Home Up શિશુવસ્થા Childhood બાલાવસ્થા Pre-Teens કિશોર teenagers તરૂણ young adult સારાંશ summary






બાળાવસ્થા

Pre-teens

જેઠ સુદ અગ્યારસ, જુન મહિના નો પહેલો સોમવાર, અને અમારી ઢીંગલી ચાલી બાળપોથી ભણવા. કાલ સુધીમાં ડોક્ટર કે વકીલ થશે એ ખબર પડી જશે! અને અમેરિકા ચાલી ગઈ તો? કે ચિત્રકાર બની તો? કે contemporary નૃત્યની નાયિકા બની તો? કે એક નિપુણ મા બની તો? કે શિક્ષિકા બની ગામ ગઈ તો? કે નેતા બની લોકસભામાં બેઠી તો? આ બધી કારકિર્દી ઓ  માટે જુદું જુદું ભણતર નહિ જોઈએ? એ તો જોયું જશે!


પણ મન મગજ અને બુદ્ધિ ના વિકાસ ના તબક્કા પ્રમાણે ભણતર અપાવો, તો જ્યારે જે વિષયમાં રસ પડે કે ઈચ્છા જાગે તેમ ભણતર નું વલણ ફેરવી શકાય, તો કેવું રૂડું થાય? તો આ “બીજા છ" ના તબક્કા માં કેવું, અને શાનું ભણતર અપાવવું જોઈએ? સાથે સાથે કેવી રીતે, એ ભણતર બાળકને મળવું જોઈએ? છેલ્લો પ્રશ્ન પહેલો સંબોધું, તો એકજ મંત્ર નું રટણ કરું કે “જેમ પચે તેમ ખવડાવો".


આ છ વર્ષ એટલે બાળપોથી નું એક, અને પ્રાથમિક શાળાના પાંચ. શબ્દોનાં આકાર એટલે અક્ષર, અને આંકડા. બાળકને પોતાના વિચાર કે ઈચ્છા કે ઈજા કે લાગણી કે ગુસ્સો કે પ્રેમ કે આક્રોશ વ્યક્ત કરવાની આવડત, અને વિચાર તથા માહિતી (અર્થાત્ શાસ્ત્રોમાં શબ્દ વપરાયેલો છે તે “વિજ્ઞાન") નું વિશ્લેષણ કરવાની આવડત અને શક્તિ આ ૬ વર્ષોમાં કેળવવાની હોય. ભાષા, ગણિત, science (અર્વાચીન શબ્દમાં વિજ્ઞાન) કે અર્વાચીન શાસ્ત્રો - રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જીવવિદ્યા વગેરે. વિષયની ઓળખાણ જ કરાવવાની. ભાષા ૩. બે તો અનિવાર્ય. માતૃભાષા, અને અંગ્રેજી. ત્રીજી હિન્દી કે પ્રાંતીય ભાષા, કે સંસ્કૃત. ભાષા અને અંકગણિત ની સાથે, સામાજિક ઇતિહાસ, (રાજા, લડાઈ, વિજય અને મહાત એવો ઇતિહાસ નહિ) અને ભૌતિક ભૂગોળ . વાતાવરણ, કુદરત, પર્યાવરણ અને પ્રદૂષણ ની ઓળખ. રમત ગમત વગેરે તો ખરું જ.

 

માહિતી અને ઇન્દ્રીઓને ઉત્તેજના એવી ગતિએ આપવી, કે મગજ – મન - અને મનોમય કોશ એને પચાવી શકે. પરીક્ષા તદ્દન નાબૂદ. દરેક બાળક પોતાની ગતિએ આગળ વધે. કોઈ લખવામાં આગળ ભાગશે તો બીજી આંક ગોખવામાં, તો ત્રીજો શ્લોક બોલવામાં તો ચોથી સમાજનાં ઇતિહાસ સમજવા પ્રશ્નો પુછવામાં. આ છ વર્ષ મનોમયકોશનો વિકાસ છે એ જાણી લેવું. એજ મનોમયકોશ ની શક્તિ થી બાળક વિજ્ઞાનને જ્ઞાનમાં પરિવર્તન કરતાં પોતાની જાતને શીખવશે આવડત પ્રગટાવશે. શિક્ષકો અને માં-બાપ તથા વડીલો તો જગ્યા તક અને તકેદારીમાં જ ભાગ લેશે!


