Home વિલાયત Britain ભારત India ઓસ્ટ્રેલિયા Australia તુર્કી Turkey દ. આફ્રિકા S. Africa અવનવી stories

ઓસ્ટ્રેલીયા

Australia

આમ તો ઓસ્ટ્રેલીયા ૪-૫ વાર જઈ આવ્યા છીએ. હું કામે બે-ત્રણ વાર અને અમારી મોટી ત્યાં ભણી એટલે ૨ વાર, વગેરે. અંજુ અમારા ઓલ્લા મમ્મી-પપ્પા ની સાથે ફરવા ગઈ, મારા મોસાળમાં લગ્ન હતા ત્યારે જઈ આવી.

અમારી નાની અને જમાઈ સિડની માં હતા, અને જમાઈ એ master's પૂરું કર્યું, અને નિવૃત્તિ સમારંભ હતો. અમારા વેવણ અમારી સાથે આવેલા. આટલે દૂર બધા પહોંચ્યા અને નક્કી કર્યું કે સાથે તો ફર્યા નથી! સિડની ની આસપાસ તો ફર્યાં, અને પછી whale જોવા નો પ્લાન કર્યો. ત્યાર બાદ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં સ્થિત કાકાડુ national park ગયા. મારી મામાની દીકરી બેન અને બનેવી (જે સિડનીમાં સ્થાયી થયા છે) અમારી સાથે જોડાયાં. Great Barrier Reef અને ઓસ્ટ્રેલીયા ની મૂળ વસ્તી જે પહાડ ને પવિત્ર ભૂમિ ગણે છે, તે ઉલૂરુ પહાડ ની પ્રદીક્ષણા કરી. કેનબેરામાં અદ્ભુત flower-show જોયો, અને ટાસમાનીયા પહોંચ્યા. કેંબેરા માં દીકરી, જમાઈ અને વેવણ જોડાયાં, પણ ટાસ્માનિયામાં ફક્ત વેવણ આવ્યા. મેળબર્ન થઈ ગ્રેટ ઓશન રોડ ફર્યાં,અને પછી ઘર ભેગા.

૨૦૧૮ માં દીકરી કહે કેટલો વખત થઈ ગયો, બધા સાથે ફર્યાં ને! એટલે ડિસેમ્બર માં અમે ત્રણ સિંગપૂર થી અને દીકરી જમાઈ સિડની થી નીકળી પર્થમાં મળ્યા અને ૭ દિવસ ઓસ્ટ્રેલિયાના નઇરુત્ય ભાગ માં ફર્યા. ખાસ આલ્બની અને rainbow coast કહેવાય છે ત્યાં. પર્થ થી ગાડી ભાડે લીધી   અને મારા સિવાય બદધ્ધાએ ચલાવી.

૨૦૧૯માં દીકરી એ ઘર લીધું, એટલે હરખ કરવા જૂન મહિના માં ૧ અઠવાડિયું જઈ આવ્યા, અને અંજુ ની એક ખાસ સખી બ્રિસબેન માં સ્થાયી થઈ છે એને પણ મળી આવ્યા.

We have all been to Australia a number of times. I went at least 3 times for work, twice in support of our older one who did her Masters and PhD in Brisbane, and a couple of social trips as well. Anju went around with her parents and the girls, and made home for a couple of weeks for our older one while she wrote her thesis.

Our younger one and son-in-law live in Sydney, and he was graduating from his Masters program. So, we decide to celebrate together, and throw in a loaf around a bit of Australia in the mix. His mother joined us intermittently.

A few days in Sydney, time with my cousin sister who has settled there, and off to see the whales on the east coast. My cousin and her husband joined us for the great barrier reef and Uluru - the native holy grounds. The two of us next joined our daughter, husband, and her mother-in-law at Canberra for the annual flower show - just simply wow! - even though we were there on the last day! the young ones went back and the parents took off to Tasmania, and the Great Ocean Road before heading for home.

2018 saw a crib from the younger one that all 5 had not been together for "too long", so December that year saw the us and our older one go from Singapore to Perth and meet up with the younger one and hubby from Sydney. picked up a car, and four of us - me excluded - drove around South West Australia to Albany and back to Perth via the Rainbow Coast across that last week of 2018.

A short 1 week in Sydney to celebrate our younger one's new house, and a quick one day trip to Brisbane to catch up with a close friend of Anju's, who has settled there.