સામાજિક માધ્યમ |
Social Media |
સવારે જાણે સ્વપ્નમાં ગીત સંભળાયું, “आज पहेली तारीख है जी पहेली तारीख!” અને ચોંકી ને બેઠો થઈ ગયો, કે પહેલી તારીખ હોય તો શું થયું? હજુ તો આંખો પૂરી ખૂલી નો’તી અને યાદ આવ્યું: “બ્લોગ લખો!”. વારુ! હાલો, બ્લોગ લખીએ! જાણે બ્લોગ ના વિષયો આજુ બાજુ વેરાયેલા જ હોય! મારા વિચાર કરવાના સ્થાને બેઠો (વિગત નહીં પૂછતાં કે એ સ્થાન કયું?) બાકી કર્મ તો અનાયાસે પત્યું, અને છેલ્લે બત્તી થઈ કે સામાજિક માધ્યમ પર કીબોર્ડ ઘસી નાખું. જ્યાં સુધી ઇન્ટરનેટ શોધાઈ નો’તી, ત્યાં સુધી સમાજમાં લોકો યમ અને નિયમ નું મોટે ભાગે પાલન કરતાં, કારણકે કોઈ ને માટે સારું કે ભૂંડું કહેવા ના સાધનો બહુ ઓછા હતા, અને જે કાન સુધી વાતો પહોંચાડવાની હોય, એ કાને વાત અડશે જ એની કોઈ ગૅરંટી નો’તી. પણ ખાસ તો લોકોમાં જાહેરમાં ભાંડવાની વૃત્તિ જ ઘણી ઓછી હતી. ઇન્ટરનેટ આવ્યું, અને લોકોની સૌ પ્રથમ તો શરમ કે લાજ ગઈ, અને પોતાના રૂપ જોવાની અને દર્શાવવા ની વૃત્તિ વધી. અચાનક દુનિયા ના બધાજ વિષયો ના નિષ્ણાત ચોરે અને ચૌટે ફૂટી નીકળ્યા. બે સુવિધા અટુટ નીવડી. પહેલી સુવિધા કે નિંદા કરવી હોય કે ગાળ દેવી હોય તો પોતે કોણ એ વાત સહજ છુપાવી શકાય! સંતાઈ ને ગાળ દેવાની મજા કેટલી આવે!! બીજી સુવિધા કે ખાસ મહેનત કર્યા વિના, વાત દાવાનળ થી વધારે ઝડપ થી વિશ્વમાં પ્રસરી જાય, અને કોઈ ગમે તેટલી મહેનત કરે, વાત અવિનાશી રહે. બીજા નો વિનાશ ભલે થતો, પણ વાત તો અમર રહે! માનવ જાતે લખાણમાં ભરોસો હમેંશા કર્યો. કોઈ પણ વાત ની ચકાસણી માં કહેવાય કે ફલાણી જગ્યાએ લખેલું છે તો તરત માન્યતા મળે. પણ હવે આ માન્યતા તો માયાજાળ બની. આ કેવું છે? જ્યાં સુધી હથિયાર બન્યા નો’તા ત્યાં સુધી મારા મારી કરવાની વૃત્તિ ઓછી હતી, અને તલવાર ભાલા, બાણ શોધાયા કે યુદ્ધ થવા માંડ્યા. ઇન્ટરનેટ નું માધ્યમ હાથ લાગ્યું કે જાત જાત ની સામાજિક અવિદ્યા પેદા થઈ. શું ઇન્ટરનેટ નું માધ્યમ ગુના કરવાનું જ માધ્યમ છે? એમાં થી કઈ સારી વાત કે માનવ જાતિ ની પ્રગતિ ની વાત ઉત્પન્ન થઈ નથી? અસલિયત એવી છે કે ઇનેરનેટ મનુષ્ય માત્ર ની ઉન્નતિ અને પ્રગતિ માટે અજય અગાધ માધ્યમ છે. અને ફાયદા હજાર તો ગુના એક ને બદલે સો, ફાયદા તો હજાર મળ્યા, પણ ગુના સાથે સાથે સો પચાસ નીકળ્યા. અર્થાત, અમ્રુત સાથે ઝેર પણ નીકળ્યું. માનવ જાત નું કમનસીબ એ છે કે પોતાની અક્કલહીન વૃત્તિ વધવા દઈ ને આ ઝેર વધારે છે. પકડાયા વિના, જાહેર થયા વિના, સંતાઈ રહી ને, નીચ કર્મો કરવા એ વૃત્તિ માનવતા નો આપઘાત નહીં તો બીજું શું? પૌરાણિક ભાષામાં એવી વૃત્તિ ધરાવતા પ્રાણી ઓ ને રાક્ષસ કહેવાયા. આજની ભાષામાં માધ્યમ નિષ્ણાત કહેવાયા. ઇન્ટરનેટ દોશી નથી! એ તો ફક્ત ધોરી માર્ગ છે, દોશી માધ્યમ બનાવનાર પણ પૂર્ણ સ્તરે નથી – ૫૦% ભાગ ખરો: લુપ્ત રહેવાની સગવડ બનાવવા માટે. સાચો ૧૦૦% દોષ આપણો જ છે. સમાજ માં આપણે જ રહીએ છીએ, સમાજ આપણાથી જ બનેલો છે, એટલે જો સમાજની શાંતિ અને પ્રગતિ નો નાશ થતો હોય, તો આપણો જ દોષ છે. આ માધ્યમો, આ છુપાયલા રહી ને બીજા ની નિંદા કરવી, જૂઠઠા આરોપ, ખોટી અફવા ઓ, ગાળો, એક બીજા ની “સળી” કરવી, એજ ગુના છે, એજ કાયરતા છે, એજ સમાજ ના વિનાશ નું પ્રતીક છે. બંધ કરીયે આ કાયરતા. ગાળ દેવી હોય, તો ખુલ્લે આમ દો, નિંદા કરવી હોય તો શૌર્ય દર્શાવો, જાહેર રીતે નિંદા કરો. જુઠ્ઠું બંધ, ખોટી વાતો કરવાની અને ફેલાવવાની બંધ, ચુગલી ખાવી હોય તો છાતી ખોલી બહાર પડો! આ માધ્યમ ની યાદી લાંબી છે, એટલે મારુ માથું એક માધ્યમ માં ખવાય છે એની વાત કરું. WhatApp! ઉપયોગ ઘણો છે, અને એને માટે બનાવનાર ને અને માધ્યમ જાળવનાર ને ધન્યવાદ! મિત્રો, સ્નેહીજનો, સાથે દૈનિક વાર્તાલાપ, ફોન, ફોટા આપ લે કરવાથી સંબંધો જે જળવાય છે, જાણે એકજ ગામ માં રહેતા હોય એવું લાગે. લોકો કોઈ સંજોગ માં ફસાયા હોય તો તરતજ મિત્રો ભાઈબેન કે અધિકારી ને પહોંચી શકે, અને બચાવ થઈ શકે. પણ આજ માધ્યમ માં કોઈ વ્યક્તિઓ માટે ખોટી વાતો અફવા ઓ અને બનાવટી વિડિયો બનાવી મોકલાય છે, અને એ વ્યક્તિ ની બરબાદી થાય છે. સૌથી ખરાબ તો અફવા ઓ ફેલાવી દંગા શરૂ થાય છે, મારામારી અને લોકો આવેશમાં આવી ધર્મ કે કોમ ના નામે હત્યા પર પહોંચી જાય છે. આમાં ત્રણ વાત છે. પહેલી તો એક વૃત્તિ એવી કે “જો હું કેટલો / કેટલી પ્રસિદ્ધ છું, મને કેટલા બધા લોકો માહિતી મોકલે છે, અને હું એ માહિતી બીજાને મોકલું છું જેથી એ લોકોની જાણકારી વધે”! આને અંગ્રેજીમાં arrogance કહેવાય, અને ગુજરાતીમાં દંભ! આજના જમાનામાં લોકો પાસે એ લોકો ને જરૂરી માહિતી અને જ્ઞાન મેળવવાની સહુલિયત ઘણી છે, એટલે સ્વમાન્યતા એ પ્રખ્યાત વ્યક્તિ ઓ એ દંભ ઓછો કરી, “તમારી જાણકારી માટે” અર્થાત “તમે અજ્ઞાની છો, એટલે હું તમારું અંધારું દૂર કરી આપું” બંધ કરો. હા, કઈ અવનવી કે ચોંકાવે એવી વાત કે બનાવ હોય તો મોકલો, પણ સર્વ પ્રથમ, તમારી અક્કલ અને વિવેક વિચાર નો ઉપયોગ કરો, પછી મોકલો. બીજી વાત કે મિત્ર ગણ અને કુટુંબી સાથે, એક મેક ની જિંદગી ની વાતો કરો, દૈનિક અનુભવો, દુખ સુખ ની વાતો કરો, અમેરિકાના રાષ્ટ્રપતિ એ શું કહ્યું, અને કેટલા ને ગોળી મારી ઠાર કર્યા, એ સ્વજન સાથે ચર્ચા કરી સંબંધ પ્રગતિ નથી કરતાં. અને ત્રીજી વાત તે સૌથી મહત્વ ની છે. કોઈ પણ વાર્તા કે વિડિયો કે ફોટો બીજાને આગળ મોકલતા પહેલા પોતે વિચાર કરો, અનુમાન કરો કે તમને મળેલી વાત કે વિડિયો કે ફોટો સાચો છે? બનાવટી છે? સાચી વાત છે? આ સંશોધન કરવા ઘણી વિશ્વાસુ વેબસાઇટ છે,ત્યાં ચોખવટ કરો કે તમારી શંકા સાચી છે કે ખોટી. પછી જ બીજો વિચાર કરો, કે આગળ બીજા સ્વજનો ને મોકલવા થી એ લોકોને કઈ ફાયદો છે? જ્ઞાન વધશે? કે તમારી જ વાહ વાહ બોલાશે? જુઠ્ઠું, બનાવટી, અફવા નો વિજય ત્યારે જ થાય જ્યારે પ્રમાણિક વ્યક્તિઓ બેદરકારી કરે!