આ છ વર્ષમાં બાળપણ છુટશે અને કિશોરાવસ્થા પાકવા માંડશે. (આ ૬ થી ૧૨ વર્ષ ના બાળક/કિશોર માટે શું શબ્દ વાપરવો? અંગ્રેજી માં pre-teen / adolescent કહેવાય તે). બધીજ વાતોમાં રસ પડશે, અને એટલીજ ઝડપથી એ રસ છૂટી જઈ બીજે કશે વળગશે. એક બાજુ આ રખડુ-રસ ની વૃત્તિ ને પ્રોત્સાહન આપવાનું - કે નવી પ્રગટેલી બુદ્ધિને વ્યાયામ મળે છે, અને અનુભવ જાગે છે, પણ બીજી બાજુ એજ બુદ્ધિને કેળવવા માટે એકાગ્રતા જાગૃત કરવાની હોય. સ્કુલમાં અને ઘરે સમાન વિચારધારા પાળવાની - પ્રમાણ અને વિષયની વિશાળતા જુદી. સ્કુલમાં થોડા વિષયોમાં એકાગ્રતા પર ૭૦% ભાર, અને એજ વિષયોમાં ભ્રમણ કરવા અને રસ શોધવા માટે પ્રોત્સાહન ૩૦%. ઘરે એનાથી ઊંધું! જે વાત કે વસ્તુમાં રસ ઉત્પન્ન થાય એના માં ભ્રમણ કરવા માટે ૭૦% ભાર, અને ૩૦% કોઈ ખાસ વિષય પર (જે સ્કુલમાં પણ પ્રસરેલો હોય).


દા.ત. નાનો હતો ત્યારે, રાતના સુતા પહેલાં મમ્મી કે ફોઈ પાસે ફરજિયાત આંક બોલવાના. આજે સાંઠ થયે સાત બીજા વીતી ગયા, પણ ૩૦ સુધીના બધા આંક યાદ છે. રસ ભ્રમણ ત્રણે કરાવે, ફોઈ, મમ્મી અને પપ્પા. કોઈ પ્રશ્નનો નકાર નહિ. “તને સમજણ નહિ પડે” એવું તો સાંભળ્યું જ નો'તું. હા, કોઈ કજાત (મારી મા નો વિફરે ત્યારનો શબ્દ) વિષયમાં રસ દર્શાવ્યો તો એ વિષય શું કારણે વર્જિત હોય તે જવાબ આપી પછી એના બારણા બંધ.


મને એક વિચારનું ઘોર વ્યસન છે - કે બાળકને વાતાવરણ માં થી જે જ્ઞાન અને સંસ્કાર મળે તે જ સર્વોત્તમ! આ મારા પપ્પાનો પ્રતાપ. Environment જ મન-મગજ અને બુદ્ધિ માટે કામધેનુ છે, એવું માનતા અને કરતાં. કુદરત, સંગીત, સાહિત્ય, રમત, વાંચન, પક્ષી, પહાડો, photography, જંગલ, ભ્રમણ, વગેરે વગેરે, આજ મારી મૂળ શાળા. લેસન તો કરવું પડતું, પણ trade-off માં, “રવિવારે ફરવા જવું હોય તો લેસન પતાવીને જ".


