Home Up શિશુવસ્થા Childhood બાલાવસ્થા Pre-Teens કિશોર teenagers તરૂણ young adult સારાંશ summary






કિશોરાવસ્થા

Teenagers

પાંચમી ચોપડી પૂરી થઇ. શિક્ષક મા-બાપ અને કિશોર થતો બાળક ભેગાં થઇ વિચાર કરવા લાગ્યા કે હવે શું? સવાલ એ પુછાય કે મારા છોરુ ક્યાં પહોંચ્યા? પાંચમી સુધી તો પરીક્ષા જ ન હતી, તો માર્ક્સ અને રેન્ક નું પૂછવાનું તો બેકાર! શિક્ષક હેવાલ આપે કે એમની દ્રષ્ટિમાં બાળક ના મન-મગજ અને બુદ્ધિનો વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે, કેટલો અને કયા વિષયો માં ઉત્સાહ બતાવ્યો, કોઈ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી? કશેક તોફાન કર્યું? કોઈ વિષય, કાર્ય કે વ્યક્તિ માટે ઘૃણા પ્રકટ કરી? આ હેવાલ મા-બાપ માટે નવીન તો ન હોવા જોઈએ, પણ માં-બાપ ને પોતાના બાળક માટે મગજ નો અંધાપો ઘણો ઘોર હોય છે - બિચારા માં-બાપ, અને વધારે બિચારું બાળક. repair કોણ કરે - જ્યારે તૂટ્યું છે તેની જાણ જ ના હોય? આ હેવાલ બાદ શિક્ષક ત્રણે ને એક વાત પર વિચાર કરવા વિનવે: “હવે આગળ શું?”. કિશોર નો કુદરતી વિકાસ થવા દેવો છે, કે જાત જાત ની આકાંક્ષાઓ સેવો છો?


એક અર્વાચીન વિચારશરણી કહેશે “બાળક ને જે કરવું હોય તે કરવા દો!”. પણ આ ઉંમરે બાળક ને શું જ્ઞાન હોય કે યુવાનીમાં (૨૪ વર્ષ પછી) શું વ્યવસાય કરવો છે! એટલે આ વ્યવસાય નો નિર્ણય આ ઉમરે લેવાનો ફરજિયાત નથી, એટલે બાબા નું માથું ના ખાતા, “તારે શું બનવું છે?” અને સાથે સાથે “મારે તો તને ડોક્ટર જ બનાવવી છે" કહી ને તમારી આકાંક્ષા બેબી પર થોપતા નહિ! હા, અમુક બાળકોને પ્રસંગાવસાર ઈચ્છા બંધાય કે મારે ગાડીઓ બનાવવી છે, કે મારે અધ્યાપક બનવું છે, વગેરે, તો વાત જુદી છે! (જો કે આવા બાળકોમાં થી એકદમ મક્કમતા દર્શાવનાર રાખે ને ૧% નીકળે). અર્થાત્, વ્યવસાય ની વાતમાં “ધીરી રે બાપલીયા". તો, આ ભણતર ના આગળ ૫+૨ માટે વ્યૂહરચના શું?


પહેલા ૧+૫ માં બાળકને પોતાના મનોમય કોશ નો પરિચય થયો છે, અને પોતાની બુદ્ધિ ને  ફક્ત જ્ઞાન મેળવવાની આવડત કેળવી છે. મનોમય કોશ કયા અનુક્રમ થી જ્ઞાન પ્રકટ કરે છે, તેનો સ્વાદ કે લેહકો માણ્યો છે, પણ એ અનુક્રમ ની પૂર્ણ રીતે ચેતના થઇ નથી. વિજ્ઞાન અને જ્ઞાન ના ઘણા પ્રકાર હોય, અને કયા કયા વિષયોમાં રસ પડ્યો અને કયા વિષયમાં અણગમો પ્રગટ્યો, આવી સ્થિતિ ની જાણ થઇ છે. હવે આ ચેતના વિસ્તારવાની, અને મનોમય કોશ ની આવડતો ને પરિપક્વ કરવાની, ગંભીર કરવાની, અનાયાસે પ્રકટ થાય તેવી કરવાની - આગલા ૫+૨ વર્ષના ભણતર માં!


