|
|
આ વિષય મારા મન અને હૈયા માં ઘર કરી બેઠો છે, પણ અને મન હળવું કરતાં પાંચ છ blog ની વાતમાળા જોઇશે એમ માનું છું. શુભસ્ય શિઘ્રમ્! મનુષ્ય જાતમાં હુન્નર અને કમાણી નું મહત્વ એટલું બધું વધી ગયું છે, કે મન, માનસ, વિદ્યા, સંસ્કાર ની વાતો પરિષદો અને “experts” ની ચર્ચા સભા માં જ થાય છે. જો કે એક અપવાદ છે! આજકાલ ની સાકી કે સાકો ના સાથ માં મિત્રો વચ્ચે “દુનિયા બદલ દેંગે" પ્રસ્તાવો ઘડાતાં હોય ત્યારે આ મુદ્દો ઉપડે ખરો. મારી પણ અમૂક અંશે આવીજ કૈંક સ્થિતિ છે - આજકાલ ની માનવ મેદની ના મન, માનસ, વિદ્યા, જ્ઞાન, અને સંસ્કાર માં પાછો રસ કેવી રીતે જગાડવો અને જાળવવો તેના વિચાર પ્રસ્તુત કરવા છે. વિષય ભરખંભ તો છે, એટલે આજે વ્યંગ ઓછો રહેશે. માનવ પ્રાણી ના પાંચ કોષ. એમાંથી ૩ને ઓળખીએ. અન્નમય, મનોમય અને વિજ્ઞાનમય. (પ્રાણમય કોષ સર્વત્ર પ્રસરેલ છે, આનંદમય કોષ સમજવા માટે કે વર્ણવવા માટે ગંજી જ્ઞાન અને વાચા જરૂરી છે - બાળક જન્મે અને શારીરિક હલન ચલન કુદરતી રીતે “આવે". મા- એજ રીતે, બાળકના મનનો વિકાસ! મન અને બુધ્ધિ. બે જુદા કોશ છે. મન એટલે લાગણી, ઈચ્છા, અને પાંચેય ઇન્દ્રીઓનું નિયંત્રણ કેન્દ્ર. બુધ્ધિ એટલે વિચાર કેન્દ્ર, વિજ્ઞાન ભંડાર, અને ખાસ તો વિજ્ઞાનને જ્ઞાન માં અવતારવાની શક્તિ. વિજ્ઞાન અર્થાત્ information માહિતી, જાણકારી. આ “જાણકારી" શબ્દ બહુ સચોટ છે. જોવું કે પાંચેય ઈન્દ્રીઓ વડે ભાન થવું, એ મન નું કામ, પણ એ ભાન ને “ઓળખવું" - અભ્યાસ, એ સૌ પ્રથમ, મન નો વિકાસ, અને બુદ્ધિની કેળવણી. મન નો વિકાસ અનાયાસે વાતાવરણ માંથી થાય, અને બુદ્ધિના વિકાસ માટે વિજ્ઞાનનું જમણ! કેમ જમણ? કારણ કે, દરેક ભેજાની (અર્થાત્ શારીરિક અંગ સ્વરૂપે ભેજું) વિજ્ઞાન ના પાચન ની શક્તિ જુદી હોય, અને પાચન શક્તિ પ્રમાણે ભોજન પીરસાય તો જ અન્ન માંથી બળ અને રસ પૂરતો ઉત્પન્ન થાય. જેમ બાળકને સૌ પ્રથમ માનું ધાવણ મળે, સ્વેચ્છાએ પાચન થાય, અને બાળકના અંગો નો વિકાસ થાય, અને પછી ગાય નું દૂધ, હળવા ફળ, મધ, શાક, અનાજ, કઠોળ, એમ ધીરે ધીરે બાળકના અન્નમય કોશ ની ગતિએ અને અનુમતીએ ખોરાક આગળ વધે તેમજ, મન અને બુદ્ધિને વિજ્ઞાન અને વાતાવરણ ક્ષમતા પ્રમાણે જ પીરસાય. અભ્યાસ એ મન થી બુધ્ધિ સુધી ના પ્રવાસનો નકશો છે. માર્ગદર્શન એટલુંજ હોવું જોઈએ, કે બન્ને મન અને બુધ્ધિ પોત પોતાનું કાર્ય સફળતાથી, અને પૂર્ણતાથી પાર પાડે. આ માર્ગદર્શન એજ ભણતર! બુદ્ધિનો છોડ વાવ્યો, અભ્યાસ વાટે. અભ્યાસમાં બુદ્ધિ નાં મૂળ ઊંડા અને વિસ્તારેયલા પ્રસરેલાં હોય, તો ભણતર માટે વ્યક્તિ, ભેજું (શરીર રૂપમાં મગજ) અને બુદ્ધિ ત્રણેય તૈયાર કહેવાય. તો ભણતર માં શું આવે, કે આ ત્રણ “તૈયારીઓ" જોઇએ? ભણતર માં વિજ્ઞાન ની ધારા વહેતી હોય, એમાંથી સ્વાધ્યાય ની નળી થી પીવાનું. વ્યક્તિ એટલે ભણતર માટેની ઈચ્છા, ભેજું અર્થાત્ મન ની ક્ષમતા, (અને એજ મનમાં સ્ફૂરેલી ઈચ્છા) અને બુદ્ધિ એટલે સ્વાધ્યાય કરવાની ક્ષમતા. સ્વાધ્યાય ની ક્ષમતા એટલે વિચાર અને વિમર્શ કરીને વિજ્ઞાન નું જ્ઞાન માં પરિવર્તન કરવાની આવડત -
આખરે આવે આવડત. બાળકે શરીરની હલન ચલન શીખી તે કર્મેન્દ્રિયો નો પહેલો પરચો. અભ્યાસમાં જ્ઞાનેદ્રિયો નો ઉપયોગ વિકસ્યો, અને ભણતર માં દસે ઇન્દ્રિયોને જ્ઞાન સાથે એકત્ર કરવાની રીતો સ્વાધ્યાય થી પ્રગટી. હવે અભ્યાસ, વિજ્ઞાન, સ્વાધ્યાય નો પાયો પાકો હોય, તો જે પણ વિજ્ઞાન ના અંશ માં રુચિ અને ઈચ્છા થાય તેની આવડત કેળવી શકાય! ટૂંકમાં, માણસ માત્ર ના વિકાસ નો ક્રમ ધીમો કે તેજ, મૃદુ કે તીવ્ર, દેહ અને મન ની ક્ષમતા પ્રમાણે કરી શકાય, પણ ક્રમનો ધ્વંસ ન કરાય. શરીર મન બુદ્ધિ આજ ક્રમ પાળવાનો, અને અભ્યાસ, ભણતર અને આવડત કેળવવાની. (અન્નમય, મનોમય અને વિજ્ઞાન કોશ! એજ વ્યૂહ રચના છે! કુદરત ની કહો કે ઈશ્વરની કહો!) પ્રાણમય ભૂલ્યો નથી, પણ આ વિષયમાં એ વાત ને સંડોવવાનું ઉચિત ના લાગ્યું, અને આનન્દમય તો મારા ગજા ની બહાર છે! આ તો બધી theory થઇ. આગલા અંક થી આજના સમાજમાં - .... ક્રમશ: |
This topic occupies a big chunk of my brain's "belief" segment, and gets me worked up to the quick. I will need a series of blogs to get this out of my system. Best to get started! Man is so intensely pre- How to get the populace interested – again – in mind, values, knowledge, insights and so forth, and make that interest sustainable – that is the challenge. The subject is certainly heavy, so I will keep the wit away. Man – the biological species – consists of 5 sheaths. This is the Vedic perspective under India’s philosophical and scriptural heritage. We need to understand three of these five in the context of this topic. The physical body (annamaya kosha), mind (manomaya kosha) and intelligence (vignaanmaya kosha). The other two: pranamaya kosha – the life force - An infant appears to acquire movement and ambulation skills “naturally”, autonomically. Parents and adults around the child, facilitate this acquisition of skills, by