ગર્વ ની માયા |
Illusions of Glory |
આઈન્સ્ટાઈન ના શબ્દો માં “જ્યારે મનુષ્ય એક કાર્ય એકજ રીતે પાછો ને પાછો કર્યા કરે, નવા નવા પરિણામ ની આશા રાખી ને, ત્યારે એને ગાંડપણ કહેવાય”. હવે ખરેખર આ પ્રખ્યાત વીજ્ઞાની એ સાચે જ આવું કહ્યું હતું કે એને નામે કોઈએ ચાંલ્લો કર્યો, પણ આ વાકયના સત્યને માનવું અનિવાર્ય છે. આપણાં સમાજમાં એક વર્તન પ્રચલિત થવા માંડ્યુ છે. ભૂતકાળ ની વાતો લઈ ને ગર્વ કરાય છે, પણ જે વર્તન ને કારણે એજ ભૂતકાળ નષ્ટ થયો એવું જ વર્તન ચાલુ રખાય છે! આ વિષય મારે માટે જરા ભાવના અને ગુસ્સા ના સંગમ નું સ્થાન છે. ઘણા વખત થી લખવું હતું પણ વિચારો ની પરિપક્વતા ની જરૂર હતી. આ લખાણ પણ ત્રણ વાર ચાલુ કરી ને ભૂંસી નાખ્યું! ચોથી વાર શું કરું છું તે જોઈએ. ત્રણ મુખ્ય મુદ્દા મને સતાવે છે! ૧. સૌથી વ્યથિત કરે છે તે આપણાં સમાજમાં વધતી ડબલ ઢોલકી ની વૃત્તિ. ઓહ હો! આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે! પણ મને એ “મહાનતા” ના સૂચન ફાવતા નથી! નહીં થાય મારાથી! ૨, બીજો મુદ્દો તે ઇતિહાસના રાક્ષસો શું વિનાશ કરી ગયા એની વાતો ઘણી થાય, પણ એ રાક્ષસો પેઠા કયા સંજોગોમાં એ વાત ગેરહાજર! ૩. અને ત્રીજો મુદ્દો, એ ભૂતકાળ ની મહાનતા ના ગીતો ગવાય, પણ એજ ભૂતકાળ ની જાળવણી અને સમાજ ની આવવાની પેઢીઓ માટે સચવાય કેમ એ વાતને તાવ આવે, અને ખટિયા માં ઠૂઠવાતી મળે – શોધો તો જ! સમાજમાં શું ચાલે છે – જે મને વ્યાકુળ કરે છે – એનો આલેખ કરું એ પહેલાં બે વાત ની ચોખવટ કરું. ભારત દેશમાં પ્રગતિ થાય છે, અઢળક થાય છે, પણ એ અર્વાચીન પ્રગતિ થાય છે, અને એ દેશ અને રાજકારણ ના હસ્તે થાય છે. મારી પીડા સમાજના વર્તન અને સંસ્કૃતિ ની પ્રગતિ અને રક્ષણ ના વિષય માં છે – જાણે આપણાં સમાજ પર કોઈ શ્રાપ હોય!. સાથે સાથે કોઈ દેવ (કે દેવી સરસ્વતી જ હશે) ની કૃપા પણ છે. થોડા વીર માનવો આ સંસ્કૃતિ નો પ્રચાર અને જતન કરે છે એનો ઉલ્લેખ જરૂર કરું. ભારતના સાહિત્ય માં ભાષ્ય લખવાની પ્રથા છે, અને સવા અબજ ભારતવાસી માં થી સવા લાખ સુમાનવ નીકળે જ રાખે છે, અને આપણાં સાહિત્ય, ઇતિહાસ, શાસ્ત્રો પર અર્વાચીન ભાષાઓ માં ભાષ્ય લખે છે – ટેકનોલોજી નો આબેહૂબ ઉપયોગ કરીને પ્રચાર અને સમજણ બંને વધારે છે! મને ગર્વ આ વ્યક્તિ નો થાય છે, કે આપણી સંસ્કૃતિ હજારો વર્ષો સજીવન રહી છે તે આવા મનુષ્યો ને આધારે જ.! આપણી સંસ્કૃતિ વિકૃત કેવી રીતે થઈ રહી છે એનો સૌ પ્રથમ દાખલો ભાષાનો! શહેરી સમાજમાં એવી દૃઢ માન્યતા છે કે આર્થિક વિકાસ અંગ્રેજી ભાષામાં જ થાય. આ માન્યતા માં વાસ્તવિક સત્ય તો છે જ, પણ આ ભાષાનો ઉપયોગ માતૃભાષાને બાજુ પર ઢકેલી ને કરાય, એ સ્વરૂપ નર્યી માયા છે. હું પણ એમાં નો એક હતો / છું. નસીબ થોડું સારું નિવડ્યું, અને મે માતૃભાષા ને તરછોડી નથી, અને બને ત્યાં સુધી મારા જીવનમાં એનું શોષણ કર્યું છે. આ અંગ્રેજી ની પ્રધાનતા ને માનવા વાળા ના ત્રણ ભાગ કરવાના. મધ્યમ વર્ગના માં- પરિણામે માતૃભાષા બાળપણ થી જ કાને પડતી ઓછી થાય! ૨૦ થી ૪૦ વર્ષ ની પિઢી ની ચકાસણી કરીએ, તો ૫૦ – ૬૦% શહેરોમાં રહેતી આ પિઢીના વ્યક્તિઓ માતૃભાષા બોલશે ખરા – અંગ્રેજી શબ્દો ના છાંટણા સાથે – પણ વાંચી કે લખી નહીં શકે! મારે ક્યાં દૂર જોવાનું છે? મારી બંને દીકરીઓ ગુજરાતી બોલે છે, પણ લખતા વાંચતાં નથી આવડતું. વાંક મારો છે! દીકરીઓ નો નહીં! અને શાળાઓમાં બન્ને ભાષા પર સમાન જોર આપી શકાતે પણ “ડિમાન્ડ” નો’તો! સિંગાપૂરમાં સરકારે જ ભણતર માં માતૃભાષા પર