Archives 2020 ભારત India ઘૂડસર  Flamingo પાટણ Somnath હમ્પી Hampi ચિલિકા Chilika  ખજુરાહો Tadoba ગેંડો જોવા Kaziranga

હું તો ગઈ’તી હમ્પી

Off I went to Nagarhole

રાજકોટમાં કુટુંબીના લગ્ન અને મુંબઈમાં યોગ ની શિબિર વચ્ચે થોડા દિવસો ખાલી હતા. ઇતિહાસ ખુંદવો કે જંગલે ભટકવું? કર્યું બન્ને. હમ્પી ફર્યાં, અને નગરહોલેના જંગલમાં રખડ્યાં.

 હમ્પીની ઓળખ માં એટલુંજ જાણતો હતો કે દક્ષિણ ભારતનું મહારાજ્ય તે વિજયનગર, અને હમ્પી એની રાજધાની. લેશ માત્ર ખ્યાલ ના હતો કે હમ્પી ની આસપાસ ના પ્રદેશમાં રામાયણ ની ઢગલો ભરીને સુવાસ છે. હનુમાન નો જન્મ, રામ-લક્ષ્મણ નો વર્ષાવાસ (સીતા ને શોધતાં અહીંના એક શિખર પર આખ્ખું ચોમાસું ગાળવું પડ્યું એવી દંતકથા સાંભળી) વાલી ની ગુફા, તેમજ સુગ્રીવની ગુફા, કીશકીન્ધ નામનું રાજ્ય, અને શબરી વાળું પમ્પાસર સરોવર!

 હમ્પી પહોચવામાં આખ્ખો દિવસ જાય તેમ હતું, ત્યાં એક મિત્રે સમાચાર આપ્યા કે હૈદ્રાબાદ થી બેલારીની flight છે, અને બેલારી થી હમ્પી ૬૦ કિ.મી.! મુંબઈ થી ૧૨ વાગ્યાની flight માં હૈદ્રાબાદ અને ૩)) - દેસી રીતે વાંચજો આંકડાને - વાગ્યાની flight માં બેલારી નહિ પણ જીન્દાલ કંપનીનું અંગત airport છે – નામે વિજયનગર - અને ખાસ બેલારી માં નવો અડ્ડો તૈયાર થાય ત્યાં સુધી જાહેર flights ને સગવડ આપી છે, ત્યાં પહોંચ્યા. ટેક્સી બોલાવેલી, અને સાંજ ટાણે ગોધણ ની સાથે હમ્પી ના પાડોશી ગામ કમલાપુર માં સ્થિત Clark Inn હોટેલ પહોંચ્યા.

 આજ ના સમય માં હમ્પી ગામ કે શહેર નથી! એક ખંડેર અને પ્રાચીન ઇમારતો નો સંગ્રહ છે. આ વિસ્તાર ને તુંગભદ્રા નદી બે ભાગ કરે છે. દક્ષિણ કિનારે વીરૂપક્ષ મંદિર છે, અને હોડીમાં લોકો પેલે પાર આવ-જા કરે. ઉત્તર માં સનાપૂર અને અનાગુંડી ગામ છે, અને દક્ષિણ માં કમલાપૂર ગામ છે.. મહેલ અને એવા રાજકીય ખંડેર ઓછા અને મંદિરો ઢગલો. તુંગભદ્રા નદી નો કિનારો છે, પણ નદીમાં પાણી, હોસ્પેટ પાસે ખુબ જન્ગાવર બંધ છે ત્યાં થી પાણી છોડે એટલું જ. એટલે જાણે ખાબોચિયાની હારમાળા હોય તેવું લાગે, પણ પાણી નો પ્રવાહ છે તો ખરો. ત્યાંના રહેવાસીઓ કહેતા હતા કે ચોમાસા દરમ્યાન પટ અને ઊંડાઈ ૧૦ ઘણી થઇ જાય. નદી ને દક્ષિણ કિનારે આ હમ્પી ના ઐતિહાસિક ખંડેરો નો સમૂહ છે. કમલાપુર ગામ ૫ કિમી દૂર, તે પહેલું ગામ. આખો હમ્પી નો વિસ્તાર મોટે ભાગે ભારતના પુરાતત્ત્વ વિભાગ  (Archeological Survey of India – ASI) ના તાબામાં છે, ઠેર ઠેર ખંડેરો સાચવવા માટે રખવાળા પહેરો ભરે અને અમુક ઇમારતો જોવા માટે ટિકિટ રાખી એ દેખભાળ માટે ખર્ચો કાઢે. રોડનો અંત આવે તે નદીના દક્ષિણ કિનારે સ્થિત વિરૂપક્ષ મંદિર ના આંગણમાં. મંદિર ની જમણી બાજુ નદી, અને ત્યાં નદી પાર કરવા હોડીઓ ની સેવા. ૮ વાગે શરુ, અને સાંજના ૬ વાગે બંધ.