આ છ વર્ષ બાળકના પાયા બાંધવાના વર્ષ છે. અવકાશ, તક અને તકેદારી, બસ આ ત્રિપુટી જ બાળકની આસપાસ છવાઈ રહે. પરીક્ષા એક સિપાઈ ગીરી છે. બાળક ના મન-બુદ્ધિ-જ્ઞાન નો કેટલો વિકાસ થયો છે, એ ચિકિત્સા છે. શિક્ષકો અને ઘરના વડીલો એ ચિકિત્સા અનિવાર્ય રાખવી, અને સીપાઈગીરી નાબૂદ. બે બીજા મહત્વ નાં કારણ છે - આ પરીક્ષા નાબૂદ માટે. (સાથે સાથે ઘરે કરવાનું લેસન પણ  હેતુસિદ્ધ - અર્થાત્, લેસન થી અમૂક ખાસ હેતુ પૂર્ણ થવો જોઈએ.) બાળક આ બે બળદ વાળા ગાડા પર ઉભો રહીને આગળ ચાલવા મથતો હોય, પણ ત્યારેજ બંને બળદિયા જુદી દિશામાં ખસતાં જાય. મુઝવણ તો વધતાં વધે,પડ્યા વિના ઉભા કેમ રહેવું? આ બે બળદ તે સ્કુલમાં થી સોંપેલું કામ, પરીક્ષા ની તૈયારી અને બીજો બળદ તે ઈતર વિષય કે કાર્યમાં પડતો રસ. આપણા સમાજનાં કમનસીબે સ્કૂલનું મહત્વ આપણી જિંદગીમાં એટલું વધ્યું છે (અને માં બાપ અને વડીલો પાસે બાળક માટે સમય એટલો ઘટ્યો છે) કે સ્કુલ વાળો બળદ પોતેજ ચાલવા માંડ્યો છે, અને બાળકને પોતાને રસ પડે તે બળદિયો તો અઠે દ્વારકા!ગાડું ગોળ ગોળ ફરે!. એટલેજ કહું છું, બન્ને વચ્ચે સમતુલતા જાળવીએ તો બાળકો સુંદર સુઘડ સમૃદ્ધ તરુણ થશે.


આ પ્રાથમિક છ પછી શું?

સવાલ વિચિત્ર છે! ભણતર નું શું કરશો? શાને માટે ભણવું છે? IIT માં ગયો પછી એક દિવસ બાજુ ના બિલ્ડીંગ માં રહેતો એક બાળપણનો ગઠીયો મળ્યો. સાથે રમતાં. મને પૂછે શું કરે છે, અને મેં હરખાઈને જવાબ આપ્યો IIT માં છું. શું કમાય છે? એ સમજ્યો કે IIT કોઈ પેઢી છે. મેં કહ્યું, ભણું છું, ૫ વર્ષનો કોર્સ છે. તરત પેલો બોલ્યો, ભણીને શું વળશે તારું, પાંચ વર્ષમાં તો હું ૨૦૦૦ ક્માતો હોઈશ - સાડી ની દુકાનમાં નોકરી કરતાં! ભેંસ આગળ ભાગવત. ભેંસ એજ પૂછે ને, અક્કલ નું શું કામ?

સૌ પ્રથમ તો જેમ હાથ પગ અને શરીર વ્યાયામ થી વિકસે, એમ ભણતર થી મન મગજ અને બુદ્ધિ વિકસે. અર્થાત્, માનવ અવતાર નો  સદ્ ઉપયોગ કરવા જેમ શક્તિ જોઈએ, તેમ બુદ્ધિ જોઈએ, અને ભણતર દ્વારા (શરીર માટે વ્યાયામ અને ખોરાક દ્વારા) બુદ્ધિ કેળવાય. એટલે ભણતર નો કોઈ ખાસ બીજો ઉપયોગ નથી. બુદ્ધિના ઉપયોગ ઘણા છે, તે પ્રમાણમાં ભણતર કામ લાગ્યું, પણ ભણતર એ બધા ઉપયોગ ના ધ્યેય થી નો'તું મેળવ્યું. આજના વિશ્વમાં કાર્યની શુદ્ધિ – અર્થાત ધ્યેયના અભાવે કાર્ય કરવું - એવું અશક્ય છે. હજારો વર્ષ પહેલાં સાધુ મુની ઓ ધુણી ધાખીને રાખોડી ના વાગા પહેરીને પદ્માસનમાં બેસી, સત્યનું ધ્યાન ધારે એ ભણતરની શુધ્ધતા હતી. હવે રાખોડી બહુ મળતી નથી અને સત્યતો સાવ અદ્રશ્ય થઇ ગયું છે, એટલે આ સમાજે ધ્યેય પહેલાં સાધવું રહ્યું! અર્થાત, ભણતર કયું (મનોમય કોશ ને શું અસર થાય) અને કેવી રીતે (સ્કુલોમાં કઈ પદ્ધતિ થી ભણતર ની રજૂઆત થાય) ઘડવું કે તરુણાવસ્થા ના ધ્યેય સચવાઈ રહે. આ કાર્યક્રમ આગળ ૭ વર્ષમાં સ્તાયી કરવાનો, જેથી કુમારાવસ્થા પરિપૂર્ણ રીતે તૈયાર થાય.