જોર આપ્યું છે – સ્કૂલો માં માતૃભાષા અનિવાર્ય છે: ત્રણ માતૃભાષાઓ અધિકૃત છે, અને બાળકની માતૃભાષા આ ત્રણ માં થી એક હોય, તો એનો અભ્યાસ ઊંચા સ્તર પર કરવાનો! આ દેશ અંગ્રેજી પ્રધાન દેશ છે, પણ માતૃભાષા અનિવાર્ય છે! દરેક દેશી ને ગર્વ છે સંસ્કૃત નો, પણ ભણેલા સમાજમાં ૫૦ થી નાની ઉમર ના વ્યક્તિ માં થી કેટલા ને સંસ્કૃત નો ‘સ” પણ આવડે છે? હા, બા બાપુજી એ ગોખાવેલી પ્રાથનાઓ આવડે છે ખરી! વડીલો એ કહેલી વાર્તાઓ તો યાદ છે, પણ જે સંસ્કૃતિ પર ગર્વ થાય છે, એનું ઊઠાં જેટલું એ જ્ઞાન છે? કેટલા અને કયા મૂળ શાસ્ત્રો છે? શું કહ્યું છે આ શાસ્ત્રોમાં, કયા સિદ્ધાંતો પ્રકટ કર્યા છે એમાં? પૂજા અને વૈદિક તત્વજ્ઞાન માં શું ભિન્નતા છે? “હિન્દુ” ધર્મ નો પ્રચાર પૂજા થી થશે કે સિદ્ધાંતો ના પ્રચાર થી કરવો જોઈએ? “યોગા..આ..આ” કરો છો કે યોગાસન? આ તો મારી વેદના વ્યક્ત કરું છું. લોક સુધાર નથી કરતો. નરસિંહ મે’તા નું એક વદન છે - બીજો મુદ્દો! એક ઠૂંસાવેલા રાજનીતિક નેતા છે. દેખાવે પડછંદ, રૂપાળા, બોલવા માં બાહોશ – અંગ્રેજીમાં! – અને ભાષણ તો જાણે સરસ્વતી ની ખાસ દેણ છે. ચોપડી લખી, અને ખાસ વિલાયતમાં – અંગ્રેજ સભામાં આ વાત પર આવેષમાં આવી બોલે, કે ભારત દુનિયા નો સૌથી સમૃદ્ધ સમાજ હતો, અને તમે – અંગ્રેજો – ભારતને લૂંટી ગયા – ૩ શંકુ ડોલર! (લાખે ૫ મીન્ડા, કરોડે ૭, અબજે ૯, અને શકું ૧૨. Trillion!). તાળીઓ નો ગગડાટ થયો, ભાષણકાર ખુશ થયો કે કેવું સંભળાવી દીધું, સભા તો ખુશ થતી હતી કે દાદાજી એ કેવી અદ્ભુત ચોરી કરી! કેવી બેવકૂફ પ્રજા હતી!– સભાની જ્ઞાત જ ચોરોની હતી ને! કોઈએ એમ ના વિચાર્યું, કે આપણે કેવા બેદરકાર હતા કે ઘર માં ચોર પેઠાં તોયે ખબર ના પડી, અને આપણી જ મિલકતનું રક્ષણ ના કર્યું. શું જોઈ ને કહો છો કે “જો, અમે કેવા તાલેવંત હતા કે ચોર પણ માલામાલ થઈ ગયા, હવે ભલે અમારી ૭૦% પ્રજા કંગાલ હોય!” અક્કલ નું પ્રદર્શન નહીં તો શું? શ્રાપ છે આપણાં સમાજ પર કે સમૃદ્ધિ નો કોટા પૂરો થઈ ગયો, એટલે ભૂખે નહીં મરો, પણ સમૃદ્ધિ પાછી નહીં આવે – સાચવતા નથી આવડતું એટલે! સ્વરાજ્ય મળ્યું, એની સાથે સાથે સ્વચોર પણ મળ્યા. આજે પણ અબજો ની ચોરી થાય છે – આપણાં પોતાના ચોરો ના હાથે! શેનો ગર્વ કરો છો, ભૂતકાળની સમૃદ્ધિનો? આ ધાડમારુ કઈ પહેલા નો’તા. તૈમુર લંગ અને એના વંશજો ના ધાડાં કેટલી વાર આવ્યાં, અને દેશ રંજાડી ગયા, હાહાકાર ફેલાવતા ગયા, અને હજાર વર્ષ રાજ કર્યું, અને કેટલી ચોરી કરી? છે કોઈ ની પાસે એ માપ? અને છે કોઇની પાસે આપણાં અસંપ નો માપ? કેટલા રાજાઓએ બાજુ ના પ્રાંત માં ધાડ પડી તો મદદે ગયા? અને કેટલા એ આ રાક્ષસી સૈનિકો ની મદદ માંગી પાડોશી રાજ્ય ને માત કરવા? અસંખ્ય છે દાખલા આવા ધૂર્ત વર્તન ના, જેના પરિણામે દેશ રંજાયો! આજે દેશ કે સમાજમાં દેખાય છે સંપ નો અણુ પણ? રાજકારણ માં વિરોધી ની જમાત અસંખ્ય નથી? સમાજ પણ કોઈ ને કોઈ મુદ્દો લઈને ભેદ ભાવ કરતો નથી? કોઈ રસ્તા પર પડે તો એક કે બે સહાય માટે જરૂર જાય, પણ ૩૦ – ૪૦ માણસો તમાશો જોવા ઊભા રહી જાય, હસવા માંડે, ફોન કાઢી વિડિયો લે! કોઈ ને સંસ્કૃતિ દેખાઈ? પેલા એક બે જણા ને છોડી ને? છે લક્ષણ સમાજની સમૃદ્ધિના? ફક્ત વ્યક્તિગત ધની જરૂર થાય છે. ત્રીજો મુદ્દો જરા નાજુક છે. હું મન અને માનસ ના વિકાસ, અને સામર્થ્ય માં માનવા વાળો છું, અને ધર્મ એટલે કર્તવ્ય માં માનવા વાળો છું, અર્થાત, મારી ભાવનાઓ સનાતન સિદ્ધાંતો અને તત્વશાસ્ત્રમાં વધારે સંબંધ રાખે છે – જે થોડી ઘણી જાણું છું તેની સાથે! - સૌ પ્રથમ તો આપણાં મૂળ શસ્ત્રો ની જાણ. વધારે નહીં પણ, નામ, વિષય, અને થોડા વાક્યમાં એ ગ્રંથ ની વિશિષ્ટતા. દા.