Home નવી ઘોડી new man in કન્યા પ્રધાન Females First લોપ ઐક્ય assimilate વી-જ્ઞાન ધોધ info tyrany મે'તા ઉવાચ narsinh mehta ગંડુ રાજા nero-2 પેલા ના વાંકે he did this નવા નિશાળિયા new boys નવી પેઢી gen next હૂઁ બચારો  me-victim   કોણ કરે? / whose job? ખાસિયતો / specials ભૂત કાળ / past ghosts ગર્વની માયા Glory illusion

જુના જોગી v/s નવા નિશાળિયા.

Landed v/s Upstarts

બે ત્રણ અઠવાડિયા અગાઉ (કેવો લહેકેદાર શબ્દ છે!) અમે બે – “આખરે તો આપણે બે” વાળા અમે બે - એક દેસી-સીન્ગ્લીસ નાટક જોવા ગયા. અમારા ટાપુની પ્રસિદ્ધ નાયિકા ડેઝી ઈરાની-સુબૈયા દિગદર્શક અને મુખ્ય સ્ત્રી પાત્ર. કુટુંબ પહેલું એ વાત માન્ય રાખીને પતિ સુબીન નાટ્યકાર અને લેખક. નાટક નું શીર્ષક - અમે તો આવાજ છિએ" - ભાગ-૨. We are like that only – 2.“અમે” એટલે કોણ? ભારતમાં ૧૨૦ કરોડની ગરદી અને બાકી ની પૃથ્વી પર બીજા એકાદ કરોડ ભારતીય ગોત્રવાળા રઝળતા રામ! - અમારી માફક! દરેક દેસી - અમે એટલે મારા જેવા - એમ માને “અમે" નથી માનાર્થે બહુવચન, અને નથી ચક્રવર્તી “અમે" - હું અર્થાત અમે!

“આવાજ" ની કોઈ પરિભાષા છેજ નહિ, અને શક્યજ નથી. હું જે કરું, તે “અમે" ની પરંપરા! એજ અમારી રીત, રીવાજ, પ્રથીષ્ઠા વગેરે! અમે હજારો વર્ષોથી આમજ કરતાં આવ્યા છિએ, એ કંઈ નાની વાત છે? આવા દંભને પાર કેવી રીતે પાડવો?

ભારતનાં ઋષિ મુનિઓએ ઘોર તપ કર્યા બાદ એક દ્રઢ સત્ય નીવાર્યું, કે જે કોઈ, જે કંઈ પણ માને કે કહે, તે જ તેનું સત્ય છે! આહા! આ તો વિચારશૈલી ની પરીકાષ્ઠા! એટલેજ તો અમે આવાજ છિએ!

કેવા? એક સંત કવિ ના  શબ્દોમાં, “મારી કોટડીમાં સામાન ઘણો", અને એ કોટડીની પોટલી અમે સાથે ને સાથે જ રાખીએ! ભલે અંદર સડો ઉપડ્યો હોય અને એવી તીવ્ર વાસ આવતી હોય કે બાજુ વાળો એક શ્વાસમાં પછડાઈ જતો હોય! અમારી વર્તણુક ના તો બદલાય, ના તો સમીક્ષા કરાય અને અમે એને વળગીયે એવા, કે મેં'તા ના શબ્દો યાદ આવે “અમને વળગો મા વિઠ્ઠલરાય, અમે નહિ તમારા રે". આવું વર્તન હોય, ત્યારે વિઠ્ઠલરાય પણ કહેશે, મારે ક્યાં તમારા જેવા અલ્હડને “મારાં” ગણવા છે!

શું છે આ પોટલીમાં કે આપણે એની સાથે આજીવન હેવાયેલાં છિએ? મોટેથી બોલવું - આખી બસને ખબર પડે કે કોઈ દેસીઓ પધાર્યાં છે. ટિકિટ માટેની line ફક્ત જાણ માટેજ હોય, taxiનું પણ એવુંજ, આપણે તો સિધ્ધા આગળજ પહોચાવાનું! રસ્તા પર ચાલતા મહાલતા icecream ખાતા જમીન પર ટપકાં પાડતાં આગળ ધપવું, અને પૂરું થતાં cone કે cup નો ઘા કરવો. નવા ગામે પહોંચી ગામવાસીઓને અવગણવા – જુનવાણીના છે - અને કફથી ભરેલી (શહેરમાં બીજું શું ભરાય?) છાતી માણ માણ ફુલાવી ને ફરવું. બીજાની વાત ના ફાવે તેને વાહિયાત કહેવી, અને પોતાની વાતને કબીરજીએ આપેલું સત્ય ગણાવવું!