હવે વિવિધ ઉપયોગ ના ધ્યેય થી ભણતર મેળવવાની વાત કરીએ. આજના જમાનામાં કોઈ પણ સરકારી નેતા ને પૂછો તો કહેશે કે ભણતર હશે તો નોકરી મળશે! પણ નોકરી ન જોઈતી હોય તો? તો ધ્યેય કેન્દ્રિત ભણતર ચાર પ્રકાર ના છે.


૧ નોકરી ધ્યેય.

પહેલું ધ્યેય એજ કે કોઈ “સારી" નોકરી મળે. નોકરી એટલે કોઈને માટે કોઈ કામ કરવું, અને એની સામે એક નક્કી રકમ પગારમાં મળે. શું કામ છે, ગમતું છે, રસિક છે, સારું નઠારું છે, આ બધા પ્રશ્નો કઈ ખાસ ઉભા ન થાય.


૨ વ્યવસાયિક કારકિર્દી ધ્યેય.

બીજું ધ્યેય કે ખાસ વ્યવસાય કરવો છે, વકીલ કે વૈદ્ય કે engineer કે ડોક્ટર કે programmer બનવું છે તો એ વ્યવસાય માટે જરૂરી જ્ઞાન વિજ્ઞાન અને આવડત મેળવવા માટેનું ભણતર.


૩ વિષય નિષ્ણાત કારકિર્દી ધ્યેય.

ત્રીજું ધ્યેય કે મને અભ્યાસ રુચે છે, અને મારે કોઈ ખાસ વિષયમાં સંશોધન કરવું છે કે વિદ્યાપક બનીને ભણતર એજ વ્યવસાય કરવો છે.


૪ ધ્યેય છે, પણ શું ધ્યેય છે તે ખબર નથી.

ચોથું ધ્યેય, કે કઈ ખાસ ખબર નથી કે જીવન માં શું કરવું છે, પણ નથી કરવી નોકરી કે વ્યવસાય કે પન્તુગીરી. કદાચ બાપની ગાદી એ, કે ચલચિત્રમાં નાયિકા, કે આધુનિક ઢબની નૃત્ય નાયિકા, કે ચિત્રકાર કે પોતાનું business, ઇત્યાદિ. તો ધ્યેય શું? ભણતર માટે? એજ કે મારે મારી બુદ્ધિ, મન, જ્ઞાન વધારવું છે, ખીલવા દેવું છે, દ્રષ્ટિ મોકળી કરવી છે. પછી જે સુઝશે અને રુચશે તે કરીશ.


૫.  ફક્ત મનોમય કોશના વિકાસ માટે.

ભણતરનો શુદ્ધ આકાર. હું શ્રમજીવી કુટુંબનો છું. હું એક ગુણી સ્ત્રી, અને પ્રભાવશાળી માં બનવા ઇચ્છું છું. અમારો પુજારી નો વારસો છે, અમારો લુહારકામ નો ધંધો છે, મારે તો ખેતી કરવી છે. જેમ શરીર ને ખોરાક અને વ્યાયામ થી ભરણ-પોષણ મળે અને શક્તિમાન, સુડોળ અને વૃદ્ધિમાન બને, અને ધારેતે કળા અને આવડત કેળવી શકે, ધારે તે કાર્ય કરી શકે, તેમ, મનોમયકોષ ને પણ શરીરનો સમાન સાથ આપવા, જોડીદાર બનવા, ભણતર દ્વારા શોષણ મળે અને બુદ્ધિ ઉત્તપન્ન થાય. આ શક્તિમાન, સુડોળ અને વૃદ્ધિમાન મનોમય કોષ ધારે તે આવડત ગ્રહણ કરી શકાશે - ભણતરના કાર્યક્રમ ની બાહર, જિંદગીના કાર્યક્રમ માં.