ત. વેદ, પહેલા એક હતો, વ્યાસજી એ એના ચાર ભાગ પાડ્યા, કારણકે એમને સમજાયું કે એમના બધા શિષ્યો એમની સિદ્ધિ ના સ્તર પર ના હોઈ શકે. પાઠ એ લેવાનો કે વેદ રચના જેવી સિદ્ધિ આખા યુગમાં એકાદ માનવ ને મળે. બધાના માણસની શક્તિ અને બુદ્ધિ સરખી નથી, એટલે સર્વે મન ને શક્તિ ને સ્વીકારો. પછી વેદાંગ અને વેદ પાઠ ની શિક્ષા તથા શિસ્ત નું વર્ણન, કેટલી વ્યવહારદક્ષ વાતો છે, કેટલું જ્ઞાન ભરેલું છે, કે આપણાં શસ્ત્રો માં કેટલું બંધારણ અને logic છે. બધુ જ્ઞાન સમજવાનું નથી કહેતો, પણ આ જ્ઞાન વેદમાં છે, એટલું જાણવાનું તો ખરું ને! પાઠ એ કે, શસ્ત્રો ને માન આપવા જેવુ છે, ફક્ત ડોકું ધુણાવવાનું નથી! પછી આવે માનવ કર્તવ્ય ના દર્ષન, અને કર્મ ના સિદ્ધાંતો. થોથાં નહીં, પણ ભગવદ્ ગીતામાં આપ્યું છે, એનો પણ સારાંશ. દા.ત. લોકગીતા ના ચારણે કહ્યું “કરમ ના એ મારવા, ને ધરમ ના એ મારવા, મારવા નો ન આવે આરો! એટલું જાણીને દીધેતું રાખ કરહણીયા, ઈમાં તારા બાપ નું શું જાય!” આખો કર્મ સિદ્ધાંત આવી ગયો કે નહીં! બસ આવી રીતે મૂળ શાસ્ત્રો માટે માન, અને મૂળ સિદ્ધાંતો ની ઓળખાણ. આજની પ્રજા બહુ જલદી કંટાળી જાય છે, એટલે જે ૨૦ – ૩૦ મિનિટ ની એમના ધ્યાન ની બારી મળે, એટલામાં કહેવા જેવી વાત કહી દેવાની. માનું છું કે આ રીતે વધારે જાણવા ની ઉત્સુકતા જાગશે, અને બા બાપાએ કહ્યું છે એટલે કરવાનું છે, એ બળવો શમી જશે. આવું સાહિત્ય બનાવવું પડશે? ના! જે વીર માનવ ની વાત આગળ કરી છે, એ વ્યક્તિઓ એ આ ધારા માં ઘણું કામ કર્યું છે – અને Internet માં મળશે. શોધવું પડે!! આપણી સંસ્કૃતિ મહાન છે એ ગર્વ પોલો રહેશે, જ્યાં સુધી આપણી પોતાની સંસ્કૃતિ ની જાણ અને શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી! ચાલો બહુ લખ્યું! મારી અધિપતિ આ વાંચી ને આને પણ ટૂંકાવવાની વાત કરશે! |
instein is claimed to have defined insanity as repeating the same activity in the same way, each time expecting a different result. Whether he really said this or not is totally up in the air. However the truth value of this can not be denied. Our society has fallen into this routine of cherry picking an event or artefact from our “glorious!” past, and selling with pride. However, we still repeat the same attitude and practices which destroyed that same “glorious” past! My mind is drenched in a confluence of anger and emotions about this situation. I have gone through write- Three aspects trouble me the most. 1. The real pain starts with the rise of hypocrisy. Oh such a great and glorious culture and literature from the past! However, I am not comfortable with the life values and practices recommended in this great culture from the past, so I am going to skip following that part. 2. Second aspect is this “Oh! We were so great and rich and 1/3 of global GDP was from India, and the raiders and thieves stole and destroyed so much! But, what were “we” doing that allowed these “bandits” to come in and do their devilry? 