નિવૃત્તિ |
Retirement |
આ વખતે લખવાનું વહેલા શરૂ કરું છું, કારણકે મહિનાને અંતે અમે બે – “આખરે અમે બે” વાળા અમે બે – પ્રવાસે જશું. આજ કાલ “ભૂત નું ઘર પીપળે” જેવી સ્થિતિ છે, અર્થાત પ્રવાસ તો ઓસ્ટ્રેલિયા જ હોય! જ્યાં પૌત્ર, ત્યાં અમે! જો નોકરી ના સમયે ઘરે થી નિકળું તો લિફ્ટ માં જે કોઈ મળે તે પૂછે, “રજા પર છો?” અને હું ઉત્તર આપું “ના, હું તો નિવૃત્ત થયો છું” તો જાણે ઈર્ષા ઊભરાતી હોય તેમ બોલે “આહ! મજા જ કરો!”. અને મારી જીભ પર એક હુરતી વાક્ય આવી ને અટકી જાય “બાપા ની ટાંગ!”. નિવૃત્તિ એટલે શું? એનું વર્ણન લગભગ દરેક વ્યક્તિ જુદી રીતે કરે, અને ગૃહસ્થાશ્રમ માં શું કરતાં હતા એના પર આધાર રાખે! નોકરિયાત વ્યક્તિઓ નિવૃત્ત ના થયા હોય ત્યાં સુધી મોટે ભાગે કહેશે “સાહેબો ની કટકટમાં થી છૂટીશ!” આગળ કોઈ ખાસ વિચાર ના હોય. સિંગાપૂરમાં મારા જેવા નોકરિયાત વ્યક્તિઓ માટે એક અક્ષરમાળા વપરાય છે – PME. Professional, Management, Executive. બહુ ફુલાઈ જવા જેવું નથી. હાથમાં હથોડા ને બદલે કલમ હોય, અને ગળામાં કંઠલંગોટ પહેરતા હોય તો તમે PME કહેવાઓ! નિવૃત્તિ આ નોકરિયાત સમૂહ નો ઘાણ કાઢે! એક તો મગજમાં ખાંડ ખાતા હોય કે નિવૃત્તિ પછી મારી આવડતો માટે demand ઘણો જ હશે એટલે હું સલાહકારી નો ઉદ્યોગ કરીશ. ભઇલા – બેનો ભાઈઓ કરતાં વાસ્તવિક વધારે હોય, એટલે એમને આંખે ડાબલા હોતા નથી – ખાંડ ના ખાઈશ. નિવૃત્ત થશે એજ સાંજે, વિદાય સમારંભ પછી, તારો ફોન પણ કોઈ ઉપાડશે નહીં. નોકરી ચાલુ હતી ત્યારે માયાજાળમાં માણતો હશે કે આરામ કરીશ, મનમાં જે આવે તે કરીશ, પણ વાસ્તવિકતા એમ છે કે પહેલા થોડા દિવસ કે મહિના મસ્તીમાં જશે, પણ પછી મનમાં કંઈ આવશે જ નહીં! અને નિવૃત્તિ ખાવા ધાશે! જે “સલાહકારી” કરવી હતી, એના ગ્રાહકો નો સંપર્ક સાધી રાખ્યો હોય તો સફળ થશે, પણ નિવૃત્તિ પછી જો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરશે તો કદાચ તારો ફોન પણ નહીં ઉપાડે. ધંધાદારી કરતા વ્યક્તિઓની વાત જુદી છે. આખી જિંદગી ધંધો જ આદર્યો છે, એટલે એ ચક્રવ્યહુમાં થી છૂટવું એ અભિમન્યુ જેવી હાલત થાય. મરે ત્યારે છૂટે! “મારા ધંધાનું શું થશે” એ પ્રશ્ન દિવસ ને રાત કનડયા કરે. બચત સારી હોય તો ઠીક, નહીં તો ખટિયા ખડી થાય ત્યાં સુધી લાગી રહેવાનુ, નિવૃત્તિ તો એક શબ્દ જ રહે! પણ સમૃધ્ધિ હોય અને સંતાન કે ભાણિયા તૈયાર હોય તો કદાચ નિવૃત્ત થઈ શકાય. પણ ધંધો કરવો એ એક વ્યસન જેવું હોય, છોડવું મુશ્કેલ છે. પણ મક્કમતા હોય, અને આગલી પેઢી પર વિશ્વાસ હોય તો મહાપરિશ્રમ કરી નિવૃત્ત થવાય ખરું. દુકાને જવું નહીં, સંતાન ને પૂછવું નહીં કે કેમ ચાલે છે. સૌથી ઉત્તમ તો કારોબાર બીજા ને વેંચી દેવો! પણ આ ધંધાદારી સમુદાય ને એક મહત્વનો સંયોગ છે – આખી જિંદગી પોતેજ પોતાનું કામ ભાળ્યું છે, એટલે નિવૃત્તિ પછી “શું કરું” નો ઉત્તર પોતેજ આપવો પડે, એ ની દુવિધા ઓછી થાય એવું માનું છું. પણ નોકરિયાત સમૂહ ને આજ સૌથી મોટો કોયડો ઉકેલવાનો! નોકરીમાં તો સાહેબ કે ક્લાયન્ટ (ગુજરાતી શબ્દ “ગ્રાહક” કે “અસીલ” વિચિત્ર લાગે છે, એટલે અંગ્રેજી શબ્દ વાપર્યો!) કહે – કામ સોંપે તેમ કરવાનું! પણ હવે? પત્ની કે કદાચ સંતાન સિવાય કોઈ કામ સોંપશે નહીં, બાકી તો તારે પોતાની મેળે જ કોઈ કામ ઉત્પન્ન કરવું પડશે! મને નિવૃત્ત થયે આઠ વર્ષ થયા. નોકરિયાત હતો, PME હતો. એક આખું વર્ષ “સલાહકારી” નો વ્યવસાય શરૂ કરવા મથ્યો, અને ત્રણ clients ને મોઢે સાંભળ્યુ કે તારું કામ તો અમને ગમે છે, જોઈએ છે, પણ તું આ સલાહકારીમાં નવો છે એટલે પહેલું કામ મફત માં કરી આપ પછી આગળ ચાલશું. વર્તને નહીં પણ જન્મે તો વાણિયો છું, એટલે ના પાડી, પણ આ સલાહકારી ની આકાંક્ષા તજવી પડી. બચત ને આધારે નિર્વાહ થઈ શકશે એટલી ચોકસી કરી! હવે ત્રણ પ્રવૃત્તિ ચાલે છે. સૌથી પહેલું કર્મ તે પત્ની અને સંતાન ને મદદ, પછી આવે સ્વસ્થ ની સંભાળ, અને