નવી પેઢી માટે નવો કીમિયો |
Engaging the new generation |
આજે જરા તાન ચઢ્યું છે. હમણાંજ જરા ગંભીર વાત પર બ્લોગ લખ્યો અને અવકાશમાં વહેતો કર્યો! એટલે જરા હળવી વાત પણ છેડીયે. મારી પેઢી નો ઉછેર અડધો રૂઢી પ્રધાન, અને અડધો અર્વાચીન શૈલી માં. મા બાપ ને ખબર હોય કે જુવાનીયાઓ લાઈન મારવા નીકળે ત્યારે કહેશે “આંટો મારીને આવું છું", અને એના જેવાજ બીજા લુખ્ખાઓ સાથે કશેક બેસશે કે ઉભા રહેશે, છોરીઓને જોશે, એક બીજા ને ઢેકો કોણી મારશે ને ઘરે પાછા આવશે. એક તો છોકરી ફેરવવાના - અમારા બાળકોની પેઢી તૈયાર થઇ ત્યારે ઘણો બદલાવ આવી ગયેલો. કાકી માસી અને બાફોઈ ના ગોઠવાયેલા લગ્નો ઓછા થવા લાગેલાં, marraige bureau ફેશન માં આવી ગયેલી, અને એવી match making websites તો અસંખ્ય ફૂટી નીકળેલી. અને વધારે ને વધારે છોરાંઓ કહેવા લાગ્યા કે “અમે પોતાની મેળે શોધી લઈશું". આ મનોવૃત્તિ ને જન્મ આપવામાં ૪ સ્થિતિઓ નો ફાળો. ૧. કુટુંબો છુટા પડવા માંડ્યા, એટલે ન તો માસીબા છોકરીને ઓળખે, અને ન તો છોકરાને ખબર હોય કે મન્જુફોઈ એટલે કોણ. મારી મમ્મી એની બહેનોને અઠવાડિયામાં બે વાર મળે, અને અમારી પેઢીમાં બે બેનો ૨ વર્ષે એક વાર મળે - ૨. ગૃહસ્થાશ્રમ માટે તૈયાર થતી પેઢીમાં છૂટાછેડા દેખાવા માંડ્યા. મારી બન્ને દીકરીઓના ક્લાસ માંથી કેટલાય છોરાં જલ્દી પરણ્યા - ૩- ૩- ૪. શેહરી જીવન ને કારણે આપણા સમાજમાં ઘણા પરિવર્તનો આવે ગયાં. પોતાની મેળે કે માસીબા ફોઈબા ના introduction થી, છોકરો અને છોકરી એક બીજા ને મળે તો જ ગાડી આગળ ચાલે. પણ જુવાનીયા ઉત્સવ, તહેવાર, લગ્ન કે ન્યાતના મહોત્સવમાં આવતાજ નહોય, (હું કોઈને ઓળખતી નથી, મારી ઉમરના કોઈ બીજા છોકરાં આવતાં નથી, હું કંટાળી જઈશ) અને ભૂલે ચુકે આવે તો પણ માનવ મેદનીમાં મળે કોને? “કેમ છો" થી આગળ વાત કરવાની તક પણ ન મળે તો ગાડીને engine લાગેજ નહીને! ૩૦% બાકીના ૫% પ્રભુ ને નામે! લોકો પરણે તો છેજ ને! અમે સીંગાપુર આવ્યા ત્યારે જોયું કે અહી church ઘણાં હતાં. પ્રજા ચીની વધારે - નવરાત્રીમાં અમારે કોઈપણ hall રખાય તો પણ ગીચોગીચ ભરાઈ જાય. કોઈના લગ્ન હોય અને સંગીત રાખ્યું હોય તો લગ્નમાં આવે એના કરતાં વધારે મહેમાનો આવે (બધ્ધા જુવાનીયાઓ આવે - હવે મારો idea એવો છે કે એક પંથ દો કાજ. યુવા પેઢીને સમ- એક નવરાત્રી ના પ્રોગ્રામ માં ગયો હતો. થોડી વાર માં બલમ પિચકારી વાગવા માંડ્યું. સાંભાળીને મને એવી તો ઝાળ લાગી કે એ વખતે તો ત્યાંથી નીકળી ગયો, પણ હજુ અદુકડા જ બેસવું પડે છે. દાઝ રુઝાઈ નથી. દર બે મહીને એક સાંજ રાસ ગરબા નો ઉત્સવ યોજવાનો. સ્થાયી જીવો માંથી જ એક ઢોલી અને એક પીપુડી વાળો. ગરબા અને ગીતો પણ સ્થાયી સમાજમાંથી કલાકારો આગળ આવે, અને ગીતો ઉપડાવે. જેટલા લોકો આવ્યા હોય તે બધ્ધાએ ગાવાનું. નાચતા કે બેઠેલા. ગાવાવાળા બેન કે ભાઈ એક લીટી ગાય, અને બધ્ધાએ ઉપાડવાની. અંતરો કે સમૂહ. એક website સ્થાપિત કરવાની. આગલા પ્રોગ્રામમાં જે કલાકાર ગાવાના હોય, તે આ website પર એ ગીતો એમને ગાવા હોય કે આવડતાં હોય તેના શબ્દો મુકવાના. ગુજરાતી બારાખડીમાં અને રોમન અક્ષરોમાં. (Transliterated format). પોતે ગાઈને એનું રેકોર્ડીંગ પણ મુકવાનું. એટલે આગલા પ્રોગ્રામમાં આવનાર કહી ના શકે કે મને નથી આવડતું કે મને ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગીત નો tune નથી આવડતો. કોઈ બહાનું ના ચાલે, બધ્ધા ગાય. નાચતા કે બેસતા! ૭:૩૦ થી ૯:૩૦. કોઈ ચા નાસ્તો કંઈજ નહિ, ફક્ત પાણી મળે. ઘરેથી નાસ્તો લઇ આવી ઉજાણી કરવી હોય તો છૂટ! પણ ના તો CD કે ના તો બલમ પિચકારી! જે વેશમાં આવવું હોય તે. ચણીયા ચોળી, કે jeans. બસ આવો, એક બીજા ને મળો, સાથી થાય કે મિત્ર કે સખી. નવા થાય કે જુના ને કોખે ઘાલીને લાવો. ગુજરાતી ગીતો ગરબા રાસ નો કંઈ તોટો છે? આવો, આપણી ભાષા ગાઈએ નાચીએ અને જીવંત રાખીએ.
|
