આજ ના સમાજ માં સૌથી ઘોર અપસંસ્કાર ફરતો હોય તો આ "હું બચારો" ની માન્યતા છે. આમતો કોલર ઊભો કરીને ફરતાં હોય. મારી પોતાની મેળે સમૃદ્ધ થયો છું. કોઈ ની સામે હાથ લાંબો નથી કર્યો. મારા સ્પર્ધીઓ મારા થી સંભાળીને ફરે. પણ જેવું ઢગરી નીચે પાણી આવ્યું, કે તરત આ "હું બચારો" ના તંબુમાં છુપાશે. મારા દુશ્મનો એ કાવા દાવા કર્યાં છે. મારા પિતા નાની ઉમરે ગુજરી ગયા હતા, અને માં ની હુંફ ના મળી કારણકે બોર્ડિંગ માં મૂકેલો, મારી પત્ની ભાગી ગઈ, મારો અતિ પ્રિય ઘોડો મરી ગયો, આવા કારણો દર્શાવે - પોતાની કરતૂત પકડાય ત્યારે. આવું બધા નથી કરતાં, હજુ ભારતીય સમાજમાં આવી વૃત્તિ ઓછી છે, જ્યારે સમૃધ્ધ સમાજોમાં માં વધતી જાય છે.
મરાઠી માં ઘણું પ્રખ્યાત વાક્ય છે. "मी नाय"।
• ફલાણું થયું એમાં મારી જવાબદારી કઈ નથી, સરકારે કરવું જોઈએ.
• મારા સંજોગ એવા હતા કે કરવું જ પડ્યું.
• મારુ બાળપણ બહુ કઠોર હતું, અને સાવકા મા-બાપ બહુ ત્રાસ આપતા હતા, એટલે આવો થયો.
• પેલા લોકો એ મને લાચાર કર્યો.
આવું લિસ્ટ તો લાંબુ થાય. પણ સારાંશ એ કે ભલે મે કર્યું, પણ જવાબદારી મારી નથી કારણકે હું બિચારો ફસાયો. આવી વર્તણૂક ના થોડા મૂળ કારણો મને દેખાય છે. કારણો કરતાં - આવા વર્તન ને સિંચતા સંજોગો - કારણ તો સત્ય તરફ ખેંચે જ્યારે સંજોગો મનુષ્ય માત્ર ના અંકુશ માં લાવી શકાય. ભારતીય સમાજો અને માલદાર સમાજોમાં કારણો થોડા જુદા છે, પણ જેમ શહેરી જીવન, અને અર્વાચીન સમાજો ના સંસ્કાર આપણા લોકો ને ભરખે છે, તેમ આ ફરક અદ્રશ્ય થતો જાય છે.
સૌ પ્રથમ, તો કર્તવ્ય શબ્દ અને સંસ્કાર બોલી અને આચરણ માં થી અદ્રશ્ય થવા માંડ્યું છે. કામ કે નોકરી ની વાત નથી કરતો, સામાજિક વ્યવહાર અને જાહેર વર્તન માં થી પોતાનું કર્તવ્ય શું, તે ઘસાઈ જાય છે. આ તો સરકારે કરવાનું - કરવેરો શેને માટે ભરી એ છીએ? ઘર અને બહાર સલામતી સરકારે સાચવવા ની, બાળકો ને શિસ્ત સ્કૂલ વાળા એ શીખવવાનું, પોલીસે જાહેર શાંતિ સાચવવા ની. અને બાકીનું બધ્ધું ભગવાને સંભાળવાનું! બેવકૂફી પણ બીજા કોઈ ની કરતૂત છે. મારુ કઈ નહીં.
