પચરંગી પ્રજા

Cosmopolitan

આપણે કોઈ પણ વ્યક્તિ ને જોઈએ અને એની ઓળખાણ ની વિગતો અને એના પર ચલાવેલી ક્રિયાઓ આપણા મગજ માં શરૂ થઈ જાય! આ પ્રવૃત્તિ અનાયાસે નિયંત્રણ વિના થાય, અને ક્ષણ માં મગજ આપણને જણાવે કે આ વ્યક્તિ કેવો અને ક્યાં નો હોય શકે. અને કોઈ પૂછે કે શેના આધારે આ અભિપ્રાય બાંધ્યો? તો ઉત્તર આપવો મુશ્કેલ છે, કારણકે આ મગજ ની પ્રવૃત્તિ  અનાયાસે સ્વેચ્છા વિના થાય છે. આખી જિંદગી ના વાતાવરણ ના અવલોકન અને એ અવલોકન ની સ્મૃતિ ને આધીન છે – આ અભિપ્રાય. અને આ અભિપ્રાય ના આધારે આપણે ત્વરિત નિર્ણય કરીયે કે આ માણસ ની ગોળ ફરી નીકળી જવું, ટગર ટગર જોતાં રહેવું, સ્મિત કરી વાતો નો આરંભ કરવો કે મોઢું મચકોડી ભાગી જવું.

મારા જેવા નિષ્ણાત  - એ માનશો, તો કંઈ પણ માનશો! – ને પુછો તો આમ કહું: સૌ પ્રથમ તો એનું પ્રાકૃતિક દર્શન. લાંબો છે, ટૂંકો છે, બિહામણો છે કે દેખાવડો છે, રંગે રૂડો?, ચહેરા પર ભાવ શું છે? ચાલે છે કે લંગડાય છે કે ઘસડાય છે? પગ ઊંચકી ને ચાલે છે કે લટકાવી ને? અને આ પ્રાકૃતિક દર્શનમાં  આખરે નિરીક્ષણ થાય કે કઈ માનવજાત નો લાગે છે? આ વિચારો ના ચોરે-ચૌટે નિર્ણય થાય કે કંઈ દમ નથી / બચકે રહિયો / મૈત્રી ની ભાવના / ડર ની ભાવના! આ તો મનુષ્ય પ્રાણી ની વાત છે. એમાં ના તો વિનય ના તો સંસ્કાર ના તો વિચાર અને ના તો ભણતર કામ કરે, ફક્ત સહજવૃત્તિ જ. આમાં સંજોગ ઉમેરો ત્યારે આપણી માણસાઈ કામે લાગે અને કુદરતી દર્શન ને થોડું દૂર કરી સંસ્કાર અને વિનય ને મગજ પ્રધાન બનાવે.

અહીં થી આગળ ના લખાણ માં જુદી જુદી  જાતો ના શબ્દો વપરાયેલા છે – ફક્ત માનવજાત ના સંબંધમાં – anthropological context only. એમાં કોઈ બીજો અર્થ સંડોવાયેલો નથી. આવડત ને આધીન થઈ સચોટ શબ્દ વાપરવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત કે મારે "Caucasian" જાતિ નો ઉલ્લેખ કરવો હોય ત્યાં ગુજરાતીમાં બહુ લાંબો શબ્દ થાય અને એનું ભાષાંતર મને મળ્યું નહીં, એટલે "ગોરા" એ શબ્દ વાપર્યો છે. કોઈ ને અણગમો થાય તો અહિજ માફી માંગુ છુ.

અમે સિંગાપૂર આવ્યા અને લોકો ના કુદરતી દર્શન ની સંખ્યા અઢળક વધી ગઈ. મુંબઈ માં પચરંગી પ્રજા ખરી પણ માનવજાત મોટે ભાગે ભારતની જ. થોડા ચીની થોડા ગોરા થોડા હબશી થોડા તીબત્તી દેખાય પણ જરા જૂજ ખરા, એટલે કઈ ખાસ નિરીક્ષણ કે કોઈ અભિપ્રાય બાંધવાની તક ઓછી. એટલે ફિલ્મ માં અને TV માં જોયેલી વિવિધ માનવજાત ની જાણ ઉછાંછરી ખરી. સિંગાપૂરમાં આમ વસ્તી ચીની માનવજાત ની ઘણી, પણ બીજી માનવજાત ઘણી જોવા અને મળવા મળે. પાડોશ માં ચીની, જાપાની, અરબ, મલય, ભારતી હતા. દીકરીઓ સ્કૂલ માં પહોંચી તો મિત્ર મંડળી પણ ચીની મલય ભારતી (ખાસ તામિલ) છોરી ઓ ની થઈ. ધીમે ધીમે શહેરમાં ફરવા માંડ્યુ અને અનેક જાતિ ના વ્યક્તિ દેખાવા માંડ્યા. નોકરી કરતો હતો ત્યાં જાપાની લોકો ઘણા, પણ ઑફિસ મૂળ શહેર માં હતી, એટલે બીજી જાતિ ના લોકો સહજ  દેખાય.

