લોપ / ઐક્ય / સમાવેશ |
Assimilate / emigrate |
દેશ છોડી પરદેશ પહોંચીએ તો આપણી રહેણી કરણી અને વર્તન કેવું હોવું જોઈએ? કશે દૂર જોવાની જરૂર નથી. હજાર થી વધુ વર્ષ પહેલ્લાં આપણા ગુજરાતને કિનારે સ્વદેશમાં ત્રાસ થી બચવા આવ્યા, તે પારસી કોમ. દુધમાં સાકર ઘોળી, ન તો વાડકો છલકાયો, ન તો દૂધ ફિક્કું રહ્યું, અને આજ સુધી ગુજરાતીઓ, પારસીઓ ને ગુજરાતી સમાજનો એક અનન્ય ભાગ જ ગણે છે. સંજાણના રાણાએ પણ કેવી લાંબી નજર ફેરવી! દુખી જીવને આશ્રય આપવો એ તો આપણો સહજ ધર્મ છે, પણ સાથે પ્રજાનું કલ્યાણ અને સદભાવ નું રક્ષણ કરવું એ રાજધર્મ છે. એટલે ત્રણ શર્ત મૂકતાં શું બાહોશી દર્શાવી! પ્રજા ને આ પરદેશી કોમ ના વિચારો, રીવાજો, સંસ્કારો થી કોઈ ઈજા ન થાય, પણ પરદેશીઓને પોતાના સંસ્કાર અને રીતી- સાથે સાથે પારસીઓએ પોતાની ખાસિયતોનો સ્વાદ પણ ભાષામાં ઊમેર્યો. બધ્ધા ગુજરાતીઓને પારસી ગુજરાતી સમજાય, પણ તરત ઓળખાય પણ ખરી, ઉચ્ચાર અને અવનવા શબ્દો સંભળાય. થોડા મીઠ્ઠા લાગે, થોડા રમુજી, અને થોડા તોફાની! આમ ગુજરાત સાથે ઐક્ય તો થયા, પણ લોપ ના થયા! ગુજરાતમાં સમાવેશ થયો પણ ખોવાઈ ન ગયા. દેવસ્થાન, પૂજા અને ગ્રંથો ની ભાષા, અને પુજારીઓના પોષાક બધ્ધું સાચવી રાખ્યું. પર અને દેશ, બન્ને સચવાયા. રાણા ને આપેલું વચન પાળ્યું અને પોતાનો વંશવેલો પણ જાળવ્યો. મને તીવ્ર વેદના - આપણા બધ્ધા રીત રીવાજો કંઈ ગીતો ગાવા જેવા નથી. અમૂક પ્રચલિત ટેવો, વર્તન, વિચારો અને સામુહિક લોક્શૈલી સમાજમાં અનર્થ ફેલાવે છે, દુષ્ટ છે, વર્જિત છે. એ બધ્ધી વાતો નો ઉતાવળે ઘા કરવો જોઈએજ. પણ જેમ સર્વ રીવાજો સુઘડ નથી, તેમ સર્વ રીવાજો દુર્ઘડ પણ નથી. સૌ પ્રથમ ચકાસો, અને પછીજ તજો કે અપનાવો. રીવાજ નો ઉદ્ભવ શા કારણે થયો, કોણે કે ક્યાં થયો, શું ફાયદો અને શું નુકસાન થયું કે હવે આજ ના કાળમાં થવાની શંકા છે? સમજો અને તજો કે અપનાવો. વ્રુક્ષ મોટું થાય, ફળ આવે અને છાંયો મળે, પણ જ્યારે એના મૂળ કપાય ત્યારે એ વ્રુક્ષનુ ઠુંઠું જ રહે, ફળ ના થાય અને થોડા વખતે છાંયો પણ ઢળે. વિશ્વમાં જ્યાં પણ વસો, મૂળ ન કાપતા! ગુજરાતીઓ અને પરદેશ, એ તો જાણે ખીચડી સાથે પાપડ. કોઈ પણ દેશમાં જાઓ અને ત્યાં કોઈ ગુજરાતી માઈ- મારી પોણાન્ગની અને હું દક્ષિણ આફ્રિકા ફરવા ગયેલા, અને બોત્સ્વાના મા માઉન ગામે પહોંચ્યા. ગામ બાહર પણ સુંદર ઓકાવાંગો નામની નદી કિનારે backpacker’s hostel પર પહોંચ્યા. આજુબાજુ ગોરા અને સીદીભાઈના ચહેરા દેખાતા હતાં. અચાનક એક મંડળી આવી, અને એમાં દેશી ચહેરા દેખાયા. હજુ તો મગજમાં કંઈ બેસે ત્યાં હાકલ સંભળાઈ “સ્વાતિબેન, આમની કોર આવો!”. જોતજોતામાં અમે બન્ને પણ ગુજરાતી તરીખે ઓળખાયાં, અને એ દુર દુર દેશમાં ગુજરાતીઓની મંડળીની હૂંફમાં સમાવેશ થયા, ઐક્ય થયાં. શું ખાસિયત છે, ગુજરાતીઓની? શું મૂળ છે? શું સંસ્કાર છે? સૌ પ્રથમ તો ભાષા, ગીત, કહેવતો, પ્રમાણો, કથા, ગદ્ય અને પદ્ય. પછી આવે પોષક અને વાગા. ગુજરાતી અને ભોજન નાસ્તા પાણી તો અનિવાર્ય ઓળખ છે. પણ આતો બેજ ઇન્દ્રીઓનું જ્ઞાન થયું. થોડા વધારે પાણીમાં ઉતારો અને શાડ- મારું કહેવાનું સરળ છે. ૩ મુદ્દા જાળવી રાખો, વર્તન અને જીવનમાં વણી