મિત્ર ના સુપુત્ર ના લગ્ન ગોઠવાયા. અમારી બે અને મિત્ર ના બે એક દોઢ વર્ષે વારાફરથી પધારેલા, અને સાથે ઘણા ધિંગાણા રચ્યા. એટલે અમે પાંચેય મુમ્બઈ પહોંચ્યા. નવું વર્ષ કાગડોળે અમારી મોટી ની રાહ જોતું હતું, અને નાની અને એનો નાનો(!) સાસુજી ભણી ગયા. અમે બે (આખરે આપણે બે જ, વાળા અમે બે) બિજા એક ગઠિયા ની જોડી ભેગા કચ્છ તરફ. નવા વર્ષ ની નવી સવાર! સૂર્યદેવ નું ભૂંગળું વાગ્યું અને અમે નીકળી પડ્યા. સૌ પ્રથમ તો થોળ નું સરોવર, અને ત્યાંના અસંખ્ય જલપક્ષી. બન્ને કુટુંબ ના પક્ષી ઓ દેખાય, સ્થાયી રહેનારા, અને લાંબી સફર માં થોડો આરામ કરવા વાળા migratory પક્ષી ઓ. વચ્ચે એક ચાહ વાળા પાસે ઊભા અને બે ત્રણ કપ ચાહ કોફી પી નાખી. એટલા નાના પેપર કપ હતા કે બે ઘૂટડા માં ચાહ પૂરી! ટોળ ના કિનારે આશરે ૨ - ૨)) [અઢી!] કલ્લાક ફર્યા. શિયાળ નો મૃદુ તડકો, અને હજુ સવારનું ધુમ્મસ પૂરું ઊઠયું ના હતું, અને અમારા સિવાય થોડા ગ્રામવાસી ઓ સિવાય કોઈ વસ્તી નહીં. સરોવર ની વચ્ચે ટાપુ છે, અને એ તો જાણે આખ્ખો પક્ષી ઓ થી ઢંકાઈ ગયેલો. cormorants, darters, pelicans, painted storks, sand pipers અને કલકલીયા ની સાથે થોડા નીલકંઠ. સવાર પૂરી થવા આવી, અને અમે મોઢેરા તરફ. સૂર્ય મંદિર અને ત્યા ની સુંદર વાવ અમને બોલાવી રહ્યું હતું. ગીતા નો રસ્તામાં કોઈ ગામે ઊભા રહ્યા અને રસ્તો ઓળંગતા પગ મચવાયો. એટલે કોલેરામાં wheel chair ની વ્યવસ્થા મળી તે ખુશ થયા. ગીતા બમણી ખુશ કે ધનંજય ની સેવા મળી! સૂર્યકુંડ ગુજરાત માં વાવ ના ઘાટમાં બનાવેલો છે. મહમ્મદ ગઝની એ અહીં પણ તોડફોડ કરેલી, પણ આ હજાર વર્ષ જૂનું મંદિર સોલંકી રાજા ઓ એ તાર્યું, અને ઘણું સચવાયું છે.
મોડી બપોરે અમે ઝૈનાબાદ અને Desert Coursers રિસોર્ટ માં પહોંચ્યાં. ખુલ્લી જગ્યા છે, વચ્ચે ઝાડ પાન, અને ૧૫ ઝુપડીઓ દેખાય - આંગણામાં હીંચકો પણ હોય. પણ અંદર આમ કચ્છી style ની વસ્તુઓ, પણ બાકી આધુનિક વ્યવસ્થા, અને ખાસ તો બાથરૂમ શહેરોમાં નવા ઘરોમાં હોય તેવા. આખું વાતાવરણ ગામ જેવુ. એક બાજુ ફક્ત છાપરા નીચે બેસવાની અને જમવાની વ્યવસ્થા.