ત્યારબાદ ભાષા ઓ સંભળાય, અને એ કઈ જાતિ સાથે ઓળખ કરાવે એ કુતૂહલ શરૂ થયું. હું અને મારી એક ની એક વિલાયત ફરવા ગયા હતા અને સબવે માં જઈએ ત્યારે તો જાણે દુનિયા ની બધ્ધિ ભાષાઓ સંભળાય – એટલી તો નહીં, પણ વિશ્વના આ અગ્નિ દિશા ના  ભાગ માં મલય થી માંડી થાઈ, “બહાસા” (જે ઇંડોનેસિયા ની મલય ભાષા નું નામ છે) વિએટનામી, અને ફિલિપાઈન્સ ની ટાગાલોગ (જે મલય ભાષા ના સગપણ માં જ કહેવાય). ચીની ભાષામાં આપણી માફક દર 20 ગામે બોલી બદલાય એવું છે. અને યુરોપ ની ભાષા માં ફ્રેંચ, જર્મન, રૂસી અને એના ભાઈ બહેનો સંભળાય. મારા કાન જરા આ બધી ભાષા ના લય અને તાલ ના નાદ યાદ રાખવા કેળવાયા, અને ભાષામાં કક્કો ખબર ના પડે, પણ ભાષા ઘણી વાર  ઓળખાય ખરી!

અને ત્રીજી વાત જે મારા મગજ માં પેઠી તે દરેક માનવ જાતિ ની ચાલ કે શરીરના અને મુખારવિંદ ના આવભાવ પણ ખાસ દેખાવા માંડ્યા. આ ત્રણ ગુણો ભેગા કરી માનવજાત કઈ, એ અનુમાન કરવાની તક મળી.

પણ, આ બધ્ધા માં સિંગાપુર માં બે-ત્રણ કે વધારે પેઢી થી વતની થયેલી પ્રજા ની ભાષા, ચાલ, આવભાવ, અને લાક્ષણિકતા અનન્ય છે.

સિંગલિશ વિષે આગલી વાત માં લખ્યું છે.  દુકાનમાં ગયો અને શુધ્ધ અંગ્રેજી માં લાંબી વાત કરી કે મારે ફલાણું જોઈએ છે, અને સામે સિંગલિશ માં એક શબ્દનો જવાબ આવે! કેન, અથવા તો કેનો. ગમે તેટલી માથા ફોડી કરો, પણ કેનો નું કેન થાય નહીં. આ કેન = “can”, અને કેનો = “can not”. કેનો આવે એટલે પતિ ગયું! સરકારી દફતરમાં તો ખાસ! પણ કેન આવ્યું, તો બનતી મદદ થાય, અને થોડો “જુગાડ” પણ થાય, અને કામ પાર પડે! એની એક વાત કરું.

અમે ચારે અહીંના “PR” કાયમી રહેવાસી થઈ ગયેલા. વિસા ને બદલે અમને “re-entry” પરત આવવાની પરવાનગી નો કાર્ડ આપે. અમે બોર્નિઓ ફરવા જવાના હતા. બીજે દિવસે સવારે ૮:૩૦ ની ફ્લાઈટ હતી. રાતના બધી તૈયારી ચોક્કસ કરતો હતો, અને આ પરત કાર્ડ ની તારીખ પર નજર ગઈ! તારીખ ત્રણ દિવસ પહેલાં વીતી ગઈ હતી. પાછા આવવા ના મળતે. આમ તેમ ફોન કર્યા અને એરપોર્ટના ઓફિસરને પુછ્યું કે એરપોર્ટ પર જ નવી તારીખ નખાવી શકાશે. જવાબ આવ્યો કેનો! પણ સાથે સાથે કહ્યું,કે સવારે ૮ વાગે દફ્તર ખૂલશે અને ત્યાં જવાબ કેન આવશે. ટિકિટ ૧૦:૩૦ ની બદલાવી, રાતો રાત કાગળિયા ભેગા કર્યા, અને સવારે ૭ વાગે દફ્તર પર લાઇનમાં પહેલો નંબર લગાડ્યો. ૮:૦૧ ને ટકોરે બારી એ હાંફતો હાંફતો ચોથે માળે પહોંચ્યો, અને બહેન બેઠેલાં, કીબોર્ડ સાફ કરતાં હતા એને પૂછ્યું, અને જાણે મંગળ થી આવ્યો હોઉં એમ મને જોઇને બોલ્યા,"કેએએેન!" અને ચારે કાર્ડની તારીખ આશરે ૬ મિનિટમાં છાપા સાથે તૈયાર! ૮:૧૧ વાગે ટેક્ષી માં, અને અમે  ૧૦:૩૦ ની  ફ્લાઇટ માં સવાર! આવો “કેન” નો પ્રતાપ!