બસ આગલા ૭ માં આ પાંચ: એક અ-ધ્યેય, અને ૪ ધ્યેય ની વાત કરીશું.

First Monday of June, and our little darling is off to her first day in pre-school. She is 3! We will know in a few days time, whether she will grow up to be a doctor, a layer or a scientist or an engineer! What if – she goes of to another country, becomes a painter, or a danseuse, or a great mother, or a teacher, or a politician with a seat in the legislature? Will she not need differing educations for these careers? Ah! cross that bridge when we come to it!!


But, will it not be great if one can give education opportunities appropriate to the speed and capability for growth,and tweak it to suit the child's needs and inclinations? What form and process should this “education” take in the next 6 years? What methods, speed and quantum will be the attributes of delivery to the child?  Give unto the child, what the child can digest, assimilate, and convert to knowledge!


These six years are the first of the formal years of institutional education. The first year in kindergarten, and the next 5 in Primary school. The child knows words as sounds, and now she / he will assign cognitive associations with shapes (letters, spelling) and meaning (context). The child cultivates the ability to express it’s thoughts, likes, anger, concerns, fears and curiosity. The mind and intelligence grow exponentially, and the child develops the skill to convert “vignaan” – information into “gnaan” – knowledge. Analytical and discrimination (judgemental) skills also start developing in this stage. Languages, Arithmetic, Introductory Sciences – physical and life sciences. 3 Languages: mother tongue and English,(mandatory), plus one: choice of Sanskrit, regional local language and Hindi.  History of societies (not about wars and empires and kings!) and physical geography. Concepts of ecology, environment, pollution and nature. Sports, social interactions, civics etc.


Information and sensory inputs (audio, visual, experiential) need to be delivered at a rate that the brain, mind and Manomay kosha can digest fully. NO EXAMS! Each child will progress at her / his own speed. Some will race into words and languages, while others in mental maths, and others in art or music or sport. But all will do the basics! – mandatory! This period will see the fastest and largest growth of the Manomay kosha! Techniques methods and processes of “learning” – cognitive recognition of information, filtering and converting  information to knowledge – is developing now. Teachers, parents, adults in the child’s proximity must adopt the primeval child development commandment – space, opportunity, oversight!


The child abandons “child” attributes and start developing pre-teen orientation – which will firm up during the next 5+2 years. She / he will get interested in all subjects encountered, but may flit from one to the other swiftly as well. On one hand, this fleeting from topic to topic is to be encouraged as it exposes the evolving intelligence to many domains, but on the other hand, there is also a need to develop concentration, so that a deeper assessment of the information becomes a natural skill of the intelligence (Manomay kosha). Encouraging this duality should be the consistent approach  both at home and in school, although specifics of domains and depth of pursuit would be different at home and at school. In school, 70% emphasis on concentration and deeper dive into a few specific subjects, and 30% on self-inspired wandering into associated sub-topics in the same domains. At home, the proportions and domain selection both are reversed. 70% emphasis on intellectual wandering in any domain, subject or topic and 30% deep dive into any that interests the child and complements those addressed in school.


For example, during my childhood, I had to say my tables to 30’s before sleeping! All 3 adults at home: dad, mom, aunt would take me on journeys into their hobbies, experiences, and even sensitive topics like female anatomy or traditions that appeared meaningless. None of them ever evaded the topic, nor did they ever say “you will not understand this now”. If the topic was a negative one – crime or vice or some such – I would still get a first chat, get an explanation of why that door needed to stay closed, and then move on!