બીજી પરિસ્થિતી - સ્મૃધ્ધ સમાજો માં ખાસ, અને ભારતીય સમાજમાં ચેપી રોગ ની માફક શહેરી રહેવાસી ઓ માં ફેલાતી - એ કુટુંબ અને કૌટુંબિક કર્તવ્ય નું ઘસાઈ જવું તે. સ્મૃધ્ધ સમાજોમાં વ્યક્તિ એજ સમાજનું કેન્દ્ર બિંદુ થતું ગયું છે, અને સમાજને દિન પ્રતિ દિન જીવન વ્યવસ્થા માં પણ વ્યક્તિની કેંદ્રતા એટલી બધી વધી ગયી છે, કે માં બાપ અને છોકરા થી આગળ કુટુંબ ગણવાનું જવલ્લે જ જોવા મળે, અને કાકા મામા માસી ફોઈ તો હોય જ નહીં, કે જિંદગીમાં જોયા જ ના હોય. આને કારણે મોટા કુટુંબની હૂંફ, અને લાગણીઓનું રક્ષણ ના મળે. હવે, કાકા માસી હોય જ નહીં તો સમજવા જેવી સ્થિતી કહેવાય, પણ "હું વ્યક્તિ, મને કોઈ ની જરૂર નથી" એ વિચાર પ્રધાન રાખી કુટુંબીજનો સાથે સંબંધ ફિક્કો કર્યો હોય, તે પરિસ્થિતી આ યાદી માં સમાવેશ કરે ખરી. આવા વિચાર વાળા વ્યક્તિત્વ પ્રધાન મનુષ્ય ની વસ્તી ખૂબ વધી છે, અને એજ ચેપી રોગ છે. ભારતીય સમાજ માં હજુ એ રોગ ઘણી નાની માત્રામાં આવ્યો છે, પણ આજનું શહેરી જીવન એ રોગ ને ફેલાવે છે. એટલે જેટલા ચેત તા રહીશું, એટલાં જ સુરક્ષિત રહીશું આ કુટુંબ વિરહ ના રોગ થી. મને જે લાહ્ય બળે છે તે આજના સમાજોમાં કૌટુંબિક સંબંધો ની મશ્કરી અને નીચા પછાડવાની વૃત્તિ TV અને ફિલ્મો માં પ્રબળ થતી ગઈ છે. અને આખી દુનિયાના સમાજો માં ટીવી અને ફિલ્મ ની અસર અધધ જેવી વિશાળ થઈ નથી ગઈ? આપણા સમાજમાં હજુ કુટુંબ એટલે પર-દાદા ના વંશજ. સંબંધ રાખો ત્યાં રહે, અને જરૂર પડે આપણે કે કોઈ બીજા કુટુંબીજનો મદદ માટે વણમાંગે હાજર થાય. અને કોઈ પણ સારા માઠા ના અભિપ્રાય વિના મદદ કે રક્ષણ કે સલાહ આપે, અને કશું નહીં તો પ્રેમ અને વ્હાલ ની હૂંફ આપે. હવે જો વ્યક્તિત્વ ના નશામાં સંબધો સાચવ્યાજ ના હોય, અને આફત આવી, તો ભાગેડુ વૃત્તી ઊભરી આવે, અને "હું બિચારો" પ્રધાનતા લઈ બેસે. અને "બિચારો" હોય, તો જવાબદારી તો માળીયે જ ચઢી હોય ને.
ગેર સમજ નષ્ટ કરું. મનુષ્ય માત્ર ગેર જવાબદાર નથી થયો - એના કામ માં કે દૈનિક જીવનમાં કે વ્યક્તિગત રૂપે કે એની "ડ્યૂટી" બજાવવા માં. એ વિસ્તારમાં તો જે થતું હતું તેટલું જ કે થોડું વધારે કે ઓછું થતું હશે. પણ હું એ વિષયની વાત કરતો જ નથી. પણ માનવજાતિ નો એક વધતો જતો અંશ જે પોતાના કર્મ ની જવાબદારી કાબુલ કરવી, જે કરે તે ભારે એ સિધ્ધાંત ને માન્ય રાખવો, - અને ભરતી વખતે કૌટુંબિક હૂંફ ને લીધે સહનશીલતા વધે, અને મનમાં વિષ ભરાઈ ના રહે - આ બધી વાતો ને તજી ને "હું બિચારો" વડે છે, એની વાત કરું છું. એજ વ્યક્તિ સામાન્ય રીતે જવાબદાર, ભરોસામંદ, ધીર ગંભીર હોય, પણ જેવો કોઈ અણબનાવ એને નામે આવે, કે એ ભાગે - આ "હું બિચારો" વૃત્તિ માં. માનવ સમાજ ની અમુક ક્રુતિ ઑ છે, જેણે આ વૃત્તિ ને તક આપી છે, વૃદ્ધિ કરવાની. કાયદા કાનૂન માં, એવું લખાયું કે માણસ ગાંડો હોય, તો એના પર દાવો ના ચલાવાય, અને સજા ને બદલે માનસિક