દુનિયા કોણ ચલાવે? |
Who runs the world? |
પ્રભુ, આખું બ્રહ્માંડ ના કર્મ, કર્તા અને ક્રિયાપદ તમે જ છો, અને “નાથ, તારું જ થજો, તારું જ થજો” એવી મારી અટળ શ્રધ્ધા છે, અને આજીવન રહેશે! આગળ લખું એ પહેલાં ચોખવટ અચૂક કરવી, રખે ને પ્રભુ આ વાંચીને કોપાયમાન થાય તો? દુનિયા એટલે આજ નો પૃથ્વીલોક. પ્રભુ એ મનુષ્ય ઘડયા ત્યારે ભવિષ્યમાં આવા કપૂતો પેદા થશે, એવું ધાર્યું નહીં હોય, કે આખરે “તારે જે કરવું હોય તે કર” કહેવા નો વારો આવશે. પ્રભુ એ કહી દીધું અને મનુષ્યલોક ના કપૂતો ગેલ માં આવી ગયા. એક સમજ બહુ દૃઢ પકડી, કે જે કરવું હોય તે કરો, અને ના તો પ્રભુ, અને ના તો ઈતર મનુષ્ય તમને વારશે કે દંડશે! પ્રભુ તો મનુષ્ય વિનાશ ની રાહ જોય છે, - આજનો કપૂત જુઓ. ૮ વર્ષ પહેલાં માનવ સમાજ ને એક નાની પરીક્ષા પર ઉતારી. પાડોશી દેશ નો એક ભાગ હડપ કરી ગયો. કોઈ નું પાણી હાલ્યું નહીં. થોડી બડબડ થઈ, થોડા કપૂતના નોકરો પર પ્રતિબંધ મૂક્યા – જે પ્રતિબંધ સાંભળીને એ નોકરો અને એ લોકો નો કપૂત માલિક એટલું હસ્યા કે પેટે વળ પડ્યા. એ વખતે થોડો ઐતિહાસિક ભૂતકાળ આધારબધ્ધ હતો. એ પરીક્ષામાં માનવ સમાજ નાપાસ થયો, અને કપૂત ને જોર આવ્યું. એ માન્યતા દૃઢ થઈ કે કોઈ દેશ એનો સામનો કરશે નહીં, અને એજ પાડોશી દેશ પર સાવ અડધ્ધર બહાનું લઈ આક્રમણ કર્યું, અને અત્યાચાર મચાવ્યો. શું કર્યું, માનવ સમાજ ના ઈતર બળવાન દેશો એ? ખાલી વાસણ ની માફક વાગ્યા ઘણા, પૈસા અને હથિયાર આપ્યા, અને એ પીડિત દેશ ને કહ્યું, “તું જા, હું તારી પાછળ છું”! અર્થાત મરવા નું તારે જ છે! પ્રતિબંધ ની સામે પ્રતિબંધ મુકાયા, અને માનવ જાતિ ના ઘણા સમાજો ને ભુખા મારવા ની સ્થિતિ ઊભી થઈ. શું કર્યું, બળવાન દેશો એ? કપૂત ને “વિનંતી” કરી કે જરા ભુખા માણસો ની દયા તો કાર!”. કપૂત ની વાખ્યા શું? કે દયા શબ્દ સમજે જ નહીં તે! બસ પતિ ગયું, યુદ્ધ ચાલુ છે, “અમે તારી સાથે છીએ” ના પોકાર ચાલુ છે, ભાગી જતી પ્રજાને આશ્રય મળે છે, પણ કપૂત અને તેના લશ્કર ને સજા કોઈ કરવા તૈયાર નથી. કોણ ક્યારે સમજશે કે આ પણ માનવ સમાજ ની એક પરીક્ષા જ છે – કપૂત મંડળી દ્વારા. વધારે ને વધારે દેશો નીચે બીજા કપૂત એ રેડેલો રેલો અવશ્ય આવશે, અને બળવાન દેશો આજ વર્તન કરશે, અને મનમાં વિચારશે, આ મરે તો મરે, મારા બાપ ના કેટલા ટકા! વિચાર કરવાની બે ત્રણ વાત છે. 1. સંયુક્ત- 2. પંચાયત માં મારા મિત્રો નું રક્ષણ કરીશ, બાકી ગયા તેલ લેવા! અંગ્રેજી માં કહેવત છે, “ભલે દારૂડિયણ, પણ મારી મા છે” અર્થાત મારા મિત્રો કંઈ ખોટું કરે જ નહીં, એટલે એનું મારે રક્ષણ કરવાનું. આ પંચાયત ના અસભ્યોમાં ફક્ત દુનિયાનો સદંતર નાશ કરવાની ક્ષમતા જ નથી, પણ પૃથ્વીલોક ને આખા કળયુગ માં પ્રભુ એ ઘડેલા બધ્ધા જીવો માટે નષ્ટ કરે એવા હથિયારો છે. એટલે જ સંરક્ષણ પંચાયત માં આવા બળવાન રાક્ષસો ને મૂક્યા, કે ભૂલે ચૂકે માનવજાત ની જવાબદારી સમજે, તો નષ્ટ થવા થી બચાય. શું લાગે છે? આ પંચાયતી જવાબદારી માન્ય રાખે છે? કે નાના મોટા કપૂતો ને બચાવી રાખે છે? 3. ખાને કે દાંત, દિખાને કે દાંત. બીજા એ અણુ શસ્ત્રો બનાવવા નહીં, પણ હું મારા અણુશસ્ત્રો નો નાશ નહીં કરું. (બીજા ને ધમકાવા જોઈ એ ને!!). ઝેરી રસાયણો ના શસ્ત્રો, કોઈએ બનાવવા નહીં, પણ મારા શસ્ત્રો સરસ સંતાડેલા છે, એટલે હું ખાલી હાથ બતાવીશ. જો કે આ વિષય પર સંશોધન ચાલુ જ છે. અને અધુરામાં પૂરૂ, માંદગી ના જંતુ ઓ ને પણ શસ્ત્રો માં ફેરવવાના પ્રયત્નો ચાલુ જ છે! પણ અમે પંચાયતી ઓ સંસ્કારી જવાબદાર દેશો છીએ અને તમે બેદરકાર સમાજો છો, એટલે આવું આમેજ કરીએ, તમારે નહીં કરવાનું. મારા હિસાબે કળયુગ પ્રભુ એ ધાર્યું છે એના કરતાં ઘણો જ જલદી આવશે! |
