Archives 2020 ઓસ્ટ્રેલિયા Australia ઓસ્ટ્રેલિયા Graduation અમે પાંચ Rainbow Coast બબૂ પાસે on to Baboo

અમે જૈ આયા, ઓસ્ટ્રેલિયા!

 Our visit to Australia


અમારી નાની, અને એના "એ વન", વી. સ. ૨૦૭૨ થી સિડની વસ્યા છે. છોરો ભણ્યો – Masters - કર્યું, અને છોરીએ નવા જમાનાની રીતે, સિંગાપુર ની નોકરી, સિડની માં બેસી પાર પાડતી રહી! બધુંજ internet ના વાહન પર ચાલતું હોય! જમાઈ ને Master's ની પદવી પ્રદાન થવાની હતી, તે સભામાં જોડાવાનો નિર્ણય થયો, અને મારી રખડુ વૃત્તિ જાગૃત થઇ. આટલે દૂર જઈએ જ છીએ તો થોડું ફરતાં જ આવીએ!

અને અમે બે ઉપડ્યાં! ઑસ્ટ્રેલિયા. આમ તો હું કામ ખાતર ૩-૪ વાર જઈ આવ્યો છું, પણ ફર્યો બહુ થોડું. મારી અર્ધાન્ગની+ પણ ૩-૪ વાર જઈ આવી છે અને ફરી પણ છે. એટલે ક્યાં જવું તેનું પ્લાનીંગ જોરદાર કરવાનું હતું. પણ અમારા બંનેના શોખ એવા કે જ્યાં કુદરત, ત્યાં અમે! સિડનીમાં વ્યવહારિક કાર્યો પત્યા, અને અમે Hervey Bay પહોંચ્યા. ત્રણ ચાર પ્રવાસો પછી, અમને airbnb દ્વારા રહેવાની સગવડ કરવી તે બહુ ફાવી ગયું છે. Hervey Bay માં એક મોટા બંગલા ની પાછળ એક સંયુક્ત મઢુલી મળી હતી.  મોડી સવારે પહોંચ્યા, અને સામાન મૂકી ફરવા નીકળી ગયા. દેશનો પૂર્વી દરિયા કિનારો, અને whales ના દર્શન માટે પ્રસિદ્ધ. (ઋતુ પ્રમાણે દર્શન થાય - કુદરત માં પણ પટ ખુલે!). બપોર પડે શટલ બસ આવી, અને બંદરે પહોંચ્યા, અને જોત જોતામાં કિનારાઓ આછ્છા થઇ ગયા, ત્યાં પહોંચ્યા, અને હોડીના ટંડેલ ની હાલક સાંભળી કે ડાબી બાજુએ ૧૦ વાગે (આ તો દિશા કહેવાનો કીમિયો - જાણે દરિયાની સપાટી એક જન્ગાવાર ઘડિયાળ હોય, તો નાનો કાંટો કયી તરફ હોય? બસ એ દિશા સમજવા ની) whales દેખાય છે. માં અને એનું વાછરડું! પણ આ તો whale! અમારી catamaran હોડી (૧૨૦ જણા ની જગ્યા હતી) કરતાં વધારે લાંબી, અને ૨૫-૩૦ ટન વજનમાં! humpback જ્ઞાતિની. અને નવું બાળક ગેલ પર ચઢેલું, અને માં પોતાની પૂછડી પાણી પર પછાડી વાછરડા પર કાબુ રાખતી હતી.  આ વાત તો હોડી પર હાજર whale નિષ્ણાતે સમજાવ્યું. અમે તો એવા ખુશ કે ચીસો પાડતાં હતા કે લવારી કરતાં હતાં, તે યાદ જ નથી. બંનેના કેમેરા ટક ટક ટક સતત ચાલુ હતાં. પેલા હોડી વાળા એ કહ્યું કે એ લોકોએ પણ આવું પૂછડી પછાડવાનું આટલા લાંબા અરસા સુધી - ૨૦ મિનિટ થી વધારે - પહેલી વાર જોયું. બીજે દિવસે આખો દિવસ એક બીજી સવારી પર ગયાં. નાની હતી, અને સઢ વાળી, પણ પવન બેસી ગયેલો એટલે એનજીન ચલાવી ને ગયા. આજે વ્હેલના બચ્ચાને વારો હતો, કુદી કુદી ને પાણીમાં પાછા અફળાય! અને એક વાર તો વ્હેલમાઈ અમારી બોટ ની નીચે થી નીકળી ને એટલી પાસે બહાર આવી કે મારા કેમેરાની frame માં પણ ના સમાઈ! વ્હેલ બહેન શ્વાસ કાઢે ત્યારે સાથે સાથે પાણી નો જે ફૂવ્વારો ઉડે તેમાં અમે બોટ પર બે ત્રણ વાર ભીંજાયા. અમારી  boat વાળાએ પાણીમાં એક યંત્ર – hydrophone - ઉતાર્યું, અને અમને વ્હેલનું ગાયન સંભળાવ્યું. ફક્ત નર વ્હેલ ગાય, અને માદા અને વાછરડા ને સુરક્ષિત રાખે.

