કોઁક્રીટ કે હરિયાળી

Concrete or Foliage

સિંગાપૂર ના ફોટા જુઓ તો ઊંચા ઊંચા મકાનો જ દેખાય. સરકાર અને પ્રજા બંને માને કે ટાપુ છીએ એટલે જમીન મોકળી નથી. પણ અમે તો સ્થાયી થયા કે બીજે જ રવિવારે નીકળી પડ્યા જંગલ કે પાણી શોધવા. અમારું નસીબ જોર તો કરતું હતું. થોડાક જ લોકો ની ઓળખાણ હતી પણ એક ભાઈ એ કહ્યું કે આ બેન પણ જરા કુદરત ઘેલાં છે, એમને મળ્યા, અને સુંદર દોસ્તી જામી. તરત જ સિંગાપૂર ની nature society માં લવાજમ ભરાવડાવ્યું, અને એ સંસ્થા લોકલ પક્ષી નિહાળવાની  ગોઠવણ કરે, ત્યાં અમે જોડાઈએ.

પહેલા જ "walk" માં અચંબો પામ્યા. જે વિસ્તારમાં મળવાનું હતું, ત્યાં બસની એકજ રુટ  હતી! બધાજ બંગલા અને ગાડીવાળા નો વિસ્તાર. બસ કોણ વાપરે? પણ એક થોડો વેરાન દેખાતો રસ્તો પકડ્યો, અને જોત જોતામાં આ શહેર ની વચ્ચે જંગલમાં પહોચ્યા, નાનો વહેળો મળ્યો, અને વૃર્ક્ષોની ભીડમાં જાત જાતના પક્ષીઓ સંભળાયા અને binocular આંખે લગાડતા વેંત દેખાવા માંડ્યા. થોડાં ઓળખાયા, અને બીજા નવા.

બંગલાઓ ની વાડ દેખાય, પણ ચણતર ના દેખાય એવા મોટા બંગલા - પછી ખબર પડી કે 2-3 કરોડ ડોલર ની કિમતના બંગલા છે - અને એની આજુબાજુ આવું સુંદર ઘણું જંગલ! એક ભાઈ કહે, આ બંગલાવાળા એક ફરિયાદ હંમેશા કરતાં હોય કે એમના બગીચામાં સાપ ઘણા નીકળે છે! આગળ ચાલતા અચાનક બાળકો ની કીકયારી સંભળાઈ અને નીકળ્યા એક નાના મેદાનમાં. ખાસ રમવા માટે બનાવ્યું હોય, એવું ના લાગ્યું, પણ બાળકો ની બે ટુકડી football રમતી હતી, ગોલ ના થાંભલા, રમત ની સીમા સફેદ રંગ થી દોરેલી, બે શિક્ષક refree બનેલા, અને ચારે બાજુ જંગલ!

ત્યાર બાદ તો પાછું રવિવાર નું રખડવાનું શરૂ થઈ ગયું! મિત્ર મંડળી વધી, અને કુદરત ના ખોળામાં ઉજાણી કરવાના પ્રોગ્રામ પણ થવા માંડ્યા. ૫-૬ કુટુંબ હતા આ મંડળીમાં , અને દર મહિને એક કૂટમ્બે જગ્યા નક્કી કરવાની. બે વાર અમારો વારો હતા, અને અમે મંડળીને એવી જગ્યાએ લઈ ગયા કે બાકી ના મિત્રો - જે અમારા થી વધારે જૂના સિંગાપૂર વાતની હતા - એ અમારાવાળી જગ્યા જોઈ ના હતી.

અમારું  નસીબ થોડું વધારે જોર કરે ખરું,  - આ કુદરત ના વિષયમાં - સિંગાપૂર માં  આંખોને લીલોતરી ની ટાઢક મળે એવી જગ્યાઓ શોધવામાં કુશળતા મળી. કોઈ પણ મહેમાન આવે તો ટુરિસ્ટી જગ્યાઓ માં એમને બસ-ટ્રેન ના કાર્ડ આપી જવા આવવાનું માર્ગદર્ષન આપી રવાના કરીએ, અને પછી અમારી સાથે સિંગાપૂર ના ૧૭ સરોવર માં થી એક બે ની સેર કરાવીએ, કે મહેમાન અમારા જેવા શોખીન હોય તો અડધા દિવસ ના જંગલ "walk" માટે લઈ જઈએ, અને કૌતુક થાય કે અમે બોરનીઓ (Borneo) ના જંગલમાં છીએ કે સિંગાપૂર શહેર ની વચ્ચો વચ!