આમેય કચ્છમાં વરસાદ ને ભીના થવા ના ભય થી તો કોઈ જોતું જ ના હોય! અને તે પણ શિયાળામાં? રાતનું વાળુ પતાવી ને પાસેની તાપણી પર બેઠા અને ધનરાજભાઈ ની વાતો સાંભળી. એમના પુર્વજો આ વિસ્તારના નવાબ હતા. આ પેઢીએ નવાબી તો ગઈ પણ આસપાસના રહેવાસીઓ ધનરાજભાઈ ને બાપુ જેવુ માન આપે, અને ધનરાજભાઈ પણ લોકોને પ્રજા ગણી ધ્યાન રાખે - ખાસ તો મીઠાનું કામ કરતાં સૌથી ગરીબ અને આકરી જિંદગી વિતાવતા હોય એ લોકોનું. આ ટ્રીપ નું આયોજન કરતો હતો એ વખતે એક અવનવી વસ્તુ જડી હતી. મારા પપ્પા શિયાળો અમદાવાદ ખાતે મારી ફોઈની દીકરી બેન રહેતી એને ત્યાં ગાળે. વહેલી સવારમાં એક ખખડધજ સાઈકલ પર ૩-૪ કી.મી. દૂર આવેલું વસ્ત્રાપૂર તળાવ પર પક્ષીઓ જોવા બાઈનોક્યુલર લઈ ને જાય. અને ત્યાં આ ધનરાજભાઈ મળ્યા હશે, અને એક ચબરખી પર એમનું અમદાવાદ નું સરનામું લખી આપ્યું હશે એ ચબરખી મળી. ધનરાજભાઈ ને પપ્પા યાદ નો'તા પણ આતો ૨૫-૩૦ વર્ષ પહેલા ની વાત, ના યાદ રહે. બીજે દિવસે સવારે રિસોર્ટમાં binocular કાઢીને ફરવાની ખૂબ મજા આવી, ઘણા પક્ષી ઓ જોયા, અને નાસ્તો પતાવી ઘૂડખર જોવા નીકળ્યા. સૌથી પહેલાં તો પાસેના ખાબોચિયા માં Eastern Imperial eagle જોયું, અને પછી વનરાઈ વધી ત્યાં ઘુડખર (wild ass) નું સુંદર ટોળું મળ્યું અને પેટ ભરી ને જોયા. સાંજે ધનરાજભાઈ પોતે અમને લઈ ગયા. સૌ પ્રથમ તો મીઠા ના અગર પર લઈ ગયા કે કચ્છ ના રણ પરદેશમાં મીઠું કેવી રીતે બનાવે છે. કચ્છ ના બંને રણ સુકાન અને વેરાન પ્રદેશ વધારે છે, રેતાળ ક્ષેત્ર ઓછો, અને જમીન બહુ ક્ષાર વાળી કારણ કે ભૂગર્ભ માં દરિયાઈ પાણી છે. મીઠું બનાવનાર લગભગ બધા માણસોને વ્યક્તિગત ઓળખે. એ માણસો એક કે બે ખારા પાણી નો બોરિંગ નો કૂવો ખોદી, પંપ ચલાવી ખારું પાણી કાઢે અને મોટા અગર ભરે, અને જેમ જેમ મીઠું પાકે તેમ પાક લઈ ને ગુજરાન ચલાવે. ચોમાસુ આવે અને આ બધી જમીન પાણી માં ડૂબી જાય, અને ચોમાસુ પૂરું થતાં પાછા આવે. ધનરાજભાઈ અમને ખાસ night jaar બતાવવા લઈ ગયા. અંધારું થયું, અને આકાશ એવું તો ચળક્યું કે ફક્ત હિમાલયમાં એવું તારા ભરેલું આકાશ જોયેલું. એમણે એક તેજી spotlight ચાલુ કરી, અને જીપ ચાલે ત્યારે આમતેમ જમીન ઉપર ફેરવે. આ night jaar આમ તો દેખાય જ નહીં. બહાર રાત ના જ નીકળે અને ઉડતું તો દેખાય જ નહીં, અને બેસે તો જમીન પર જ બેસે. રંગ રૂપ એવા કે જમીન સાથે ભળી જાય. ફક્ત આ spotlight માં એની આંખો ચમકે - અંજાઈ ને બંધ કરી દે તે પહેલા. આવી રીતે અમે ચાર પાંચ night જાર જોયા. ફોટા તો લેવાયા જ નહીં, એટલે આ ભાડૂતી ફોટો મૂકું છુ. પપ્પા સાથે જતો ત્યારે એકજ વાર night jaar જોયેલું - કઈ ખાસ યાદ પણ નો'તું.