બીજે દિવસે Darwin પહોંચ્યા અને મારી બહેન અને બનેવી ની રાહ જોઈ. આવ્યા કે તરત ગાડી ભાડેથી લઇ કાકાડુ રાષ્ટ્રીય ઉદ્ય્યાન ભણી પ્રયાણ માંડ્યો. (જરા મજા આવી ભારી શબ્દો વાપરવાનો!) કાકાડુ એક “જબીરુ" નામ ના ગામ થી ફરાય. એટલે વિહારીઓ માટે સુવિધા આ ગામે સારી છે. બીજી જગ્યાઓ છે, પણ આ મૂળ સ્થાન. આ ગામ નું નામ તો ક્રૌંચ જેવા black necked stork ના અહીંના મૂળ વાસીઓ ની ભાષા માં નામ છે તે! પહોંચતાં વાળુ નો સમય થઇ ગયો. બીજે દિવસે સવારે “મામુકલા" નામના છીછરા પાણી ના “billabong” ગયા. પક્ષી જોવા માટે એક સરસ ઝૂંપડી બનાવેલી, અને ત્યાંથી ખુબ બધા પક્ષી ઓ જોયા. થોડું આજુબાજુ ના જંગલમાં ફર્યાં, પણ ઠેર ઠેર પાટિયા લગાવેલાં કે પાણી પાસે ના જતા, મગર હોય છે!

બપોરે જમવા જબીરુ ગામના તળાવના કિનારે સરસ મજાની પીકનીક ની જગ્યા હતી,  ત્યાં સેન્ડવીચ બનાવી ને ખાધી! અસંખ્ય ચામાચીડિયા લટકતા હતાં, એવા ઝાડની બાજુમાં! બપોરે ઉબીર નામની જગ્યા - જબીરુ થી ઇશાન માં - તરફ ગયા. પાસે જ નાબાડ ટેકરો છે, ઉંચો ટેકરો છે, આજુબાજુ ખુલ્લા મેદાન છે - પાણીથી તરબોળ, અને એ દિશામાં સુર્યાસ્ત થાય, અને અદભુત દ્રશ્યો રચાય! તળેટીમાં એ ભૂમિના સ્થાયીમાનવો એ બનાવેલા ગુફાચિત્રો જોયા, અને પછી સુર્યાસ્ત જોવા ટેકરો ચઢ્યા. સુર્યની કરામતો માં વાદળની જુગલબંધી! પૈસા વસુલ! ઉબીર ની ઇશાન દિશામાં “અેનાહાઈમ” પ્રદેશ છે, જે એ ભુમીસ્થાયી કોમ ના વડીલો ના તાબામાં છે, અને બહારના માણસોને પ્રવેશ કરવા માટે પરવાનગી ની જરૃર પડે!

બીજે દીવસે Yellow Water નામની નદી પર વિહારવા ગયા. જબીરુ થી ૫૬ કિ.મી. ગાડીમાં ગયા. શાંત નીતર્યા પાણી, ખુલ્લા મેદાન નો કમળ ભરેલો પ્રદેશ, પાણીમાં તરબોળ, આકાશમાં જાત જાતના પંખીઓ અને પાણી ની નીચે છુપાયેલા જન્ગાવર મગર! ઑસ્ટ્રેલિયા ના કુખ્યાત salt water crocodiles! ધીમેથી એક પણ તરંગ ઉપાડ્યાં વિના તરે, પહેલાં લાંબુ મોઢું અને લખોટા જેવી મોટી આંખો દેખાય, અને પછી ૭ - ૧૦ ફૂટ લાંબુ શરીર! માછીમાર ગરુડ, ખાઉધરો (cormorant), બગલા, બતક, અને જબીરુ ક્રૌંચ!  જોયા. હોડી નો ચાલક એ ભૂમિ નો લાલિયો હતો અને ખુબ ગર્વથી એની જન્મભૂમિ ની કુદરતનું વર્ણન કરતો હતો. બપોર સુધીમાં ઘર ભેગા થયા અને બીજે દિવસે પાછા Darwin, અને ત્યાંથી ફ્લાઈટ પકડી Cairns પહોંચ્યા.