લો. પ્રથમ, સંજાણ ના રાણાને યાદ કરી, નવા સમાજમાં તમે ઉદ્વેગ નું કારણ અથવા બહાનું ન બનો. બીજું, પોતાના મૂળ અને સંસ્કારના એવા અંશ ઓળખો અને જાળવો, કે તમારી સુઘડ ખાસિયતો જળવાઈ રહે - થોડી પેઢી થી પેઢી પરદેશમાં કેવી રીતે પોતાની ઓળખ પાકી કરે એ વાત પર સ્વાધ્યાય કરું. હું પણ પરદેશમાં રહેતો ગુજરાતી છું. ૨૩ વર્ષ થયા મુંબઈ છોડે. પપ્પા સાથે હતાં, દેશ છોડ્યો ત્યારે. દેહ છોડ્યો ત્યાં સુધી કઈ વસ્તુ ઘરે આવે એટલે ત્વરિત પ્રશ્ન પૂછે, “કેટલા નું આવ્યું?” અને ઉત્તર સંભાળીને ગણીત લગાડે અને ઉવાચે “બાપ રે બાપ, બે હજાર નું આવ્યું!” રૂપિયામાં હિસાબ કરે. મારી બન્ને રત્નો નાની હતી, અને અહીંજ મોટી થઈ. જ્યેષ્ઠ દીકરીના થોડા મિત્રો અને સખીઓ મુંબઈમાં હતાં. પણ સ્કુલ શરુ થઇ, નવું વાતાવરણ, નવી મિત્રતા કરવાની, નવી બહેનપણીઓ બનાવવાની, પણ સૌથી પ્રથમ પોતાને નવી મંડળીઓમાં ઐક્ય થવાનું. ૧૨ વર્ષની ઉમ્મરે આ કાર્ય સહેલ્લું નથી! પૂછી જોજો તમારાં બાળક- માનવ માત્ર જેમ આત્મા વિના નિર્જીવ શરીર છે, તેમ પોતાના સંસ્કાર વિના વગડે ભટકતો ભીલ જેવો નહીં? બાહોષ હોય, પ્રેમાળ હોય, સેવાભાવી હોય, નેક સદાચારી સરળ હોય, પણ જે સ્તંભ સંસ્કાર રૂપી શીલામાંથી ઉભો થાય એ મૃગજળ એના અંતરમાં ભમતુંજ હોય. નવા સમાજને આપણે અપનાવીએ, એ સમાજના સરોવરમાં ઐક્ય જરૂર થઈએ, પણ લુપ્ત નહીં! ના તો ટાપુ બનીએ, ન તો કાચી માટી બની ઓગળી જઈએ, હંસ બની સરોવર ની શોભા વધારીએ! કરો વિચાર! |
How Should a diaspora behave in their new home? There can not be a better answer than the legend of the Parsi community landing at Sanjan on the shores of Gujarat, and requesting the Rana to grant them asylum. The story goes that the Rana asked about their religious beliefs to check whether they may cause strife with his subjects. To further prevent discord, he laid down three conditions: women to dress like the locals, all would adopt the local language, and cease to bear arms. Add to this, the Zoroastrian dictums of good thoughts, deeds, words. And we have a community who in- The parts I treasure in this process, are their preservation of their faith, language of scriptures, rituals, temples and traditions, while adopting all other attributes of the society that gave them shelter, which would prevent any discord. This is the way to emigrate and assimilate in the societies that welcome you. What troubles me – and hopefully troubles you too – is how effortlessly, so many desi’s – and I am more focussed on Gujarati’s - To abandon and reject a “bad” or irrelevant practice or value or criteria or attribute is a good thing, but to do so without understanding the origin, the reason it was born, how it contributed to our roots and who we are today as a society, and as individuals, is little short of criminal. Throwing out the baby with the bath