અમે પાંચ: વચ્ચે મળ્યા, સાથે ફર્યાં. |
Perth rendezvous, Rainbow Coast |
અમારી નાની દરિયા ની પેલે પાર એના વરેલા વર સાથે, અને મોટી અમારી સાથે આ લાલ ટપકા પર. નાનીએ ટહુકો કર્યો કે કેટલા વખત થી મળ્યા નથી, તો કઈ ગોઠવો. અમે કહ્યું આવ ઘરે! તો કહે ના, કશે વચ્ચે મળિયે. એ સિડનીમાં અને અમે સિંગાપુર, તો વચ્ચે શું આવે? પર્થ એક સારો ઉમેદવાર દેખાયો. પણ અમે બધા જરા કુદરત ઘેલા છીએ, તો શહેરમાં સમય ગાળવાની રુચી નો'તી. લાગી ગયો internet ને ચિટકીને, અને પર્થ થી દક્ષિણ માં આવેલો પ્રદેશ ગમ્યો. પોતાની ઑળખમાં રેનબો કોસ્ટ (rainbow coast) એમ કહેવાય. નાની અને એના નાનાને (નાની એ સ્ત્રીલિંગ શબ્દ, તો એના નર માટે પુલ્લિંગ શબ્દ "નાનો" થાય કે નહીં?) ૪)) કલ્લાક ની ફ્લાઈટ અને અમને ૫ કલ્લાકની, એટલે વચ્ચેજ થયું ને! જરા એક નોંધ: પ્રુથ્વી ના ગોળાનો દક્ષિણ ભાગ એટલે ઋતુઓ બધ્ધી ઊંધી. આપણે શિયાળો ત્યારે ત્યાં ઉનાળો. ૨૧ મી ડિસેમ્બરે નિકળ્યા અને પર્થમાં ભેગા થયા, અને ૨ મી સવારે ગાડીમાં આલ્બની (Albany) જવા નિકળ્યા. રસ્તો સમુદ્ર કિનારો વળગીને જતો હોય એવો લીધેલો. વચ્ચે Falcon ગામ ને પાર કરી, એક સુંદર કિનારો જોઈ ઊભા રહ્યા. નોવારા બીચ રિઝર્વ - ૨૩મી ની સવાર પડી, હમ્મેશ ની માફક હું સૂર્યોદય સાથે જાગ્યો, અને ઘડિયાળ જોયું તો ૫) વાગેલા! કૉફી નો કપ લઈ ઘર ની બહાર નીકળ્યો, અને જરા ધ્રૂજયો! ઠંડી લાગી! ખુશનુમા ઠંડક હતી, અને સૂરજ દાદા તો એવા અદ્ભુત લાગતાં હતા એ ભૂરા આકાશમાં કે કૉફી પીવાનું ભૂલી ગયો અને આમતેમ ટહેલવા માંડ્યો. ઘરવાળા હાલ્યા, અને આ પ્રદેશના ૪૦૦ વર્ષ જૂના અને ૧૨૦ ફૂટ થી પણ ઊંચા, અને માનવજાતિના કુલ્હાડી ના અત્યાચાર થી વંચિત જંગલ જોવા, અને વૃક્ષને ખભે ખભે થઈ ને બાંધેલા પુલના પથ પર જમીન થી ૧૩૦ ફૂટ ની ઊંચાઈ નું જંગલ નું દ્રશ્ય જોવા નીકળ્યા. valley of the Giants. જાણે બીજી દુનિયા માં આવી ગયા હોઈએ એવું લાગતું હતું. ટિંગલ એમ આ વૃક્ષોની જાત નું નામ. ૪૦૦ વર્ષો થી ઊગતા હોય, તો એના થડ નો ઘેર કેટલો હોય? કોઈ કોઈ તો ૩૦ ફૂટ થી પણ વધારે ઘેર વાળા! અમુક માં જમીન પાસે થડ માં બખોલ થઈ હોય. ત્યાંથી એક અલપકા - ફાર્મથી નીકળી meadery ની મુલાકાતે ગયા. Meadery એટલે મધ નું મદ્ય! યુરોપિય સમાજમાં સૌથી પ્રાચીન wine, મધમાં થી બનતું. આ જગ્યાએ, પોતાની મધમાખી પાળી હતી, અને એ મધપૂડામાં થી મધ કાઢી wine બનાવે! મધનું icecream ખાધું, મદ્ય ચાખ્યું, અને સમુદ્ર તરફ નીકળ્યા. આ સમુદ્ર તે ઓસ્ટ્રેલિયા નો દક્ષિણ સમુદ્ર. પહેલા antartic ocean ને નામે જણાતો હતો, પણ હવે જાણ થઈ કે ઓસ્ટ્રેલિયા માં એને southern ocean કહેવાય છે. વિલિયમ બે – William Bay - ૨૪મી એ પ્રોગ્રામ આછ્છો હતો. પાસે આવેલા એમ્યું પોઈન્ટ ગયા, પણ આજે સૂર્યવંશી બનેલા, એટલે બ્રેકફાસ્ટ માટે મોડા અને લંચ માટે વહેલાં પડ્યા. પણ જગ્યા બહુ ગમી ગયી. ચોપાટી મોટી પહોળી અને લાંબી હતી. પાણી છીછરું, લાંબે સુધી. ત્રણ બાજુ કઠેડા બાંધી તરવાની જગ્યા બનાવેલી, અને મોજાં તો નજીવા! એટલે નક્કી કર્યું કે કાલે સવારે અહીં તરવા આવવું. નીકળ્યા Duke's winery જવા. આ winery ના Reisling ને ઓસ્ટ્રેલિયા ના શ્રેષ્ઠ રીઝલીંગ નો ખિતાબ મળેલો. ચાખીને અમે પણ સમ્મત