દરિયા કિનારે ફરવાનો પાર્ક બનાવેલો, અને અમે રહ્યાં ત્યાંથી માંડ ૫ મીનીટનો રસ્તો. સાંજે ફરવા નીકળ્યા, અને બંદર પાસે બજાર ભરાયેલો ત્યાં ગયા. જન્ગાવર swimming pool હતો. જાહેર જગ્યા. જેને તરવું હોય તે આવે! ગામ ના બધા રહેવાસીઓ માટે. જમ્યા કર્યા અને કાલની તૈયારી કરી. સવારના બંદર પર પહોંચ્યા અને Great Barrier Reef ની સેર કરાવનારી નાવમાં સવાર થયા. બધા નાવિકો પરવાળા ના વિષયના નિષ્ણાત હતા. અમે ૩૦-૪૦ નવા નિશાળિયા! મીકેલમાસ અને હેસ્ટીન્ગ્સ નામના રેતીના ટાપુ પર લઇ ગયા. ત્યાં અમે snorkelling કર્ય  અને દરિયામાં પરવાળાના ઢગલે ઢગલા જોયા, પરવાળાના વન! માણ ૩૦-૫૦ ફૂટની ઊંડાઈ પર. ત્રણ વાત જાણવા મળી. પરવાળા રંગ બે રંગી હોય, અને એ soft coral કહેવાય, અને કડક પરવાળા સફેદ પીળાશ પડતાં અને રાખોડી રંગ ના હોય. અમે આ કડક પરવાળા ના પ્રદેશમાં હતા. બીજી વાત કે બે ત્રણ વર્ષ થી સમાચાર આવતાં હતાં કે ગ્રેટ બેરીયર રીફ ના પરવાળા મૃતક થવા માંડ્યા છે, ફિક્કા થાય છે અને નષ્ટ થવાની સંભાવના છે. પણ અમારા નિષ્ણાતોએ સમજાવ્યું કે સમુદ્ર ના પાણીની ઉષ્ણતામાન બદલાતાં આવી સ્થિતિ પેદા થાય છે, પણ પાણી ઠંડુ પડતાં પરવાળા ફરી જીવંત થઇ જાય. આ તો કુદરતી ચક્ર છે. વિશ્વમાં climate change ને કારણે આ ચક્ર તીવ્ર થયાં છે, અને ચક્ર તૂટ્યાં પણ છે, અને પરવાળા અમુક જગ્યામાં સમાપ્ત! ત્રીજી વાત શીખ્યો તે એ કે પગમાં flippers પહેરી ને તરવું સહેલું નથી, ગતિ આવે પણ સીધા ઉભા રહેતા લોચા! મોટ્ટા પરવાળા સમૂહ જોયા, કોઈ તો ૫૦૦ વર્ષ થી વિકસતા હોય એવાં પણ, અને અસંખ્ય માછલીઓ જેના આકાર અને રંગો તો ખ્યાલમાં પણ નો'તા આવેલા!

ખુશ પણ હતાં, થાકેલાં પણ, અને તડકામાં ટામેટા જેવા લાલ પણ થયેલા, અને સાંજ પડે કિનારે પાછા વળ્યાં. બીજે દિવસે Cairns શહેરની વાયવ્ય દિશામાં આવેલા પર્વતમાળા તરફ ગયા. આ પ્રદેશમાં વરસાદ ખૂબ આવે, અને જંગલ હર્યું ભર્યું હોય – rain forest. કુરંડા નામ નું નાનું સુડોળ ગામ છે. ખાસ તો સહેલાણી આવે તેજ ધ્યેય થી વસેલું છે. અમે ચાર, કેબલ કાર માં ઉપર ગયા. અમારી નીચે ઊંચા ઊંચા ઝાડોની ગીચ જટા જોવાની ખુબ મજા આવી. પાણી થી ભરચક નદી, શાંત વહે, અને પક્ષીઓ ના કલરવ થી વાતાવરણ તરબોળ! કશે સુંદર ધોધ, તો કશે મોટી ભેખડો. પાછા આવતી વખતે જુના જમાના ની ઢબની રેલગાડી પકડી. જાણે ૧૯૩૦ ની સદીમાં આવી ગયા.