ત્રીજે અંકે આવે તે મારા રસિક વિષયો ખૂંદવાનો! ઘણું વાંચન, થોડું લખાણ અને એનાથી પણ થોડું બડબડ! પણ એક કોયડો ઘડી એ ને પડી એ મગજમાં આવ્યા કરે: કે મારા મગજમાં કયા વિચારો નું રહેઠાણ થાય છે કે કરવા દઉં? વિચારો બહુજ મનસ્વી હોય, જે વિચારને આવવું હોય તે મનમાં પેસી જાય, અને સતર્કતા થી ધક્કો મારી નસાડવા પડે! એટલે કોને રહેવા દઉં એજ સૌથી મોટો problem છે. “હું વિચારો ને અંકુશમાં રાખીશ” એવી ખાંડ તો જરાય ના ખાતા – મહર્ષિ વ્યાસ જેવા સિધ્ધ પુરુષ હો તો વાત જુદી છે! ફક્ત વિચાર આવ્યા પછી બાહર કઢાશે કે રખાશે! વસમું કામ તો છે, પણ શક્ય જરૂર છે – અને અતિ આવશ્યક પણ છે. આ વિગ્રહ જીત્યા તો નિવૃત્તિ સફળ થશે, નહીં તો ગોળીઓ નો ચેવડો ખાતા જીવશો! જેવા ૪૦ પાર કરો – ત્યારથી કમાણી સિવાય (અને પત્નીવ્રતા રહીને!) ઈતર વિષયમાં રસ જમાવો. બે ખાસ દુવિધા આવે: રસસ્પ્રદ વિષય પોષાશે? સમય, ધન અને કર્તવ્ય પાલન ની દ્રષ્ટીએ? અને બીજી દુવિધા કે આ વિષય નું સેવન કરવાની તક મળી રહેશે? આશરે ૫૫ સુધી જુદા જુદા વિષય અને જુદી જુદી પ્રવૃત્તિઓ અજમાવી જુઓ (પત્ની અને સંતાનો ની આજ્ઞા મેળવી લો!) અને બે ત્રણ પ્રવૃત્તિ નું લિસ્ટ પાકું કરો. પણ નિવૃત્તિ માણવા માટે મહેનત કરવી પડે છે, મગજ ની કસોટી અને શરીર ની પરવાનગી બન્ને જોઈએ છે! એ ધ્યાનમાં રહે. જેને અર્થશાસ્ત્રમાં જ રસ હોય એની વાત કરવાની મારી જિગર નથી, પણ મે એવું નક્કી કર્યું હતું (મોડે મોડે) કે વ્યવસાય કર્યો એના થી ખૂબ જ દૂર રહેતા વિષય નો ઉપાડો લેવો. એટલે કોમ્પુટર અને સૉફ્ટવેર થી દૂર છંદ અને વૈદિકી જ્યોતિષ (astronomy) તથા શાસ્ત્રો ના ઇતિહાસ ના વિષયમાં જંપલાવ્યું છે. આ તો વાંચન પ્રવૃત્તિ! કર્મ ની પ્રવૃત્તિ તે મારા માતા પિતા વિષે લખવાનું. બહુ રસસ્પ્રદ હતા. સાદું જીવન, ઘણા ઉચ્ચ શ્રેણીના વિષયોમાં રસ, અખંડ વ્યહવારુ જીવન, અને મને એજ સંસ્કાર માં ઝબોળવો એ તમન્ના. કુદરત, ડુંગરા, પક્ષી, ફૂલ- ઘરે સંતાન, ઉંમરે નાના ભાઈ, બહેન, ભાંડુઓ મંડી પડે – નિવૃત્તિદાર વ્યક્તિ પર “હવે તમે આરામ કરો!” સાચો અર્થ? (મોટે ભાગે!) “બધી વાતમાં માથું મારવાનું છોડો, અમને અમારી રીતે જીવન ચલાવવા દો!”. શાસ્ત્રોમાં બહુ ચોખ્ખું કહ્યું: વનપ્રસ્થાન! દૂર રહો, પોતાનું સંભાળો, નવા ગૃહસ્થી ને જવાબદારી સોંપી દો, જંગલમાં રહેતા પ્રાણીઓ નું ભેજું ખાજો, અને પહોંચી જશો ત્યારે લાકડે દેવા આવશું. વિશ્વમાં વનો જ પ્રસ્થાન કરવા માંડ્યા છે, તો કયા વન માં જવું? અને આજકાલના પ્રદુષિત વાતાવરણમાં માંદા પાડવાનું તો નિશ્ચય છે! ઘરે જ રહો પણ મન અને કાર્ય દૂર કરો! તો કરું શું? જવાબ આવે “પ્રભુ નું નામ લો!”. એક દ્રષ્ટિએ બહુજ અપમાન ભર્યું વાક્ય લાગે, અને બોલનાર ને પણ જાણ ના હોય કે ઘણું તથ્ય ભરેલું વાક્ય છે! કાર્ય થી દૂર થયા તો મન ખાલી થઈ ગયું, અને મગજ જાત જાત નો કચરો - ચાલો, બહુ થયું! લખવું તો ઘણું હતું પણ તંત્રી ડોળા કાઢશે એ ગભરાટે ચૂપ થાઉં છું. |
We – of we two all the way fame – are off to see our “king”, our grandson in Oz. Now a days, all roads lead to Sydney, naturally! If I leave home around peak hours – elevator full of dresses, ties, face in phone anchored by purposeful individuals, with me in my shorts and tee’s, I am almost always asked “on leave, are we?” and when I reply that I am retired, there is a collective sigh in the box with a “ah! Enjoy your life!”, and I feel like screaming “retirement is tough!”