સારવાર અપાય. આ કાયદો તો સારો છે - જે માણસ ખરેખર માનસિક ઇજામાં પીડાતો હોય તો. પણ માનસિક પીડા પુરવાર કરવું એટલું અઘરું છે, કે ઘણા ઢોંગી માણસો (એના વકીલો ની સહાય થી) આ કાયદા નો ગેર ફાયદો ઉઠાવે છે. આ વાત ને લીધે એક લોકસત્ય પાકું થવા માંડ્યું કે ગાંડપણ લાગ્યું હોય ત્યારે કઈ પણ કરો એ માફ. આપડે ત્યાં, કોઈ ધૂણવા માંડે ત્યારે લોકસત્ય કહે એને તો માતા આવ્યા છે, એટલે જે કરે તે માતા કરે છે, એ માણસ નહીં. આ ભૂત ભુવા ના વાતાવરણમાં ચાલે, આમ વાસ્તવિક સમાજ માં નહીં! પણ આ લોકસત્ય કે માનસિક પીડા વાળો માણસ વ્યાધિગસ્ત કહેવાય, "બિચારો!" અને એ કારણ વશ જે પણ કર્મ કર્યું, એની જવાબદારી પેલા વ્યાધિ ની છે, વ્યક્તિ ની નહીં! ખરેખર?
એક જગ્યાએ આ "બિચારા" વ્યાધિગસ્ત વ્યક્તિ ને જવાબદારી (અને અહીં કર, અહીં ભર થી મુક્તિ!) માં થી છુટ્ટી મળી , એમાંથી ઘણા ને પ્રેરણા થઈ કે આ તો સરસ કીમિયો છે, અને વધતી સ્થિતીઓ માં આ "હું બિચારો" વૃત્તિ વપરાવા માંડી. અને જેમ જેમ સમાજ આ વર્તન ને માનવા માંડ્યા, તેમ તેમ આ અપલક્ષણ વૃદ્ધિ પામ્યા.
હું એમ નથી કહેતો કે વ્યક્તિપ્રધાન પરિસ્થિતિઓ ને લીધે આ ભાગેડુ વૃધ્ધી જન્મી છે – નિશ્ચિત પણે ના! પણ, વ્યક્તિત્વ પ્રધાન માણસો "હું બિચારો" વધારે ને વધારે અપનાવે છે, કારણકે એ વ્યક્તિઓને કશે થી પણ મદદ કે ટેકો મળી રહેશે એવું દેખાતું નથી. પોતે જ પગ કાપ્યા - સંબંધો ને નકારીને - અને હવે ચાલવાની શક્તિ નથી. બિચારા?? અરે તમારા આ વ્યક્તિત્વ પ્રધાન વિચારશૈલી માં તમે કૌટુંબિક સંબંધો ને પક્ષપાત નું મૂળ એવું નામ આપ્યું ને? અને જે લોકો અને સમાજો આ કૌટુંબિક સંબંધો ને માન આપે અને જાળવે એને પડતર સમાજો ગણાવ્યા? પક્ષપાત થાય છે? હા થાય છે. પણ શું પક્ષપાત ફક્ત કૌટુંબિક સંબંધ માન્ય સમાજો માં જ થાય છે? વિશ્વમાં એક પણ સમાજ છે, જ્યાં "આ મારો માણસ" એમ કહેવાતું અને ગણાતું નથી? તો કૌટુંબિક સંબંધ અને આવા "મૈત્રી" સંબંધો માં તફાવત શું? કે કુટુંબમાં મદદ અને ટેકો એ સંબંધ ના પાયા સમજાય, અને માંગે તે પહેલા હાજર થાય - એજ કર્તવ્ય ગણાય! (અને હું પદ ને ઘા ના લાગે કે માંગવુ પડ્યું!) અને કુટુંબમાં કોણ વ્યક્તિ છે તે કોઈના હાથમાં નથી – બધ્ધાજ પૈદાઈશિ કુટુંબીજન હોય! જ્યારે મિત્રો દરેક વ્યક્તિ પસંદ કરે અને ખોય પણ.
આ વિષય ના સંબંધી વિષય પર પણ મારા વિચાર વ્યક્ત કરવા છે, પણ એને બીજા બ્લોગ માં લખીશ.
|
The most significant psychological evil of the modern world is the add-on identity that people adopt of being a victim! Even as an individual claims to be a self made person, high achiever, great competitor, the person adopts the “I am a victim” identity as well. Obviously, this is limited to a small segment of “modern” society, but terror of terrors, an expanding segment.