 ઉત્તર કિનારે હમ્પી ની વસ્તી કહો કે બસ્તી કહો તે છે. જાત જાતના રેહેઠાણો છે. નામચીન હોટેલો હોસ્પેટ બાજુ (૧૬ કી.મી.) કે પછી બેલારી તરફ ૨૦-૪૦ કી.મી. ને અંતરે. કમલાપૂર વીરૂપક્ષ મંદિર થી આશરે 3 કી.મી. દક્ષિણમાં સ્થિત ગામ છે. અમે Clarks Inn માં હતા તે કમલાપુર ની સૌથી પાસે ની હોટલ છે, અને ગામમાં ખાવા પીવાનું મળી રહે છે. પુરાતત્વ વિભાગે વિરૂપક્ષ મંદિર ની આગળ વિરાટ પટાંગણ અને એને છેડે આવેલો પુરાણો બજારનો વિસ્તાર હાલના ઝૂપડા અને દુકાનો થી ભરાઈ ગયેલો તે બદધ્ધો સાફ કરાવ્યો, એટલે હાંફી રાજ્ય ના સમયમાં કેવું દ્રષ્ય હશે તેનો આભાસ થાય. ફક્ત મંદિર ની પાસે થોડા ફૂલ ફળ ના ફેરિયા દેખાય.  ઉત્તર બાજુ થોડા મંદિરો છે, પણ ખાસ તો અન્જનેયી ટેકરો, અને પમ્પાસર તળાવ. કમલાપુર થી આશરે ૨૦ કી.મી. દૂર એક નવો પુલ થયો છે - તુંગભદ્રા ને પાર કરવા. અમે આખા દિવસની રિક્ષા કરી ફર્યાં, તો એ પૂલ પર થઈને ઉત્તર બાજુ ગયા હતા. ઉત્તર કિનારાની બસ્તીમાં રહ્યા હો તો ઊંધું ફરવાનું. ખંડેરો જોવા હોડી માં કે પછી આ પુલ વાળું લાંબુ ચક્કર!

 અન્જનેયી ટેકરો ચઢ્યા, પણ જરા ઉલ્લુ બન્યા. ૫૭૫ પગથીયા છે, અને નીચે બેઠેલા કોઈ માણસો એ કહ્યું કે ચપ્પલ ઉતારીને જાઓ - થોડા જોડા પડેલા ત્યાં. એટલે અમે ચંપ્પલ કાઢીને ઉપર ચઢ્યા અને શું તળિયા દાઝ્યા કે યાદ આવતાં પગે બળતરા થાય છે! ઠેઠ મંદિર સુધી જવાય છે, જોડા પહેરીને! પછી જ પ્રવેશ પહેલાં કાઢો! સીનરી સુંદર અને વિશાળ છે, જરા વાતાવરણ ધૂંધળું હતું એટલે ફોટા બહુ clear નથી આવ્યા. પણ આખો હમ્પી નો વિસ્તાર દેખાય. નીચે ઉતરતા હનુમાન ના વન્ષજો ને અમારો સાથ ગમી ગયો. મોટટું ટોળું હતું, અને અમારા ખભા પર પંજો મૂકી કૂદકો મારી આગળ ચાલી જાય. શું સખત ફફડી હતી.