થયા. દ્રાક્ષના વેળા નું જાણે મેદાન હતું, પણ રસ્તાના ખૂણે એકદમ લચી પડેલું ઓસ્ટ્રેલિયન લીંબુનું ઝાડ હતું, અમારા સાહેબ તો ખુશ થઈ ગયા, અને માળી ની રાજા લઈ ચાર પાંચ લીંબુ તોડ્યા. બીજી winery ની મુલાકાતે નીકળ્યા, પણ વચ્ચે જમવા થોભ્યા. પોરોંગુરુપ ઇન નામની નાની ગાવઠી વીશી સાંપડી. આગળ દુકાન ને પાછળ ઘર, આજુબાજુ બગીચો, અને બગીચામાં ફળના ઝાડ, પેર, આલૂબુખારા, નેકટરીન, પ્લમ. અને આ છાયડાં ની વચ્ચે એક છાપરા વાળો ઓટલો, અને ઓટલા પર ટેબલ અને બાંકડા. ત્યાં જ જમ્યા, અને આગળ Castle Rock winery ગયા. પાછા મોડી બપોરે ઘરે પહોંચી ગયા, અને ઘર પાછળની ચોપાટી ગયા. સુંદર લાંબો પટ છે, અને એકદમ પારદર્શક ઘેરું ભૂરું પાણી. પણ પહોંચ્યા ત્યારે થોડા વાદળ ઘેરાયેલા અને પવન પણ ઉપડેલો. પાણીમાં પગ મૂક્યો, અને તરવાના પ્લાન ઉડાવી દીધા, અને ઘર ભેગા થઈ ગયા. ૨૫મી નો ઉગમ થયો. ઓલા મમ્મીની વર્ષગાંઠ યાદ કરી (સાથે ૪ બીજા સ્નેહી ની વર્ષગાંઠ પણ), અને તરવાના વાગા ધારણ કરી, ચોપાટી પર ઉજાણી ની તૈયારી કરી અને પાછા એમ્યુ પોઈન્ટ પહોંચ્યા. પાણી ઠંડુ હતું, પણ ખુલ્લા દરિયા જેટલું નહીં, અને સરસ તડકો હતો. મજા આવી ગઈ. ઉજાણી કરી, ટોર્નડીરપ નેશનલ પાર્ક – Torndirrup - 26મી. આલ્બનીમાં છેલ્લો દિવસ. પણ ઓસ્ટ્રેલિયામાં વાસી ઉત્સવ! Boxing Day કહેવાય, રજા હોય. દંતકથા માં કહેવાય કે વિલાયતમાં જાગીરદારો નાતાલ ઉજવીલે પછી બીજા દિવસે નોકરોની નાતાલ ખાતેની ભેટ ના box આપે, એટલે આ નામ પડ્યું. ઓસ્ટ્રેલિયા માં નાતાલ માટે ભરેલો માલ દુકાનદારો સસ્તામાં કાઢે, એટલે દુકાનો માં ધસારો. અમે પણ એ ધસારા માં જોડાયા. જામી કરી પાસે આવેલા ડેન્માર્ક નામના નાનકડા એવા ગામ માં ફર્યા. પાછા આવતા, આલ્બની ને વીજળી પૂરું પાડતું પવન ચક્કી નું ઝુંડ જોવા ગયા. આલ્બની શહેરની ૮૦% વિજળીની જરુરિયાત આ પવન ચક્કીઓ પૂરી પાડે. રાતના એક બ્રુસ મનરો કરીને વિલાયત ના કલાકારે LED લાઈટ્સ વાપરી ને મોટા મેદાનમાં જાણે લાઇટ્સનું ખેતર વાવ્યું હોય એવી રચના કરી છે, તે જોવા ગયા. મનમાં વસી જાય તેવું દ્રશ્ય હતું. ૨૭મી ની સવાર પડી, અને આલ્બની છોડી ઓસ્ટ્રેલિન્ડ – Australind - ૨૮મી એ અમે પાછા ઑગાસ્ટા તરફ ગયા, અને બે જંગાવર ગુફાઓ જોઈ. પહેલાં Jewel cave, અને પછી Mammoth cave. પાણી અને સમય કુદરત માં શું શું કરામતો રચે તે માણવા મળી. આ પ્રદેશ ની સરકારે સહેલાણી ઓ માટે સુવિધા સરસ કરી છે. અજવાળું અને ચાલવા માટે પાઠ અને પગથિયાં. ઘોર અંધારું હોય, આંગળી નાક પાસે લાવીએ તો પણ દેખાય નહીં. અને ટપકે ટપકે આહા એકેકા આકારો અને formations થયા છે કે શબ્દો રજા વિના ભાગી ગયા. Jewel માં આકારો ની વિવિધતા, અને Mammoth માં ગુફા નો વિસ્તાર અને વિશાળતા. મુગ્ધ થઈ ગયા. સાંજ ટાણે ઘર ભેગા! ૨૯મી ઉગમ. સવારે તો અમે Cape Naturaliste ની દીવાદાંડી જોવા ગયા. ત્યાં જમવા બેઠા - ૩૦મી: ફરવાનો છેલ્લો દિવસ. ઉતાવળે તૈયાર થયા, પર્થ ભણી પાછા! પણ પર્થ પહેલાં Rottnest ટાપુ જવાનો પ્રોગ્રામ હતો. હોડીમાં જ જવાય. પર્થની સળંગમાં ફ્રીમેન્ટલ શહેર આવ્યું. ત્યાંથી હોડીમાં રોટનેસ્ટ ટાપુ ગયા. અહીં ખાસ તો ક્વોકા કરી ને અવનવું પ્રાણી જોવાનું હતું. કદ સસલાનું, આકાર ઉંદરનો, પગ કાંગારૂ જેવા, અને