I am on a bit of a roll! I just posted a rather serious kind of a blog, so I felt like compensating it with a lighter one. My generation is a cross- By the time our children grew up, many situations had changed. Match made weddings had started going down, marriage bureaux and websites were doing roaring business, and an increasing number of young souls were saying “I will find my own partner”. There are 4 key factors that contributed to this change. 1. joint families started breaking up into nuclear families. Aunts and aunties would not know their nephews and nieces, and the young ones would not even remember who their aunt is, because they simply did not see one another. My mother met her sisters twice a week, while our generation would meet their siblings once in 2 years – often when the sister came on a holiday from the US! How can the nephew or niece ever build up faith that their aunt would know what kind of a person would be compatible with them. 20% contribution. 2. The peer group of our children’s generation started showing up divorces – both match made marriages, as well as their own selected partners married for love. The institution of marriage started loosing it’s shine. My daughters’ peer group have shown up divorce within a year or two of marriage. 5% contribution. 3a. TV and films have always presented this scenario of fall in love, marry, a paradigm very common to the western cultures. But, these programs hardly ever show the daily life struggle of any marriage. So, this cycle of fall in love, marry appears very rosy and attractive. A significant number of young people build up an ambition of falling in love – as if it was an end in itself! 3b. A key impact of rapid urbanisation is the dominance of the English language, and western values and attitudes. These thoughts are a constant drenching spray through TV and films. The western contempt for our traditionally ingrained system of arranged marriages is often indirectly, and increasingly directly subjected to severe contempt and ridicule. It is our society’s intense mis fortune that many of our young ones are taken in by this flood of antipathy and derision, that they start believing it – in spite of the successful role models of their parent’s marriage, and reject the process of traditional match making in it’s entirety. 3a + 3b 40% contribution. 4. Urbanisation has precipitated a huge change in our traditional way of life and the cultural practices that supported the society. Only when Boy meets girl – either on their own while socialising or through the aunt or grand mom’s introduction, can any relationship build or not! But the opportunities for boys to meet girls are going down, because the boys and girls do not want to attend social events to celebrate festivals, or community gatherings or other people’s marriages. (I don’t know anyone, there will be no one of my age group, I will be bored).. And even if they do attend, there is often a quick hello! how are you and bye, a flash contact in a crowd! How can anything come out of such fleeting contacts? 