 નીચે ઉતરી પમ્પાસર તળાવે પહોંચ્યા અને કોઈ મહારાજ બોલ્યા તારે મારી બત્તી થઇ કે આ તો શબરી નું સરોવર! મારા મામી એક સુંદર ગીત-ભજન ગાતા - શબરી વિષે - એ મને ખુબ યાદ છે, એટલે વિશેષ આનંદ થયો.

 રાજકીય ઇમારતો જોઈ, પણ મંદિરોમાં  શિલ્પકામ અને કોતરકરણી ઘણી બચી છે, અને અદભુત છે. મહેલો વગેરે છે, અને રાજપાટ નો ભાસ થાય ખરો, પણ કારીગરી - જે હમ્પી ની વિખ્યાતી છે, તે મોટે ભાગે મંદિરોમાં છે. એક વિઠ્ઠલ નું મંદિર, એક રઘુનાથનું મંદિર અને એક પટ્ટાભીરામ મંદિર. બીજા અસંખ્ય મંદિરો છે, પણ અમે ગયા ન હતા. રઘુનાથ મંદિર ચાલુ મંદિર છે, અર્થાત્, ત્યાં નાનો મઠ છે, પૂજારી છે, સેવા થાય છે. અમે પહોંચ્યા ત્યારે ચોપાઈ ગવાતી હતી - ભોજપુરી ભાષામાં. ઉત્તર હિન્દુસ્તાની પૂજારી હતા. પટ્ટાભીરામ મંદિર માં પુરાતત્ત્વ વિભાગના અફસરો મંદિરની દીવાલ અને કોતરકરણી ને સાફ કરાવતાં હતા. પણ આ બંને મંદિરો સારી હાલતમાં હતા. વિઠ્ઠલ મંદિર હમ્પી નું મુખ્ય આકર્ષણ હોય એવી વ્યવસ્થા છે. ક્ષેત્રફળ વિશાળ છે, અને ઝાંપા પાસે લાઈન લગાડવાની વ્યવસ્થા છે. ત્યાં થી મંદિર ના દ્વાર સુધી બેટરી થી ચાલતી બગ્ગી લઇ જાય. મંદિરમાં પૂજા ચાલુ નથી, પણ મંદિર વિશાળ છે, અને ખુબ જોવા લાયક છે. આજુ બાજુ પણ ખંડેરો ઘણા છે, પણ બોર્ડ છુટા છવાયા, એટલે અમે રખડ્યાં પણ શું જોતા હતા તે ક્રીશ્નદેવારાયા ને જ ખબર! આ બધા બંધારણોમાં architecture શુધ્ધ દેસી લાગ્યું. મોગલ કે મુસલમાન architecture ની અસર દેખાઈ નહિ. પણ હું રહ્યો ઇજનેર, વાસ્તુશાસ્ત્રી ની નજર નથી!

 એક ખાસ અનુભવ છેલ્લે દિવસે થયો. મૂળ જોવાનું જોવાઈ ગયું હતું, એટલે જરા સાહસ ઉપાડ્યું. મેં પૂછ પરછ કરી કે નદી માં હોડીમાં ફરવા જવાય કે નહિ. તો જાણવા મળ્યું કે પ્રાચીન સમય થી વપરાતી કોરાકલ કહેવાતી હોડીમાં એક જગ્યાએથી નદીમાં ફરવા જવાય છે. પહોંચ્યા અમે, કિનારો વિરાટ લાવા નો ખડક, - ચક્રતીર્થ અને પાછળ એક બટકી ટેકરી., અને એના ઢાળ પર રામજીનું મંદિર - કોડાંડરામ - જ્યાં દંતકથા પ્રમાણે રામે સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો - વાળી નો સંહાર કરીને. અને કોરાકલ માં બિરાજ્યા. વાંસ ની પટ્ટી થી બનાવેલી મોટ્ટી ટોપલી. એનું તળિયું જાડ્ડા કપડા થી કવર કરી, એના પર ડામ્બર લગાડી બનાવી તે ગોળાકાર હોડી! પાણી એકદમ શાંત, અને વિસ્તાર પણ ઊંચા પત્થરના ડુંગર ની વચ્ચે! અને કોરાકલ ના હલ્લેસા પણ શાંત. વચ્ચોવચ પહોંચ્યા, ચારે બાજુ ખડક, અને મંદિરો ના ખંડહર. પણ ખીણ મોકળી. શાંતતા નો અનુભવ થયો. અંગ્રેજી માં એક ૧૯૬૦-૭૦ ની આસપાસ નું એક ગીત છે: the sound of silence. બસ એજ અનુભવ્યું: શાન્તીનાદ!

