દેસી નો દેશ |
Land of this Native |
સા વ બાળક હતો ત્યાર થી મારા માં બાપે મને ખૂબ ફેરવ્યો. બાળપણ ની દુનિયા મારે મન પપ્પાના ખભા પર થી દેખાઈ એજ હોય એવું માન્યું છે. બસ કુદરત , ફૂલ છોડ અને પક્ષી, ઝરણા અને ડુંગરા, કરકસર, હાથે રાંધિ ખાવાનું, ત્રણે મળી ને આટોપવાનું, અને બને ત્યાં સુધી એક પણ સ્કૂલ ની રજા - પાંચ વર્ષ નો હતો અને પપ્પા એ હિમાલય ફરવાની લત લગાડી તે આ જીવનમાં તો પૂરી નહી જ થાય! પણ પ્રારબ્ધ લઈ આવ્યું સિંગાપૂર અને હિમાલય થોડો દૂર ગયો. પણ દેશ તો એટલોજ હ્રદયબદ્ધ રહ્યો. મિત્ર યુગલ, અમે બે, દીકરીઓ સાથે થોડું રખડ્યા એની વાતો અહી કરું છું. હિમાલય ની વાતો નું પર્વ તો ઘણું મોટું છે, એટલે બીજી કોઈ વાર! ઘણાજ નજીક ના મિત્ર ના સુપુત્રના લગ્ન નક્કી થયા - અમદાવાદ થી નીકળી થોળ સરોવર, બપોરે મોઢેરા ના સૂર્યમંદિરે અને સૂર્ય ઢળતા કચ્છના નાના રણને કિનારે ઝૈનાબાદ ખાતે ધનરાજભાઈ ની મહેમાનગતિ માણવા પહોચી ગયા. ઘૂડસર, મીઠા ના અગર અને ધનરાજભાઈ ની વાતો પછી મોટા રણ તરફ નીકળ્યા. ભરતભાઈ સાથે ખૂબ પક્ષીઓ જોયા, અને સુરખાબ ના તો ધણ! જોત જોતામાં ફ્લાઇટનો સમય આવી ગયો. કુટુંબની પૌત્રી ના લગ્ન, અને અમે બે પહોંચ્યા રાજકોટ. બનવા જોગે અમારા યોગાસન ના ગુરુ ના સુપુત્રે ૩૦ વર્ષ ના ગાળા પછી મૂંબઈમાં યોગાસન ની શિબિર નું આયોજન કર્યું. તે તો અમારે માટે સોનામાં સુગંધ જેવુ થયું., અને ગુરુજી ના મુંબઈ ક્લાસના શિશ્યો ગણાવી ને શિબિરમાં જોડાયા. પણ લગ્ન અને શિબિર વચ્ચે પાછા ૧૦ દિવસ ખાલી મળ્યા! તરતજ હમ્પી અને નગરહોલે નો પ્લાન કર્યો અને નિકળી પડ્યા. મુંબઇ થી હૈદરાબાદ થઈ ને હમ્પી પાસે ના જિંદાલ કંપની ના airport સુધી ફ્લાઇટ મળી. બાજુમાં આવેલા હોસપેટ સ્ટેશન થી ગાડી પકડી માઈસુર, અને ટેક્ષિમાં નગરહોલેના દરવાજે! 2019માં ન્યૂઝીલેન્ડ ફરવાનો વિચાર હતો, અને અમારું જિગરી મિત્ર યુગલ પણ તૈયાર હતું, પણ સંજોગે પ્લાન મુલતવી રાખ્યો અને એન બદલે અમે ચાર કાઝીરંગા, કોણાર્ક, ચિલિકા,તડોબા અને ખજુરાહો નો પ્લાન કરી બેઠા! ચિલિકા પહોચીયે તે પહેલા ભુવનેશ્વર અને જગન્નાથ પૂરી પણ include કર્યુ. અમે બે સિંગપૂરથી અને મિત્ર યુગલ મુંબઈ થી નીકળી સિધ્ધા કલકત્તા મળવાના હતા. પણ નીકળવાની રાતે બંગાળની ખાડીમાં ભયંકર તોફાન આવ્યું, અને કલકત્તા airport બંધ કર્યું, અમારી ફ્લાઇટ રદ્દ થઈ! નસીબ સારા કે બીજે દિવસે સવારે ફ્લાઇટ નીકળી અને મિત્રો ને કલકત્તા ને બદલે સિધ્ધા ગૌહાટી મળ્યા અને અંધારું થતાં કોહોરા ગામે પહોંચ્યા! પછી ભુવનેશ્વર, અને ગાડી કરી ચિલિકા, અને ત્યાર બાદ નાગપૂર જવા પૂરી થી ટ્રેન પકડી. તડોબામાં વાઘના પેટ ભરીને નજીક થી દર્ષન કર્યા, સો બસો ફોટા લીધા, અને ખજુરાહો થઈ ને મુંબઈ! આ વખતે પુનામાં યોગાસન ની ગુરુજી ની સંસ્થા ની શિબિર હતી, એટલે ૭ દિવસ ત્યાં કાઢ્યા! અંજુ શિબિરમાં અને હું ગામ રખડ્યો! ખાસ તો ભંડારકર institute માં આપણાં શસ્ત્રો ના ઇતિહાસ નું વર્ણન કરતાં પુસ્તકો શોધ્યા અને મળ્યા તે વાંચ્યા! અને પછી ઘર ભેગા. બસ આટલા પ્રવાસ ની વાતો તૈયાર છે.
|
