાસ ની વિચારશૈલીમાં માહિતી – સામગ્રી - ગુરુની ફરજ કે શિષ્ય આ સત્ય ને સમજ્યો કે નહીં, અને એ સિધ્ધાંત પચાવ્યા કે નહીં અને સચોટ રીતે પોતાના સ્વાધ્યાયમાં પાળે છે કે નહીં તે જોવું, અને જરૂર પડે ટોકવું. સરવાળો એમ, કે બ્રહ્મમ ઇતિ બ્રાહ્મણ: એ જ્ઞાતિ માટે નહીં પણ બ્રહ્મચર્ય આશ્રમ હેતુસિદ્ધ અને સફળ થયો, અને એક જ્ઞાની અને બાહોશ પુરુષ આગળ વધ્યો. ભણેલો માનવ. એક આપણા સમાજ ની ખોડ લાગે છે તે આ શ્રુતિ પધ્ધતિ ની અજ્ઞાનતા, અને તેનાથી પણ દુષ્ટ, તિરસ્કાર. ગોખે રાખેલું જ્ઞાન કહી, શ્રુતિ પદ્ધતિનું અપમાન થાય છે, અને મારી તો એવી આંતરડી કકળે છે કે આંસુ આવી જાય છે, અને સભ્યતા જાળવવા ચુપ બેસું છું. ભારત તણા ઉછેરેલા ૪૦+ વર્ષ કે વધારે ઉમરના લોકોને રોજીંદી જીંદગી માં હિસાબ કરવા calculator ની જરૂર પડે છે? ગુજરાતી કે મરાઠી શાળાઓમાં ભણેલા છોરા છોરી કંઈ હિસાબ કરવા વેઢા ફેરવવા બેસે છે કે ફટાક દઈને આંકડો બાહર પાડે છે? પ્રાથના ગાતા કંઈ યાદ કરવું પડે છે કે શબ્દો વહેતાજ જાય છે? આ શ્રુતિ પ્રતાપ નહીં તો બીજું શું? હવે, ગૃહસ્થાશ્રમમાં આ ભણેલો માનવી ગણવાની આવડતો ગ્રહણ કરશે. ભણવામાં જ્ઞાન અને વિજ્ઞાન તથા શાસ્ત્રો થી બુદ્ધિ અને ચિત્તને તૈયાર કર્યાં, તેજ કર્યાં, સતર્ક કર્યાં, એકાગ્ર કર્યાં. તે બન્ને ભાઈ બહેન - છેલ્લી વાત રહી શાણપણની. જ્યારે ભણતર અને ગણતર સમાન પ્રમાણ થાય ત્યારે શાણપણ નો ઉદ્ભવ થાય. જેમ એકલું ભણતર કાચું બાફે, તેમ એકલું ગણતર આંધળે બહેરું કૂટે. ચાલો બસ કરું! |
I was a just- He asked me, “do you know the difference between education and information transfer?”. 40+ years later, I check all my thoughts about education against this query. Hereditary concepts in the thought processes prevalent in India, are – in my opinion – the most evolved ideas about knowledge, education, learning, development of the human mind and hence about human development. The fundamental approach in ancient India – brilliantly documented and preserved in practice (unfortunately in rapidly shrinking number of institutions) – was that the mind and brain (the biological and the logical) need to be well prepared like curing ceramics or leather or wine - The prime message of these “gurukuls” was “who observes you, is more important than who you imitate”. The teacher’s duty was to “watch” the pupils as they developed into adepts. This, then, is the difference between information transfer, and education! Oral traditions are still preserved and practiced in India – in the scriptural schools, the Sanskrit schools, the schools for priests. Almost all are in traditional formats of gurukuls or ashrams, but the Raj- Most Indians born and brought- Finally, the issue of knowledge and wisdom. Knowledge is the end result of education as described above: separation of information and processes of the mind, developed under enlightened mentoring. Wisdom develops from the verification of this knowledge in actual application or practice in real life situations. Wisdom is acquired ONLY through ones own realisation and experience. It is the pinnacle of processes of the logical mind (as different from the philosophical or spiritual mind). One may recognise and imitate wisdom, but that does not “get” one that wisdom, because such observed wisdom is just information. One must digest it with ones own mental juices, to convert it to one own wisdom. One singularly significant caveat, though! Well informed people are NOT necessarily knowledgeable NOR wise. Wise people are NOT necessarily well informed, but can be narrowly knowledgeable. ah! enough on this topic! |