30% contribution. The remaining 5% assigned to the good Lord above, doing His will, as and when!! When we arrived in Singapore, we noticed a profusion of churches. It was a bit of a surprise, because we knew that the population here was predominantly Chinese, and we believed that Chinese people were normally Buddhists. We found that more than 30% of Chinese identified their faith as Christian. We met a brash taxi driver – Singaporean ethnic Indian. His dashboard had Ganesh and Krishna pictures and statuettes, but his license displayed his name as Robert. Equally brashly – fresh off the boat – we asked him to explain this apparent contradiction, and his answer was a bit of a revelation. In his younger day, he said that the best way to meet girls was to join a church, where they organised a number of social events for boys and girls! So, he presented himself as Robert, so he could join these programs and meet girls! Setting aside his shenanigans, the story does highlight the issue that unless boys and girls have opportunities to meet and socialise in safe and reliable groups, how will they move on with their own search and find? Such an opportunity would address factor #4 above! Any hall that is hired for the Navratri celebrations invariably overflows. Any wedding which has a sangeet evening gets full attendance from it’s invitees, often including people who will skip the actual wedding! Mostly the young ones! The obvious conclusion is that garba and raas (also known as dandiya!) has generated a lot of interest in the young Gujarati boys and girls. And why not? It is a great opportunity to dress up, show off, be cool, and share new steps and dance moves with so many of the newly arrived (from India) couples and singles! My idea then, is to serve a dual purpose. Create a safe and reliable opportunity for young people to socialise, and preserve and grow the Gujarati culture, language, music and dance. If you discovered how many Singapore born Gujaratis can not speak Gujarati, you may take to drink, and if you went a step further to tally those who can not read or write Gujarati, you will be dumbstruck, and take to blogging – like me! I attended a navratri celebration. Some one started playing a remix – set to dandia beat - Organise an evening of garba and raas, once every two months. 7:30 to 9:30. Local talent for the Dhol and Flute (and there is plenty of local musical talent in Singapore). There are plenty of folks in the Gujarati society who sing well, and they would lead the singing of the Gujarati songs, and the entire audience of dancers and other attendees would sing along. No choice, everyone MUST sing. The lead singer sings a line, and the whole audience picks it up... not just the chorus! A website to be set up, where the next event’s singers will publish the lyrics of the songs in Gujarati and in the Roman alphabet (transliterated format). The singers can also record their own singing of these songs, and put them up on the website as well. No one then, has an excuse for not knowing the lyrics or the tune! No excuses, everyone sing! No food or drink – unless you brought your own picnic stuff with you. Only water. 2 hours. dress up in chaniya choli and kedia, or jeans. just come, dance and sing. No CD’s, and no Balam Pichkari! Come, find a friend or something more, or bring your current ones! There is certainly no shortage of Gujarati garbas and songs. Come let us sing and dance and keep our language alive! |