પપ્પા ને આંખે ઓઝળ આવ્યું, (macula degenration) પણ પાર્ક માં ચાલી શકે ખરા. અમે ઘર એવી રીતે પસંદ કર્યું કે પપ્પા થી જોખમ લીધા વિના સિંગાપૂર ના દક્ષિણ ભાગમાં દરિયા કિનારે બનાવેલા ૧૫ કી.મી. લાંબા પાર્ક સુધી પહોચી શકે, અને સવાર સાંજ ૫-૬ કી.મી. ચાલે. આખા પાર્ક માં એક ચાલવાનો રસ્તો, એક સાઈકલ માટે ટ્રેક,ખુલ્લી જગ્યાઓ માં લીલું ઘાસ, એક તસુ પણ માટી દેખાય નહીં, અને ઠેર ઠેર ગીચ ઝાડી નું ઝુંડ. બંને રસ્તા ની આજુ બાજુ જાત જાતના આ પ્રદેશના મૂળ વતની ઝાડ. કોઈક અવનવા પણ રોપેલા હોય. એમાં એક વૃક્ષ તે Rosa Tabubia. સફેદ કે કિરમજી રંગના ફૂલ ખીલે અને ૩ - ૪ દિવસ માં ખારવા માંડે. પણ ખીલે ત્યારે આખું ઝાડ ભરાઈ જાય અને પાન તો જાણે અદ્રષ્ય!પપ્પા ચાલવા જતાં ત્યાં આવા ઘણા વૃક્ષો છે, અને ફૂલ આવ્યા હોય તો એમને આછ્છું દેખાય અને એવા ખુશ થાય કે એ વૃક્ષ પાસે ઊભા રહે, અને હાથ જોડી ને વૃક્ષ સાથે વાત કરે, કે હે વૃક્ષ,તને પ્રભુ એ કેવો સુંદર બનાવ્યો, હું તારો અને પ્રભુ નો આભારી છુ. આ પાર્ક માં બીજા ગુજરાતી ઓ - જે પપ્પાને ઓળખે - ચાલવા આવે, અને પપ્પાનો આ વાર્તાલાપ જોય તો પપ્પાને પૂછે, અને પપ્પા જાણે કોઈએ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો હોય તેમ કહે, હું આ વૃક્ષ પર આફરીન છુ, એટલે એની સાથે વાતો કરું છુ. તમે જુઓ, છે કોઈ આના કરતાં સુંદર વસ્તુ?

અમે કોઈ વાર ઘરમાં કંટાળી એ ત્યારે એજ રવિવારે કોઈ ને કોઈ જંગલ માં પહોંચીએ. અને આજુ બાજુ ની લીલોતરી, પક્ષી ઓ નો કિલ્લોલ અને જુંગલ વનસ્પતિ ની સુવાસ થી પ્રફુલ્લિત થઈ - બેટરી રીચાર્જકરાવી ને ઘરે પાછા આવીએ. બસ એકજ વસવસો છે! અહીના પાર્ક વાળા ઠેર ઠેર કઈ ને કઈ બાંધકામ કર્યા કરે - શૌચાલય તો કરેજ, પણ ૨ માં થે ૧ જગ્યાએ નાની કેફે પણ બનાવે. સિંગાપૂર વતની ને શૌચ અને નાસ્તો તો બધ્ધે જોઈએ.   

આમાં પ્રભુ પણ એનો ફાળો ભરે. અલક મલક પરસાદ પડે, હલકો કે ભારી, ૫ મિનિટ કે ૩૦ - એના થી વધારે તો કોઈક વારજ!  બધ્ધા ઝાડોને પાણી મળી રહે, અને પાન નાહી ને એવા ચોખ્ખા દેખાય કે મને તો ઈર્ષા આવે! અમુક મહિના માં વર્ષા જરા જૂજ થાય, અને રસ્તા ની કિનારી નું ઘાસ સુકાયલું દેખાય, અને શિરીષ ના પાન ખારવા માંડે. આતો માણસ માત્ર ને યાદ દેવડાવવા કે બેટ્ટમજી, પ્રભુ હું છુ, તું નહીં!

