Home હક્ક પ્રાપ્તી Demands   સમ્ આચાર new news મન મગજ mind brain ભણેલો ગણેલો suitable boy તમે ક્યાનાં? you from? હું દેસી માણહ I native ભાષા mother tongue

સમ્ + આચાર = સમાચાર!

Positive Behaviour = News!

આજે જરા ગંભીર, પણ મારા હૈયાને ઉકળાવતો,  વિષય પર મારા વિચાર વ્યક્ત કરવા છે.આશરે ૨૦ દિવસ મુંબઈ રહી આવ્યો. મારો ભાઈ કરતા સવાયો મિત્ર છે, અને એનું ઘર મારું પિયર છે.

સવાર બપોર કે સંધ્યાકાળ, TV ચાલુ કરી સમાચાર જોવા/સંભાળવાનો પ્રયત્ન કરો તો તદ્દન ઘોંઘાટીયો કર્કશ ભવાડો જ દેખાય! ભારતમાં આ TV વાળાએ માનવ સંસ્કૃતી ની બધ્ધીજ પરીકાષ્ઠાનો નાશ કરી ફક્ત ધંધો આદરયો છે એવું મને લાગ્યું. આ તો હદ પાર વર્તન ની વાત થયી, પણ સમાચાર ના બીજા માધ્યમ, અને બીજા સમાજોમાં સ્થિતિ કઈ બહુ દૂર નથી.

Professionalism ને નામે જાત જાતના લોકો આ શહેરવાસી માનવ સમાજો ની જરૂરયાત પૂરી કરવાનો ઢોંગ કરી, ધંધો નફો અને popularity જ આગળ ચલાવતા હોય એવું મને લાગે છે.

અંગ્રેજી માં BBC,  CNN જુવો કે દુનિયાના દેશ-દેશમાં મળતાં ફલાણા કે ઢીકણા Times વાંચો,  સમાચાર વાંચીને નિસાસો નથી નાખતા? આ દેશ કે દુનિયાનું શું થવા બેઠું છે, એવો વિચાર ઘડીએ ને પડીએ નથી આવતો?

સમ્ એ શબ્દનો અર્થ જોવા ભગ્વાતોમંડળ નો શબ્દકોષ ઉઠાલાવ્યો ત્યારે આ મળ્યું.

સરખું; સમાન; તુલ્ય; જેવું; બરોબર; યોગ્ય. અને આચાર તો આપણે બધ્ધાને ખબર છે. તો યોગ્ય વર્તન એજ સમાચાર થયું કે નહિ? પણ TV અને છાપાઓમાં ૯૫% અયોગ્ય વર્તનનિ જ વાતો દેખાય છે. તો સ્વાભાવિક છે કે વાંચનાર / જોનાર નાસીપાસ થઈને એમ જ માને કે કળયુગનો અંત પાસેજ છે, અને પ્રલય આજ ભવે અનુભવશું.

મને શેખચલ્લીના વિચાર કરવું ગમે, અને કોઈ વાર તો ચકરાવે જ ચઢું. મારી પાસે અઢળક ધન આવે તો હું એ ધન નું શું કરું? મને ૩૦ કે ૫૦ માળના રહેઠાણ અને ૧૫ - ૨૦ વિમાનોમાં રસ નથી. પણ એક વિચાર અચૂક આવે, કે હું એક “સુ-સમાચાર" કે “સુ-ખબર" નામ ના સમાચાર પત્ર નું નિર્માણ જરૂર કરીશ, જેમાં ફક્ત સારા જ સમાચાર છપાય! અને મારે કોઈ નફા ખર્ચની ચિન્તા ના હોય, એટલે advertisement ની પણ જરૂર ના હોય! કેવી આનંદની વાત!

એ સમાચાર પત્રમાં ફક્ત સારાં સમાચાર જ છપાય. આપણી આસપાસ ઘણાં નાના મોટા કિસ્સાઓ થાય છે જેની આપણને ખબર જ નથી હોતી. થોડા ઉદાહરણ આપું.

૧. ઉરુગ્વે દેશમાં ૯૫% વીજળી પ્રદુષણ વિના ઉત્ત્પન્ન કરાય છે.

૨. રાજેશ શર્મા ની દિલ્લીના Metro રેલના પુલ નીચે ચાલતી શાળા.

૩. કૈલાશ સત્યાર્થી ના બાળાશ્રમ.

૪. ટાઈવાન માં રંગીન powder છંટાયો અને આગ પકડી, તેમાં દાઝેલી બાળા, વિદ્યાર્થીની ટેરેસા યિપ પોતાના ખિસ્સામાંથી ૬૬૦૦૦ સીન્ગાપુરી ડોલર કાઢી બાજુમાં વધારે દાઝેલા ગાંવઠી મજુરને પુરતી treatment મળે એવી વ્યવસ્થા કરી.

૫. સિંગાપુરમાં કેટલાક બસ ડ્રાઈવર વૃધ્ધ વ્યક્તિ સમતુલતા ન ખોય, એટલે તેઓ બેસે પછીજ બસ ચલાવે.