|
The bells in Singapore toll at mid- As long as there was no internet, people had the discipline and most times the courtesy of praise or censure in public or private, but in their own name. While a number of censure authors were hurried to their maker quickly, most had the courage of their own identity and did not hide behind anonymity of any sort. Actually, anonymity did not lend much credence to what ever was said – either way. However, the inclination to praise or censure was limited – especially in public, because credibility was of great significance in the bygone days. Arrive the internet, and anonymity became common place. Geographical locations became irrelevant, and soon, credibility became the default. Mankind has instinctively trusted the written word, and this aspect of credibility not only survived but grew. Illusions at their best! Stories and photos and videos – fake, rigged or real – now speed all around the world with minimum effort, at breakneck speeds, and try what anyone may, never really get destroyed. Mayhem is visited upon unsuspecting and innocent persons, initiated by vicious persons hiding behind the anonymity that platforms deployed on the internet provide. Think of the times when all of us (actually we were rather few) were cavemen or equivalent. I am sure there were fights, but the fights got serious and fatal when arrows and swords and knives were invented. There always an intent to fight, but the availability of weapons made it easier for parts of mankind to go down that path, and the trend continues to this day! More weapons, more destructive the weapons, easier to wage war, kill and destroy. The means feeds the intent! The technology which is deployed in these weapons has great use for humanity and its progress and growth. So, churn the oceans, and get both elixir of life and poison. And that is what internet does as well. Human growth and progress has jumped ahead by leaps and bounds because of the internet – which really is a highway only. It is what vehicle ply the highway, which determines progress or destruction. People created communication platforms of various types that ply of the internet. The creators bear at least 50% of the responsibility of the evil that their platforms convey – primarily through the anonymity and persistence that they provide. But the full responsibility of visiting evil on others lies entirely with us. Narcissism has grown to a level that has suppressed civility, compassion, consideration, responsibility and many such human attributes that define a human social unit. Hide and hit! No comebacks! That has become not only acceptable but also attractive behaviour. Lie, criticise, attack, curse, all from a shield of anonymity. There numerous such platforms, but let me talk about one that I personally find heavily misused.: WhatsApp. It is of course very useful. One shares ones daily life, trials and tribulations, joy and celebrations with ones friends, family and general well wishers. Be it phone calls, photos, videos or texts. Feels like a joint family or village across the world! Kudo’s to the authors and the folks who offer this platform to the world at large – irrespective of what their business model be. It has been extremely useful for getting help, reaching out both ways to those who need help, and those who give it. But the same platform is also used for a huge volume of fake stories, outright lies, cooked up video’s which have triggered lynching, violence, and destruction of people’s lives, reputations and lively hoods. Is WhatsApp to blame? Most certainly not! To say that they should censor or control is only part of the story. WhatsApp does not provide the absolute anonymity that some of the others provide, but it is us - There are three aspects of use of WhatsApp that I notice. First is an attitude that people have cultivated – simply because they can! Like fight because there is a weapon available. This attitude is one of arrogance, saying to others who receive forwarded news and videos and such that “see I am so popular and prominent that people send me news and information that you do not have”. And this narcissistic attitude is supplemented by “I – the knowledgeable one – am increasing your knowledge and information by sending you this”. People who need to know, have an array of sources available to them. This “forwarder’s” arrogance has no place. The second point is that one needs to use this platform to share your lives with friends family and well wishers, to deepen and grow your relationships. Certainly send them something unique or unusual, but apply your mind to it first. Is it real, true and from a reliable source? Which leads to my third point. Fact check all non personal stories, pictures, videos, news. There is a huge targeted industry churning out fake news videos photos for their own nefarious purposes. There are plenty of resources available for Fact checking what you receive. Do it! The liars, the fakes win when reasonable civil people are careless and contribute to the spread of dangerous nonsense! |