water. When a tree takes root – like the grapes in vinyards – it takes on the flavours and attributes of the land. It grows strong, gives fruit and shade. Cut the roots, and the fruits disappear, a skeleton remains, and the shade is no more as well! Where ever you reside in the world, Don’t cut your own roots either! Gujarati’s have actually been lead migrants from India. The community has been at the forefront of trade, be it over land, sea, or the ether! Go to the furthest corner of the world, and chances are that you will meet a Gujarati family there. My wife and I were travelling across southern Africa, and arrived at a backpacker’s hostel at the outskirts of a town called Maun in Botswana, on the shores of the Okavango river. All around us, were either Caucasian faces or local tribal faces. Suddenly, a group of Indian walked in – not tourists, so locals – and then I heard, “Swatiben, aamni kor aavo!”. I tell you I flipped! But in a few minutes, we too had been identified as fellow Gujju’s, and their arms and warmth enclosed us as well. Turns out, Botswana has had Gujarati families for a few generations – even before Botswana became Botswana! Every man woman and child – including those born in Botswana, spoke Gujarati and English and the local language. One family invited us for dinner, and first question was “kanda lasan?”. What makes a Gujarati, a Gujarati? The language, song, proverbs, stories, literature is the strongest and the most obvious and most visible. Dress comes next, followed by food. These are the physical and visible attributes. But drill deeper, and you will recognise the values and behaviour that have both philosophical basis in the Shad Darshan based spiritual practices, as well as the we- My point is this. It is a simple matter of sticking to just three clear ideas. First, do not do anything that would cause discord, either through secrecy or through in- Generational issues always dominate post- The Gujarati community here and in Malaya (of a few generations before us) has done wonders with Malay and Chinese – known in these parts as Nonya or Peranakan – cooking styles and ingredients, twisting these omnivore practices to the vegetarian world so skilfully, that we found these varieties to be natural extensions of Gujarati food innovations. Viva Gujjoo’s! A person without roots is a lost soul. He or she would be good human being, kind, efficient, helpful, expert and so forth, but the soul craves identity and links and an element of self confidence that arises only from ones roots. Just think about it! |