સ્કુલમાં પહેલાં ૫ અને પછીના બે. આજે પણ આ ૫ + ૨ નો કાર્યક્રમ છે, પણ એ કાર્યક્રમ નું પરિવર્તન કરવું રહ્યું.


સૌ પ્રથમ, વિષયો નું બે ત્રણ રીતે વિભાજન કરવું. મૃદુ અને ઉગ્ર. મૂળ અને રસિક. અનિવાર્ય કે વૈકલ્પિક. ભાષા, ગણિત, સાયન્સ, નાગરીકશાસ્ત્ર, વિનય-સંસ્કાર આ પાંચ અનિવાર્ય, પહેલાં ત્રણ મૂળ વિષય ગણાય. ભાષા, ગણિત, સાયન્સ મૃદુ અને ઉગ્ર બન્ને, કોઈ એક સ્તર લેવાનું. નાગરીકશાસ્ત્ર અને વિનય-સંસ્કાર ને કોઈ સ્તર નહિ, અને ૫ પુરા થાય તે પહેલાં કાર્યક્રમ માંથી પ્રસ્થાન કરે. ભાષા ૨ કે ત્રણ. શિક્ષા માધ્યમ ની ભાષા, અને માતૃભાષા, બન્ને ઉગ્ર સ્તર ની. શિક્ષા માધ્યમ અને માતૃભાષા એકજ હોય તો બીજી ભાષા અંગ્રેજી કે હિન્દી (જે કોઈ આગલી બે થી જુદી હોય) ઉગ્ર સ્તર ની. ત્રીજી ભાષા એ પ્રાંતીય ભાષા, (જેમકે મુંબઈ માં મરાઠી, કે કલકત્તા માં બંગાળી) કે સંસ્કૃત. મૃદુ કે ઉગ્ર પસંદ કરાય. ત્રીજી ભાષા અનિવાર્ય નહિ, પણ વૈકલ્પિક પસંદગી માં લેવાય. બાકીના મૂળ વિષય વૈકલ્પિક, પણ ઉગ્ર સ્તર ના જ. દા.ત. બીજા મૂળ વિષય, ઇતિહાસ (રાજા રજવાડા અને લડાઈ વગેરે), વનસ્પતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર વગેરે - આ બધા ઉગ્ર સ્તર ના જ. પાંચે પાચ વર્ષ આ કાર્યક્રમ રહે. અનિવાર્ય વિષયોમાં મૃદુ કે ઉગ્ર દરેક વર્ષે બદલી શકાય, પણ મૃદુ થી ઉગ્ર બદલવું હોય તો શિક્ષકની પરવાનગી થી જ. ઉગ્ર થી મૃદુ, કિશોર ની મરજી એ બદલાવાય. દર વર્ષે વૈકલ્પિક વિષયો મન ફાવે તેમ બદલાવાય. આથી વિષયો માં રસ કેવો અને કેટલો પડે છે તે ખબર પડે. બીજા વૈકલ્પિક વિષય એટલે સંગીત, કે નૃત્ય, કે ગુજરાતી કવિતા, કે મરાઠી લોકગીત, કે genetics, human psychology, anthropology, astro-physics, astronomy, ઉર્દુ, સંસ્કૃત, વગેરે - જે સ્કુલ ની ઈચ્છા અને શક્યતા હોય તે પ્રમાણે. દરેક વિદ્યાર્થી ૫ અનિવાર્ય વિષય, અને ૧-૩ વૈકલ્પિક. અને બધું મળીને ઓછામાં ઓછા ૬, અને ૮ થી વધારે નહિ. મૂળ વિષયો ની પરીક્ષા હોય, અને ઉગ્ર વિષયો ની પરીક્ષા હોય. વૈકલ્પિક વિષયોમાં પરીક્ષા નહિ, પણ project કે સંશોધન હેવાલ કરાવવાનો. અર્થાત્ મહત્વના અને મૂળ વિષયોમાં વિકાસ અંકો માં મપાય, જ્યારે રસિક વિષયોમાં વિદ્યાર્થી ને ઉત્સાહ પ્રમાણે પ્રોત્સાહન મળે. દરેક વર્ષે, આ વિષયો ની પસંદગી બદલી શકાય. ફક્ત ૧૦મિ ચોપડી પછી જાહેર પરીક્ષા - જેને લેવી હોય તેને લેવાની. ભણવાનું બંધ કરવું હોય, વ્યવસાયી સંસ્થામાં દાખલ થવું હોય (ITI કે diploma કે કોઈ ગુરુકુળ વગેરે) કે સ્કુલ (કે શહેર) બદલવી હોય, તો આ પરીક્ષા આપવાની, અને જાહેર certificate મેળવવાનું. ૧૧, ૧૨ આજ સ્કુલમાં રહેવું હોય, તો સ્કુલ ની પરીક્ષા આપવાની - ઉપર વર્ણવેલા તંત્ર પ્રમાણે.