3. And the third disturbing aspect is the largely ignored issue of sustaining and protecting these achievements of the past for future generations. Before I take off on my current peeve, I have two disclaimers to present. India – the nation entity – is progressing, often in leaps and bounds in a more modern context. The drivers of this progress are establishments: government and the like. My cry is in the societal domain, in our heritage domain. Sustenance and protection both are dependent on propagation within the society. Sometimes, I fear that our society has angered some deity who cursed us to this behaviour, but I rejoice with the thought that may be Devi Sarasvati or some such divine entity did bless some part of this society at the same time! Out of the 1.3 billion souls with Bharat’s DNA, there are 0.01% (works out to 1.3 lakhs) individuals who have been doing great work to preserve and protect, and using technology very effectively for their objectives. I revel in their existence! This is the genre of individuals who helped our heritage cross multiple millenniums that it has. The first example I want to share to highlight this insidious process of desiccation of our heritage is that of language of education, and casual usage. There is an urban fixation (self- One may consider the English- Singapore is a English dominated society and country. Almost everybody “knows” some level of English. But the education system lays emphasis on mother tongue studies. Especially the three other national languages must be studied at “higher” levels, if the child’s mother tongue is one of the three. Others must also study their mother tongue, and facilities have been prepared to help this study. So, the co- All (sorry, most!) Indians are proud of their heritage, especially the Sanskrit and Tamil literature from thousands of years ago. But take a random sampling of urban Indians below the age of 50, and ask if they know Sanskrit at any level. Just too many will struggle to get past the ‘S’. Sure, they can recite the Sanskrit prayers taught by parents or other elders, but little beyond that. Ignorance of this heritage has enabled some myths to be perpetuated! Outdated language, ancient (and hence irrelevant today), only for scriptures and rituals and so forth. Tell them about some NASA fellow describing Sanskrit as being perfect as a computer language, and they will start preening, “our language!!”. Do they have even elementary knowledge of this heritage? How many fundamental scriptures? Do they talk of topics besides Gods and Goddesses? How organised was the literature domain, structures for writing commentaries, structure and rules for composing poems that would also be sing able, and so forth! Do you know the separation that exists in our scriptures between rituals and philosophy and statements of founding principles? I am just venting! I am certainly not a reformer. One of Narsinh Mehta’s comments quoting Lord Krishna’s conversation with some one, where in He said, “who gave you the right to change others, that is My job, you have the right to change only yourself!”