૬. અમેરિકાના એક પ્રખ્યાત ગીતકાર - શુક્લ વર્ણના - જે પોતે અનહદ ગરીબીમાં જન્મ્યા હતાં, તે દર રવિવારે, એમના જુના જર્જરિત લત્તામાં જઈ, હાલના જુવાનીયાઓને ભણવાનું, ઉદ્યોગ કરવાનું, ગાવા નાચવાનું પ્રોત્સાહન આપે છે.

૭. આસામના એક જાધવ પાયંગ નામના જુવાન ભાઈએ છેલ્લા ૩૦ વર્ષમાં એક એક કરી, ૧૩૬૦ એકર જમીનમાં જંગલ ઉગાડ્યું.

૮. રીચર્ડ સૈન્ટ બાર્બ બેકર ની વાતો.

૯. સહારા રણને દક્ષીણ કિનારે આશરે ૮૦૦૦ કી.મી. લાંબી, અંશે ૧૫ કી.મી. પહોળી ઝાડીની વાડ ઉગાડી રણને રોકવાનો કીમિયો. (ક્યાં પહોચ્યો?)

૧૦. ૮ વર્ષીય cereberal palsy વાળા શિશુ એ ૫ કી.મી. ની triathlon પૂરી કરી. પડ્યો આખાડ્યો પણ પોતાની મેળે સ્પર્ધા પૂરી કરી.

વિચાર કરો, આવા સમાચાર કેવા આલ્હાદીક લાગે? કેવો જીવ ભરાઈ જાય અને મન પ્રફુલ્લિત થાય, અને માનવ જાતી પર આસ્થા બંધાય, નહીકે કળયુગ પૂર્ણ થવાની રાહ જોવાય!

મને અઢળક ધન મળવાનું નથી, અને આ સુ-ખબર, મારા શેખચલ્લીના ધકારાજ રહેશે, પણ જ્યારે જ્યારે એ વિચાર વિમળ માં ફસાઉં છું ત્યારે ઘણોજ ખુશ થઇ એ વમળ ની બાહર આવું છું.


I want to talk about a subject that is a bit serious one, but it is one that gets me boiling mad. I was in Bombay for about 3 weeks. I stayed with my more-brother-than-friend, whose home is as close to my “parental” home as I can get – now that both my parents are no more.

Every time I attempted to watch the news on TV, all I got – irrespective of language or audience reach – was a raucous hose of loud excited aggressive sound bites. The TV stations in India have abandoned all pretence of culture or civilization and are pandering to demand for sensational popular exciting and titillating pieces of information that they term as “news”. Even the print media is not too far behind in the pursuit of revenue from the business of “news”.

Whether you watch the English language BBC or CNN, or read any of the zillion “Times” from various countries, do you not feel despondent about what the world is coming to? What’s happening? Is that not a frequent query in your head? And all this in the name of professionalism in journalism! Really?

The Gujarati word for news is “samaachaar”. Like all Sanskrit based languages, the etymology of this word is a concatenation of “sam” and “aachaar”. I must regretfully say that there is no real equivalent word in English for this Gujarati word. “Sam” – pronounced as “sum” means good, wholesome, appropriate, worthwhile, suitable, like all rolled into one. “aachaar” (not to be mixed up with the Hindi word for pickles) means behaviour. Hence, news should be about good appropriate wholesome behaviour! Unfortunately, all news media primarily contain stories about inappropriate behaviours – almost 95% of the stories are negativity promoting stories. One is tempted to feel that “the end is neigh”.

I am given to daydreaming. One such thread is about acquiring unlimited funds, and what I would do with all that money. I am not really interested in a 30 storey house or 15+ air crafts. But, I would want to start a news outlet called “su-khabar” = good news! I would print publish only positive stories of human behaviour. Example:

1. 95% of the electricity generated in Uruguay is green energy.

2. Kailash Satyarthi’s balashram.

3. Taiwan had a disastrous incident at a concert when the coloured powder that was sprayed on the audience caught fire and many had burn injuries. Teressa Yip – a student who herself had burn injuries – shelled out 66000.00 Singapore dollars for the treatment of a migrant labourer who had worse burn injuries.

4. Some Singapore bus drivers wait for the elderly and disadvantaged passengers to find a seat before moving off, so that they do not fall as the bus takes off.

5. A famous African American singer – who rose up from a bleak background in a bleaker part of town, spends every Sunday in his old broken down part of town, encouraging the youth to study, sing, dance, and be productive in jobs and service.

6. Jadhav Paayang of Assam has reforested 1360 acres of land across 30 years, single handed, tree by tree by tree.

7. Stories about what Richard St. Barbe Baker – the man of trees – achieved in his life time.

8. There was a project to plant a 15 Km wide strip of land at the southern edge of the Sahara, and extend it across 8000Km all along the Saharan edge to stop desertification of agricultural lands. Where is that idea? how far has it come?

9. An 8 year old student with cerebral palsy completed a 5 Km triathlon. He fell, got scratched and hurt, but completed the competition.

Just consider the feeling in your mind when you hear such stories. Do you not feel invigorated that there is greatness in humanity, and does it not inspire faith that things are OK in the world, and annihilation of earth is no where in the future?

I am NOT going to get this unlimited wealth, and so my “su-khabar” will remain a figment of my imagination, but I feel great, whenever I think of this idea!