અહીં ની પ્રજા ના સમૂહ લક્ષણ ની વાત કરું. મોટે ભાગે ચાલ પર થી ઓળખી જવાય! ચીની જાતિ ના “આમ” માણસો ને જોઈએ તો જરા પગ ઢસડીને ચાલે, પગમાં સપાટિયા જ – ઘણું ખરું – અને વેશ માં અડધિયું અને આધુનિક ગંજી! (અર્થાત: ટી-શર્ટ) કે ઝભલું. મલય અને ભારતીય જાતિ ના માણસો માં ચાલ ની ખાસિયત નથી, પણ ચાલવાની ગતિ, અને આકાર અને વેશભૂષા પર થી ઓળખાય. જેમ ભારતીય પ્રજા માં દેશ ના વિવિધ પ્રાંત માં થી પધારેલા લોકો છે, તેમ ચીની પ્રજા માં ચીન દેશ થી આવેલા લોકો તરત ઓળખાય. ચાલવાની ઢબ જુદી, કપડાં ની સ્ટાઇલ જુદી, અને પુરુષો ના વાળ મોટે ભાગે લશ્કરી ઢબ માં કાપેલા હોય. ભાષા નો નાદ પણ જુદો. ભારતી પ્રજા માં નવી અને સ્થાયી પ્રજા તરત ઓળખાય. નવી પ્રજા આમ તેમ જોતાં હોય, જ્યારે સિંગાપૂર વતની પોતાનામાં જ વ્યસ્ત હોય. વિનય અને વર્તનમાં પણ નવી પ્રજા કોઈક વાર શરમાવે એવું કરે. ગોરી પ્રજા બે ભાગમાં. એકલ દોકલ નોકરી કે કામ માટે આવેલા હોય, તે સાંજ પડે “pub” કે “bar” ની આગળ ફૂટપાથ પર સજાવેલા ટેબલ પર બિયરને સાથ આપતા દેખાય. કૌટુંબિક મંડળી બાળકો ની સાથે જ દેખાય, અને વિલાયતી જીવન પ્રવાહ માં ઓતપ્રોત હોય. સિંગાપૂરની એક ખાસિયત એવી કે જેને જેવી રીતે રહેવું હોય, તે રીત શક્ય છે, અને એ માટેની સાધન સંપત્તિ મળી રહે! પણ આ માનવજાત  વ્યાયામી પ્રવૃત્તિ માં ખૂબ પ્રેમ રાખે, અને કોઈપણ વ્યાયામી પ્રવૃત્તિ જુઓ તો ગોરાઓ હાજર હોય જ! છોરા અને કુતરા ને કેડે લટકાવી ને!

સૌથી વધારે ઉત્સાહી મુખારવિંદ ફિલિપિન્સ ના લોકો નું. એ દેશના નસીબ જોગે ત્યાં ની છોરી ઓ ઘરકામ માટે વિદેશ ઘણી આવે અને સિંગાપૂર, હોંગ-કોંગ, અને ભારતી શ્રમિકો ની માફક અરબી દેશોમાં નોકરી કરવા ગઈ હોય. અહીં પણ ફિલિપિનો (એ પ્રજા પોતાની ઓળખાણ “પીનોય” નામે  જાણે), છોરી ઓ ની વસ્તી ઘણી, પુરુષો ઓછા. વાત કરે ત્યારે ચહેરા પર જાણે આવભાવની માળા પોરવાતી હોય! ખાસ ભવાં ખૂબ વાપરે – ખાસ ભાર દેવાનો હોય ત્યારે. મજા આવે એ જાતિ ના લોકો ને વાતો કરતાં  જોવાની. બાકી ના અગ્નિ દિષાના દેશો ની પ્રજા જલદી ઓળખાય એવી નથી અને વાણી સંભળાય તો જ અનુમાન કરાય, કારણકે ચહેરા પર ભાવ દેખાવો જૂજ હોય.