My early vision of the word around us was from the shoulders of my father! We went every where! Even the shore batteries defending Bombay harbour from the extreme souther tip of Bombay island, with the light house a stone's throw away! (in the 50's, this was possible. All got locked out after 1962!). Never was a vacation spent in Bombay! neither Diwali, summer or X'mas! (we got 10 days for X'mas! in schools). It was all nature, flora fauna, streams, hills and dales, birds, and a thrifty life style - I was 5 when my dad got us hooked on trekking in the Himalayas, and I doubt that I can really satiate that hunger in this lifetime. Fortune brought us to Singapore, and the Himalayas moved away a bit, but my heart's land remained entwined with me. We did manage a few trips with my close friend and his wife, a few with my daughters, and a few by ourselves. Those trips are the ones I have talked about here. My Himalaya trips needs a book! so, postponed to another day! A family friend's son was getting married. It was December, so we decided to steal a few more days to "go some where"! We decided on Kutchchh. that little fruit handing into the Arabian sea off the shores of Western India! My friend and his wife joined us, and we took off from Amdavad, Thol lake was the morning stop, Modhera Sun temple on the way to Zainabad and Dharaj Malik's resort along with the cows coming home! On the eastern edge of the Little Rann of Kutchchh, it was perfect for the Wild asses found only in two places in the world: Kutchchh and one more place in Africa. some what different species, but cousins all the same! On to the Larger Rann and Bharatbhai's eco- A cousin's Daughter was getting married, at Rajkot, and our yogasan Guruji's son - We had planned New Zealand for our 2019 holiday, but got waylaid for some reason, and we decided on nature and history! So, Kaziranga for the one horned rhino, Bhuveneshwar, Konark for the architecture and history, onto Lake Chilika and Tadoba for birds and wildlife, rounding off with Khajuraho. We were to meet our friends directly at Calcutta, but a cyclone hit the region that same night and shut down the Calcutta airport! Luckily our rescheduled flight took off early next morning, and we caught up with our friends directly at Guvahati airport. Taxi to Kohora by dark. Bhuveneshwar onwards in a hired car - This time too, a yogasan workshop had been organised by our Guruji's institute in Pune, and we spent 7 days there. Anju in the workshop, and I gallivanting around town, spending a lot of time at The Bhandarkar Institute, hunting for books on history of our scriptures. |