I am nearly obsessive on one path to knowledge – from the environment, from nature, from immersion in experiences in positive domains. Environments are the cornucopia for the growth of the brain-mind-intellect triumvirate. This was my father’s belief, and he practiced it intensively; whether it was Hindustani classical music, or Gujarati poetry, or bird watching or swimming, or photography or my mother’s embroidery templates! This was my school of life, but homework was equally mandatory. Finish now! if you want the hike on Sunday!


The child builds his/her foundation during these 6 years, and needs to be encircled by space, opportunity and oversight. Examinations are like policing. To assess or estimate what levels of Manomay kosha growth the child has achieved, is evaluation. Measurement is not the only mode of assessment! So, while the teachers and the adults at home need to be assessing this growth constantly, no exams! This is not to say “no homework”! Homework that precipitates practice that will embed skills into the knowledge, is a must. However, two additional reasons to ban examinations at this stage. The child is trying to ride a cart pulled by two bullocks! The bullocks: one is the chasing of the interest that some subjects have fired up in the child, and the second bullock is the “prepare for exams” exhortation that envelopes the child in a exams dominated system. The unfortunate modern day story of time challenged parents is to focus on the “exams” bullock who keeps moving, while the “interest” bullock is frozen to the ground! The child struggles to stay on the cart and not fall off. Get real, keep both bullocks moving! Balance and Sync. The pre-teen will then be set on a firm path to becoming an admirable young adult – “Tarun” in the next 7 years!


What’s next – after these 6?

Here’s a strange question. What will you do with the education that you are receiving? or why do you want to be educated? I met one of my neighbourhood friends, soon after getting admitted to IIT. What are you up to? And I replied with happiness and pride, and said, “I am in IIT!”. So how much do you earn? The fellow thought IIT was some company. So, I explained, that it is an engineering school, and I will be studying there for 5 years. Ha! what’s the use of studying for 5 years! I will be earning 2000 bucks within that 5 years! – the guy was a sales person in a saari shop! It was like pearls before swine!


Just as the body grows and gains strength from exercise and nutrition, the brain-mind-intellect also needs sustenance to grow. Just as one needs strength to live life, one also needs intellect. So, just as we develop physical strength, we must also grow our intellect. While there is no specific purpose to education except the cultivation of the intellect, one can do a zillion things with a developed intellect! But education – especially at the fundamental level – is not purpose specific: it is just the sustenance for the growth of the intellect! Manomay kosha!


Hence, how one goes further on the path of growth of the intellect, is determined by the objective one may have about living one’s life. The most pervasive belief is that with education, you will achieve economic growth. True, but with many caveats. What if I don’t want a job! What if I want to be an artisan, or a farmer, or an astrologer, or a shop keeper? The basic education develops the intellect to a level, that they can then use to grow in their own pursuits outside of institutionalised education.


There are four categories of purpose oriented education sets, and one purist set!


1. Get a job!

First, is those who want “a job”, a fixed set of tasks determined by someone, and against that, a fixed remuneration. Clerical jobs – as we say in India.


2. Get a vocational career.

Second is the group that wants a career in specific domains, and follow a vocation: like a doctor, or an engineer or a journalist or administrator: a knowledge worker.


3. Academic pursuits.

The third group is those who wish for academic pursuits, research, teaching, professorship etc.


4. Don’t know at this time!

The Fourth group is one who need basic capabilities of the intellect, so that they may acquire knowledge and skills in domains best served by the non-structured methods of education. The skills and talent people, who will become dancers, artists, musicians, singers, and so forth.


5. The Purist.

Finally the purists: who wish for education for it’s own sake. Or education to simply enrich their intellect to a level which will let them learn from life: I am a farmer, my family are hereditary priests, we have an ironmongery business, our furniture business is doing well, and so forth.They value a sharp and information laden intellect, they are capable of absorbing many domains, but their skills, knowledge and wisdom will come from life experience and mentors, not from structured institutional education. I want a strong energetic manomay kosh, which will enable me to do the rest.


The next 5+2 years will address these 5 purposes – as a start!