આ ૫ વર્ષમાં વિદ્યાર્થી ને ત્રણ જાતની આવડત પ્રાપ્ત થઇ છે. એક, તો પોતે કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે? Method of Learning આ મનોમય કોશ ની ચેતના છે, અને આ ૫ વર્ષમાં પરિપક્વ થાય. માહિતી મળી, પછી મન-મગજ-મનોમયકોશ માં શું ક્રિયાઓ થઇ, કે આ માહિતી યાદશક્તિ માં પહોંચી, અને એ વિજ્ઞાન નું જ્ઞાન માં પરિવર્તન થયું, એ માહિતી “સમજાઈ", એના સંબંધો ની જાણ થઇ. બીજી આવડત એમ કે ઘણી માહિતી સામે આવે તો સારી નઠારી, મૂળ કે ગૌણ એ નિર્ણય લેવાની. અને ત્રીજી આવડત કે કયા વિષયમાં રસ પડ્યો, શા કારણે રસ પડ્યો.


આ કાર્યક્રમ ૧૧મિ અને ૧૨મી માં પણ ચાલુ રહે. અમૂક વધારો કરવાનો. વિષયો વધારે વ્યવસાયી લક્ષણના. અનિવાર્ય વિષયો ઓછા - ૨ ભાષા, અને computer usage. બાકી ૫ વૈકલ્પિક: ૩ ઉગ્ર સ્થરના અને ૨ મૃદુ. તાકાત અને બુદ્ધિની તીવ્રતા હોય તો બધાજ ઉગ્ર લઇ શકાય. પણ આ ૮ થી વધારે નહિ, કે ઓછા નહિ. પહેલા વર્ષમાં જે વિષય-સમુદાય માં શ્રમ કર્યો હોય, અને બીજા વર્ષમાં જે સમુદાય પસંદ કરવો હોય, તે તદ્દન જુદા હોઈ શકે. મૃદુ થી ઉગ્ર માં જવું હોય તો શિક્ષકની પરવાનગી જોઈએ. આ ૨ વર્ષ માટે વિષયો ની યાદી તૈયાર કરવાની હોય ત્યારે સચેત રહેવાનું, કે જે કિશોર ને વ્યવસાય કે રૂચી નો નિર્ણય પ્રાપ્ત થઇ ગયો હોય, તેને આગળ અભ્યાસ માટેના મર્યાદિત વિષયો મળી રહે. અને જે વિદ્યાર્થી ની શોધ ચાલુ હોય, તેને પણ જુદા વિષયો નો પરચો લેવાની તક મળવી જોઈએ. બધાની પરીક્ષા લેવાય. ૧૨મિ પછીની જાહેર પરીક્ષા તો બધા માટે અનિવાર્ય જ રહેશે.