બે વાતનું મારે પણ જાહેરમાં નિવેદન કરી કબુલ કરવું છે. આખ્ખા ૧૨૧ કરોડ દેસીઓ આવા નથી, અને આવી પોટલી લઈને ભ્રમણ કરનારા ફક્ત દેસીઓ નથી! ૧૨૧ કરોડમાંથી બે ત્રણ ચાર મીંડા ઉડાવી દઈએ તો કદાચ આંકડો માનવા લાયક આવે. અને સંસારની બધ્ધીજ જ્ઞાતિઓ કોઈ ને કોઈ પોટલી લઈને ઘૂમે છે, અને કેટલીએ વાર આવું ભ્રમણ ઘાતક પણ બને છે! - દેસીઓના ભ્રમણમાં અવાજ જ્હાજો, હીંસા શૂન્ય!

મનુષ્ય માત્ર પોતાનામાં શું ખાસિયત છે, શું અવનવું છે, કે જેને આધારે એનો અહમ બની રહે, વૃધ્ધી પામે, એના અસ્તિત્વને શોષણ મળે, એનું વ્યક્તિત્વ સ્થપાય, એવી વાતો હમેશા શોધતો હોય, નિર્માણ કરતો હોય છે. માનવ સંસ્કારની શરમની વાત એ છે કે, માનવ માત્ર પોતાની ખાસીયાતનું નિર્માણ કે સર્જન કરવા કરતાં, બીજાની ખૂબીઓ ને નીચે પાડવી, નાશ કરવો, અડધુત કરવી - જેથી પોતાની નજીવી ખાસિયતો મોટી લાગે, એવા કામમાં ઘણો વ્યસ્ત રહે છે!

પણ આતો મૂળ વાતથી દુર ભાગ્યો. હાથ keyboard ને લાગ્યો નથી કે વાચા પણ દોડવા માંડી. આંધળો બહેરું કૂટે તેમ!

સિંગાપુરમાં બધ્ધાજ પરદેશથી આવેલા છે (મલય જાતી સિવાય - સાચ્ચું કહીએ, તો આ ભૂમિ મૂળ મલય લોકોની) પેઢીએ પેઢીએ લોકો આવ્યા, અને જે પ્રમાણે વ્યવસાય ફાવ્યો, અને જામ્યો તે પ્રમાણે ઠરીઠામ થયા. દરેક પેઢી પોતાની પોટલી લઈને આવ્યા, અને  વારસામાં સંતાનોને આપી. કોઈ સંતાનોએ આ વારસો સાચવ્યો, બદલ્યો, અર્વાચીન બનાવ્યો, જ્યારે અમૂક વારસદારોએ પકડી રાખ્યો, જાળવી રાખ્યો. પણ, હોળી રંગ થી રમવાને બદલે લાઠી થી રમાવા લાગી, જ્યારે નવી આવેલી પેઢીએ  આગલી સાહસિક પ્રજાની અવગણના કરવા માંડી. ભૂલી ગયા કે પોતાની વર્તન અને સંસ્કારની પોટલી અર્વાચીન છે, એટલે વધારે સારી, એ તદ્દન ભ્રમ છે, એટલોજ ભ્રમ કે પૂર્વજોના રીત રીવાજો રૂઢીચુસ્ત થઈને જકડી રાખે તેજ સારું. અમે નવા, વધારે modern, વધારે સારાં, એ ઘમંડ માં અંધાપો આવ્યો કે આગળની પ્રજાએ સાહસ કરી આ ભૂમિ ને આવનાર પ્રજાને આવકારે એવી બનાવી ના હોતે, તો આ ઘમંડ આપડા ઘરમાંજ રહેતે, હાસ્યાસ્પદ બની જાતે. વિચાર કરો, કે તમારો મુલુંડમાં રહેતો પાડોશી, વટ્ટ મારતો મારતો અમેરિકા ગયો, નોકરી પણ ના મળી, પૈસા પણ ખૂટી ગયા, અને પાછો આવેને કહે કે એને અમેરિકા ફાવ્યું નહિ! કેટલા હસ્યાતા એના પર?