I see this in multiple forms:
• I am not responsible for xxx, the government or that fellow or that organisation should have taken steps etc.
• I had circumstances which forced me to do yyy.
• Because I had been abused / deprived / alienated / removed in my childhood, I did zzz.
• Other person or people forced me do nnn.
The list goes on, but these are the most common stands that those who revel in this “me-victim” identity take. And invariably, this approach comes out when something around them fails, and they are identified as being the cause of that failure. I see a few causes – perhaps causes is not a correct word, since causes point to truth or facts – so situations or circumstances and facilitators in the so called “modern life” that serve as catalysts of the creation, propagation and acceptance of this behaviour.
The first and the strongest (IMHO) is the rapid disappearance of a sense of “duty” from the collective human value system. It has been replaced by “I have paid others to do xxx, and hence it is no longer my job to do so”. The government must provide security, the school must teach discipline, the municipality must clean up, the police must prevent chaos and the best: God must do everything else!! Even stupidity is the doing of someone else.
The second is the denudation of the family support system, and this is almost solely because of the glorification of the individual. Almost all developed societies (translation: rich societies) are singularly dedicating public services and facilities to the individual. That families also benefit or use, is because families are a collection of individuals. The bond and relationships of a family (and I mean an extended family) are actually considered retardants to an individual’s growth. If a study were to be done on the presence of this me-victim syndrome across the world, my expectation is that this measurement would be lowest in societies that still honour and value the bonds and hence duties amongst extended families. The collective public value propagation that such bonds and duties are nepotism and hence undesirable is a significant social crime being perpetrated by those who do not have such bonds. These extended family bonds must be nurtured, and relationships “maintained” and expectations generated from duty attached to these bonds met, even if at various points of time, a person may consider them wasteful, unnecessary or plain pain-in-the rear! The denigration of these wider support systems has fed the individual first (and the intense selfish behaviour it occasions at times) attitude that I fear in human value systems. This same individuality estranged from family support systems (which are simply present, available and proactive) flounders when the person concerned actually needs help, often does not know so, has ego issues about asking for help, and ultimately yields to this “me-victim” line of thinking and behaviour! Ones own responsibility disappears!
Be aware, that I am not claiming that people have become irresponsible, or individuals do not take responsibility for their actions and so forth! Majority of the human race does so, but my point is that in some – mainly deeply urbanised segments – the proportion of people who succumb is increasing. The same individual may be a very responsible employee, teacher, student, father, specialist, policeman and so forth, BUT if that same person’s situation goes bad in some circumstances, the me-victim syndrome envelopes that same otherwise responsible person!
There are a few accessory features of human social organisation. The law, for example dilutes the severity of an action under this me-victim situation, and because the law – like computers – is an idiot, a numbers of perpetrators of evil in whichever form, seek recourse to this escape window, AND the society accepts it: not under simple common sense,, but under certification by various experts – disembodied and uninvolved! This acceptance has gone way beyond the legal domain, and has become a frequently abused social behaviour. I believe that a specific society in our world has it, that anything you say while drunk, is automatically excused and to be ignored. They use it to let off steam, and reduce stress of keeping mum, but action while drunk is regularly accepted and excused in many other circumstances as well. So, general acceptance by the society of the me-victim identity only encourages it’s proliferation.
I am NOT saying that individualism is the cause of this me-victim syndrome. What I am saying is that individualism has denigrated (directly – by ridiculing biological relationships, or looking down on people who live with their parents, societies which honour extended family relationships and obligations by labelling them as “nepotism”, or indirectly – through books, media, public references and so forth) the support system that an extended family provides. Obviously, this is not a black and white statement, and there are plenty of public cases of abuse of such relationships. However, in a “normal” situation, in societies where such relationships are the norm, cases of me-victim syndrome enveloping individuality oriented persons is very low. Because people who have only ones well being at heart would envelope this person in a cloud of affection, physical and fiscal support and help see this individual through whatever trouble they encounter, simply as a matter of course.
There is another topic related to this me-victim syndrome (but not to individuality or to extended family relationships) that I want to talk about. That is about personal and social responsibility. But that will be another blog.
|