. Everyone will describe retirement differently: both before and after, and will largely depend on which economic activity they have been perusing. The salarymen (salarywomen are different) will say “good riddance to bullying by bosses and clients”. Singapore has a different word for salarymen (which is a Japanese innovation!), they – people like what I was – are called PME’s :Professionals, Managers, Executives. Sounds impressive, but it just means PME’s wear ties, carry pens and laptops, rather than spanners and trays. Retirement plays hell with this group, unless …. Many of them say, oh! I will do some consulting after retirement, because my skills are in demand. Women of course are way ahead realists, so they cut through to the new situations and keep moving, where as many men start moping! As you leave you retirement party in the office, you dial people you knew well (till close of business hours) and no one picks up your call! Your identity as a person of skills and wisdom is entirely tied to the corporation you served, and evaporated with the bubbly that evening! You try again after the “well deserved break”, but calls still fail! And slowly retirement (or more correctly retirement for the un- People doing their own business have a different retirement profile. Their lifelong mind- Business people have one advantage over the Salaryman people. While the salaryman has by and large been told what he needs to do, by his boss, by the clients, by the ministers etc., the businessman (or woman) has invariably created their own tasks. This is a critical aspect of retirement “What shall I do today?”. Perhaps spouse or children may ask you to do something, but by and large one has to create the tasks on ones own! I retired 8 years ago. I had scrambled my retirement plans, and since I was a PME, I tried to set up a consultancy business. After three clients told me to do the first project for free, since I was just starting out as a consultant, my inner “vaniya” traits bubbled up, and I decided to go another way. I did confirm my financial security and then closed the chapter on economic activities. Now I have three activities. First, I am back office for my wife, and support my daughter for some tasks, second I look after my health, and third I investigate subject that interest me. Read a lot, write a bit like this blog. But one issue still causes concern. What kind of thoughts occupy my mind? Thoughts just come via the brain, and into our minds, One can control them when they get to our minds, and thus manage which thoughts occupy the mind, and one then extends, analyses, concludes those thoughts. And that is a major issue of retirement, when tasks are not piled up to fill up the mind! I control my thoughts! Sorry, unless you are an enlightened soul like Maharshi Vyaas, you have some control over thoughts that have invaded your mind, one can assess, judge, and push the undesired thoughts with bringing up thoughts from memory, and letting the processes of the mind work on them. Here is possible plan. Start looking at cultivating other interests (while staying to your spouse!) after you cross 40. Is the topic of interest sustainable: financially, socially, and in terms of ones family commitments? Try a few topics, and see which ones work for you, till you are 55, when you would need to pin down one or two. Now start setting up the scenarios for retirement, with attention