બાળકને કાંગારૂ ની માફક પેટ પાસેની કોથળી માં ઉછેરે. ઘણા ક્વોકા જોવા મળ્યા. ટાપુ પર કોઈ દુશ્મન નથી, એટલે નિર્ભય થઈ ને ફરે. પછી છેલ્લી તક છે એમ ગણી ને પાછા તરવાના વાગા ધારણ કર્યા અને the Basin નામની અનુકૂળ ચોપાટી પર દરિયા માં જંપલાવ્યું. નિર્મળ પાણી, છીછરું પણ મોજાં આવે. ચોપાટી નો એક ભાગ રેતાળ, અને બીજો ખડકાળ. બસ રેતી વાળા ભાગમાં ગેલ કરતાં આવતી કાલે થતી સમાપ્તિ નો વિચાર કરતાં રાતે પર્થમાં ઘેર પહોંચ્યા. ૩૧મી આવી, સવારે પર્થ શહેર મ્હાલવા ગયા, બપોરે નાની અને નાનો સિડની ની ફ્લાઈટ પકડવા નીકળ્યા, અને અમે ત્રણ અમારી સાંજની ફ્લાઈટ ની રાહ જોતાં એરપોર્ટ પર બાઘા મારતા બેઠા. ૧લી તો હવામાં હતા ત્યારે પધારી, અમારા મિલન ને ૪૧ વર્ષ પૂરા થયા, અને પરોઢિયે સિંગાપુર ઉતર્યા.
|
Our younger daughter and her husband live in Sydney, and our first born and us are on the little red dot. The younger one pined for family, and wanted to meet halfway between Sydney and Singapore. Perth and the Rainbow coast became an automatic choice. 4½ hours from Sydney, 5 from Singapore! Got together with the internet, and our preference for nature over city, and Albany and Geographe Bay was “IT”. A note on season reversal in the southern hemisphere as we headed into the Aussie summer. Winter Solstice found 3 of us on the flight to Perth, and our remaining 2! Left for Albany the next morning, all along NH1 till Bussleton, and then onto state 104 and 102 to Manjinup and Albany. Stopped outside Falcon at the Novara Beach Reserve, got a resident butcher bird to sing and pose for us, before a subway lunch in Falcon town. The sun was bright, and nary a cloud in the deep blue sky, but a cool breeze off the Indian Ocean made things quite pleasant. The three girls drove, and the two guys navigated – no driving license, you see! Late afternoon saw us leave the coast, and head into forests and rolling hill sides. “Kangaroo crossing” warning boards on the road side, and a few unfortunate kangaroo carcasses by the roadside, slowed us down, and the front side passenger abandoned navigation, and became the kangaroo lookout. Reached Albany late evening, almost 9 pm. 23rd was deemed a lazy morning (actually all except one were to be lazy mornings – holidays means lazy mornings!!), but bio- Next stop was a meadery. Wine made from honey – the ancient way! They have their own apiary, and move it around the region where ever the forests are flowering. The wine was lovely, but the liqueur was intense. The ice- 24th was reserved for winery visits. We headed for Emu Point nearby for breakfast. Lovely beach, very shallow water, with sun warmed water, a cordoned off area of the sea for swimming, and a wide beach. We missed breakfast deadline, and were too