કિશોર વિદ્યાર્થીઓએ વિજ્ઞાન માંથી જ્ઞાન તારવવાની આવડતો તો આ કાર્યક્રમ ના અંતે  વીતેલા અઢારેય વર્ષોમાં સુંદર રીતે કેળવેલી હશે. હવે તો એ જ્ઞાન નો ઉપયોગ કે વધુ વિકાસ કરવાનો સમય આવવા નો છે! જેમ ૧૦મી પછી અમૂક વિદ્યાર્થીઓ કામે લાગશે, બીજા કારીગર સંસ્થામાં દાખલ થશે, કે સાંસ્કૃતિક અભ્યાસ માટે ગુરુ કે ગુરુકુળ ને આધીન થશે, તેમ જ ૧૨મી પછી પણ વિદ્યાર્થી ગણ પોત પોતાની દિશામાં પ્રયાણ કરશે. એક વાત નક્કી રહેશે. દરેક કિશોર નો મનોમય કોશ ક્ષમતા પ્રમાણે પૂર્ણ રીતે કેળવાયેલો હશે, બુદ્ધિ થનગનતી હશે, અને એના વાતાવરણમાંથી જે કોઈ વિજ્ઞાન સમક્ષ આવશે, તેને જ્ઞાનમાં બદલવાની આવડત તૈયાર હશે.

કિશોરાવસ્થા જીર્ણ થશે અને તરુણાવસ્થા નો ઉદ્ભવ થશે. જે કિશોર ને ભણતર ની તૃષ્ણા અને વિજ્ઞાન ની જિજ્ઞાસા સ્ફૂરી હશે તે વિશ્વવિદ્યાલય ભણી માર્ગ સાધશે. આગળ blogમાં.

 


Well before primary-5 is done and dusted, kids and parents will start thinking about what next? The crucial question is “how far has my child progressed in the development of his intellect and learning skills?”. There were no exams till now, so there have been no marks, and no ranks! The teacher’s feedback describes the status of growth and development achieved by the child. Growth is quantitative, development is qualitative: the former is about how many topics, subjects, and how much information has been stored, in a retrievable way. The latter covers analytical abilities, learning skills, value judgement, extrapolations, curiosity. Which subjects were interesting, any significant achievements, any pranks or disruptive behaviour, any expression of strong dislikes for a topic or story or person? Few of these reports should be a surprise to the parents, but parents are often in denial about  attributes or inclinations displayed by their child. The problem is thus not identified or accepted, and hence, not addressed, and both child and parents suffer. This end-of-primary report should wake up the parents to three critical issues, and make them ponder the possibilities for going forward. Should the child be allowed to develop at a natural pace, in the child’s autonomic direction, or are the parents nurturing their own ambitions about the child’s careers?

There is a modern – and activist fuelled – line of thought that says “let the child do what he/she wants”, but this is an abrogation of the parent’s responsibilities. At this age, the child hardly has the necessary inputs for a coherent decision of what she/he wants to do. (There are a few exceptions, of course – but that is hardly the point!). There is no real reason to precipitate that decision at this point in the child’s life. Please avoid bugging the child with “what do you want to be, when you grow up?”, and equally stringent is the avoidance of imposing your ambitions on your child with “oh! I am going to make him a doctor, or her a lawyer”! In a few cases, one may find that even at this young age, the child has already identified his career goals, but even in this lot, only a small percentage remain consistent through out their development phase. in such instances, one must yield to young determination, but for the rest, slow and steady on this decision front. Lets then consider the education strategy for the next 5+ 2 years.

The young person has had an introduction to her/his Manomay kosha, and the intellect has acquired the skills to learn. An awareness of how (sequence, processes and artefacts) the intellect learns to convert information to knowledge, has sparked in the child’s mind, but has not grown fully. The child has recognised that there are many domains of information, and has had a preliminary experience in filtering these domains, as like or dislike. So, now these next  5+2 years need to bring this awareness to full growth and maturity, and increase the domain exposure, as well as firm up the discrimination filter or good, bad, interested, avoid etc. As this awareness matures, it helps increase the skills in the manomay kosha and make them deep and stable, so that they become autonomic for all activities. That is what one needs to achieve in the next 5+2.

The institutional scheme in place currently remains. 5 in secondary school, and 2 more in what is commonly called junior college (a poor nomenclature – some societies call these “High School”), But the content need a major shift.