વહેલી સવારે પાછા એરપોર્ટ પર! ઉલુરુ - અર્થાત્ Ayer's Rock - જવા. આ જગ્યા ઓસ્ટ્રેલિયા ના મૂળ ભુમીજનો માટે સૌપ્રથમ ઉદભવ સ્થાન છે,  અને પવિત્ર ભૂમિ ગણાય. એ જાતિ ના સંસ્કારમાં માનવ જાત નો પ્રારંભ થયો તે કથામાં આ પહાડ કૈલાસ સમાન ગણાય. અંગ્રેજો અને બીજા યુરોપીય પ્રવાસીઓ આવ્યા, સ્થાયી થયા અને ભુમીજન ના રીતરીવાજો ની અવગણના ના વાતાવરણમાં પર્વત પર ચઢ્યા અને પોતાનું નામ આપ્યું. આ ગયેલી સદીમાં જ ચેતના સ્ફૂરી, ભુમીજન ના સંસ્કાર નું જ્ઞાન થયું, અને માન રાખવા માંડ્યું. હજુ પણ પર્વત પર લોકો ચઢે છે, પણ આ રાષ્ટ્રીય અરણ્યના રખવાળાઓ ઉપર ના ચઢવાની વિનંતી કરે છે, અને જે પ્રવાસી ના ચઢે એનો આદર કરે છે.

ગાડી તો જરૂરી છે, કારણકે આ જગ્યા ફક્ત વિહારીઓ ટૂંકો વસવાટ કરી શકે એવી છે. ગામવાસી તો નામનાજ! ગામ નું નામ “યુલારા". એક નામચીન હોટેલો ચલાવતી પેઢીએ આખો વસવાટ બનાવ્યો અને ચલાવે છે. દેશની વચ્ચોવચ ચોમેર રણ જેવા પ્રદેશમાં ભુમીજનો સિવાય કોઈ રહે નહિ! બે નક્કર પત્થરના ડુંગરા છે. રંગે લાલ દેખાય, અને આજુ બાજુ ખુલ્લા મેદાન સિવાય કંઈ જ  નહીં. ગામથી ૫૦ કી.મી. દૂર "કાટા જૂટા" નામનો પહાડ, અને મુખ્ય ઉલુરુ નો ગીરીરાજ. કાંઈ બહુ ઉંચો નથી, પણ મેદાનમાંથી જાણે ઉત્પન્ન થયો એમ ઉંચો થયેલો છે, એટલે ભરાવદાર લાગે. માટી પણ લાલ. નાના છોડ સમાન ઝાંખરા જેવા ઝાડ, ઘાસ ના નાના મોટા ઝુંડ અને છુટા છવાયા સાચ્ચા ઝાડ! ડુંગરની શીખા અને ધારો પણ ઘસાઈને ગોળાકાર થયેલી છે. સુર્યાસ્ત સમયે અમે જોવા ગયા, લાંબો કાર પાર્ક હતો, પણ ગાડીઓ થી ભરપુર. ડીકી ખોલી, ખુરશી તબલે કાઢી, મદ્ય અને cheese ની નાની મોટી મિજબાની ઓ શરુ થઇ ગયેલી. ડુંગરનો રંગ બદલાતો ગયો - જેમ જેમ સૂર્ય ડૂબતો ગયો તેમ. પૂર્વમાં ઉલુરુ પર રંગલીલા, અને બરાબર પશ્ચિમ માં સૂર્યાસ્તના રંગો.

પરોઢિયે પાછા ઉઠીને સૂર્યોદય વખતના દર્શન કરવા પહોંચ્યા. સાચ્ચું કહું તો સુર્યાસ્ત સમયના નઝારા વધારે સુંદર હતા. ઉલુરુ ની અર્ધ-પરિક્રમા જેવું કર્યું : પાર્કના નિષ્ણાત ના નેતૃત્વ હેઠળ. જંગલી ફળ ફૂલ અને પક્ષી ઓ ની ઓળખ કર્રવી. નાનું ઝરણું, નર અને માદા ની જુદી જુદી ગુફાઓ (ભુમીજન જ્ઞાતિ ના રીવાજો પ્રમાણે) અને થોડા રોક ચિત્ર. ડુંગરે તો ના જ ચઢ્યા! દિવસ પૂરો! રાતે બે જુદા જુદા “શો" જોવા ગયેલા. એક રાતે તારા જોવા - ઘોર અંધારું શું કહેવાય તેનો અનુભવ આ જગ્યાએ સહજ થયો! શનિ તો એવો સુંદર દેખાયો કે વાત ના પૂછો.  બીજી રાતે fields of light જોવા ગયા. ૫૦ વીઘા થી વધારે મોટ્ટા મેદાનમાં ઘાસ ની માફક નાની બત્તીઓ ખોસેલી - જમીનમાં, અને fibre optic ના વાયરથી ૩૦-૪૦ પ્રોજેક્ટરો સાથે જોડેલી, અને થોડી થોડી વારે રંગ બદલાય. જાણે અંધારામાં કોઈ આગિયા ફૂલોના ખેતરમાં ફરતાં હોઈએ એવું લાગે. અદભુત દ્રશ્ય. અંધારું તો એવું કે બીજા લોકો એજ “ખેતર" માં ફરતાં હોય તે પણ ના દેખાય, અને પાછા જવા માટે રસ્તો ક્યાં હતો તે પણ ભૂલ્યા અને થોડું ભટક્યા!

