અનુકરણ ને ભાંડો |
Curse the copy |
મારી – અર્થાત આપણી, પેઢી શરૂ થઈ ત્યારે રમવા “નીચે” જવાનું. રસ્તો હોય કે વાડી. ઝગડો થાય અને એક છોકરો બીજા ને ગાળ દે. આખી મંડળી સમસમી ઊઠે, હાઈલ્લા, પેલો ગાળ બોલ્યો! અને મંડળી તૂટી જાય, રમત બંધ થાય, છોકરાઓ ઘરે જાય, કે બીજી મંડળી બનાવી બીજી રમત ચાલુ કરે. જે છોકરાને ગાળ લાગી કે ચીટકી, એ તો ચોક્કસ ઘરે જાય, અને મમ્મી ને ફરિયાદ કરે કે પેલા જીરીબેન ના દીકરાએ મને ગાળ દીધી! અને જો ૫ વર્ષ થી નાના હોઈ એ તો પોક મૂકી ને રડીએ. લગભગ બધ્ધિ જ મમ્મી ઓ એક જ વાક્ય બોલે. “તને ગાળ વાગી? ક્યાં વાગી? તને કૂતરો કહ્યો, તો તું કૂતરો થઈ ગયો? ભસવા માંડ્યો?” એ રીતે ગાળ ને નજીવી બનાવી દે, અને જિંદગી આગળ ચાલે. આજ કાલ માં તો રિક્ષા/ગાડી બળવા જ માંડે! એક શેરી છે, નાકે એક વાડો છે, અને એમાં એક મોટું પરિવાર રહે, દાદા થી માંડી ને નાની 2 વર્ષ ની બાળકી. દાદા, મોટા ભાઈ અને ત્રણ માં થી બે વહુઓ શેરી માં બધા સાથે સંબંધ રાખે, પણ બે કાકા, અને ત્રણેય ભાણિયા વિચિત્ર છે. શું ખાર છે તે રામ જાણે, પણ જેટલી વાર એક વાણિયા ના ઘર ની પાસે થી નીકળે ત્યારે ઝાપા તરફ જોઈ રસ્તા પર થૂંકે. વાણિયો ગુસ્સે થાય, અને એ છોરાઓ ને ભાંડે. ગધેડા, રાક્ષસ, જંગલી વગેરે પદવી આપે. એના દીકરા થી રહેવાયું નહીં, “બાપુ, આવું અપમાન સહન કરાય નહીં, બદલો લેવો જોઈએ! આપણે પણ એ લોકોના વાડા પાસે જઈ ઝાપા સામે થૂંકીએ!”. વાણિયા એ પ્રશ્ન પૂછ્યો, “એ છોરા થૂંકે છે, તો આપણે એમને જંગલી, રાક્ષસ કહી ને અડધૂત કરીએ છીએ કે નહીં? તો આપણે પણ એ લોકોના વાડા સામે જઈ થૂંકીએ તો આપણે પણ એમના જેવા જ જંગલી રાક્ષસ કહેવાઈ એ કે નહીં? પછી એ છોકરાઓ અને તારામાં શું ફરક?” દીકરો ભડકી ને બોલ્યો, “તો આપણે ચૂપચાપ આવું અપમાન સહન કરી લેવાનું?”, “ના, જરા પણ નહીં! પણ જેવા સાથે તેવા થવા કરતાં વાણિયા બુદ્ધિ લગાડી આવું વર્તન બંધ કરાવવાનું”. ગામ માં એક પહેલવાન હતો. એના ઘર સામે એક નાની લારી માંડી ને એની પત્ની અને નાની બહેન શાક ભાજી વહેંચે. વાણિયો એની પાસે ગયો અને પ્રસ્તાવ મૂક્યો. “અમારી શેરી માં કોઈ શાક ભાજી ની દુકાન નથી, અને તારું ઘર ગામ ના ચોક થી જરા દૂર પડે છે. હું તને મારા ઝાપા ની બાજુમાં એક નાની પણ પાકી દુકાન બાંધી આપું તો તું ત્યાં તારી શાક- વાણિયા ના અપમાનો ની અસ્થિ ત્યાં જ દટાઈ ગઈ! આખા વિશ્વના સમાજોમાં આ અપમાન અને અપમાન નો બદલો નું વાતાવરણ ઘોડાપૂર ની માફક પ્રસરી રહ્યું છે. ગાળો દેવાય છે, તું ખરાબ, હું સારો કહેવાય છે, અને એજ ઘડીએ તારી માફક જ હું તારું અપમાન કરું છું – અપમાન ના બદલામાં અપમાન. ફક્ત અપમાન ના શબ્દો થી જ કામ પતિ જતું હોય તો સમજ્યા! પણ હવે તો અપમાન ની જગ્યા એ હત્યા અને હાની જ દેખાય છે, અને ગામ છોડી આખા રાજયમાં લોકો બદલાની ટોપી પહેરી રસ્તા પર ઉતરી પડે છે. બસ એક તૂત મળવું જોઈએ, અને ના મળે તો ઊભું કરો! આ વૃત્તિ સમાજ અને રાજનીતિ નું એક શાસ્ત્ર બની ગયું છે. મરે હમેશાં બિચારો રસ્તા પર નો ફેરિયો કે ભિખારી કે બેઘર માનવી. આ સ્થિતિ નું ઓસડ છે વાણિયા બુધ્ધિ માં જ. એક તો જેવા સાથે તેવા થવામાં જંગલીઓ ની વસ્તી બમણી થઈ, કોઈ સંસ્કારી રહ્યું નહીં. અમેરિકાની એક પટરાણી એ કહ્યું હતું કે “લોકો નીચ થાય ત્યારે આપણે ઊંચા થવું”. કહેવા માટે સુંદર વાક્ય છે, પણ કેવી રીતે ઊંચા થવું? નીચ તો ન જ થાઓ, અને સહન પણ ના કરો (મોહનદાસ, તમારી આ strategy નો સમય ગયો!) અને વાંકી આંગળીએ ઘી કાઢો! વાણિયા બુદ્ધિ! હું વાણિયો છું એટલે જ બુદ્ધિ ને આવું ઉપનામ આપ્યું! જો કે સાચ્ચું કહું તો મારામાં કોઈ પણ જાત ની વાણિયા બુદ્ધિ દેખાય નહીં! પંતૂજી નો દીકરો ને!
|