 મોડી બપોરે હોસ્પેટ ભણી નીકળ્યા, પહેલ્લાં તુંગભદ્રા ના બંધ (dam) પર ગયા, અને પછી સ્ટેશને. ઘણા વર્ષો પછી ટ્રેન ની સવારી કરવાની હતી. સ્ટેશન પર બધા digital બોર્ડ, કયો ડબ્બો ક્યાં આવશે તે પણ, અને દરેક આવનારી ટ્રેન ક્યાં સુધી પહોંચી છે તે પણ થોડી થોડી વારે update થાય. પ્લેટફોર્મ, પાટા, વેઇટિંગ રમ ના બાથરૂમ - બ્ધ્ધે ચોખ્ખાઈ. પ્લેટફોર્મ તો ધોવાતું હતું, દિવસ ના બે વખત. બહુજ સારું લાગ્યું કે ભારતમાં આવી પ્રગતિ થઇ છે.

 સવારે બારીમાં થી નીલકંઠ અને કાળિયો કોશી દેખાય એમ ડોકિયા  કર્ય, પણ  એટલી વાર માં તો માયસોર પહોંચ્યા, અને ગાડી બોલાવેલી તેમાં બે અઢી કલાકે નગરહોલે પહોંચ્યા. અભયારણ્ય ના ઝાંપાની બહાર ૧ કી.મી. પહેલાં, એક ઇકો-રિસોર્ટ ખુલ્યું છે – Jungle Inn. જુવાન વર-બૈરી ચલાવે છે, ભાઈ જાણકાર અને ફોટોગ્રાફી નો રસિક છે. મારો કેમેરો જોઈ ખુશ થઇ ગયો અને ઘણી વાતો કરી.

 કર્નાટકમાં જંગલ ખાતા એ એક કંપની સ્થાપી છે – Jungle Lodges - અને આ કંપનીને અભયારણ્ય માં રસિકોને wildlife ના દર્શન કરવા ખાસ ખટારા કે જીપમાં લઇ જાય. જન્ગલાત ખાતાવાળા પણ લઇ જાય પણ તે બસ હોય, અને મોટું ટોળું હોય. એમાં સ્થિતિ એવી છે કે આ અરણ્ય બહુજ વિસ્તારવાળું છે. સળંગ અરણ્ય ૩ રાજ્યો અને ૫ wildlife park નો સમાવેશ કરે. અને એક બાજુ થી બીજી બાજુ જવા સાર્વજનિક રસ્તો પણ છે. એસટી પણ જાય! ડાંબર વાળા રસ્તા પર નીજી ગાડી ઓ વગેરે જઈ શકે, પણ પાક્કા રસ્તા થી બહાર જવાની સખ્ત મના, કશે ઉભા નહિ રહેવાનું, અને કશે ગાડી થી નીચે ઉતારવાનું નહિ. સવારે ૬)) વાગે ઝાંપો ખુલે, અને સાંજે ૭ વાગે બંધ. વનેચર જોવા જંગલમાં અંદર જવા કાચ્ચા રસ્તા, અને એ રસ્તા પર ફક્ત ફોરેસ્ટ રેન્જર કે jungle lodges ની ગાડીઓ ને જ જવાની પરવાનગી.