છેલ્લે, સિંગાપૂર ની  પ્રજા ની એક ખાસિયત ને નમન કરવા જેવુ છે તે આ. નિયમ નું પાલન સો ટકા સચોટ થાય. આ કોવિડ ના વાતાવરણમાં મુખવટો (mask!) પહેરવાનો આદેશ આવ્યો પછી કોઈક જ નંગ માસ્ક વિના દેખાય, અને નવા બોલતાં થયેલા બાળકો થી માંડી ને કોઈ પણ એ વ્યક્તિ ને ટોકે! ભારતમાં સરકારી અધિકારીઓ ને “બાબુ” કહી ને ન ગણકારવાની પ્રથા વ્યાપક છે, અને ઘણા તો ગર્વ કરે કે “હું તો અધિકારીઓ ને માનતો જ નથી!”. જ્યારે અહીં અધિકારીઓ ને માન મળે, અને એમની સૂચના નું સચોટ પાલન થાય. અધિકારીઓ પણ સૂચના લાંબો વિચાર કરી ને, પાલન ની સુવિધા ઓ તૈયાર કરી ને પછી આપે, અને સરકાર અધિકારીઓ ના રક્ષણ માટે એમનું અપમાન કરનાર ને જેલ ની સજા બક્ષે! ટીકા કરવી હોય તો વિનય થી કરવી!

ચાલો બહુ થયું આજે!

              

  


 


We have three levels of visual contact with other humans. First is a sighting – a fleeting picture on the optical system that neither lingers nor registers. The second is “seeing”, the picture registers, and whether it lingers or not, is decided by the brain in its primordial mode. If it lingers, the mind comes into the mix, and one may then observe. The “seeing” is powered by our instincts, and happens in an undefinable time duration – a moment, as one may say. The brain registers the natural aspects of the person, tall, short, dark, light, unblemished features or damaged ones, how is the walk: swift, dragging, limping, uncoordinated, tired? Frame position: erect, stiff, sloppy, drooping, and of course the expressions on the face. The brain looks up a deep memory database of attributes, and passes on these memories to the mind. The mind then triggers judgements: unpleasant! avoid, pleasant! no danger: ignore, or approach.

SO  far, ones education, behavioural training, cultural habits have played no part in the “seeing”.  The mind now takes over completely, and decides  on action: go   around the person, just carry on, or make eye contact and be polite, smile or frown or  look away etc. Now all the mind elements become inputs and ones habits and personality become significant in ones action or  behaviour.

There is an  intermediate process between the “seeing” and observing, and that is building an anthropological identity of the person you are “seeing”. It  is this experience of anthropological associations that I have had that I am describing today.

I am using words describing origins of people, but purely in an anthropological sense. If my diction copes, I will  use a technical or taxonomical word from that domain. There is no implied meaning to those words.

Our presence in Singapore increased our incidence of this “natural sightings” of other ethnicities exponentially. Bombay is a cosmopolitan city but in an Indian context, not so much of a  global profile. We did sight a few Caucasians, a few Chinese (actually, Indian citizens but ethnically Chinese) and a few negro or San people, a few Tibetans as well. Hence, opportunities for “seeing” and subsequent contact were few. All our internal  characteristics databases  were mostly loaded from TV and film – shallow and defective for sure! Singapore changed that significantly. While the major ethnicity one sights in the city is Chinese, one has neighbours who are Japanese, Arabic, Malay Caucasians, Thai and so forth.  Our girls made friends in school of Chinese Malay and Indians: both families newly arrived as well as those settled here for multiple generations. As we went around the city, we started “seeing” more and more diverse ethnicities. I worked in a Japanese company, but location was downtown, so the mix of people we saw  was increasingly varied. The family did travel, but I travelled extensively in the South East Asia region.

The most significant new input was the various languages – their lilt, their sounds, their intonations – that we started hearing. Various dialects of  Chinese, Malay, Tamil, Tagalog, Thai, Vietnamese, modern European and Slavic group of languages too. The “associate” game started  in my mind: which set of sounds associate with which ethnicity? I hardly ever catch individual words, because I am not focussed on the conversation (that would be rude!), but the spoken human made sound reaches my ears as part of environmental sounds, and while the rest get filtered out, the human sound persists! My brain is now able  to recognise the language sounds – the soft back of the throat “r” from French, or the rolling soft “r” from the Chinese mainland mandarin (locally called Beijing Chinese!) or the partly swallowed sounds from Thai and Vietnamese or the hard sounds of Slavic languages, but I seem to recognise  lilt and rhythms a lot better. Thus my mind builds the association between the perceived ethnicity of the person speaking that language, and their ethnic identity. Depending on exposure time, one observes expressions  and gestures, occasionally body postures, walking styles and again, deepen the associations. The great part is that these associations are just information, there is no judgement! It is part   of  ones power of  observation, and situational awareness.