ensuring space and opportunity to do so. The feel and heft of things and substances, hot and cold touch, wet and dry, smooth and rough or sharp are concepts that the child acquires on it’s own. In extension, it will learn to grip and throw and crawl and walk run climb fall and rise! The adults around need to provide space, opportunity and a caring oversight. The annamaya kosha grows thus! The child’s mind and intelligence will also grow and develop in the same way. Mind and intelligence are two different sheaths. Mind is manomaya kosha (while brain – the bundle of curvy grey stuff – is annamaya kosha). It is where man feels, likes, dislikes, wishes, desires etc. It is also the control point of the five sensory organs. Intelligence on the other hand is the location of thought, discretion, and discrimination, stores information (vignaana) and converts it to knowledge (gnaana) and provides residence for skills. To acquire sensory inputs is the mind’s job, but to recognise categorise and relate to prior instances is the job of the intelligence. Growth or development of the mind means a greater ability to acquire information, and development of intelligence means an increase in skill and capability for converting the incoming information into knowledge. Then comes the ability to discern as good or not good, desirable or avoid and so on, powered by gnaana (knowledge) and emotions. Speakers of Sanskrit derivative languages understand the word “abhyaas” at an instinctive level, through contextual usage in their languages. “Study” in the sense of cogitate, examine analyse and internalise would be close to the meaning of “abhyaas”. The Sanskrit dictionaries offer many meanings but in this context, “abhyaas” is a process of study. In simple terms, “abhyaas” is the first process for converting information into knowledge. ”Abhyaas”, then, is a skill that is developed by the mind to grow and cultivate intelligence through involuntary natural processes of the mind, operating on information from the environment or surroundings. The information incident on the mind, needs to be like one’s meal. Content, flavour, intensity, quantity, form all appropriate to one’s specific metabolism. Eat what one can digest (and convert to energy, mass, bulk, strength etc.), and receive information that the mind can process and convert to knowledge, and store the information specific to that knowledge in memory. Just as all mothers escalate a child’s feed from breast milk to cows milk to fruit and cereals and so forth – to train the child's metabolic systems – one must manage the information flow for a child's “abhyaas” system as well. While information is available from a fire hydrant, we need to present it to the mind through a suitable straw. “Study” in it’s articulated form, is a roadmap for conversion of information into knowledge, and education should be primarily confined to providing the markers on that road travelled by the mind. The tree of intelligence has been planted via “study” skills, and if these have become pervasive in the mind, then all three participants – the person, the brain and intelligence are ready for education. Person in this context means the desire for education, brain means the capacity and capability of the mind, and intelligence means the extent of “study” skills, I.e. the abilities to consider, asses, evaluate, think about, cogitate, internalise and convert information to knowledge. These elements of capacity and capability and desire for education, will determine the flow and nature of information (quantum, pace and depth) that constitutes “education”. One progresses in whichever domain one is attracted to, and has capability and affinity for! Man’s development will be deep or broad, steady or rapid general or specific will depend on the capability and capacity of his/her manomaya kosha, but the processes of growth will follow the same sequence: brain, mind, intelligence and “abhyaas, education, skills. Annamaya – manomaya – vignaanmaya. This then, covers the theory. I will share my thoughts on how to implement this theory in the midst of desires and ambitions in today’s society. Will take a few blogs! Continued! |