વી.સં. ૨૦૭૪. ફાગણ નો મહિનો, અને અમે બે ("આખરે આપણે બે"ે વાળા અમે બે!) રણિબા ના પ્રદેશ ના પ્રવાસે નીકળ્યા.ધાર્યું હતું કાંઇ અને નિરધાર્યું બીજું જ કંઈ. મારા મિત્રની દીકરી ના લગ્ન નક્કી થયા - ગુજરાતીઓ ની બીજી રાજધાનીમાં! ઘણો આગ્રહ કર્યો કે તારે આવવું જ પડશે, મોટી ના લગ્નમાં આવ્યો નો'તો, એટલે આ વખતે છટકાશે નહીં. ચાલો, કાગનું બેસવું અને ડાળનું પડવું! લગન નો ઉત્સવ અને દેશમાં ભ્રમણ - એવો નિર્ણય કર્યો અને ભ્રમણ નું planning શરૂ કર્યું.
અમને બંને ને શહરની રુચિ ઓછી, પણ વિલાયત માં બે ત્રણ શહેર ની મુલાકાત તો અનિવાર્ય કહેવાય. ઐતિહાસિક દ્રષ્ટિએ લંડન, એડિનબરો, અને કેન્ટર્બરી. જગત પ્રખ્યાત વિદ્યાપૂરી તો જોવી જ પડે! બાકી જેમ બને તેમ મોફૂસિલ પ્રદેશ માં. આ શબ્દ "મોફૂસિલ" નો ઉપયોગ ફક્ત ભારતમાં સરકારી કહેણ માં જ વપરાતું જોયો છે, અને એનો અર્થજાણતો નથી - પણ ધારણા એવી છે કે નાના શહેર, અંદ ગામડાના પ્રદેશ ને "મોફૂસિલ" કહેવાય!!
હું તો ગાડી ચલાવતો નથી - 4 વાર લાયસન્સ ની કસોટીમાં ના પાસ, અને અર્ધાંગની ઉત્તીર્ણ! એક બે જગ્યાએ ગાડી ભાડે રાખી ને ફરવાનું નક્કી કર્યું, અને બધ્ધેજ Air BnB માં રહેવાનુ બૂકિંગ કર્યું. હાથે રાંધિ ખવાય, અને બીજા પ્રવાસીઓ સાથે કઈ માથાકૂટ નહીં. બે ત્રણ ફ્લાઈટ અને બે ત્રણferry. મારે બે જગ્યા ખાસ જોવી હતી. પપ્પાએ નાનપણમાં રોબર્ટ બ્રુસ ની ગુફામાં કરોળિયા ની વાર્તા બહુ વાર કરેલી, એટલે રોબર્ટ બ્રુસ નો સ્ટર્લિંગ કિલ્લો તો જોવો હતો, અને બીજી પેલી Daffodils કવિતા, જે મારા મન અને માનસ માં ઘર કરી બેઠી હતી, એ કવિ Wordsworth નો પ્રદેશ, અને વસંત બેઠી હશે અને પ્રભુ કૃપાએ એવાજ કવિતા વાળા દેફોડીલ્સ ના મેદાન જોવા મળશે એવી આકાંક્ષા રાખી ને lake districts. અને આખરે વિલાયત ના વાયવ્ય ખૂણે એક ટાપુ પર puffins જોવા હતા. આ પક્ષી દરિયા કિનારે સજ્જડ ઠંડા પરદેશમાં જ જોવા મળે. છેવટે, મલ નામના ટાપુ અને એના કિનારા થી થોડે દૂર આવેલા નાનાં ટાપુ પર સ્થિત "Abbey of Iona" જોવાનું રાખ્યું.
ચાર પાંચ દિવસ ફર્યાં લંડનમાં વચમાં મિત્રપૂત્રીન લગ્ન માણ્યા,અને મુખ્ય ભ્રમણ આરંભ્યુ.
|
Mid-2015 was the beginning of the planning for our next journey, but came a "must-attend" invitation form a dear friend to his daughter's wedding in Ye Olde England! Friend proposes, God disposes, and my planning switched to Liz's domains! Anyway, there was comfort in visiting Gujarati's summer capital!
Both of us are city-averse in our travels, but Britain is different. The wedding was in London, Edinburgh was a must along with Canterbury for historical reasons, Sterling castle got thrown in for sentimental reasons, because I grew up with Robert the Bruce's cave sojourn and his 7 innings spider! One university town from Ox Cam, and William's home in the Lake districts were the must visit places for me. Hoping that the spring time of our visit, may give us a glimpse around Grasmere of some of the daffodil meadows that he saw and wrote the lines that were to be my theme song! (It turns out that he was not the first to see the mass of daffodils, his sister did, and pointed them out / told him about them!). We were very keen to go see the puffins on St. Kilda in the Outer Hebrides north west of Scotland, and a bit of island rustic life on isles of Mull and the Abbey Iona.
A few days in London on either side of the wedding, and off to see the Queen's domains! (apologies to the Scots).
|