સ્વરાજ મળ્યા પછી ભારત માં વિનય, સભ્ય વર્તન, સામાજિક આમાન્ય, રતલ માં છટાંક જ રહ્યું હોય તેમ લાગે છે - ખાસ કરીને જાહેર જગ્યાઓમાં. સ્વરાજ પહેલ્લાં વિચાર એવો હતો કે આપણે પોતાનું ભવિષ્ય પોતે ઘડશું, પણ સ્વરાજ પછી એક હવા ચાલી કે હું સ્વતંત્ર ભારત નો માય કૉ લાલ છું, એટલે જે ગમે તેમ કરી શકું! આપણા સમાજના કમનસીબે ઉધ્ધતતા વધી, વિનય અને આમાન્યનો નાશ થતો ગયો, અને જેમ ફાવે તેમ કરવું, એ સફળતાનો માપ દંડ બની ગયો. હવે આ ટેવો નું પોટલું લઇ, નવી પેઢી સિંગાપુર કે અમેરિકા કે વિલાયત પહોચે, અને મુંબઈની ભાષામાં – વાઘરીવેડા - નો પરચો દેખાડે તો પરદેશી સમાજ આ પેઢીને આવકારવાનો છે? અને આ તોછડી પ્રજાની આગળ આવેલી પેઢીને નીચું જોવાનું અને આ પરદેશના મુળવાસીઓના મ્હેણાં સાંભળવાનો વારો આવે કે નહિ? તરતજ આ નવા નિશાળિયા તોછડા અને ઘમંડી વ્યક્તિઓની ઘૃણા પ્રકટે કે  નહિ?

ભારતવર્ષમાં દરેક જ્ઞાતિ, ભાષાવૃન્દ, અને લગભગ દરેક ગામ, રીત-રીવાજો, ગૌરવતા, સામાજિક મુલ્યો, રાંધવાની રીતો અને પદાર્થો, બધ્ધીજ વાતોમાં નાના મોટા ફર્ક ધરાવતી હોય છે. પણ આપણી સામાજિક અને દાર્શનિક પ્રથા એવી છે કે આ ભીન્નતાજ ભારતીય સંસ્કૃતિનું બળ છે, દીર્ઘાયુષ્ય નું રહસ્ય છે. તેથી તમિલ રીવાજો અને મુલ્યો ની સામે પંજાબી ઠસ્સો કે ગુજરાતી છપ્પનભોગ ની સામે બંગાળી માછ-ભાત આવે તે કઈ ઘર્ષણ પેદા ના કરે - જે મોઢું ફેરવાય તે ફરે, પણ એમાંથી તણખા ના ઝરે.

આખરે શું કહું તે સમજાતું નથી, એટલે મેં'તા નાં વિચારને રટું છું. દરેક માણહને પોતાની જાતનેજ સુધારવાનો હક્ક છે, બીજાને સુધારવાનો હક્ક કોણે આપ્યો? આતો મેં'તા ને મળ્યો નથીને, એટલે થોડા શબ્દો બદલાયા હોય તો  એ ગુસ્તાખી માં'ફ.

   

 

 

 

 


We went to see a true blue diaspora multi-lingual play. Indian English, Singlish, a few Tamil words, and fewer Punjabi/Hindi ones. Daisy Irani-Subaiah is our little dot’s red hot Gujarati-Parsi laugh riot actress, and this plays’ directrix and female lead. Keeping it all in the family is Subin – the husband – the playwright. The play is called “We are like that only – 2”.

Who’s “we”? The 1.2 billion carriers of the Indian genes! In India, and in nearly every nation on earth! But this “we” is neither meant as a plural, nor as the royal we! It is me extended to all like me – even if that is still just me!

 

Next is “like that only”! A superb example of Indian English (and why not? more English speakers or pretenders in India, than in England!) The good news is that “that” is neither defined, nor open to being defined. It is whatever I choose to say it is! Whatever I do, rituals, habits, behaviour, values, celebrations, biases are quickly termed as traditions from a few thousand years of refined observance. Age giving it authenticity and validation. The “only” is not for excluding others, but to draw a ring around my behaviour, and think of it as a halo! How will one break such arrogance?

Fortuitously, the sages and rishi’s of ancient India – after intense pondering, and realisation, came to the conclusion, that each person’s perspective, is that person’s truth! Ah ha! what a fantastic revelation! Hence, what I see, IS! vive la difference!

Hoarding ideas, beliefs, biases, values, likes, dislikes is a universal human trait. All of us carry this baggage around all the while, even if some of the stuff inside, has begun to rot, and stinks so badly, that one whiff and the guy will swoon! My i.e. our behaviour will neither change nor be introspected, and we will cling to it so tightly that even God will refuse to acknowledge us as his creations!