early for lunch, so coffee, scones and off to Dukes winery, famous for prize winning Riesling. There was a lemon tree on the corner of the vineyard, bent low with fruit, and Anju just could not do without plucking a few (with permission of course). The Riesling certainly deserves it’s reputation. Porongurup Inn and it’s Tearoom was a cosy and quaint lunch stop, in a gazebo in their backyard surrounded by fruit trees: pear, nectarines, plums, apricots. Castle Rock vineyard was our next stop and a lovely Rose. quite a large area under grape! Home by late afternoon, and decided to go to the huge beach a couple of minutes behind our house. But the clouds had come, the wind – all the way from Antarctica – had picked up, and the water was cold! So, dipped our feet, picked a few shells, and back home! Christmas arose bright and clear. We remembered Anju’s mother’s birthday, and 4 other people we cherish who also were born on 25th of December. Quickly into our swimming trunks, a picnic lunch was packed, and onto emu point 2.8 Km away and into the water! The beach was actually crowded! after a few hours of splashing around, a bit of actual swimming and picnic lunch, off we went to Torndirrup National Park, and The bridge and The Gap. It is a place where the waves strike the rocky shore with great vigour. A viewing platform more than 130 feet above the roiling sea lets the visitor experience the force of the sea below their feet through the grating floor of the platform. The Bridge is a natural rock bridge over a similar wave crashing area. the sight of the waves crashing against the cliffs, and going forward and receding in a wall of white froth and disappearing into the emerald waters just a few meters away is a wonderful sight. There is also a blowhole near by, which you can only hear! 26th is Boxing Day, the day the servants of English squires were given their box of Christmas gifts! But in Australia, it is the great Sale day! So, we too joined in! But Albany is not a place of crowds, and we were soon done emptying part of our pockets. Denmark river is a calm stretch of water passing through Denmark town or perhaps more correctly, village. A walk along the banks with lovely native vegetation and trees, ended up with lunch in the village bakery and return to Albany via the Albany wind farm. Later in the evening after dark, we went to see the Bruce Munro art installation of the fields of Light – LED lights at the end of fibre optic cables stuck into the ground over a large area in a very dark field. In this case, the ANZAC memorial on Mt. Clarence. Our days in Albany were over, and 27th morning