Home શાસ્ત્રો scriptures પેરુ-નહેરુ seek-find શબ્દો ની અતિ word peril ભણતર  vernacular? વારસો અજ્ઞાનતા heritage સમૃદ્ધી quota ઇતિહાસ History મારી ભાષા my lingo

સમૃદ્ધિ ની સીમા

Quota of Prosperity


બંને પાનાં પર મુંબઈ ની ગુજરાતી માં કહું તો "લોચા માર્યા!". બે મુદ્દા લઈ ને ઇતિહાસ વિષય પર અખવું છે, પણ બંને પાનાં પર અડધું આ અને બીજું પેલું, એમ લખ્યું - સંબંધ વિના! ચાલો હવે સુધારું.

આપણાં ઋષિ મુનિ ઓ એ એક ભાવને ખાસ  મહત્વ આપ્યું છે, અને ઠેર ઠેર સુખી રહેવાની ચાવી એજ ભાવ છે એવું કહ્યું છે, અને તે  ભાવ તે સંતોષ! આજની પ્રજા ઋષિ ઓ ના કહેવા માં માનતા નથી, અને   હાર્વર્ડ કે IMF (દેવાળું કરી દુ:ખે થી નષ્ટ થવાનો માર્ગ બતાવતી સંસ્થા)કે LSE ના વિદ્વાનો ને જ માને છે, અને લોભ એ ભાવ ને ભજે છે. કહેશે કે સંતોષ માનશો તો પ્રગતિ નો વિનાશ થશે! આના કરતાં ઘોર અસત્ય અર્થશાસ્ત્ર ની દુનિયામાં નથી. આપણી સંસ્કૃતિ પ્રમાણે  લોભ કર્યા વિના પોતાની જરૂરિયાતો પૂર્ણ કરો એ સંતોષ છે, અને વ્યવસાયમાં પુરુષાર્થ કરો એ પ્રગતિ છે. સંતોષ પામો પછી પુરુષાર્થ કરવાનો હેતુ બદલાય, સ્વ ને બદલે પર ધ્યાનમાં આવે, સમાજ ધ્યાનમાં આવે, માનવ જાતિ ધ્યાન માં આવે, અને પુરુષાર્થ ચાલ્યા કરે. જેમ જેમ સ્વ દૂર જાય, અને પર પાસે આવે એમ કુદરત અને પર્યાવરણ અને સમાજ કલ્યાણ પણ ધ્યાન માં આવે. એવી   સલાહ આપણાં ઋષિ ઓ એ આપી છે. યોદશાસ્ત્રમાં અષ્ટાંગ વિષયમાં યમ અને નિયમ અગ્રણી આવે, તેજ આ સંતોષ ને પ્રગતિ નો સથવારો જાળવી રાખે. અર્થાત, સંતોષ રાખી પ્રગતિ કરી શકાય છે!

મૂછ ફૂટે અને યુવાન માં બાપ ની આજ્ઞાનું પાલન "નહીં કરું"  થી ચાલુ કરે! ઈતિહાસમાં જેટલા સમાજો અને મહારાજયો સમૃદ્ધિ પામી ને થોડા અરસકે વધારે અરસામાં  ભૂમિદસ્ત થયા છે, એનું મૂળ કારણ આજ ઉત્તર છે. દરેક સમાજ માં ઋષિ મુનિ જેવા પ્રખાર વિચારક તો હોય જ, અને આ સંતોષ ની સલાહ બદધ્ધા એ આપી હોય, પણ પ્રજા એ એની અવગણના કરી લોભ ને  જ માન્ય રાખ્યો હોય તો એ સમાજ ને કુદરત નો કહો, સંજોગ નો કહો, પ્રભુ નો કોપ કહો (પણ મારે હિસાબ્બે પ્રભુ કોપ કરતાં નથી... એ તો અટટાહાસ્ય કરે, "જુવો આની શું હાલત થાય છે!" જે હાસ્ય ને આજ-કાલ ના  પ્રભાવના વ્યવસાયી - influencers - "કર્મા" કહે છે તે! ) quota લાગુ પડી જાય છે! બસ થઈ તમારી સત્તા, તમારી સમૃદ્ધિ , તમારું  મહારાજ્ય, તમારું  જોરાવર લશ્કર, તમારી હીનતા. ઘણું ભોગવી લીધું, હવે કોટા પૂરો અને સમય આવ્યો છે દરિદ્રતા, કંગાલતા અને વિનાશનો. તમારી સંસ્કૃતિ નું નામ  રહેશે, ભાષા ના અંશ રહેશે, કદાચ થોડી ઘણી પરંપરા પણ રહેશે - સાપ ગયા અને લીસોટા રહી ગયા.

ક્યાં ચાણક્ય નું પાટલિપુત્ર, અને આજ નું બિહાર, ક્યાં આંગરાજ નું મહારાજ્ય, અને ક્યાં બંગાળ, ક્યાં ગાંધાર, ક્યાં કૌશલ, મગધ, ઇન્દ્રપ્રસ્થ. વિશ્વ ના સામ્રાજ્ય તરફ ધાન દોરું,  તો ફારો નું મિસર,   જેઘીસખાન નો વિસ્તાર, રોમ અને ફિનિસ્યિયન (કે ફિલિસ્ટિન) ઓટોમાન અને પરસિયા (મને Persia નું ભારતી ભાષા માં વપરાતું નામ મળ્યું નહીં , ત્યાં ના રહેવાસી ને પારસિક કહેવાતા એ જોયું)  માયા , ઇંકા કે એઝટેક , સ્પેઇન અને યવન, સિકંદર નું ચક્રવર્તી રાજ્ય, આવ્યા અને ગયા, ઇતિહાસ માં લીસોટા થઈ રહ્યા.આતો ઇતિહાસ માં ઉલ્લેખ મળ્યો છે એટલે ખબર છે કે આવા રાજ્યો અને આવા સમાજો હતા, પણ જેને ઇતિહાસ જ ખાઈ ગયું છે તેની કોઈ ને જાણ પણ નથી! થોડા સમાજો ની લહર જોવા મળી - સિંધુ નદી ના કિનારે વસતા પ્રજા ની, કે બેબીલોન માં  વસતા લોકો ની, પણ ફક્ત સંશય જ છે કે કુદરત નો કોપ થયો, લઢાઈમાં માટ થઈ ને નષ્ટ થયા કે એમનો કોટા પણ પૂરો થઈ ગયો?