So, what’s in this hoard that has us spell bound and intensely attached to? Is it to speak so loudly in a bus, that passengers realise that a bunch of “desi”s have boarded? Is it the conviction that ticket queues and taxi lines are for information only, and we are free to charge to the head of the queue on an opportunity basis? Is it the ice-cream droplets and other litter we mark our path with, as we stroll down a promenade? Or is it the contempt we show to the native Indian community, when we reach new shores, and call them hilly billys? Is it how we strut around like peacocks with puffed up (but panting) chests, or is it the labelling of any opinion but our own, as gibberish, while our ideas are gospel? or at least should have been gospel!

I must clarify, that all 1.2 billion of us are nowhere like this. If we knock off a few zeroes, may be 3 or 4 or 5 zeroes, then we have a realistic count of such candidates for awards similar to the Darwin awards. The other equitable news is that this profile exists in ALL societies nations and civilisations on earth! One good part of  an Indian abroad (and at home!) of this genus is that there is lots of sound, and little fury, while other segments on earth are a lot more lethal in their behaviours.

Man is constantly trying to identify himself, and what is special about him, what makes him unique or stand out, and support sustain and grow his ego and self esteem. He is constantly searching for such attributes and achievements, and creating situations that would feed into this seeking. The shame of human civilisation lies in the fact that invariably, man spends a lot more time either putting down others, or cheering when he finds those of weaker attributes than his own, and develops a superiority complex, than in increasing his own achievements. He is constantly on the lookout for others of lesser attributes, so that he feels happier about his own levels. This is at the heart of so much of human behaviour!

But I am running away from the main topic. Give me a keyboard, and I run at the mouth!

All of us in Singapore (except the Malays) are migrants – this generation or a few generations ago. People came here – mostly in pursuit of better economic or personal opportunities. They all worked hard, adapted themselves to the circumstances of that period, built institutions, reputations, and businesses, and settled in this land - as everywhere else in the world as well! Each generation came with their own baggage of practices, traditions and beliefs, and passed on these values and rituals to their progeny. Many sieved through their ideas, abandoned some – either because of irrelevance or inconvenience – and adopted new ones, while other inheritors clung to the baggage of their forefathers. Sparks started flying when the new arrivals ridiculed these older beliefs, and showed contempt for the previous generations of the diaspora. The arrogance of new is good, and old is redundant created its own glaucoma, and blinded the new comers to the contribution the previous generations had made to the new lands, and built a reputation that people of this ethnicity are a positive and contributive presence in distant lands. They miss the fundamental fact that generations have been welcomed in all foreign lands, because the pioneering immigrants built a positive image that led to a welcome mat for succeeding arrivals! just think how hard you had laughed at the guy from your neighbourhood back in Mulund, who made a big noise about going to America, and then was back in 2 years time, broke, jobless, frustrated, because he could not adapt to the new country! It is hard work, and the first arrivals have done yeoman service to the ethnic group that they belong to!

Behaviour patterns in India have undergone a virulent change after independence. The idea before independence was that we want to build our own future on our terms and desires. This got transformed into I am born in a free and independent India, and I can do whatever I want! what a disaster. Manners, courtesy, concern, humane values, ethics are increasingly going for a toss, and rudeness, arrogance, self centered values are taking their place – especially in urban India. Again, not all, but unfortunately, a noticeable large number, significant enough to make this trend obvious and deeply disturbing. And when this ill conceived basis of behaviour – that I can do what I want – gets carried across to other societies, it only serves to declare the carrier an ass! If one behave like an ass, one will not only destroy all the positive reputation that preceding generations have built in that society, but now they may have to suffer the taunts and sarcasm directed at their ethnic group, because one is a visible and marked member of that group as well! So, there is no surprise if the settled residents resent your rude presence destroying their good standing in their adopted society.

Every group – be it based on tribe, caste, language or even village or town of origin – has their own traditions, rituals, beliefs, practices and so forth. Typical extremes in food, rituals, and even deities worshipped is very common, and universally accepted. Tamil simplicity of life style clashes with the extroverted styles and shows of the Punjabis, and Gujarati multitudes of foods, clashes with the fish-rice of the Bengali’s. But all these ever present aspects of diversities are celebrated and welcome and desirable in the Indian ethos. So, their clash in distant lands are a non-issue. However, the inflexibility of beliefs, and absence of appreciation of contributions made by others is a fundamental evil.

I am a bit of a loss for words to close this topic. So, I will reiterate something that Narsinh Mehta has said. Man has a right to change only himself, no one has granted man a right to change others!