. This is now etched in my heart and mind! Coming to my second point, the one crying about spilt milk, stolen wealth and country laid waste by invaders and charlatans. A handsome, well built, presentable drop in politician with a great command over language – English of course – and a smooth flowing delivery was addressing an audience of Englishmen in London. Berating them for having stolen 3 trillion dollars worth of wealth from India that was almost 30% of Global GDP at one time. The audience applauded vigorously, the speaker felt vindicated that he “told them!”, but the audience was applauding their forefathers who had been such wonderful thieves. Such suckers! was their unvoiced feedback! And that is exactly what we were. Not just suckers, but stupid quarrelling self centered idiots incapable of uniting what was our collective property and heritage. Some even called in these gun bearing crooks to help them against their neighbours! Opportunity!! The crooks shouted. Is it just me, or others see Einstein’s insanity definition at work in our society today? Watch what happens when some poor soul falls down on the road. One or two souls will rush to his or her aid, but another 30 40 people will gather to just watch the drama, and now a days will pull- Coming to the third point of sustaining and protecting our heritage. I am firmly on the side of growth and development of the mind, and understanding the fundamental Vedic principles stated in the scriptures. I am rather cool to the current ideas of protecting “Hindu Dharma” from a platform of rituals and ceremonies. Don’t get me wrong. I believe that rituals, ceremonies, traditional practices are all cultural activities and essential part of the actions needed for sustaining and protecting our heritage, BUT! The primacy has be on the principles and philosophical basis described in our scriptural literature. I am of the firm belief that propagating the Vedic principles and philosophies along with a basic knowledge of our scriptures – from a perspective of where to find what – how many, of what authorship, a brief of what the main ones are talking about, bullet points of the principles – like pithy sayings. A Charan summarised the whole Karmayoga described in the Bhagavad Gita (which itself is brief) by telling his audience of village folks “Whether for love or duty, you got to do what you must do. So, keeping that in mind, just keep doing what you must, nothing to loose!” Current urban generations have an attention span of 20- I have exceeded my word count permitted by my editor – my wife – so, will quit before she wields her |