Look at any recognisable skyline of Singapore, and one would presume a concrete labyrinth! The people and government of Singapore know that land is the most precious resource in Singapore, So tall is good, underground is good, up is good. Within a week of landing here Sunday was for searching greenery, and we were lucky. We had come to know a handful of people starting with just one contact, but they introduced us to a fellow green-mad person, and off we went for a morning bird watching jaunt. We joined the Singapore nature society, and started going for some of their nature walks; and there were so many places to go to!

Our very first walk was full of surprises. The address was in a "posh" residential area. We got off the bus - the only route plying on that road - and met the group just off the quiet road. A bungalow lined road with cars parked on either side was our approach path, and suddenly we were on a well trodden rustic footpath, with tall trees and a cacophony of bird calls around us. And no urban objects in sight except us! One person commented that the residents of the bungalows around often complained of snakes getting into their gardens, and even an occasional python! in the middle of Singapore!! In bungalows costing anything between 10 to 20 million dollars!

We saw a few birds that we were familiar with from our trips in the Bombay hinterland. Suddenly, we were on the edge of a large meadow, trimmed grass, and two goal posts at either end of a shortened football pitch and a bunch of tots fully togged up in team colours and boots, playing a football match - referee and all! thick forest on all sides, a tiny stream along one side draining the rain water, and football in the middle of it all!

Our Sundays started getting filled up with half day visits to nature areas, isolated sea fronts, some of the 17 reservoirs in Singapore (not all are open to public) and a couple of wetland reserves! Our circle of friends became larger, and a few families got together to organise monthly picnics with kids - who were roughly peers. Each family had to identify the picnic location by rotation, and in a few cases we took the group to places they had never known about in spite of having been in Singapore a long time before us. We would take our visitors to such places as well - after they finish the "tourist" stuff of Singapore - and they would struggle to decide if they were still in Singapore or in the middle of a Borneo forest!

My father's eye sight took a hit because of macula degeneration. He had peripheral vision, and the rest was just a blur, so he could still walk independently, but would not be able to judge traffic. So, we made sure that the long strip of sea front park on the south and east part of Singapore was accessible from our home, without encountering traffic. The park has walking paths, cycling paths, lawns, and beaches all along a thin strip of shore, 15 Km long. Lots of trees, and a few thickly vegetated islands of rain forests. There are a large number of Rosa Tabubia trees in the area close to our location. These trees are flowering trees, with lilac or white flowers (the white variety is probably called Rosa Argentum). when they bloom, the flowers cover the entire tree, nary a leaf visible. They shed in a short time, and one would see a carpet of lilac or white below the tree. My dad was trees enamoured of this tree, and his vision was enough to see it bloom. He would stand in front of the tree with folded hands and say to the tree "Hello Rosa Tabubia, I am so grateful to God that He created you, and left me enough vision to see and admire you!". Some other Gujarati seniors would also be out for their walk in the park, and would ask him what he was doing? "talking to this beauty", he would say.

Our solution to being cooped up in the urban jungle of office and home, was to take off into these little but dense bits of forests and lakes, and get out batteries recharged! works every time! My only complaint is that the Parks people keep constructing things near all parks, Toilets I can understand, but cafe's? But food at all places is part of the Singapore culture.

God plays his part by sending rain frequently in short bursts - and a few in stronger ones, or none at all for a few weeks. All vegetation gets water, and the leaves a wonderful shower, that squeaky clean look that makes me jealous! But the occasional dry spell sees dry grass by the roadside, and the rain tree shedding their leaves. God's message is clear: man governs Singapore, but I govern everything!    

Home Up મકાન o'redi? પચરંગી Cosmopolitan સામાજિક માધ્યમ social media દુનિયા ચલાવે run the world અનુકરણ ને Curse લીલોતરી foliage રિવાજો નું Science નિવૃત્તિ Retirement સહાનભૂતિ ShadowPlay પાછો ઑઝ  Oz Again