 સવારે ત્રણ અને સાંજે ૩ કલાક ની સફારી હોય. અમે ૧૨ ની આસપાસ પહોંચ્યા, અને ૩ વાગ્યાની સફારીમાં નીકળ્યા. ત્રણ જાત ના હરણ, વરાહ (જંગલી ભૂંડ), ગૌર (જંગલી ઢોર) હાથી – સહકુટુંબ - ઘણી જાતના પક્ષી, નોળિયા ના કદની જાયન્ટ ખિસકોલી, અને છેલ્લે આ જંગલ ના રાજા: વાઘ મહારાજ ના દર્શન લીધા! એક હાથી કુટુંબ જોયું. માં એના નવા જન્મેલા વાછરડાને પોતાના પેટ નીચે સંતાડીને ચાલતી હતી. અમારી જીપને ઊભેલી જોઈ, અમારી તરફ ફરી, બચ્ચાને ઝાડીમાં ઘુસાડયું, અને અમારી તરફ ઘુરકી ને જોયું, અન ચાર પાંચ પગલાં દોડી, હુમલો કરવાની હોય તેમ. જિપમાં બેઠેલા એક બેને તો ચીસ જ પાડી.

 પાછા બીજે દિવસે સવારે ૬ વાગ્યાની સફારીમાં, અને આગલી બપોર ની માફક જ (જંગલ ના બીજા ભાગમાં હતા) વન પ્રાણી ના દર્શન થયા. જો કે વાઘણ જોઈ તે જરા શરમાળ હતી, અને ઝાડીમાંથીજ આછ્છી જોઈ!

 પાછો હજી એક વાર બપોરની સફારીમાં જવું હતું, પણ તેજ સવારે એક દુર્ઘટના બની, અને બધ્ધી સફારી રદ્દ થઇ. અમે અરણ્યની વાડ ની બહાર જ ફર્યાં. પ્રાણી નહિ, પણ પક્ષી ઘણા મળ્યા, અને ગ્રામવાસી ને પણ મળ્યા. એક આખો દિવસ બાકી હતો. રાતના તો જાને વરસાદ આવતો હોય એવું લાગ્યું, પાણી પડવાના અવાજે. પણ સવારે જોયું તો ખુબ ઘટ્ટ ધુમ્મસ, અને ઝાકળ એટલું બધું કે ઝાડ પરથી વરસાદ ની માફક પાણી પડતું હતું. અમે તો સવારેજ એ ધુમ્મસમાં ફરવા નીકળી ગયા, ખુબ મજા આવી. સાંજના બગીચામાં કોફી પીવા બેઠાં, અને દૂધરાજ સામેની ડાળીએ પધાર્યા! paradise flycatcher! અમે બંને તો એવા ખુશ થઇ ગયા કે ત્યાંના માણસો ને લાગ્યું હશે કે માતા આવ્યા અમને! પણ આ પક્ષીના દર્શન થી અમારો પ્રવાસ સમાપ્ત થાય એના થી રૂડું શું?    

 

We had a few days spare between a family wedding in Rajkot and a rare 6 day yoga workshop in Bombay. So we decided to travel and we were torn between a historical tour and a wildlife one. The compromise was to do one of each. Hampi followed by Nagarhole.

I knew of Hampi as the capital of the most wide spread and well known of empires in southern India – Vijaynagar. I had not even an inkling of the extensive presence of Ramayan locations in this area. From the Malyanath hill that sheltered Ram and Laxman to sit out the monsoon as they searched for Sita, to the anjaneya hill that Hanuman was born on, to caves that Vali and Sugriv habited, to the Pampasar lake of Shabari fame, to the kishkindha empire centred on the current town of Anagundi.

The popular route to Hampi would have taken the whole day, but thanks to inputs from a friend, we discovered a flight from Hyderabad to Bellary and a short 60Km ride from Bellary to Hampi. A noon flight from Mumbai to Hyderabad, connecting turbo-prop to a private airstrip belonging to Jindal Steel at Vijaynagar (opened to commercial flights while Bellary airport got upgraded) and a shorter 40Km ride to Kamalapur and Clarks Inn – a scant 5 Km from Hampi by evensong!