saw us driving off to Australind via Augusta and the Cape Leeuwin lighthouse. A treat awaited us at tiny beach we had seen by the roadside on the way up to the lighthouse. We stopped there on the way back, and decided to test the waters before organising a swim! Toes in water, and a hasty retreat because of the cold.. although a number of locals were jumping around with glee in that utterly wonderful looking water. And Lo and Behold, two dolphins came swimming and jumping, so close to the swimmers, that the dolphins swam between the shore and a couple of swimmers! what a sight! Australind is on the shores of the Leschenault Estuary. We went for a walk along these shores, and were treated to a simply exhilarating sunset. 28th found us heading back towards Augusta and the two must see caves: Jewel and Mammoth. We had never seen cave systems before, and here were two opportunities. Lights and secure walkways and a guide takes you into the system, to see what water and a few million years of percolation can do. Beautiful shapes, stalagmites, stalactites, and straws and pillars. and the enormity of the cavities under ground. where – when they switch off the lights – you can not see your hand even if near your nose! Art and beauty at Jewel, and size at Mammoth and back home. 29th was the Geographe Bay day, so Cape Naturaliste at one end of the bay furthest away from Australind. We sat down for lunch at the outdoor area outside the old lighthouse keeper’s house (now a cafeteria). It was a raised platform, to protect the ecology of the land underneath… and lo and behold, a 7- 30eth was eviction day again, and we headed back to Perth, but with a Rottnest Island visit before that. Hillary boat harbour in North Sydney, and ferry to Rottnest. No vehicles on Rottnest. It is the place of Quokka’s. These are marsupials (baby pouch mammals) related to rats and kangaroos. look like large rabbit sized rats, but feet are like kangaroos, and have babies in pouches. They have no predators on this island, and are rather fearless. of course humans are banned from touching them, and can be seen wandering around all over this tiny island off the coast of Freemantle – Perth’s harbour front sibling. The Basin on Rottnest was a beautiful swimming beach, and like Emu point, In we went! water was deeper, colder, but The Basin has a lovely chest deep sandy bottomed area that is just great to splash around!! Ferry back, pick up the car, and home to the Perth and serviced apartment for the night. 31st, and homewards ho, after a morning of some more shopping and a Nando’s lunch. Our 41st anniversary started in mid- |