Long long ago, when people our age today, were in single digit years. There was a simple system in all urban households. If kids wanted to play, they went “down”, be it a street or a compound! Quarrels may erupt and occasionally, a bad word will be uttered! Instantly, the game breaks up, and “he used a bad word” message spreads like wildfire. Kids scatter and regroup, often without the guy with vocabulary challenges! The victim would rush home (for sure!) and weep it out to his mother, “Jirimaasi’s son called me a dog”. Every mother would probably utter the same sentence to the crying one of her brood. “Did the bad word hurt you? Injured? Did you turn into a dog because he called you one? Have you started barking?” And thus, a bad word, insult or whatever was trivialised, and the world carried on. In today’s times, a few vehicles would already be on fire! Visualise a small one main road kind of town. Here is a lane, and at one end there is a multi- There is a retired wrestler in the town. His wife and daughter run a tiny veggie stall stacked outside their dwelling, and make a living. The Baniya approached the wrestler, and put forth a proposal. There are no veggie shops in our lane, and the women have to walk over to the main market for their shopping, and your place is even further away from the town square. I will build you a proper shop outside my house, and your wife and daughter will be in shade while they sell your veggies! The wrestler was sold on the idea, and a rickety stall started up outside the Baniya’s house, even as the shop got built. The women from the street – including from the big house at the end of the lane – started buying their veggies from this new set up. The two brats passed by when their mother was browsing the veggies, and true to their practice, spat the gate – rather near the wrestler’s shop! The wife glared at them, but their mother and aunt turned around and hauled off a roundhouse slap on their son’s faces. “Is this what we taught you? To spit on the road, or at neighbour’s houses? Don’t you ever dare!”, and a second whack followed! End of Baniya’s pain! The insult and revenge cycle has become a social pandemic all over the world. People are quick to take offense at even a casual comment and blow it up as a serious insult with you are bad person for saying this, while I am the good victim. But in almost the same breath, the “offended” person does exactly what he “received” – but this time dishing out an intentional insult or worse (violence). So, have you not become “badder” than the one you called “bad”? There is also the pervasive presence of opportunists with anarchic objectives, just waiting to find an insult that can be blown up into a full- One of America’s First Ladies owns a quote “when they go low, we go high”. Sounds great! But the details are what defeats the idea. How do you go “high?”. Use Baniya sense, and find alternate methods of defeating the devils! No need to take offense at the smallest of slights, Do not tolerate the insults, but make sure they are worthy of your response, and then go for it with smarts, so that you do not become like “them”. Sorry, Mohandas, the days for your strategy of turn the other cheek, are long gone. Evil has become endemic! I have labelled it as Baniya sense, because I am a Baniya - |