Home અજ્ઞાની ઉપદેશ ignoramus વર્તન behaviour

અજ્ઞાની નો ઉપદેશ

Advice from an ignoramus

રવિવાર ની સવાર પડી છે, પણ રવિ પોતે હજુ પડદા માં છે. ઘેરાયેલું વાતાવરણ આળસ ને આમંત્રે. પ્રભાતે નિત ઊઠી ને જોવું ફોન નું screen, લોકોએ મોકલેલો ઉપદેશ જોઈ પછી કરવું કામ તમામ.  આ બધા ઉપદેશ વાંચી ને પેટમાં એવું અમળાય, કે તરત ભાગોળે ભાગવું પડે, અને ત્વરિત પેટ સાફ થઇ જાય. એટલે આજે મને પ્રેરણા થઇ કે ઈતર લોકો ને હું પણ ઉપદેશ ઝાડુ - પેટ સાફ આવે કે બંધકોશ થાય – એમાં મારે કોઈ લેવા દેવા નહિ!

બે લાલિયા ધ્યાનમાં છે, જેને મારા ઉપદેશ ની સખત જરૂર છે - એમને આ વાત ની જાણ નથી, આતો મારું અંતર્જ્ઞાન દર્શાવે છે! મને બહાર નું જ્ઞાન બહુ છે નહિ, સમાચાર વાંચતા સાંભળતા માથું ચઢે છે! એટલે અંતર્જ્ઞાન જ સારું.  એક છે પેલો જાડીયો હજામનો દુશ્મન જુવાનીયો જે તાળી પાડતા થાકતો જ નથી, અને બીજો હજામો નો પાલનહાર સોનેરી કેશાવલી વાળો બુઢીયો. સાંઠે બુદ્ધિ નાઠી, અને પાછી નથી આવી તે! (જો કે નસીબ જોગે આ બુઢિયો થોડો પછડાઈ ગયો છે - આ બ્લોગલખતા અને વાંચવા સુધી માં!)

જુવાનીયો પહેલ્લાં. ભઈલા, તારી દક્ષિણમાં તારો સાવકો ભાઈ જ છે! બબ્બે મોટા ભાઈ પશ્ચિમ અને ઉત્તરમાં. એક કાકાનો, તો બીજો મામાનો. અને પૂર્વમાં છે ઘણા વર્ષો પહેલાં મેળામાં ખોવાઈ ગયેલો દુર્યોધન - સોરી, દૂર નો ધન. સાવકા ભાઈ સાથે સંધિ કર, તારી તોપો ને ટોપી પહેરાવ, અને એની બોબડી બંધ કરાવ.વાણીયા બુદ્ધિ કેળવ, બધા સાથે ધંધો આદર! તારા દઝાય એવા રમકડાં બંને મોટા ભાઈઓ ને સોંપ, અને ધંધો આદર. છેલ્લે દૂર ના ધની ને એના સગાવ્હાલા જે તારા માન ના માન, તેરા મહેમાન છે, તેને ઘર ભેગા કર, અને ધંધો આદર.

સાંભળ્યું છે કે નહિ? પૈસો પરમેશ્વર! અમેરિકા વાળા ક્યારના એજ ઉપદેશ વાગોળે છે! અડીબાજી છોડી, ધંધો માંડ, પૈસા કમા, અને દુનિયામાં ચમત્કાર જો. હા, અહિંસા પાળવાની! તોપ ને બદલે ઢોર પાળવાના અને માખણ બનાવવાનું! એવું કોઈ અર્થશાસ્ત્રીએ કહ્યું છે. UN માં પરીક્ષા આપવાની, ઘરમાં તેજાબી વસ્તુનો ભંડાર નથી એમ પુરવાર કરી, સારા માર્ક્સ મેળવવાના. પછી એક ગાંડા હાથી ને છોડીને બધા તારા મિત્ર થશે. હાથી તારા પર જુલમ કરે તો એન પાપ લાગશે. શાસ્ત્રોમાં લખ્યું છે - ભારતમાં શાસ્ત્રો અને શાસ્ત્રીઓ અઢળક છે - કે આપ મુએ જ સ્વર્ગે જવાય. એટલે પૂરું  નહી તો થોડું તો મૃતક થવું પડશે, તોજ સ્વર્ગની ટિકિટ મળશે! આ પરેજીમાં તારા મોસાળિયા ઘણી મદદ કરશે, કારણકે મામાને પેલા ગાંડા હાથીને ઠેંગો બતાવવાની ઘણી આતુરતા છે. પણ તેજી વસ્તુઓ નો નિષેધ એટલે નિષેધ.