બીજે દિવસે અમે અને બહેન બનેવી છુટા પડ્યા. એ બે સિડની ઘર ભેગા, અને અમે બે કેનબેરા ફૂલોની મિજબાની માણવા નીકળ્યા. કેનબેરામાં દર વર્ષે floriade નામ નો ફૂલો નો મેળો ભરાય. રાતે પહોંચ્યા, અને દીકરી, જમાઈ અને વેવણ, કેનબેરામાં ભેગા થયા. બીજે દિવસે ફ્લોરીએઇડ જોવા ગયા. અને ફૂલો – ટ્યુલીપ્સ, અઝેલીયા, આયરીસ થી આખો  કોમનવેલ્થ બાગ ભરી દીધેલો. રંગોનું ઘોડાપૂર! બપોર સુધી ફર્યાં પણ જાણે આંખો ધરાઈ નો'તી. દીકરી જમાઈ પાછા સિડની ભણી નીકળ્યા - નોકરી બોલાવે! અને અમે ત્રણ (વેવણ ના સથવારે) હોબાર્ટ પહોંચ્યા. ઓસ્ટ્રેલિયાની દક્ષિણમાં એક નાનો ટાપુ છે. ટાસમેનિયા. એની રાજધાની તે હોબાર્ટ. સુંદર શહેર, પાસે ડુંગર ની હારમાળા, અને એ ડુંગરના ઢાળ પર નાના બગીચાવાળા ઘરો. અમે તો વસંત ઋતુમાં હતા, એટલે ચારે બાજુ ફૂલો ખીલેલા, અને હવામાં સુગંધ જ સુગંધ!

બ્રૂની નામ નો ટાપુ - લાંબો છે ૧૦૦ કી.મી. - હોબાર્ટ થી નૈઋત્ય દિશામાં. અમે આ બ્રૂની ટાપુ ની આસપાસ દરિયા ની સેર કરવા નીકળ્યા. પહેલાં તો ક્યાંથી ટિકિટ મળે અને ક્યાંથી હોડી ઉપડે તેજ ખબર ના પડે. સાંજ પડે ટુરિસ્ટ દફતરમાં પહોંચ્યા, અને બીજા દિવસ ની Bruny Island Cruise બુક કરી. સવારે વહેલાં નીકળ્યા – ગાડીમાં - અને આશરે ૪૫ કી.મી. પછી “ફેરી" પકડી. ૧૫ મિનિટ માટે જ. સામે કિનારે બ્રૂની! પણ ક્રૂઝ માટે બીજા ૫૦ કી.મી. પર આવેલા “Adventure Bay” નામના ગામે પહોંચ્યા, અને સમય થતાં હોડીમાં બેઠા, અને ટાપુના કિનારે કિનારે સફર શરુ કરી. Albatross અને Fishing Eagle, અને સાથે બે ત્રણ જાતના કોરામોરંટ્સ (ખાઉધરા) જોયા, અને પાણીમાં સાવ હોડીની નીચે થી પસાર થતાં ડોલ્ફીન્સ. અને ટાપુ નો છેડો પાસે દેખાયો અને seals ના ટોળાં!  દરિયાને કિનારે ભેખડો પર તડકો ખાતાં! નાના બાળકો અને મોટ્ટા હડીમધસ્ત નર seals! હોડી થી માણ ૩૦ - ૪૦ ફૂટ દૂર! રૂંવાટા ઉભા થઇ ગયા.

પાછા ફરતાં માઉન્ટ વેલીન્ગટન ના શિખરે ગયા અને આખા પ્રદેશનો ચારે દિશામાં વ્યુ મળ્યો. બીજે દિવસે એક સાવ અવનવા સંગ્રહાલયમાં પહોંચ્યા. MONA – Museum of Old and New Art. રસસ્પદ હતું, પણ જરા વિચિત્ર પણ. બીજા કોઈ મ્યુઝીયમમાં ના જોયા હોય, એવા exhibits હતા. એક ૧૫૦ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ ઊંચી પેનલ હતી. નાના ચોરસ કાચ પર ચિત્ર દોરેલા, અંદર પાછળથી પ્રકાશ આવતો હતો. પાસે થી જોઈએ તો કાંઈ સમજાય નહીં, પણ થોડે દૂર ઉભા રહી ને જોઈએ તો ઓસ્ટ્રેલિયા ના ભુમીજન ની લોકકથામાં  આવતા સપ્તરંગી નાગ નું ચિત્ર આખી પેનલમાં દેખાય. આ ઘણું પ્રભાવશાળી લાગ્યું.