I have written about Singlish earlier. Here's another story about it. I would go to a shop, and belt out a long and –to my mind clear – story about what I wanted, and the local girl / guy / uncle / aunty listening to me will  respond with one word: “Can” or “canno”. And rarely does Can become  Canno and almost never the other way around! If “can” every thing moves quickly, efficiently, effectively, and mostly with great customer experience. If “canno” one goes home, or tries an alternate solution. Let me share a story about “can”.

We four were PR here: Permanent Residents”, and our visa had been replaced by an Entry Permit card, with an expiry date which could be renewed. We were going on a holiday to Sabah – a part of Malaysia on the island of Borneo. I was  doing a final check of documents the night before a next morning departure, and suddenly saw the date on the re-entry permits. Expired 3 days ago! If  we had left Singapore, we would not have been allowed in again! I called the airport immigration to ask if they would revalidate the Re-entry permits at departure, and I got a “canno”! However, he says, go to the immigration office which opens at 8 am, and it will be done on the spot. I changed  my flight from a 8:30 departure to a 10:30 departure, started collecting necessary documents, got my HR guy to agree to sign one letter needed at 7:30 am outside the immigration office, and Anju and I lined up outside that office at 7, I ran 4 stories up as soon as the door opened, was at the counter at 8:01, and asked the lady who was still dusting her keyboard, if our Re-entries could be revalidated? “Caaannn!” and that was that! 8:07, documents checked, re-entries stamped (we say “chop’d) and in the taxi to the airport by 8:11! Power of the “Caann”.

The common man and woman here (R K Laxman would have enjoyed creating his Common Man for Singapore!) – professionals excepted – is dressed in shorts, tee-shirts or blouse, and flip-flops. Walk is often sloppy, dragging their feet on the ground, but moving swiftly. Chinese from mainland China are easily identifiable from their haircuts – military close crops – and their spoken sounds are also quite distinct. Indians newly arrived, and old established are easy to identify by their body language and now their phone habits: loud voices from the new ones, muted from the old hands! The younger population is heavily into fitness  activities, and one can see “runners” at all times of  the day and night too. Caucasians are in two groups too. The singles do what singles do all over the world – pubs, beer and fitness sports, and families do what is best for their children and or dogs, but fitness sports dominate too. Replicated western world life styles – which is easy to do in Singapore!

The Filipinos’ who call themselves “Pinoy’s, are the most expressive lot, but by and large girls in the services sector. Very expressive talkers, emotions, and opinions on their faces, brows going up and down for  emphasis or confirmation. The other South East Asians are difficult to identify easily except when they speak. Thai and Vietnamese speakers have a special lilt and unique sounds as well, but expressions on their faces are  not common.

There is  one aspect of native Singaporeans – we  newly arrived ones have to catch up double quick – that calls for respect and emulation. Compliance  to rules is very strong, and so is following instructions diligently. Rebellious nature like that of us newly arrived folks is just not “ON”. But it means that every thing works in a predictable and expected way: no surprises!! This characteristic has been a super core strength of Singaporeans. Take COVID-19 precautions with masks. If one has  not worn a mask correctly – or God  forbid: none at all – even 4 year old tots will point a finger at you and “say aunty, your mask”. I would like to see anyone without mask after being scolded by a 4 year old! People in India tend to disrespect bureaucrats with the derogatory “babu” name calling, entirely undeserved in many cases. But Singaporeans have a different demand and supply model for government functions. The bureaucrats are respected and instructions complied with (generally), and the bureaucrats exert to deliver well thought out , resources ready services. Of course, if one tries to be a smart-a** and be rude to the official, the law will empty part of your pocket, and help you see the inside of a police guest house!

Ah! Enough for the day, me  thinks!   


Home Up મકાન o'redi? પચરંગી Cosmopolitan સામાજિક માધ્યમ social media દુનિયા ચલાવે run the world અનુકરણ ને Curse લીલોતરી foliage રિવાજો નું Science નિવૃત્તિ Retirement સહાનભૂતિ ShadowPlay પાછો ઑઝ  Oz Again