Hampi is not a current town or village. The Tungabhadra river – downstream from the Tungabhadra dam near Hospet a regular town about 16 Km west of Hampi – splits this area into two. There is ferry by the side of the Virupaksha temple, that connects the two shores. Sanapur and Anagundi on the north, and Kamalapur on the south shore. The southern part is all the ruins and ancient monuments, most of them under ASI- Archaeological Survey of India – management (and they have done a decent job with security round the clock at the more significant locations. Palaces, royal structures and lots of temples are on the southern banks of the river. A basti if sorts has developed on the northern bank, and provides low cost to mid-range accommodation. But places of interest are few, mainly the Anjaneya Hill, the Pampasar pond, and the township of Anagundi. One has to take a ferry from the Virupaksha temple’s flank for a 5 or 10 trawl across. Since the water quantum depends on release from the dam, the stretch of water to be crossed varies. The alternative route is a 20-30 Km drive to go over a new bridge built past the Anagundi town. The ferry runs from 8 am to 6 pm!

Kamalapur is a town about 3 km from the Virupaksha temple – whose fore court serves as 'Hampi' bazar. The ASI needed to preserve the conservation areas which had been occupied by this bazar, so they simply cleared all squatters from that area. Now only day time hawkers survive there. There are a few low cost hotels in Kamalapur, but Clarks Inn is the only reasonable mid-range place there. But it is the most convenient accommodation near Hampi. The more luxurious places are either in Hospet, or between 30 to 40 Km on the road from Bellary. We effectively hired a rickshaw for the day, and visited most of the Hampi ruins that way!

We took the bridge route to the Anjaneya Hill, and climbed the 575 steps up, but got suckered to leave our footwear at the bottom – there was no need to do so – and got our feet sorely singed by the sun warmed stone steps! The view from the top is great, full 360 degree view of the entire Hampi area, but there was a light haze which prevented good photos. Hanuman is said to have been born on this hill, so on the way down, a bunch of monkeys kept on jumping around us – including using our shoulders as leverage for their jumps – while we tried to find shade on the hot stones! Pampasar lake is really a man built 'kund' or pond, with algae giving it a green hue. I did not remember my Ramayan geography well, but had a pleasant surprise when I learnt that Pampasar was Shabari's waiting point for Ram! My mami, mom's sister-in-law, used to sing a lovely tribute to Shabari, and that memory made the visit quite nostalgic.

We split our ruins visit into royal or political campuses, and the temple enclosures. Sad to say, but the royal stuff was rather disappointing. The main enclosure has practically nothing still standing except one truncated building, which had retained a significant amount of sculpture and carvings, but no rooms and halls and the like! The enclosure is huge, and includes what we were told was a public swimming pool from those days, fed by aquaducts from Tungabhadra river. Queens palace, was interesting, because the queen’s chamber was on the 1st floor, on raised pillars which were hollow, and carried water to cool the entire structure!

The temples on the other hand were rich with art, by and large whole, and at least 3 that we saw, were currently functioning places of worship. Vitthala complex is the most elaborate and large. a queue shelter has been set up at the entrance of that campus, and an electric buggy takes visitors to the entrance of the Vitthala complex about 1 Km away. The ASI folks actively preserve and protect these monuments. But the one we liked best was the Raghunath temple on top of Malyanath hill – which was also a lovely sunset point. This is a currently functioning temple under Hindi speaking north Indian priests! They were singing 'chopai'– a typical Ram related folk system of devotional story telling songs. The sunset from the rocks beyond the rear door of this temple was a great end to a tiring day. We also saw the result of Laxman's impetuous anger leading him to notch an arrow to his bow, but Ram calmed him down, and since a notched arrow must be shot, got Laxman to shoot it into the rocks, whence, a stream sprung forth, and was known as Laxman Ganga.

A surprise awaited us at the Pattabhiram temple complex. Not on the tourist horde path, no ticket, and ASI officers active in the preservation task. Specifically, cleaning the sculptures and simultaneously providing a thin film coating to prevent degradation. One of the more interesting monument reflecting a pure native architectural style. Now, I am an engineer turned computing person, so my 'eye' for architecture is limited to aesthetics only, and not to its taxonomy, but I could not see any Arabic or Persian influence in the constructs. Thin hollow pillars that could actually be played like percussion instruments, a forest of weight bearing pillars in a hall to support the stone roof and carvings in every inch of the edifice!