નીકળ્યા બીજે દિવસે મોટા રણ તરફ. વચ્ચે એક વ્યક્તિ ને મળવા ની ઇચ્છા હતી. ભાણદેવ કરી ને ગુજરાતીમાં શસ્ત્રો સમજાવતા ઘણા પુસ્તકો લખ્યા છે. એમનો આશ્રમ રસ્તા થી થોડે દૂર છે એવો આભાસ હતો. પણ ત્યાં જવાનો ફાંટો આવ્યો તો જોયું કે ૪૫ કી.મી. દૂર છે. અને ભાણદેવભાઇ ને ઘણા ફોન કરેલા પણ સંપર્ક થયો ના હતો, એટલે આશ્રમ માં હાજર હશે કે નહીં તે પણ ખબર ના હતી. આ વિચાર છોડી ને સિધ્ધા Epicentre eco-home stay પહોંચ્યાં. ભરતભાઈ કાપડી એ બનાવેલો રિસોર્ટ. ત્રણ huts, અને સગવડો આધુનિક. પણ સાદાઈ સર્વમાન્ય! એવી સુંદર જગ્યા છે કે અમે તો મોહી પડ્યા. કચ્છમાં ધરતીકંપ થયો હતો, ત્યારે જે ગામ - લોડાઈ - ને epicentre અર્થાત કંપન નું કેન્દ્રબિંદુ, તે ગામ ની પાસે આ રિસોર્ટ બાંધ્યો છે. બાજુમાં જ કાશવતી ડેમ છે, અને ટેકરા ના એક નાના ખૂંટા પર આ જગ્યા તૈયાર કરી છે. રસિક વ્યક્તિ છે. પક્ષી ઓ નું જ્ઞાન ઘણું છે, એક પક્ષિતજ્ઞ ભાઈ એ માર્ગદર્શન આપ્યું, પણ ત્યાર પછી એક હાથમાં બાઇનોક્યુલર, એક હાથમાં સલિમ અલી ની બર્ડ-બૂક, અને ફટફટીયા પર સવાર થઈ કચ્છ ના રણ, મીઠા-અગર, દરિયા ના કિનારા અને જંગલો ફરી ને પોતે નિષ્ણાત કરતાં રસિક વધારે એવી personality બનાવી છે. એમની સાથે ઘણું ફર્યા, અને કચ્છનો સુંદર આસ્વાદ થયો - પાછા જવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ. ખાસ તો mcqueen's bustard જોયું, ruddy shelduck, sandgrouse, tawny eagle અને બીજા ઘણા - ખાસ જલપક્ષી. મે ખાસ ઇચ્છા કરી કે મારે છારી ધંડ પક્ષી આરક્ષણ અરણ્ય જવું છે, સુરખાબ જોવા. Lesser flamingo જે કચ્છમાં માળો કરી બચ્ચા ઉછેરે છે. મને કહે છારી ધંડ કરતાં વધારે માંડવી પાસે ના ગામ ના દરિયા કિનારે ગયા અઠવાડિયે જ ૨૦૦૦ થી વધારે સુરખાબ જોયા છે, તો ત્યાનો પ્રોગ્રામ કરો. મે એમની સલાહ માની, અને મોઢવા ગામ ની ચોપાટીએ પહોંચ્યા, અને અનુમાન પ્રમાણે જાણે નજર ભરાઈ ગયી એટલા સુરખાબ પાણી ને કિનારે જ ફરતા હતા. કેમેરા પર ટેલિ-લેન્સ ચઢાવેલો, અને હાથ દુખવા માંડ્યો ત્યાં સુધી ફરી ફરી ને ફોટા પાડ્યા - ધનંજય અને હું, બસ મંડી જ પડ્યા.
માંડવી પાસે હતું, જમવા ત્યાં જવાનું હતું, એટલે માંડવી નો મહેલ પણ જોયો. જામસાહેબ આ મહેલ હજુ પણ વાપરે છે એ જાણી અચંબો જરૂર પામ્યો. ભુજ આવ્યા, થોડું બજાર ખૂંદયું, બે ત્રણ દુકાનો ની લાલી કરી. બીજે દિવસે મુંબઈ ઘર ભેગા, અને સિંગાપુર ભણી.
|
A close friend’s son was getting married. Our two girls, and the friend’s two boys had arrived one year apart by turns! So, many an adventure had been joint efforts. All five of us landed up in Bombay. The new year was eagerly waiting for our first born, and the younger one and her husband needed to head to his mother’s place. So, the two of us, teamed up with another couple and headed for Kutchh.