to both physical and mental energy that will be needed. And believe you me, retirement is hard work! I have little to suggest to people who would prefer to stay in the economic activities domain, mainly due to my ignorance of that domain. But one choice that I made was to go as far away from my occupational domain as possible. Vedic astronomy, history of scriptures and chhand Shastra satisfy that criteria (for me) quite admirably. This is my reading list, and my doing list is to write about the life and times of my parents – who were unusual people of their times. Simple living, interest in multiple topics, socially contributive life style, and a determination to immerse me in that “sanskaar”. (sorry, no equivalent word in English – that I know of). Nature, mountains, flora, fauna, photography, music, literature, Gujarati and Sanskrit languages, and the teaching vocation! Specifically, the three of us trekked extensively in the Himalayas, and have a large collection of photographs. So, I write about those journeys, and illustrate them with the photos I have scanned, and will put all that onto a website to share with family and friends. Enough about me! It is common in many families, that the next generation tells the retiring parent, “hey, just relax, no need to do anything!” but often the real message is “stay out of our way!”. Indian scriptures have recommended “vanprasthan” as a retirement strategy: move to a forest! Go to the forest, manage yourselves, hand over responsibilities to the next generation, and feel free to bug the animals around you! But today there is hardly any forest left to move to! As one continues to live in the city, the life style and pollution makes in inevitable that one may fall ill, and city does provide access to medical services. But, if the retiree stays at home, what will he do? Prompt comes the answer, “focus on spiritual matters!”. From one perspective this is a very insulting suggestion, and the person saying it has little idea of its alternate potential. Retirement has emptied the mind, and if one succeeds in filling that space with matters spiritual, it is a win win all around! There has been a trend of ridiculing the practice of rituals that accompany the pursuit of spiritual thoughts. The younger generation laughs that the old fogies’ have nothing better to do than recite scriptures by rote! But here is lies the secret of recitation of recommended verses. There is a sophisticated science behind the sounds produced during these recitations. The vibrations produced set up harmonics in the internal organs and in the brain as well as on the nervine system. The effect is a singular calming of the mind, and cooling of the brain – IF recited with the correct pronunciations and in the prescribed chhand! Those of you who are curious about this aspect, please read up on dhvani Shastra. It is a revelation! Since one of the major enterprise that retirees pursue is health, these recommended recitations are a singular contribution to that health. Whether God gets pleased and rewards you, is purely between you and God, but the science is well established. Enough, I think! |