હવે જરા હાથી - ગાંડા ને ડાહ્યો બનાવવા – તરફ ધ્યાન આપું. એ સૃષ્ઠી ના દુશ્મન, દુનિયા ભર ને સળી કરવાનું છોડ, અને ઘર તરફ ધ્યાન આપ. ઘરની બહાર દિવાળી અને ઘરમાં ફાકા, એવી હાલત છે તારી. સત્તા નો દારુ પીધો તે પીધો, પણ ઊતરશે નહિ, તો તું તારુજ  ઘર તારાજ કરશે. બધાને તારા સૈન્યની ધમકી આપી, ખૂન ખરાબી ની વાતો માંથી ઉંચો આવ, અને ઘરમાં જ હિંસાનું વાતાવરણ છે, અને હિંસા ના સાધનો નો ઢગલો છે, તેનાથી તારા સમાજ ને બચાવ. પેલા જુવાનીયા પાછળ પડવાનું બંધ કર, તારાજ મોઢા પર છાણ ઉડે છે.

એક તો તારી બડબડ કરવાની કાબર વૃત્તિ કાબુમાં લાવ. તારા તબેલામાં બોલકણા સાંઢ ભરપુર છે, એ લોકોને જ બોલવા દે. જો ભઈલા, તારે તો રાજાનો મોભ્ભો જોય તો હતો, એ તો મળ્યો! રાજ કરવાની આવડત તો નથી, એટલે સારો એવો મહા-આમાત્ય શોધ, એને કામે લગાડ, અને તું, રાજાનો કિરદાર ભજવ્યા કર. તારા ઘેલછા બંધ કર. તારુંજ નામ બગાડે છે, તારુંજ ઘર નષ્ટ થાય છે.

ચાલો, જમવાનું તૈયાર છે, ઉપદેશ બંધ કરું, અને પેટપુજા આદરું!


I have nothing better to do this Sunday morning! And I have been pelted through WhatsApp with life changing advice ad infinitum. So, I have decided to do my bit in this advice business to all and sundry.

I will start with “all” – that young man with a stellar haircut and a hang-up for clapping, and move on to the “sundry”, that dotard with the air blown hairstyle.

I don’t know much about world affairs, and I am serially allergic to over thinking about any topic. I am a devotee of the KISS school of thought, and in total compliance of this philosophy, generate opinions – know what that is? “pontifications” is a synonym; for me, at least.

Here goes!

To “all”. Forget the “sundry” – you don’t play golf anyway! Get together with your neighbours in all 4 directions. Two of them don’t care for sundry stuff, while the other two nurture a deep dislike for sundry stuff in the deepest pit of their heart. Hearts do not have corners – even I know that.

Don’t kiss, but make up with little brother, who will shut his audio assaults, and start doing business with you, in spite of what the sundries of the world say. In return, you stop pointing guns to the south and consider making butter – some economist suggested this – not me! Divide your hot bangers (sausages: in Olde English) between the big brother twins on your north and west for safe keeping, maintaining the cold chain. In return, they too start doing business with you – now, openly! Finally the brother–san. Give him back the people you borrowed from him, sign a “no fighting” agreement, spit on your palms and shake hands to symbolise the integration of your cultures, as do your saliva's! In return, he too does business with you, without worrying about sundries!

Next step is to “un” the UN! With help from your new found old family (3 from the father’s side language and culture line, and one from the mother’s side (Rodina, is the word that side of the family uses), tick mark all the "DO's and DON"ts" that UN demanded of you. No sausages, no Sausage factories, no health inspectors! Now, when “sundry” tells his friendly hate group (they hate him, not you!) to have nothing to do with you, you can label that an insidious act of sin, since you have already un-done whatever UN wanted un-done! Thus only the sundry sinner will continue sinning, but his friendly hate group will trudge a path to heaven – sorry, alleged heaven!

And all eastern families lived and bred and multiplied in peace.

Now, my advise to “sundry”. understand that Twitter is for twits!

[twit]

noun Informal.

1. an insignificant, silly, or bothersome person: Pay no attention to that obnoxious little twit!

Origin of twit3

1920–25; perhaps orig. noun derivative of twit, i.e., “one who twits others,” but altered in sense by association with expressive words with tw- (twaddle, twat, twerp, etc.) and by rhyme with nitwit.

and stop twitting! You already have a large number of blabber mouths around you. Next, focus on America only! and leave “all” alone. He’s been alone for quite some time, so will not feel bad.

If you want to get to heaven – I am sure the Saudi’s will share some of their 72 virgins with you – and that will not trouble the virgins, since because of your age, and that of the Saudi kings who come thither, you will only admire the whimpering amazons. (actually, they have been trained to strike on touch! Their host trained them!). See, I wander in thought! What you have to do is terminate your – and your friends’ and followers’ – urge to kill. Please remember that starting wars is a method of killing, as is acquiring guns! Remember heaven beckons.

I have been asked to be kind – my wife is kind to every body! – and not overload your sundry brain. So, here I stop with advice for you.