I need to start with a disclaimer. Ishvar i.e. the Creator: you are the creator, sustainer and destroyer of this universe, and I am bound to this belief and keep faith in “only thy will be done”. This disclaimer is avoid getting you annoyed at what I am about to write. Today’s world is all who live on earth. I am convinced that when Man was first created, Ishvar had hardly anticipated that some of his creations would end up being unmitigated barbarians. I think – in sheer frustration at mankind – He said “do what you want, I will wait for the end of Kalayug, and start all over again! The barbarians were ecstatic. Neither the Creator, nor fellow men will stop or punish them, Oh, there will be a lot of blah blah, a few pinches here and there by fellowmen, and they will simply look after their own self interests, but nothing debilitating! The barbarians can do what ever they want. The trend of “me first, and let the rest manage with token help from me” has spread to the entire mankind. Even the land of RamRajya, 7000 years on, is reeking of this attitude. But as soon as that stain of Barbarians spreads to your seat, you will be yelling and screaming about civilised behaviour, and help from others…Not happening!! Consider today’s prime barbarian. 8 years ago, he set the world – so called international community – a small test. He gobbled up a fair chunk of his neighbour’s land, under some historical cloak. Suitable noises, a few “sanctions” – which generated waves of hilarity to the point of stomach ache amongst those who were sanctioned. International community: FAIL! The barbarian was happy! No one would really bother him for anything he wanted to do. Next came a full fledged attach on that same neighbour, with a flimsy concocted, contradicting story without a single historical context. More noise, more sanctions – which can hardly be measured for effectiveness – money and arms to the “neighbour”, shelter for those fleeing the war and atrocities (after all, what kind of a barbarian does not commit atrocities?) and best of all, universal encouragement to the beleaguered society, “go ahead, I am right behind you! You want weapons, I give, but die only you!” Sanctions v/s sanctions, and a world suffering hunger because food is caught between the barbarian and his victim. What did the “International” community do? They “requested” the barbarian to please be considerate to the rest of the world and allow food to go through to them. Really??? You are requesting to barbarian to be “considerate?”. How many barbarians in history have had this fault? This attack has been the next test of the International community, and again it has FAILED gloriously! More and more countries are going to be attacked by similar such barbarians. And stronger, richer countries will do the same thing, while victim cries and cringes! To use an Indian English phrase, “what goes of mine?” There are three points to consider. 1. The United Nations Organisation: An old toothless, dilapidated, lame, half blind old man with 192 bosses. You want to pin your hopes on this establishment? 15 countries in the security council, with 5 gods! The logic was (I guess) that if we make the 5 strongest societies responsible for the safety of the rest, we will be fine. Strongest? Or those with highest potential to destroy the world? Or those with contempt for institutions that monitor and prevent miss- 2. My primary objective has been to protect my friends, mildly or intensely barbaric themselves? I do no wrong, and my friends do no wrong either! “My mother drunk or sober”! This Gang- 3. There is an Indian saying that translates to “teeth for show, and teeth for eating”. The gang- If you ask me, Kalyug is going to end earlier than Ishvar i.e. the Creator anticipated! |