First, the subjects have to be assigned 3 attributes. They are either normal or advanced. They are either foundation or interest, and they are either mandatory or elective. Languages, mathematics, sciences, civics and moral or value studies are mandatory. Of these languages, Mathematics and sciences are considered foundation subjects. They can be  “taken” at normal or advanced levels. The other two have no levels (and may exit the syllabus before the 5 years are up). Languages are 2 or three. Medium of instruction, mother tongue are mandatory at advanced level. If these are one and the same, then either English or Hindi (whichever is different from the other two) is to be taken, again as mandatory, and at advanced level. The third language can be Sanskrit or a regional language like Marathi in Mumbai or Bengali in Kolkata, and while it would be an elective, it can be either normal or advance level. all other foundation subjects like history, geography, botany, economics, etc. are all electives, but advanced level only. this scheme will be in place for the first five years. One can change electives each year as the child pleases – so that they can pin down their interest or otherwise. In all cases (mandatory or elective) one can shift down from advanced to normal levels, but upgrade from normal to advanced will need the teacher’s permission. Additional electives like dance, poetry, anthropology, human psychology, genetics, quantum mechanics, Urdu, French etc. are all up to the school to offer or not. Each student, then, has 5 mandatory and between 1 and 3 electives. Subject count is between 6 and 8. Both foundation subjects and advance level subjects will invite exams, (of the mandatory 5, only foundational 3 invite exams!) while all others will be assessed through term papers, research reports, projects etc. This way, there would be a quantitative assessment of the foundation subjects, and a qualitative assessment of the others. There would be a public exam for all students who do not wish to continue into the next 2 years. Some may wish to stop schooling to take up vocations, change schools or cities, others may wish to pursue other domains of skills and knowledge with institutions or gurukul or head for vocational institutions like ITI and diploma organisations. A public certificate would be obtained on clearing this exam. There would be school exams as per the scheme described above, for those who wish to proceed with the next 2 years.

The teenager will develop, recognise and deploy three primary skills related to his manomay kosha. First is a individual method of learning. Processes, artefacts, mnemonics, etc. The skill had started in the first 5 years, but it matures in these second 5, because the brain-mind-intellect troika practices this skill on information that tickles different parts of the brain – aesthetics, logic, derivation, imagination etc. – thus making that skill mature, and the intellect identifies the processes of this skill. Second skill is discrimination, and value judgement. There is a flood of information, and the intellect develops the skill to label it as relevant or not, good or not, reliable or not, logical or not and so forth. The third skill is an emotional connection to the information as a collective domain. Which topics or subjects or domains, one likes and has affinity for, and which ones are to be kept at bay! (although, the intellect retains the right to reconsider! How many times, have we “hated” a subject in school, only to prosper in it later in life?

This scheme and structure of education continues in the +2  years after the first 5. In colloquial parlance: in 11th and 12th. There must be some changes of course. The subjects get a stronger vocational flavour. Number of mandatory subjects reduce – 2 languages and computer usage. remaining 5 are all electives, 3 advanced, and 2 normal. The more aggressive students can take all 5 at advanced levels, depending on their capacity and inclinations. Electives in 11th can be dramatically different from the ones in 12th. Again, one can go from advanced to normal in a subject across the two years, but not in reverse. Normal to advanced will need teachers approval. Student (and parents or career guiding counsellors) must beware, that this combination of electives will support the future educational ambitions of the student, in terms of qualifying needs of professional or vocational streams in the university. All subjects, mandatory and electives will have exams. School exam at the end of 1 of the +2, and public exam at the end of the +2.

the intellect has been prepared – cast, tempered and shaped across the preceding 18 years – for the future, which is primarily the exercising of this skill of converting information to knowledge. Just as some students took different paths to their future after the Public exam at the end of the second 5, many more will do the same at the end of the +2 as well. Some will head for non-institutionalised training and skills acquisition (dance, music, art, fashion design, acting and so on), others will head for a more focused vocational domain like architecture, law, engineering, medicine, journalism, and while the third lot may simply continue with broad and general education at the university level, a final lot may either choose economic activity, or a more hands-on artisanal domain for skills acquisition. So, multiple streams to follow.

A young adult will have emerged, itching to shed the “teen” part as well. More on the University aspects in the next blog.