હોબાર્ટ છોડી મેલબર્ન ઉતાર્યાં, અને તરતજ ગાડી લઇ Great Ocean Road તરફ નીકળી ગયા. આસમાન ઘેરાયેલું, ક્ષિતિજ પર કાળા ડીંબ વાદળ અને સાવ ભૂખરો દરિયો. પહેલાં તો નાસીપાસ થયા. ભૂરું નિર્મળ પણ તોફાની દરિયો જોવા તત્પર હતા. સાંજ પડે જરા ખુલ્યું અને સૂર્યદેવે દર્શન દીધા. Otway lighthouse પાસે રહેવાનું ગોઠવેલું. બીમ્બી પાર્કમાં. જાણે જંગલમાં થોડા ઝાડ કાપી મઢુલી ઓ બાંધવાની જગ્યા કરી હોય, એવું વાતાવરણ હતું, પણ કેબીન્સ સ્વચ્છ અને સુવિધા વાળી હતી. સવારે ૮:૩૦ વાગે દીવાદાંડી પર પહોંચી ગયા. ૯ વાગે ખુલે, એટલે આસ પાસ જંગલમાં ફર્યાં.  આખું જંગલ નાના સફેદ ફૂલ વાળા ઝાડથી ભરાયેલું, હલકી ચમેલી-સાહેલી જેવી સુગંધ આવે. શું વસંત ખીલી હતી! દીવાદાંડી માં ઉપર ગયા, અને એ દિવસે આસમાન સાવ સાફ, અને સવારનો મૃદુ તડકો! ભૂરો દરિયો અને સફેદ ફીણ વાળો કિનારો. કુદરતની અદાભુતતા માં શું બોલાય? શબ્દો નજીવા લાગે!

ઓટવે થી નીકળતાં રસ્તાની બાજુમાંજ ઝાડ પર  બેઠેલા/સુતેલા koala જોવા મળ્યા. જલ્દીથી ફોટા લઇ, 12 Apostles તરફ ગાડી ભગાવી. ૧૨ ના તો હવે ૮ થઇ ગયા છે, પણ દરિયામાંથી ઉભા થયેલા પત્થરના થાંભલા જોવા નો આનંદ અનેરો તો ખરો. પણ અહીં માનવમેદની ઘણી હતી અને અમારે ૫ વાગ્યાની સિડની જવાની ફલાઈટ પકડવાની હતી - મેલ્બર્નથી! ૩૦૦ કી.મી. દૂર! એટલે ફટાફટ ભાગ્યા અને સાંજે સિડની પહોંચ્યા! વેવણ દીકરાને ઘર ભેગી, અને અમે બે અમારી એક મિત્રના ઘરે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ ની છેલ્લી જગ્યા. બ્લ્યુ માઉન્ટન્સ. સવારે સૌ પ્રથમ તો ગામમાં (સિડની થી થોડું દૂર હતું, અમારી મિત્રનું ઘર) બજાર ભરાયેલો, ત્યાં ગયા, અને પછી બ્લ્યુ માંઉન્ટન્સના પ્રદેશમાં ઠેર ઠેર ફર્યાં. અમારી મિત્ર અને મિત્રવર બંને પક્ષી અને ઝાડપાન ના જાણકાર છે, અને એમના બાગ થી માંડી ને બ્લ્યુ માઊન્ટન્સ ના જંગલો સુધી - નામ, જાત અને ખાસિયતો કહેતા; અમને ખુબ જાણવાનું મળ્યું.  દિવસને અંતે, ત્રણ યાદગાર વસ્તુ! કુટુમ્બા ગામમાં હોટ ચોકોલેટ, પાસેજ આઈરીસ ફૂલનો શો, અને છેલ્લે રોડોડેનડ્રોન નો આખો ભરપુર બગીચો! આટલા રોડોડેનડ્રોન તો ફક્ત હિમાલયમાં જોયેલા! અને આતો ખાસ રોડોડેનડ્રોન નો બગીચો, અને પુર બહારમાં ખીલેલા! અદભુત!

બીજે દિવસે નીકળી સીધા ઘરે - સિંગાપૂર!