The last day in Hampi got us an unusual experience. The river was every where, even though the water levels were low, but it was flowing, but quietly. I asked about the possibility of a boat ride, and was directed to this open rocky area on the banks of a large pool like expanse of Tungabhadra, with tall rocky cliffs forming a broad valley, with temple ruins popping up all over.. Chakratirtha. But the boat was the unique thing. It was a corakal, a boat of prehistoric origins. A rather shallow but large basket woven from thick bamboo strips, the bottom covered first with a thick canvas like fabric, and then tarred over as water proofing. Just a large floating circle! But ride in the corakal we did, and it was an experience to remember for ever. The boatman paddled us to the middle of the pool like expanse, towards the farther end of the valley, and stopped talking and stopped paddling.

Remember that Rogers & Hammerstein song from the 60's? "Hello darkness my old friend... the sound of silence...". Yes! that is what we experienced there on the Tungabhadra… the sound of silence! Ethereal!

Later that afternoon, we took off for Hospet railway station, with a stop at the Tungabhadra dam – one of the oldest built in Independent India – to catch the train to Mysore and onward to Nagarhole tiger reserve!

We were going to travel by train in India after quite a few years. There were digital boards, current location updates, and which compartment will stop where on the platform indicators. the platform was clean, and we saw the staff wash / mop the entire platform, and even the tracks were litter free, and free of that perineal toilet smell of yester years!

Morning saw us glued to the window, trying to spot blue jays, drongos and what not. Mysore came up quickly, and the Jungle Inn car was waiting for us. I insisted on a breakfast break with cups of true south Indian brewed coffee, and off we went to Nagarhole. We reached Jungle Inn, a eco friendly resort run by a husband-wife pair, just a single KM outside the gates of the reserve. The host is passionate about wildlife, particularly birds, and a photography enthusiast also. He took one look at our equipment and labelled us soul mates, and we chatted on and on by our photo taking experiences.

The forest department of Karnataka state, has spun off a subsidiary company which conducts safaris into the forest. The vehicle drivers are trained rangers, and disciplined in ways of the forest visits. Jungle Lodges is the company name, and they ran two safaris from this end of Nagarhole. (there are a number of entry points and a number of wildlife reserves, in this humongous forest mass in Southern India. We had signed up for three consecutive safaris starting with the one that afternoon at 3 pm. there is a state highway – tarred surface road that goes through the reserve. Public vehicles are allowed to use the road with no stops and no alighting to cross over to the other side of the jungle, during daylight hours. Then there are the rough paths going deeper into the forest, to get closer to the wild life. Only the Jungle Lodges safari and forest ranger led safaris are allowed to go on these roads.

We set off at3:30 in the afternoon, and by 4:15 we were in the thickest part of the forest. A protective matriarch hiding the baby elephant under her belly, and giving us a fake charge when she thought we were an ill wind for her baby! Every heart in the vehicle had stopped for a few seconds before resuming! Mr. Tiger was chasing a gaur (wild cattle) but stopped when the gaur crossed the valley to where we were! Malabar giant squirrel, barking dear, wild boar, and spotted dear by the dozen. Next day’s morning safari took of at 6, and in the forest by 6:45 or so… more gaur, a herd of Sambar deer with their magnificent antlers, a tusker coming out after his bath in a pond, a shikra (a bird of prey), and just a whisper of a tigress. Too shy to exit the brush, and all we saw was her legs as she strolled, and a few flashes of colour through the brush.

We were scheduled for one more safari that afternoon, but an accident in the forest caused a cancellation of all safaris for a couple of days. We woke up in the dead of the night, to a heavy pitter patter of large rain drops – but this was late winter! Thick fog had moved in, and the precipitation was so heavy that the water draining off the leaves and trees sounded like rain! We walked around in the early morning in that fog, and that was a treat by itself! But as we reached the stout iron beam fence at the edge of the jungle, the sun started coming out, and we enjoyed the sight of the villagers starting their day. The rest of the day and the next was spent in just walking around the resort, and along the edge of the forest.

Scarlett minivet – male and female – more shikra, and a raptor that I could not identify, and finally Tickell’s flycatcher as well as paradise flycatcher, right in front of us, as we chilled with coffee, in the evening garden. I also got a satisfying time watching and photographing copper smiths – Barbets – on the rain tree in the resort's garden!