ઇતિહાસ માં દરેક મહારથી વિચારકો એ કહ્યું, કે ઈતિહાસમાં થી શીખ લો, પણ મનુષ્ય નો ઘમંડ એવો છે કે ઇતિહાસ ની શીખ ને ગણકારતો જ નથી. જેમ આજ કાલ ના સમય માં કેટલા લોકો આવાજ ઘમંડમાં ફરે છે, કે કોવિડ મને નહીં થાય, એટલે મારે બુકાની પહેરવાની જરૂર નથી અને રસી લેવાનો પણ નથી! મરતાં સુધી આમ માને, છે લાકડે ઘલાવાનો સમય આવે ત્યાં સુધી!

ઉપાય શું?

ભાષણ ઠોકું છું, પણ મારા   આદ્ય વિચારો નથી, બીજા મહાવિચારકો, અને આપણાં ઋષિ  મુનિઓ ના કહેણ ની નકલ કરું છુ, સારાશ કરવા નો પ્રયાસ કરું  છું.

સંતોષ-પ્રગતિ ની જોડી ને સમજો : બે માં થી એક અપનાવવા ની જરૂર નથી, આ ભાવ નું યુગલ (જોડિયા વામન ની માફક) જ માન્ય રાખવાનું. સાથે પરોપકાર, અને પ્રમાણિક્તા બસ, સમાજ તમારું, અને તમે સમાજ નું ભરણ પોષણ કરશે, તાકાત અને સમૃદ્ધિ પણ મળશે, પણ ઘમંડ રેશનિંગ માં પણ "નો સ્ટોક"! તો આપણી સંસ્કૃતી ની માફક, આપણો સમાજ પણ કદાચ કળયુગ ને ટપી જશે!

I goofed  up on both pages that I wanted to write with two different perspectives on history. part of one, and the other with no flow  or link. Now, I shall fix that!

Our sages have repeatedly emphasise one emotion as the panacea of all daily life's frustrations. That emotion is "satisfaction". Unfortunately, modern English language use has assigned many negative connotations to this word. Stagnation and demise or termination being some common usages. However the sages spoke in Sanskrit, and the word they used - and the culture of Bharat continues to use is "संतोष" ,  (santosh)  and there is no equivalent word to convey the key meaning - "enough unto thy needs". Few - if any - follow this advise, preferring the modified Keynesian dictum of "spend for growth". Harvard, LSE, IMF are the current sages with "borrow, spend, grow (and be forever in debt)" as their mantra. While Harvard is "old" it wasn’t around thousands of years ago, when various glorious civilisations were born and died - mostly by their own doing - which is what I want to talk about today.

I am deliberately going to use the Romanised  form of the word - santosh - in place of the English satisfaction - to emphasise the meaning "enough unto thy needs". My key point is that santosh and growth or progress go hand in hand, because the sages explained that santosh is not the end of effort, it is the pause for effort to ones own benefit, and beginning of effort for the benefit of the society and others whose needs have not yet been met! And unbridled consumption and the associated greed led to the complacency that ended great civilisations by their own hand. One of the six philosophical streams of Bharat's intellectual inheritance includes the Astang aspect of yog, the first two steps are "यम"  and   "नियम"   .. and these two describe the processes to keep the twins of santosh and progress humming together.

The first thing a child does  on entering teens, is to rebel with a 'no!". Unfortunately, almost all the great and famous civilisations have done the same, to wise  men amidst these societies - and I am sure that such savants existed in all of such civilisations, and said some what the same thing in different words and contexts. But greed is bred by success both economic and military, and voila, complacency follows soon there after. My concept is that nature or God or whatever one may believe in imposes a quota on all civilisations. Quota on prosperity, on power, on success, on riches all together. unfortunately, arrogance and greed are on the flip side of this quota, and violation of this quota starts an irreversible downhill slide that ends in either extinction or degradation (on their own, or at the hands of outsiders) leaving behind a legacy of monuments desperately in need of repair, in the influence the civilisation had on languages, traditions, cultural practices, spiritual and secular thoughts and philosophies and even mundane matters like fashion and architecture. But the civilisation is either no more, or does not count any more.

Think  of Pataliputra, of Kaushal, of Magadha, of Angdesh, of Gandhar, and then consider Bihar, Bengal, Afghanistan and so forth. On a world scale, pharaoh’s Egypt, Caesar's Rome, or somebody's Babylon, or Genghis Khan and son's cross Asia empire, or peoples like the Inca, the Maya, the Aztecs they all fell out of their Quota! Even as I write these words, there are nations - the concept of   "civilisations" having been replaced by the structure of nation states - well set or well past their quota.

I  have only one thought about a solution to falling foul of this quota of prosperity - the twins of santosh and progress. one for self, the other for out of  self! यम   of acquiring only what you need, and नियम  of   exerting I for the benefit of those  whose needs have not been met, all painted a bright colour of fairness and compassion.

Pipe dream? possibly!