    


Our younger daughter and her husband had moved to Sydney in 2015. He completed his Masters at Sydney University, and our little one continued her Singapore job from that remote site! After all, one needs only the Internet! We wanted to attend our son-in-law’s graduation ceremony, and that decision triggered a plan to go around Australia (a small part there of!) as well.

So, off to Oz we went!

I had visited Australia a few times for work, and my wife too had been there a few times as a tourist and for social purposes. So, I had to plan carefully, but give us Nature, and we don’t need nothing more!

Sydney was a week of family frolic: graduation celebration, cousins, friends, and we were off to Hervey Bay for the whales. We had a little but well appointed cottage behind the owner’s house, all a result of airbnb bookings! We reached late morning, dumped our bags at the cottage, and took off for the afternoon whale watching cruise. The shuttle bus picked us up, took us to the  catamaran – a large one (120 pax capacity) – and we were off! The captain was high up in the bridge, and would call out "on the left at 10 o’clock"! The time was really a direction, as if the surface of the ocean was a huge clock with 12 o’clock at the front of the boat! Mother and calf! a frisky playful calf and a stern mother slapping the water with her tail, as if admonishing the calf to stay close and not jump about. The whales – humpbacks – are migrating south to the cooler Antarctica waters, but the Hervey Bay area is good for calving and or letting the kids rest before the next 4000 mile swim! We saw this tail slapping for over 20 minutes, and the cruise staff – knowledgeable and passionate about the whales - said that they had never seen tail slapping for such a long period!

Remember, the mother whale was longer than the boat, and weighed upwards of 30 to 35 tons! But, what a sight! The next day was a full day cruise on a smaller boat (a sail boat, but no wind that day!) and we saw many mother & calf humpback pods. There was an occasion when a mother whale passed under the boat, and breached the surface right next to it… IT was so large, that it did not fit into my camera frame! We were sprayed with it’s “blow” on a few occasions, and even saw a rainbow in the spray of the  blow! The second day was for calves to breach the surface in jumps… and the little ones just went on and on! The cruise guide lowered a hydrophone into the sea, and we heard the whales sing! Only the males “sing”! and act as escort for the mother and calf!

Next stop was Kakadu National Park near Darwin in Northern Australia. More rain forest and tropical than the more well-known equatorial Australia. My cousin and her husband joined us, and we drove down from Darwin to Jabiru, a tiny township in the Kakadu NP. Jabiru is the indigenous name for the black necked stork found in the wetlands (or billabongs in the lingo of Oz) and started life as a mining town (Uranium!) but now is more of a tourist oriented urban centre. No airbnb’s, so hotel it was. We reached a little before dusk, and called it a day. Next day we drove down to the Mamukala billabong, and what a sight from the bird hide the Park has built there! Birds and more birds, and zillions of photos! . after lunch in a pretty park area on the shores of the Jabiru town’s lake, next to a tree festooned with zillions of bats - we headed to Ubirr for the indigenous rock paintings and the Nadab lookout point for a glorious sunset. The rock paintings reminded us of the warli rock art of India’s remote areas. The sunset was as glorious as the guide books promised. Beyond Ubirr, is Anaheim land, a protected area managed by the tribal elders. One needs special permits to go there.

Day three, was an early morning drive from Jabiru to the Yellow Water river cruise jetty. Calm beautiful clear water of the river merging with wetland areas on it’s banks, and chockfull with crocodiles! The famous salt-water types! Huge,  graceful, scary and impressive. A wonderful guided cruise with the indigenous park ranger telling us about his homeland with pride, comfort, and ownership. “This is my home!”. A bit more wandering around in the car, sighting a wallaby or two, and back to the hotel.

Cairns was next, and quiet little apartment-house a short walk from the Cairns esplanade along the sea. Tomorrow was to be a big day, but there was a “night market” near the “lagoon”! a huge swimming pool embedded in a park area, and open to one and all – just jump in! Next day was the cruise to Great Barrier reef in a well equipped catamaran.Two stops for snorkelling, diving, etc. a sand island called a “cay” Michaelmas – which had a huge bird nesting colony on it – while we snorkelled around it’s shores. Hastings reef later in the day, was a reef still below water, but some fantastic corrals. We learned three things: colourful corral is “soft corral” and then there is hard corral which can be huge and well spread-out. Two the much announced “bleaching” of the reef is a natural process ALSO, and is affected by sea temperatures and climate change. Third, while it is great to swim with flippers, it takes some skill to manoeuvre in the water! We went on a roped up snorkelling swim, and saw huge corrals and umpteen types of fish with colours not ever imagined by us.

Next day was a ride into the rain forest hills behind Cairns, a cable car ride to Kuranda village, and a heritage style train ride back to cairns. The thrill was “sailing” above the thick and lush canopy of the rain forest in the cable car gondolas. The sight of unending forests on all sides, with a wide swollen river coursing through was a thrill. No signs of man led destruction of foliage!