New year morning - the eve in dry Ahmadabad - saw us hit the road fairly early. A way side tea stall on the way to Thol lake saw us swigging cup after cup of tea and coffee. The cups were tiny - two gulps and gone! Thol was lovely. The sun was mild, the mist was just about rising, an island in the middle of the lake was covered with water birds - both resident Indian ones and those heading further south for Australia and Africa on their annual migration. We were the only ones out so early, so had a great time wandering the shores for a couple of hours. Cormorants, stilts, ibis, pied kingfisher, darters, painted storks, spoonbills filled our gaze. Modhera the sun temple place saw us arrive just past noon. Unfortunately, Geeta had sprained her ankle at Thol, so we stopped for some crepe bandages but were thrilled to see that the Archaeological Survey of India - who protect and preserve India's ancient monuments - had an arrangement for wheel chairs! Bonus was Dhananjay pushing the chair! Geeta was thrilled! The temple complex is a thousand years old, and while Mohammed of Gazni had raided here and done his dirty, the Solanki kings had restored the temple, so what we got to see was rather well preserved, in spite of a few broken pillars and edifices lying around - ravages of time perhaps? y late afternoon we were in Zainabad and the Desert Coursers resort set up by a descendant of the previous royal family of that minor princely state: Dhanraj Malik. A rustic village layout of about 15 huts in a nice large plot of land set in a local village exterior but clean and well organised in more modern fashion inside. The lounge and dining area are like a multi purpose hall with no walls. But then Rain is hardly a problem in Kutchh at least in January! We had supper, and piled around the camp fire listening to Dharajbhai's stories of his family, the state that they were Lords of, and what he as a very knowledgeable ornithologist has been doing. There was an unusual link I found before the trip when I was rummaging through my dad's diaries and stuff. I had found a slip of paper with Dhanrajbhai's name address in Ahmadabad scribbled on it. Dad used to spend his winters in Ahmadabad, and would go bird watching at a lake near my cousin's house, and had met Dhanrajbhai there! Dhanrajbhai is very knowledgeable about birds, and about what was his father's state! His rapport and familiarity with his ex-subjects is superb, and he looks after them - especially the salt makers who are financially and socially the most in need. We went on a safari the next morning to see the wild Ass of Kutchh. We saw quite a few, all female and calves group - because the male is by and large a loner and randy, so females tend to stay away from him till they are ready. That afternoon Dhanrajbhai took us out. We started off with an Eastern Imperial Eagle in a little swamp by the road side, as we headed into the salt pans. The lease holder has a well bored hundreds of feet into the ground to pump out salt water from the ground. The water reservoir underground is an extension of the sea - although the sea is a distance away. when it rains, all the salt pans become an extension of the sea. He lives on a small dike next to the pump, and tends the pans. The salt takes weeks to crystallise, and is already committed to larger salt manufacturing companies, so it is good that the salt is presold, but the prices are out of the salt makers control. Dhanraj tries to keep these people educated, and employed. He took us to see night jaar. The night was pitch dark, and the sky was lit up by the stars like I have seen only in the Himalayas. Dhanrajbhai had a spotlight that he played on the ground while we drove around. The night jaar nests on the ground, and its colouring is a perfect camouflage on the ground. The spotlight is reflected from its eyes, just before it blinks in the strong light. We saw quite a few night jaars which I had seen only fleetingly just once during a trip with my dad.
We headed for the greater Rann of Kutchh the next morning. I was hoping to take a short detour to meet a prolific author in Gujarati who explained the scriptures in Gujarati, and has written a number of books in this vein. Bhanadev, lived in an Ashram just a bit off the road west. But by the time we reached the turn off, we were already in mid afternoon, the detour would have been 45 KM one way, and I was not even sure that Bhanadevbhai would be in residence. So, we carried on to Epicenter eco home stay of Bharatbhai Kapadi. The location is a small promontory of the hill that borders the Kashvati dam near Lodai village - which was the epicenter of the Kutchh earthquake a few years ago. Bharat is a self educated ornithologist. He was mentored by a well-known bird expert of Kutchh, and then Binoculars in one hand, and Salim Ali's field guide to birds of India in the other, and astride his motorbike, he simply rambled all over Kutchh watching birds, understanding nature, and observing the life style of both the birds, and the local populace include the Maaldhaar pastoralists. But his passion, knowledge and subsequent photography of birds makes him a rare individual. He took us bird watching towards the salt flats of the greater Rann of Kutchh through the grassland that border the Rann. We saw McQueen's bustards, ruddy shelduk, tawny eagle, sandgrouse and many more. I wanted to visit Chhari Dhund, a wetland bird reserve to see the lesser flamingos. But Bharatbhai suggested another place by the sea, where he had seen more than 2000 flamingos just a week ago. So, off we went to Modhava village's beach about 10 Km from Mandvi. And there they were.. a huge group of flamingos prancing at the edge of the ebb tide across a vast expanse of the beach. Dhananjay and I walked as close as we dared to take photos, 300mm lens, and then the 2x multiplier, till my arms started aching with the weight I was hefting!! and along with the lesser flamingos were the terns and gulls. Lunch in Mandvi, a visit to the palace and Bhuj town was next, but only for the flights back to Bombay and onwards to Singapore.
|