Uluru and Kata Tjuta  (alternately known as Ayer’s Rock and The Olga’s) were next. Yulara is a pure tourist resources town run by a single corporate entity. One needs a car, if not in a tour. No public transport at all! We landed fairly early, dumped our bags at the serviced apartment’s reception, and took off for Kata Tjuta about 50 Km away. The surroundings – as we drive – are most unusual. The soil is red, but there is plenty of vegetation. The terrain is flat till you hit the big rocks: Kata Tjuta or Uluru. It is spring, so a large number of brush and bushes are in full bloom, and the sight is exhilarating. Kata Tjuta is a bit wide spread compared to Uluru, but a bit shorter. The rocks are more disjointed, but more rounded. So, the effect is of a chain of rock mounds. We headed for the sunset on Uluru, and it was a long carpark full of cars (The tour buses have a separate area for parking and viewing!) and picnic tables behind open dickies, fragrant with wine and cheese, and a Uluru changing shadows and colours as the sun goes down. turn 180 degrees, and a magnificent sunset is on view!

The next morning was an early start to see the sunrise on Uluru – from a different viewing point, followed by a drive around the rock, and a ranger led early morning walk along the base of the rock. Men’s cave, women’s cave, wild fruits and berries, a small but clear pond at the base, some more indigenous rock art, and we were done for the day. The sunrise on Uluru was “nice” but not as spectacular as sunset! Though the actual sunrise in the east was as spectacular as the sunset.

We move on to Canberra for the last day of the floriade, and my cousin and her husband head for home in Sydney. But, our daughter, son-in-law and his mother joined us for the abundance of tulips with a few iris and azaleas thrown in at the floriade. A real treat.

Our  daughter returns to Sydney and their jobs, and the three of us head for Hobart! We whiled away the first day, and had booked a Bruny Island cruise for the next day. For some reason, it had been difficult to find out how to book that cruise, and where would it “go” from, but the tourist information office was the place! We drove about 40 Km to the ferry point across from Bruny Island, and another 45 or so to Adventure Bay on the south western shores of Bruny Island (which I was told is almost 100 Km long!). What a ride! the boat is like a large RIB, and goes fast. It gets close to the cliffs and the surf crashing on the rocky shore. Dolphins – on the surface, and under our boat, pied cormorants, an Albie (albatross) and zillions of basking and frolicking seals on rocky islands – a mere 30 feet from the boat! huge fellows, babies, young ones… the works! Add a exuberant blow hole (an intermittent fountain pushed up from under the sea)  to make a wonderful bright sunny day on the sea! Mount Wellington on the way back to get an overview of Hobart!

MONA – Museum of Old and New Art – was a rare experience. Sited in a vineyard, the entire museum is below ground, carved into a cliff. The artefacts on display were most unusual, but a humongous panel showing the indigenous people’s talisman – the rainbow serpent – was the classiest of the lot.

Back to Melbourne, grab a car, and off to the Great Ocean road. I was a bit miffed that we drove for over a 100 Km to Torquay before hitting the actual GOR! It was cloudy, overcast and made the ocean grey and brooding.. Not the bright blue and teal we were hoping for. Otway national Park, and Bimbi park for the night, and a 9 a.m. rush to the Otway lighthouse  the next morning. Again, a forest in bloom, and fragrance all around. We were the first into the lighthouse, climbed up to get a glorious view of the promontory, the sea (and it was a bright and clear day) and the surrounding thickly forested area. Koala in a roadside tree on the way out, and off to the 12 (or by now 8) apostles – the anchor tenants of the Great ocean Road, 95 Km away. This part was a bit hurried, and rather crowded, but we got to see the Apostles in light, shade, in a teal ocean white surf in the background, and blue ocean in the distance. What more can one ask for! A rush to Melbourne airport 300Km away for a 5 pm flight to Sydney.

We reached our friend’s place at the foot of the blue mountains by late evening. Next day started with a weekend village market. Our friend and her husband are quite knowledgeable about the flora and fauna in their garden, as well as in the forests of Blue Mountains. We learnt a lot from them, and made our loiter around the Blue Mountains that much more enjoyable. A waterfall, the three sisters, and Katumba town’s lovely 20’s style chocolatier for the best hot chocolate I have ever had! We went to an iris show and the wonderful rhododendron garden! every tree in full bloom, and azaleas filling in any colour that the “rhodie’s” missed. Two  beautiful Warta blooms, and our day was done. And so was our Oz visit. Home to Singapore the next day!